માલપુર તાલુકો

ગુજરાતના અરવલ્લી જિલ્લાનો તાલુકો

માલપુર તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લાનો તાલુકો છે. માલપુર આ તાલુકાનું મુખ્ય મથક છે.

માલપુર તાલુકો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોઅરવલ્લી
મુખ્ય મથકમાલપુર
વિસ્તાર
 • કુલ૩૬૫.૩૬ km2 (૧૪૧.૦૭ sq mi)
વસ્તી
 (૨૦૧૧)[]
 • કુલ૯૭૮૩૮
 • ગીચતા૨૭૦/km2 (૬૯૦/sq mi)
 • લિંગ પ્રમાણ
૯૫૬
 • સાક્ષરતા
૭૦.૦૫%
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

માલપુર તાલુકો ડુંગરાળ વિસ્તાર ધરાવે છે. વાત્રક નદી આ તાલુકામાં થઈને વહે છે, જેને કાંઠે ગાજણ, કંસવાડ, પીપરાણા, પહાડિયા, મગોડી અને ખલકપુર ગામો આવેલાં છે. નદીનો કાંઠો ઊંચો અને આજુબાજુ કોતરોવાળો તેમજ પટ ખડકાળ છે. માલપુર તાલુકાનો વિસ્તાર સમુદ્રથી દૂર હોવાથી અહીં આબોહવા વિષમ રહે છે. મે માસનું મહત્તમ અને લઘુતમ દૈનિક તાપમાન અનુક્રમે ૪૩° સે. અને ૨૦° સે. તથા જાન્યુઆરી માસનું મહત્તમ અને લઘુતમ તાપમાન અનુક્રમે ૨૯° સે. અને ૧૦° થી ૧૪° સે. વચ્ચેનું રહે છે. અહીં સરેરાશ વાર્ષિક વરસાદ ૭૫૦થી ૮૦૦ મિમી. જેટલો પડે છે.[]

ઇ.સ. ૧૯૯૧માં માલપુર તાલુકાની વસ્તી ૭૩,૩૯૮ હતી[] અને ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ તાલુકાની વસ્તી ૯૭૮૩૮ હતી.[]

માલપુર તાલુકામાં આવેલાં ગામો

ફેરફાર કરો
માલપુર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


આ પણ જુઓ

ફેરફાર કરો
  1. ૧.૦ ૧.૧ "Malpur Taluka Population, Religion, Caste Sabarkantha district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2020-10-20 પર સંગ્રહિત. મેળવેલ ૨૯ મે ૨૦૧૭.
  2. ૨.૦ ૨.૧ "માલપુર – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ". મૂળ માંથી ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૪ પર સંગ્રહિત. મેળવેલ ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૪.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો