મહેશ કનોડિયા

ગુજરાતી ગાયક અને સંગીતકાર

મહેશ કનોડિયા (૧૧ નવેમ્બર ૧૯૩૯ – ૨૫ ઓક્ટોબર ૨૦૨૦[]) ગુજરાતની પ્રખ્યાત સંગીતકાર બેલડી ("મહેશ-નરેશ") પૈકીના એક અને નરેશ કનોડિયાના મોટાભાઈ હતા. તેઓ પોતાની "મહેશકુમાર એન્ડ પાર્ટી" દ્વારા પણ જાણીતા હતા. તેઓ સ્ત્રી તથા પુરુષના અવાજમાં ગીતો ગાવા અને જુદા-જુદા ગાયકોના અવાજમાં ગીતો ગાવા માટે પણ પ્રખ્યાત હતા. તેઓ પાટણ લોકસભા બેઠકના સંસદસભ્ય તરીકે લાંબા સમય સુધી રહ્યા હતા.[]

મહેશ કનોડિયા
જન્મ૧૧ નવેમ્બર ૧૯૩૯ Edit this on Wikidata
મહેસાણા Edit this on Wikidata
મૃત્યુ૨૫ ઓક્ટોબર ૨૦૨૦ Edit this on Wikidata
ગાંધીનગર Edit this on Wikidata
વ્યવસાયરાજકારણી, સંગીતકાર Edit this on Wikidata
રાજકીય પક્ષભારતીય જનતા પાર્ટી Edit this on Wikidata
પુરસ્કારો

ગુજરાતી ફિલ્મો ઉપરાંત તેમણે ગરબા, લોકસંગીત, અને અન્ય ગેરફિલ્મી આલ્બમોમાં પણ સંગીત આપ્યું છે. એ સિવાય તેમણે છોટા આદમી, મેરી દોસ્તી તેરા પ્યાર, હસીના માન જાયેગી, આઝાદી કે દિવાને, રફુચક્કર, રાજા ઔર રાના, કૌન, લાજવંતી, કુરબાની, મેરા ફેંસલા, પ્યાર મહોબત, મજે લે લો, તેરે પ્યાર મેં અને આવારા લડકી જેવી હિન્દી ફિલ્મોમાં પણ સંગીત આપ્યું છે. તેમણે "અપૂર્વ કન્નસુમ" નામની એક કન્નડ ફિલ્મમાં પણ સંગીતકાર તરીકેની ભૂમિકા ભજવી છે. "નીલી આંખે" નામની હિન્દી વિડિયો ફિલ્મમાં પણ પણ સંગીત આપ્યું છે. તેમના ઘણાં ગીતો (ગેરફિલ્મી અને ફિલ્મ સંગીત) લતા મંગેશકર, મુકેશ, આશા ભોંસલે, મહંમદ રફી, મન્ના ડે, યેસુદાસ, કિશોરકુમાર, મહેન્દ્ર કપુર, ઉષા મંગેશકર, સુરેશ વાડકર, કવિતા કૃષ્ણમૂર્તિ, શબ્બીરકુમાર, અનુરાધા પૌડવાલ, ઉદિત નારાયણ કરસન સાગઠિયા, જેવા દીગ્ગજોએ ગાયેલાં છે.

ફિલ્મી સંગીત યાદી

ફેરફાર કરો
  • વેલીને આવ્યા ફૂલ (૧૯૭૦)
  • જીગર અને અમી (૧૯૭૦)
  • તાનારીરી (૧૯૭૫)
  • તમે રે ચંપો ને અમે કેળ
  • વણઝારી વાવ
  • ભાથીજી મહારાજ
  • મરદનો માંડવો
  • ઢોલા મારુ
  • હિરણને કાંઠે
  • જોડે રહેજો રાજ
  • સાજણ તારા સંભારણા

ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી ફિલ્મના કલાકાર કસબીઓને અપાતા એવોર્ડ પૈકી નીચેની વિગતે મહેશ કનોડિયાને એવોર્ડ પ્રાપ્ત થયેલ છે.

  • શ્રેષ્ઠ સંગીત માટેનો એવોર્ડ ફિલ્મ જીગર અને અમી માટે (1970-71) (સંગીતકાર તરીકે)
  • શ્રેષ્ઠ સંગીત માટેનો એવોર્ડ ફિલ્મ તાનારીરી માટે (1974-75) (સંગીતકાર તરીકે)
  • દ્વિતીય શ્રેષ્ઠ ફિલ્મ માટેનો એવોર્ડ ફિલ્મ જોગ સંજોગ માટે (1980-81) (નિર્માતા તરીકે)
  • શ્રેષ્ઠ સંગીત માટેનો એવોર્ડ ફિલ્મ જોગ સંજોગ માટે (1980-81) (સંગીતકાર તરીકે)
  • શ્રેષ્ઠ પાર્શ્વગાયક માટેનો એવોર્ડ ફિલ્મ અખંડ ચૂડલો માટે (1981/82)
  • શ્રેષ્ઠ સંગીત માટેનો એવોર્ડ ફિલ્મ લાજુ લાખણ માટે (1991-92) (સંગીતકાર તરીકે)
  • પદ્મશ્રી (૨૦૨૧)[]
  1. "Veteran Gujarati Film Musician, Former MP Mahesh Kanodia Dies At 83". NDTV.com. મેળવેલ 2020-10-27.
  2. "Biographical sketch, Member of Parliament, 14th Lok Sabha". Parliament of India. મૂળ માંથી 2004-09-05 પર સંગ્રહિત. મેળવેલ 2020-10-27.
  3. "Keshubhai Patel conferred with Padma Bhushan, Naresh Mahesh Kanodia Padmashri posthumous". DeshGujarat (અંગ્રેજીમાં). 2021-01-25. મેળવેલ 2021-05-30.