આહવા

ભારતના ગુજરાત રાજ્યનું એક નગર

આહવા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં ડુંગરાળ તેમજ ગીચ વનરાજીથી અત્યંત રમણીય ડાંગ જિલ્લાનું તેમ જ આહવા તાલુકાનું મુખ્યમથક છે.

આહવા
નગર
આહવા is located in ગુજરાત
આહવા
આહવા
ગુજરાત, ભારતમાં સ્થાન
આહવા is located in India
આહવા
આહવા
આહવા (India)
અક્ષાંશ-રેખાંશ: 20°45′0″N 73°41′0″E / 20.75000°N 73.68333°E / 20.75000; 73.68333
દેશ ભારત
રાજ્યગુજરાત
જિલ્લોડાંગ
ઊંચાઇ
૪૭૦ m (૧૫૪૦ ft)
વસ્તી
 (૨૦૧૧)[૧]
 • કુલ૨૨,૮૨૯
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
પિનકોડ
૩૯૪૭૧૦
વાહન નોંધણીGJ-30

વિસ્તારો

ફેરફાર કરો

વેરીયસ કોલોની, મિશન પાડા, સરદાર બજાર, તાલુકા શાળા, સરકારી માધ્યમિક શાળા, રેવન્યુ કોલોની, સીવીલ હોસ્પીટલ વગેરે અહીંના વિસ્તાર છે.

જોવાલાયક સ્થળો

ફેરફાર કરો

આહવા ખાતે હોળીના તહેવાર પહેલાં યોજાતો ડાંગ દરબાર જોવાલયક ઉત્સવ છે.

આહવાથી મોટરમાર્ગે નવાપુર, બાબુલઘાટ, સોનગઢ, વ્યારા, નાસિક, ચિખલી વગેરે સ્થળોએ જઇ શકાય છે. અહીંનાં સ્વરાજ આશ્રમ, તળાવ તેમજ સનસેટ પોઇન્ટ, ઘોઘલી ઘાટ, શિવમંદિર (ઘોઘલી ઘાટ), ઘોઘલી ગામ વગેરે સ્થળો જોવાલાયક છે. આહવા ખાતે આવેલા પ્રવાસીઘર ખાતે રહેવા તેમ જ જમવાની સગવડ પ્રાપ્ય છે. આ ઉપરાંત આહવા થી પશ્ચિમ દિશામાં આશરે ૩ કિલોમીટર જેટલા અંતરે રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા દેવીનામાળ પ્રકૃતિ-પ્રવાસન કેન્દ્ર (ઇકો ટુરિઝમ સેન્ટર) બનાવવામાં આવેલ છે.[૨]

ડાંગ જિલ્લામાં ૧૦૦% આદિવાસીઓ વસવાટ કરે છે, જ્યારે આહવા ખાતે સરકારી કર્મચારીઓની વસ્તી સૌથી વધુ છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે આહવાની વસ્તી ૨૨,૮૨૯ લોકોની છે.

આહવા શહેરની સાક્ષરતા ૯૦.૩૯ ટકા છે, જે રાજ્યની સરેરાશ ૭૮.૦૩ ટકા કરતાં વધુ છે. પુરુષોમાં સાક્ષરતા ૯૪.૨૫ ટકા અને સ્ત્રીઓમાં ૮૬.૩૮ ટકા છે.

  1. "Ahwa City Population Census 2011 - Gujarat". www.census2011.co.in. મેળવેલ ૨૪ જુલાઇ ૨૦૧૭.
  2. Italia, Janak (૫ ઓગસ્ટ ૨૦૧૪). "Gujaratinfo.org: Devinamal Eco-tourism Campsite, Dangs, Gujarat". Gujaratinfo.org. મેળવેલ ૨૪ જુલાઇ ૨૦૧૭.