લીલાવતી મુનશી
લીલાવતી મુનશી ભારતીય રાજકારણી અને ગુજરાતી લેખિકા હતા. તેઓ ૧૯૩૭થી ૧૯૪૬ સુધી બોમ્બે વિધાનસભાના સભ્ય અને ૧૯૫૨થી ૧૯૫૭ દરમિયાન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પક્ષ તરફથી રાજ્ય સભાના સભ્ય હતા. તેમણે નિબંધો અને રેખાચિત્રો લખ્યા હતા.
લીલાવતી મુનશી | |
---|---|
રાજ્ય સભાના સભ્ય | |
પદ પર ૧૯૫૨ - ૧૯૫૮ | |
બેઠક | બોમ્બે સ્ટેટ |
બોમ્બે વિધાનસભાના સભ્ય | |
પદ પર ૧૯૩૭ - ૧૯૪૬ | |
અંગત વિગતો | |
જન્મ | 21 May 1899 |
મૃત્યુ | 20 February 1978 | (ઉંમર 78)
રાજકીય પક્ષ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
જીવનસાથી |
|
સંતાનો | ૨ પુત્રો, ૪ પુત્રીઓ |
જીવન
ફેરફાર કરોલીલાવતીનો જન્મ ૨૧ મે ૧૮૯૯ના રોજ ગુજરાતી જૈન પરિવારમાં કેશવલાલના ઘરે થયો હતો.[૧][૨]
૧૯૨૦ના દાયકાથી તેઓ ભારતીય સ્વતંત્રતા ચળવળ સાથે સંકળાયેલા હતા. તેમણે મીઠા સત્યાગ્રહ અને સવિનય કાનૂન ભંગ ચળવળમાં ભાગ લીધો હતો.[૨] આંદોલનોમાં ભાગ લેવા માટે તેમને જેલની સજા થઇ હતી.[૩]
૧૯૫૦ના દાયકામાં તેમણે બોમ્બેમાં સોસાયટી ફોર ધ પ્રિવેન્શન ઓફ અનહેલ્ધી ટ્રેન્ડ્સ ઇન મોશન પિક્ચર્સની સ્થાપના કરી. ૧૯૫૪માં, તેમણે 'અનિચ્છનીય' ફિલ્મોના પ્રદર્શન અને અશ્લીલ દ્રશ્યો પર પ્રતિબંધ મૂકવાનો ઠરાવ કર્યો, જેને ગૃહ દ્વારા અપનાવવામાં આવ્યો, ત્યાર પછી સરકારે ૧૯૫૯માં સિનેમેટોગ્રાફ એક્ટમાં સુધારો કર્યો. ૧૯૫૦ના દાયકા સુધી ભારતીય ફિલ્મોમાં ચુંબન દ્રશ્યો સામાન્ય હતા; તે મોટાભાગે તેમની ઝુંબેશને કારણે અદ્રશ્ય થયા.[૨]
તેઓ ૧૯૩૭થી ૧૯૪૬ દરમિયાન બોમ્બે વિધાનસભાના સભ્ય હતા. ૩ એપ્રિલ ૧૯૫૨ થી ૨ એપ્રિલ ૧૯૫૮ સુધી તેમણે ભારતીય સંસદના ઉપલા ગૃહ રાજ્યસભાના સભ્ય તરીકે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના તરફથી બૃહદ મુંબઈ રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હતું.[૧][૨] ૧૯૬૨માં તેઓ ભરૂચ લોકસભાની બેઠક પરથી સ્વતંત્ર પક્ષ તરફથી ચૂંટણી લડ્યા હતા પરંતુ કોંગ્રેસના ઉમેદવાર છોટુભાઇ મકનભાઇ પટેલ સામે પરાજિત થયા હતા.[૪]
૨૦ ફેબ્રુઆરી ૧૯૭૮ના રોજ તેમનું અવસાન થયું હતું.[૧]
સાહિત્યિક સર્જન
ફેરફાર કરોતેમણે રેખાચિત્રો અને વ્યક્તિગત નિબંધોના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. રેખાચિત્રો અને બીજા લેખો એ તેમનો ચરિત્ર રેખાચિત્રોનો સંગ્રહ છે જે ૧૯૨૫માં પ્રકાશિત થયો હતો. તેમાં પૌરાણિક, ઐતિહાસિક અને સાહિત્યિક વ્યક્તિત્વના અને મોટા ભાગે સમકાલીન ગુજરાતી સ્ત્રી-પુરુષોનાં રેખાચિત્રોનો સમાવેશ છે. વધુ રેખાચિત્રો (૧૯૩૫) માં કેટલાક વધુ રેખાચિત્રો છે. કુમારદેવી, તેમના નિબંધોનો સંગ્રહ, ૧૯૨૯માં પ્રકાશિત થયો હતો. તેમની ટૂંકી વાર્તાઓ અને ટૂંકા નાટકો જવાન ની વાટે (૧૯૭૭) માં એકત્રિત થયા હતા. સંચય (૧૯૭૫) તેમના દ્વારા લખાયેલા લેખોનું સંકલન છે.[૫][૬][૩]
અંગત જીવન
ફેરફાર કરોતેમનાં પ્રથમ લગ્ન લાલભાઇ શેઠ સાથે થયાં હતાં. ૧૯૨૬માં લાલભાઇનું અવસાન થતાં, તેમણે ગુજરાતી લેખક કનૈયાલાલ માણેકલાલ મુનશી સાથે લગ્ન કર્યા હતા.[૭][૮] તેમને બે પુત્રો અને ચાર પુત્રીઓ હતી.[૨][૯][૧]
સંદર્ભો
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ "Rajya Sabha Members Biographical Sketches 1952 - 2003" (PDF). રાજ્ય સભા. મેળવેલ 9 November 2015.
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ Khan, Saeed (2012-05-06). "Gujarat woman gave censor the scissors". અમદાવાદ: ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા.
- ↑ ૩.૦ ૩.૧ ચૌધરી, રઘુવીર; દલાલ, અનિલા, સંપાદકો (2005). "લેખિકા-પરિચય". વીસમી સદીનું ગુજરાતી નારીલેખન (૧લી આવૃત્તિ). નવી દિલ્હી: સાહિત્ય અકાદમી. પૃષ્ઠ 351. ISBN 8126020350. OCLC 70200087.
- ↑ "1951માં આ સીટ પરથી ઇન્દુચાચાને પણ હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો - Gujarat". Dailyhunt (અંગ્રેજીમાં). મેળવેલ 2020-01-01.
- ↑ Amaresh Datta (1989). Encyclopaedia of Indian Literature: k to navalram. New Delhi: Sahitya Akademi. પૃષ્ઠ 2804. ISBN 978-81-260-1804-8.
- ↑ Jhaveri, Krishnalal Mohanlal (1956). Further milestones in Gujarāti literature (2nd આવૃત્તિ). Mumbai: Forbes Gujarati Sabha. પૃષ્ઠ 347. આ લેખમાં પબ્લિક ડોમેનમાં રહેલા આ સ્ત્રોતમાંથી લખાણ સમાવિષ્ટ કરવામાં આવ્યું છે.
- ↑ "મુનશી સર્વતોમુખી પ્રતિભા હતા". m.bombaysamachar.com. મેળવેલ 2020-01-01.[હંમેશ માટે મૃત કડી]
- ↑ "સમયથી આગળ ચાલનારા સાહસિક અને સંનિષ્ઠ ગુજરાતી". sandesh.com. મેળવેલ 2020-01-01.
- ↑ R. K. Yajnik (1934). The Indian Theatre. New York: Haskell House Publishers Ltd. પૃષ્ઠ 267. GGKEY:WYN7QH8HYJB. મેળવેલ 18 September 2017.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- Lilavati Munshiનું સર્જન ગુગલ બુક્સ પર