લાડુઘઉં ના લોટમાં ઘી અને ખાંડ નાખી ને બનાવાતી મિઠાઇ છે. તેને લાડવા કે મોદક પણ કહેવામાં આવે છે. લાડુમાં બદામ, કાજુ જેવો સુકો મેવો પણ ઉમેરવામાં આવે છે. ક્યારેક કોઇ ખાસ પ્રસંગે તેમાં ખાવાનોગુંદર પણ ઉમેરાય છે.

બેસનના લાડવા

ગુજરાતમાં મગજ (મગસ) તરિકે પ્રચલિત મીઠાઈ, ચણાના લોટ (બેસન)ના લાડવા જ છે.

હિંદુ ધર્મની માન્યતા મુજબ લાડવા, શ્રી ગણેશજીની પ્રિય વાનગી મનાય છે અને ગણેશજીનાં તમામ ચિત્રોમાં તેમના હાથમાં લાડુ દર્શાવવામાં આવે છે. તે ઉપરાંત લાડુ, બ્રાહ્મણોની પણ પ્રિય વાનગી ગણાય છે. ગુજરાતમાં વખતો વખત ભૂદેવો માટેની લાડુ ખાવાની સ્પર્ધાઓ યોજાય છે, જે દર્શનીય હોય છે.[]

વિવિધ રૂપો

ફેરફાર કરો
  • બુંદીના લાડુ
  • ચુરમા લાડુ
  • ગોળીયા લાડુ
  • ફીણીયા લાડુ
  • ગુંદરના લાડુ (ડિંકલાડુ)
  • મગજના લાડવા
  • નારિયેળના લાડવા
  • રવાના લાડુ
  • મોતીચુરના લાડુ
  • મોદક

બાહ્ય કડીઓ

ફેરફાર કરો