મુકુંદ પરીખ
મુકુંદ પરીખ ગુજરાતી નવલકથાકાર, કવિ અને નાટ્ય લેખક છે.
મુકુંદ પરીખ | |
---|---|
જન્મ | મુકુંદ ભાઇલાલ પરીખ ૨૬ જાન્યુઆરી ૧૯૩૪ નાદીસાર, પંચમહાલ જીલ્લો, ગુજરાત, ભારત |
વ્યવસાય | કવિ, નવલકથાકાર, નાટ્યલેખક |
ભાષા | ગુજરાતી |
રાષ્ટ્રીયતા | ભારત |
શિક્ષણ | બી.એ., એલ.એલ.બી. |
માતૃ શિક્ષણ સંસ્થા | ગુજરાત યુનિવર્સિટી |
સમયગાળો | આધુનિક ગુજરાતી સાહિત્ય |
સાહિત્યિક ચળવળ | રે મઠ, આકંઠ સાબરમતી |
નોંધપાત્ર સર્જનો | મહાભિનિષ્ક્રમણ (૧૯૬૮) |
જીવન
ફેરફાર કરોતેમનો જન્મ ૨૬ જાન્યુઆરી ૧૯૩૪ના દિવસે નાદીસાર ગામમાં (હાલનો પંચમહાલ જિલ્લો, ગુજરાત) ભાઈલાલ પરીખને ત્યાં થયો હતો. તેમણે તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ તેમના વતનમાં બાલાસિનોર શહેરમાં લીધું. ૧૯૫૭માં રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કૉલેજમાંથી તેઓ અર્થશાસ્ત્રના વિષય સાથે બી.એ. થયા. ૧૯૫૪થી ૧૯૮૦ દરમ્યાન તેમણે પ્રોવિડન્ટ ફંડ કમિશ્નર ઑફિસમાં કામ કર્યું. ૧૯૮૦માં અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાંથી તેમણે એલ.એલ.બી.નો અભ્યાસ કર્યો અને ૧૯૮૧થી તેઓ વકીલ તરીકે કાર્યરત હતા.[૧]
રચનાઓ
ફેરફાર કરોમહાભિનીષ્ક્રમણ (૧૯૬૮) એ તેમની એક પ્રાયોગિક નવલકથા હતી.[૨] [૩] આ વાર્તા અમિત દલાલ નામના પાત્રના પ્રણય ત્રિકોણને અનુસરે છે. તેમાં ત્રણ મહિલાઓ સાથેના તેના સંબંધની સમીક્ષા કરવામાં આવી છે: તેની માતા ચંદન; તેની પત્ની રમા અને તેની પ્રેમીકા સરોજ. તેમણે પોતાના કથનમાં આંતરચેતના પ્રવાહ પદ્ધતિનો ઉપયોગ કર્યો છે તેમજ પીપળાના ઝાડ અને અંધકાર જેવા પ્રતિકોનો ઉપયોગ કર્યો છે. તેમણે કથાના પાત્રોના સંબંધોમાં ઓડિપસ ગ્રંથિને વણી લીધી છે. આ નવલકથા તેની ભાષા માટે ખાસ પ્રશંસા પામી છે.[૧][૪]
તેઓ 'રે મઠ' અને 'આકંઠ સાબરમતી' જેવા પ્રયોગાત્મક સાહિત્યિક વર્તુળો સાથે સંકળાયેલા હતા. તેમનું એકપાત્રી અભિનય નાટક ચોરસ ઈંડા અને ગોળ કબરોનો સમાવેશ રે મઠ દ્વારા પ્રકાશિત પાંચ એકપાત્રી નાટકો મેક બિલિવ (૧૯૬૮) સંગ્રહમાં કરવામાં આવ્યો હતો. આ નાટકને આધુનિક ગુજરાતી સાહિત્યના પ્રારંભિક કાળના એબ્સર્ડ નાટકનું ઉદાહરણ માનવામાં આવે છે. તે એક મનોવૈજ્ઞાનિક નાટક છે. મોક્ષ (૧૯૭૫) એ તેમનો એકાંકીસંગ્રહ છે.[૧]
મન ચિતરીએ (૨૦૦૪) એ તેમનો ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત કાવ્યસંગ્રહ છે.[૧]
તેમણે રાવજી પટેલ સાથે મળીને 'શબ્દ' નામના કવિતાના સામાયિક સંપાદન કર્યું હતું.[૫]
આ પણ જુઓ
ફેરફાર કરોસંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ Brahmabhatt, Prasad (2010). અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ - આધુનિક અને અનુઆધુનિક યુગ. Ahmedabad: Parshwa Publication. પૃષ્ઠ 196–198. ISBN 978-93-5108-247-7.
- ↑ K. M. George (1992). Modern Indian Literature, an Anthology: Surveys and poems. Sahitya Akademi. પૃષ્ઠ 141. ISBN 978-81-7201-324-0.
- ↑ The Illustrated Weekly of India. 101. Times of India. 1980.
- ↑ Gujarat. Smt. Hiralaxmi Navanitbhai Shah Dhanya Gurjari Kendra, Gujarat Vishvakosh Trust. 2007. પૃષ્ઠ 404.
- ↑ Indian Literature. Sahitya Akademi. January 2009. પૃષ્ઠ 263. મેળવેલ 31 January 2017.