મરમઠ
મરમઠ, ભારત દેશ ના પશ્ચિમ માં આવેલ ગુજરાત રાજ્ય ના સૌરાષ્ટ્ર માં આવેલ મહત્વ ના જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાનું એક ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરી, કપાસ, મગફળી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
મરમઠ | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 21°34′53″N 70°01′18″E / 21.581406°N 70.021641°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | જૂનાગઢ |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
આ ગામનાં પેંડા પ્રસિદ્ધ છે.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
મરમઠના ઇતિહાસ નું સોપાન એટલે ત્યાં વસતાં આહીર જ્ઞાતિનાં વરૂ જેઓ પૂર્વે ક્ષત્રિય કાઠી દરબારનાં વંશજો હતાં તેમનાં આહીર થવાનો ઇતિહાસ મરમઠ સાથે જોડાયેલો છે જેની સાક્ષી પૂરતી વીરગતિ પ્રાપ્ત #બટાર_જેઠવા ની ખાંભી જેને પાળિયો પણ કહે છે તે મરમઠ ગામનાં ગૌચરણ માં જે ખળખળ તરીકે ઓળખાય છે ત્યાં આવેલ છે. જેનું આસ્થા માટે ગામનાં પાદરમાં વાછરદાદા નાં મંદિરમાં પુનઃસ્થાપના કરવામાં આવી છે.
બટાર જેઠવા મૂળ #નાગેશ્રી નાં કાઠી દરબાર જેઓ દ્વારિકા દર્શન માટે યાત્રા કરતા હતા તેઓ સમેગા ગામે આહીર પરિવારમાં રાત્રી વિશ્રામ માટે રોકાયા હતા.
ગામમાં સાદ પડ્યો કે ગાયો નું ધણ વારવા ડફેરો આવ્યા છે..ત્યારે ગાય ને માતા માનનાર બટાર જેઠવા સમેગા ગામનાં લોકો ની સાથે ગાયો ની રક્ષા કરવા રણે ચડ્યા અને વીરગતિ પામ્યા. એવી લોકવાયકા છે કે તેમનું મસ્તક સમેગા પડ્યું અને ધડ લડતું લડતું મરમઠ ગૌચરણ સુધી પહોંચી ગયું.
ગાયો ની સુરક્ષા કરતાં વીરગતિ પામનાર બટાર જેઠવા નાં વંશજો તેમના 3 પુત્ર ને આહીરો એ કન્યા પરણાવી આહીર માં વર્યા એટલે વરૂ કહેવાયા. તેમને 3 ગામ માંડવા, મરમઠ અને કોટડા આહીર દ્વારા આપવામાં આવ્યા.