મે ૨૬
તારીખ
૨૬ મેનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૪૬મો (લિપ વર્ષ દરમ્યાન ૧૪૭મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૧૯ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
ફેરફાર કરો- ૧૮૮૯ – ઍફીલ ટાવરની પ્રથમ લીફ્ટ (એલિવેટર,elevator) જાહેર જનતા માટે ખુલ્લી મુકાઈ.
- ૧૯૦૯ – શિવનેરી કિલ્લાને રાષ્ટ્રીય રક્ષિત સ્મારક જાહેર કરાયો.
- ૧૯૨૮ – એથેન્સ, ગ્રીસમાં પ્રથમ ચલચિત્રની જાહેર જનતા માટે રજૂઆત કરાઇ.
- ૧૯૬૯ – ચંદ્ર પર માનવ ઉતરાણ માટેની તમામ જરૂરી સામગ્રીઓની ચકાસણી પૂર્ણ કરી આઠ દિવસની સફળતાપૂર્ણ યાત્રા કરી 'એપોલો ૧૦' યાન પૃથ્વી પર પરત ફર્યું.
- ૧૯૭૨ – યુનાઇટેડ સ્ટેટ્સ અને સોવિયેત યુનિયને એન્ટિ-બેલિસ્ટિક મિસાઇલ સંધિ પર હસ્તાક્ષર કર્યા.
- ૧૯૮૬ – યુરોપિયન સમુદાયે યુરોપિયન ધ્વજ અપનાવ્યો.
- ૨૦૦૩ – આગલા વિશ્વ કિર્તીમાનના ત્રણ દિવસ પછી શેરપા 'લાક્પા ગેલુ' એ, ૧૦ કલાક,૫૬ મીનીટ માં માઉન્ટ એવરેસ્ટ સર કર્યો. નેપાળના પ્રવાસન મંત્રાલયે તેજ વર્ષનાં જુલાઇ માસમાં આ વાતની પુષ્ટિ કરી.
- ૨૦૧૪ - ભારતના ૧૫મા વડાપ્રધાન તરીકે શ્રી નરેન્દ્ર મોદીએ પદભાર સંભાળ્યો.
- ૨૦૧૭ – ભારતના સૌથી લાંબા પુલ ભુપેન હજારિકા સેતુ (ઢોલા-સદિયા પુલ)નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
જન્મ
ફેરફાર કરો- ૧૮૯૪ – અંબાલાલ પુરાણી, ભારતીય લેખક, શ્રી અરવિંદના શિષ્ય અને જીવનચરિત્રકાર (અ. ૧૯૬૫)
- ૧૯૧૭ – હરિવલ્લભ ભાયાણી, સંશોધક, સંપાદક, ભાષાશાસ્ત્રી, વિવેચક, અનુવાદક (અ. ૨૦૦૦)
- ૧૯૩૦ – કરીમ ઇમામી, ભારતીય-ઈરાની કોષલેખક અને વિવેચક (અ. ૨૦૦૫)
- ૧૯૩૭ – મનોરામા, દક્ષિણ ભારતીય અભિનેત્રી અને ગાયિકા (અ. ૨૦૧૫)
- ૧૯૬૫ – રાજદીપ સરદેસાઈ, ભારતીય સમાચાર ઉદ્ઘોષક અને લેખક
અવસાન
ફેરફાર કરો- ૧૯૦૮ – મિર્ઝા ગુલામ અહમદ, ભારતીય ધાર્મિક નેતા અને અહમદિયા ચળવળના સ્થાપક (જ. ૧૮૩૫)
તહેવારો અને ઉજવણીઓ
ફેરફાર કરોબાહ્ય કડીઓ
ફેરફાર કરોવિકિમીડિયા કૉમન્સ પર May 26 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.