મેગન અબ્રાહમ સિનાગોગ
મેગન અબ્રાહમ સિનાગોગ એ અમદાવાદમાં આવેલું ગુજરાત રાજ્યનું એકમાત્ર યહૂદી ધર્મસ્થાન છે.[૧] તે ૧૯૩૪માં રાજ્યના બેને ઇઝરાઇલ યહૂદી સમુદાયના સભ્યોના દાનનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું હતું.
મેગન અબ્રાહમ સિનાગોગ בית הכנסת מגן אברהם | |
---|---|
સિનાગોગનો બહારનો ભાગ | |
ધર્મ | |
જોડાણ | યહુદી |
જિલ્લો | અમદાવાદ જિલ્લો |
પ્રાંત | ગુજરાત |
ધાર્મિક વિધિ પૂર્ણ | ૨ સપ્ટેમ્બર ૧૯૩૪ |
સ્થિતિ | સક્રિય |
સ્થાન | |
સ્થાન | અમદાવાદ |
અક્ષાંશ-રેખાંશ | 23°01′19″N 72°35′02″E / 23.0220282°N 72.583874°E |
સ્થાપત્ય | |
ખાતમૂર્હત | ૧૯ ઓક્ટોબર ૧૯૩૩ |
પૂર્ણ તારીખ | ૧૯૩૪ |
વેબસાઈટ | |
MagenAbraham.20m.com |
ઇતિહાસ અને સ્થાન
ફેરફાર કરોઅબીગૈલબાઈ બેન્જામિન આઇઝેક ભોંકરે દ્વારા ૧૯ ઓક્ટોબર ૧૯૩૩ના રોજ સિનાગોગનો પાયો નાખવામાં આવ્યો હતો અને ૨ સપ્ટેમ્બર ૧૯૩૪ના રોજ તેનું બાંધકામ પૂર્ણ થયું હતું.[૧] જૂના અમદાવાદ કોટ વિસ્તાર ના ખમાસા વિસ્તારના બુખારા મોહલ્લા ખાતે આવેલી પારસી અગિયારીની સામે સિનાગોગ આવેલું છે. તે શહેરની ઐતિહાસિક ઇમારતોની સૂચિમાં સ્થાન પામે છે.
સ્થાપત્ય
ફેરફાર કરોઆ સિનાગોગ ભારતીય-યહુદી આર્ટ ડેકો શૈલીમાં આરસની લાદી અને મોટી કમાન સાથે બનાવેલું છે.[૨] તે ઇન્ડો-જુડાઇકા (ભારતીય-યહૂદી) સ્થાપત્ય કલામાં બનાવવામાં આવ્યું છે. કમાનમાં વિવિધ માપના તૌરાત બંધ પેટીમાં મૂકવામાં આવ્યા છે. મહિલાઓ માટેની અટારી ભારતના અન્ય સિનાગોગની તુલનામાં અસામાન્ય રીતની છે, જેને સ્તંભો વડે આધાર આપેલ નથી. સિનેગોગમાં ત્રિકોણાકાર છત અને ઉંચી છતવાળા ગ્રીક સ્તંભો છે. અહીં કલાત્મક જાળીઓ, કાચની બારીઓ અને ઝુમ્મર સહિત અનેક ધાર્મિક કલાકૃતિઓ આવેલી છે.[૧]
સમુદાય
ફેરફાર કરોછેલ્લા કેટલાક દાયકાઓમાં અમદાવાદના યહૂદી સમુદાયમાંથી ઘણાં બધાં પરિવારો ઈઝરાયલ, યુનાઇટેડ સ્ટેટ્સ અને યુરોપમાં સ્થળાંતર કરી ગયા છે. ૨૦૨૦માં આ સમુદાયના કુલ ૧૨૦ સભ્યો હતા.[૩] અમદાવાદના શૈક્ષણિક ક્ષેત્રે સમાજના સભ્યો અગ્રણી રહ્યા છે. નોંધપાત્ર સંસ્થાઓમાં નેલ્સન, બેસ્ટ સ્કૂલ અને અન્ય બીજી શાળાઓનો સમાવેશ થાય છે.
સંસ્કૃતિ
ફેરફાર કરોસિનેગોગમાં હજુ એક નાનો પણ સક્રિય સમુદાય છે. પેસાહ (પાસઓવર) ની ઉજવણી હજુ પણ થાય છે અને હાઇ હોલી ડેઝ દર વર્ષે મનાવવામાં આવે છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ John, Paul (13 April 2015). "Only synagogue in state enshrined in heritage list". The Times of India. મેળવેલ 1 January 2016.
- ↑ jafri, furqaan. "Ahmedabad's Bene Israel Jewish Community: An Overlooked Minority". www.thecitizen.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2022-05-05 પર સંગ્રહિત. મેળવેલ 2022-05-20.
- ↑ Jain, Saudamini (April 25, 2020). "India's Jewish 'Microscopic Minority' Feels Safe From the Coronavirus — for Now". Haaretz (અંગ્રેજીમાં). મેળવેલ 2022-05-20.