માંડવી (સુરત જિલ્લો)

ભારતના ગુજરાત રાજ્યનું એક નગર
(માંડવી(સુરત જિલ્લો) થી અહીં વાળેલું)

માંડવી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરત જિલ્લાના માંડવી (સુરત) તાલુકાનું મુખ્ય મથક છે.

માંડવી
—  નગર  —
માંડવીનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°15′15″N 73°18′08″E / 21.254167°N 73.302222°E / 21.254167; 73.302222
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો સુરત
તાલુકો માંડવી
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પૂર્વ પ્રાથમિક શાળા, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, ઉચ્ચતર માધ્યમિક શાળા, આર્ટસ/કોમર્સ કોલેજ, આરોગ્ય કેન્દ્ર, બસ સ્ટેશન
મુખ્ય વ્યવસાય વેપાર, ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો જુવાર, મગફળી,
ડાંગર, ચણા, વાલ, તુવર,
શાકભાજી, શેરડી, કેળાં, ડાંગર

માંડવી નગરને અડીને તાપી નદી વહે છે. માંડવીમાંથી રાજ્ય ધોરી માર્ગ નં. ૫ અ પસાર થાય છે, આ ઉપરાંત રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ પર આવેલું કીમ તેમ જ સુરત જિલ્લાના અન્ય તાલુકા મથક માંગરોળ સાથે પણ માંડવી જોડાયેલું હોવાને કારણે અંહી વાહનવ્યવહારની સગવડ સારી છે. ઈ. સ. ૧૯૬૮ના વર્ષમાં આવેલા અતિ ભારે પુરમાં માંડવીથી બારડોલી, વ્યારા તેમ જ મઢી જવાના રસ્તામાં આવતો, તાપી નદી પર આવેલો પુલ તુટી જવાને કારણે અહીંથી તરસાડાબાર વચ્ચે નવા પુલના નિર્માણ સુધી હોડી દ્વારા ફેરી સેવા ચાલુ કરવામાં આવી હતી, જેમાં વાહનો પણ લઇ જઇ શકાતાં હતાં. નવા પુલના બદલાયેલા સ્થળને કારણે માંડવીથી બાજીપુરા તેમ જ વ્યારા જતો રસ્તો બરાબર તરસાડાબાર ગામ વચ્ચેથી લઇ જવાની ફરજ પડી હતી.

માંડવી ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્ર, ગુજરાત રાજ્ય પરિવહન નિગમનું બસ સ્ટેશન, પૂર્વ પ્રાથમિક શાળા, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, ઉચ્ચતર માધ્યમિક શાળા, આર્ટસ તેમ જ કોમર્સ કોલેજ જેવી સવલતો પ્રાપ્ય છે. આ ઉપરાંત અહીં સિનેમા થીયેટર, શોપિંગ સેન્ટરો, રેસ્ટોરન્ટો વગેરે જોવા મળે છે. આસપાસના ગામોનું કેન્દ્ર હોવાને કારણે અહીં દરેક જાતની વસ્તુઓ માટેનું બજાર મોટા પાયે વિકસેલું જોવા મળે છે.

જાણીતા વ્યક્તિઓ

ફેરફાર કરો
 
પ્રેમશંકર ભટ્ટનું સ્મારક
  • પ્રેમશંકર ભટ્ટ - સ્વાતંત્ર્ય સેનાની અને સામાજીક કાર્યકર.