શેરડી (તા. માણાવદર)
શેરડી, ભારત દેશ ના પશ્ચિમ માં આવેલ ગુજરાત રાજ્ય ના સૌરાષ્ટ્ર માં આવેલ મહત્વ ના જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાનું એક ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરી, કપાસ, મગફળી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.ગામની ઉતર દિશાએ ઢોળા નામની જગ્યા આવેલ છે ત્યાં હનુમાનજીનું મંદિર આવેલું છે તથા તેની બજુમાં ખારા નદી આવેલ છે, જે પુરાત્વીક રીતે મહત્વ પુર્ણ છે, ત્યાંના ખોદકામ દરમિયાન ઈ.સ. પહેલાના સમયની વસ્તુઓના પુરાવા મળી આવેલ છે. સ્થાનિક લોકોના મતે ત્યા પહેલા કાથરોટા નામનુ ગામ આવેલું હતું , જે કાળક્રમે નાશ પામ્યું. આ ગામની પશ્ચિમ તરફ પંજુરી હનુમાનજીનુ મંદિર આવેલું છે. શેરડીની પૂર્વ બાજુએ ઊંટડી,પશ્ચીમ બાજુએ ઈન્દ્રા, ઉત્તર બાજુએ લીબુંડા તથા દક્ષિણ બાજુએ ઝીલાણા ગામો આવેલા છે.
શેરડી (તા. માણાવદર) | |
— ગામ — | |
| |
અક્ષાંશ-રેખાંશ | 21°35′03″N 70°08′24″E / 21.584079°N 70.140000°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | જૂનાગઢ |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |