ફિલાડેલ્ફિયા, પેન્સિલવેનિયા
ફિલાડેલ્ફિયા(ઢાંચો:PronEng) એ પેન્સિલવેનિયાનું સૌથી મોટું શહેર છે અને અમેરિકાનું વસ્તીની દ્રષ્ટિએ છઠ્ઠા ક્રમનું સૌથી મોટું શહેર છે. 2008માં આ શહેરની વસ્તી 1.54 મિલિયન અંદાજવામાં આવી હતી.[૩] જ્યારેGreater Philadelphia 5.8 મિલીયનની વસ્તી એ મેટ્રોપોલિટન વિસ્તારને દેશનું પાંચમાં ક્મનું સૌથી મોટું શહેર બનાવ્યુ. આ શહેર ન્યૂયોર્ક શહેરથી નૈઋત્યમાં 46 માઈલ દૂર આવેલું છે.[૪] નેલ્સન મીડિયા રિસર્ચના રેંકિંગ મુજબ આ શહેર વસ્તીની દ્રષ્ટિએ દેશનો ચોથા ક્રમનો સૌથી મોટો શહેરી વિસ્તાર અને ચોથાક્રમનું સૌથી મોટું કન્ઝયુમર મીડિયા માર્કેટ છે. તે ફિલાડેલ્ફિયા કાઉન્ટીની કાઉન્ટી સીટ ધરાવે છે, જે તેની સાથે ઘણી જ સમાનતા ધરાવે છે.ફિલાડેલ્ફિયાના લોકપ્રિય નામોમાં ફિલી અને ધ સીટી ઓફ બ્રધરલી લવ નો સમાવેશ થાય છે, જે આ શહેરના ગ્રીક નામના શાબ્દિક અર્થ "બ્રધરલી લવ" પરથી ઉતરી આવ્યું છે,(ગ્રીક: Φιλαδέλφεια ([pʰilaˈdelpʰeːa], Modern Greek: [filaˈðɛlfia]) જે બે શબ્દો φίλος ફિલોસ અર્થાત "પ્રેમ" અને ἀδελφός એડલ્ફોસ અર્થાત "ભાઈ"ના જોડાણથી બન્યો છે.
City of Philadelphia | |
---|---|
From top left, the Philadelphia skyline, a statue of Benjamin Franklin, the Liberty Bell, the Philadelphia Art Museum, Philadelphia City Hall, and Independence Hall | |
અન્ય નામો: | |
સૂત્ર: "Philadelphia maneto" ("Let brotherly love endure") | |
Country | United States |
Commonwealth | Pennsylvania |
County | Philadelphia |
Founded | October 27, 1682 |
Incorporated | October 25, 1701 |
સરકાર | |
• Mayor | Michael Nutter (D) |
વિસ્તાર | |
• Consolidated city-county | ૧૩૫ sq mi (૩૫૦ km2) |
• જમીન | ૧૨૭.૪ sq mi (૩૨૬.૧૪૪ km2) |
• જળ | ૭.૬ sq mi (૧૯.૬ km2) |
• શહેેરી | ૧,૭૯૯.૫ sq mi (૪,૬૬૦.૭ km2) |
• મેટ્રો | ૪,૬૨૯ sq mi (૧૧,૯૮૯ km2) |
ઊંચાઇ | ૩૯ ft (૧૨ m) |
વસ્તી (July 1st, 2008 (revised December 2, 2009)) | |
• Consolidated city-county | ૧૫,૪૭,૯૦૧ (૬th) |
• ગીચતા | ૧૧,૪૧૦/sq mi (૪,૪૦૫.૪/km2) |
• શહેરી વિસ્તાર | ૫૩,૨૫,૦૦૦ |
• મેટ્રો વિસ્તાર | ૫૮,૩૮,૪૭૧ |
• CSA | ૬૩,૮૫,૪૬૧ |
• Demonym | Philadelphian |
સમય વિસ્તાર | UTC-5 (EST) |
• ઉનાળુ બચત સમય (DST) | UTC-4 (EDT) |
ZIP code | 191xx |
ટેલિફોન વિસ્તાર ક્રમ | 215, 267 |
વેબસાઇટ | http://www.phila.gov |
વ્યાપારિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક કેન્દ્ર ફિલાડેલ્ફિયા એક સમયે બ્રિટીશ સામ્રાજ્યનું (લંડન બાદ)નું બીજા નંબરનું સૌથી મોટું શહેર હતું,[૫] અને અમેરિકાની 13 મૂળ કોલોનીઓનું સામાજિક અને ભૌગોલિક કેન્દ્ર હતું. તે અમેરિકન ઇતિહાસમાં પણ કેન્દ્રસ્થાને રહેલું હતું, જયાં અમેરિકન ક્રાંતિ અને સ્વતંત્રતાને જન્મ આપનારા ઘણાં વિચારો અને ક્રિયાઓને અંજામ આપવામાં આવ્યા હતા. યુવા અમેરિકાનું તે સૌથી વધારે વસતિ ધરાવતું શહેર હતું, 1જો કે 1790માં હાથ ધરાયેલી પ્રથમ વસતિ ગણતરીમાં ન્યૂ યોર્ક સીટીએ તેનું સ્થાન મેળવી લીધું હતું. ફિલાડેલ્ફિયાએ ક્રાંતિકારી યુદ્ધ અને તે બાદ પણ દેશની ઘણી બધી રાજધાનીઓમાંથી એક રાજધાની તરીકે પણ સેવા આપી હતી. અમેરિકન બંધારણને મંજૂરી મળ્યા બાદ જયારે વોશિંગ્ટન ડી.સી.નું નિર્માણ ચાલુ હતું ત્યારે ફિલાડેલ્ફિયાએ 1790થી 1800 સુધી અમેરિકાની કામચલાઉ રાજધાની તરીકે પણ સેવા આપી હતી.
ઇતિહાસ
ફેરફાર કરોયુરોપીયનના આગમન પહેલા ફિલાડેલ્ફિયા વિસ્તાર લેનપી (ડેલવેર) ઇન્ડિયન ગામશેકેમેક્સોનનું સ્થળ હતું. યુરોપિયનો 1600ના પ્રારંભિક સમયમાં ડેલવેર ખીણ પ્રદેશમાં આવ્યા અને ડચ, બ્રિટીશ અને સ્વિડીશ લોકોએ વસાહતો સ્થાપી. ઈ.સ. 1637માં સ્વિડનના ઉત્તર અમેરિકાના પ્રથમ આક્રમણ પછી, સ્વિડિશ પ્રજાએ સ્કૂકીલ નદીના નીચેના ભાગથી ડેલવેરનદીની પશ્ચિમના પ્રદેશ પર કબજો જમાવ્યોઃ જે આજનો ફિલાડેલ્ફિયા, અગ્નિ પેન્સિલવેનિયા, ડેલવેર અને મેરીલેન્ડનો પ્રદેશ છે. ઈ.સ. 1644માં નવા સ્વિડને સસ્કેહેનોક લોકોને અંગ્રેજ પ્રદેશ મેરીલેન્ડના લશ્કરી પરાજય માટે ટેકો આપ્યો. પરંતુ 11 વર્ષ બાદ ડચ પ્રજાએ ડેલવેર નદીના પ્રદેશમાં લશ્કર મોકલ્યું અને કોલોનીનો નજીવો કબજો મેળવ્યો, જો કે સ્વિડિશ અને ફિનિશ વસાહતીઓનો લશ્કરી, ધાર્મિક, કોર્ટ અને જમીનનો કબજો ચાલુ રહ્યો. ઓક્ટોબર 1663-1664માં અંગ્રેજોએ ન્યુ નેધરલેન્ડ કોલોની જીતી લીધી, પરંતુ જયાં સુધી ઈ.સ. 1682 આ વિસ્તારને વિલિયમ પેનના પેન્સિલવેનિયાના ચાર્ટરમાં સમાવી લેવામાં ન આવ્યો ત્યાં સુધી પરિસ્થિતિમાં કાંઇ ખાસ પરિવર્તન આવ્યું નહીં.
ઈ.સ.1961માં ઈંગ્લેન્ડના ચાર્લ્સ-બીજાએ દેવાની આંશિક ચૂકવણી તરીકે વિલિયમ પેનને એક ચાર્ટર આપ્યો જે પેન્સિલવેનિયા કોલોની બનવાનો હતો. રાજકીય કરાર હોવા છતાં પેને સ્થાનિક અમેરિકનો સાથે સંબંધો જાળવી રાખવા અને તેની કોલોનીમાં શાંતિ જાળવી રાખવાના હેતુથી સ્થાનિક લેનપ લોકો પાસેથી જમીન ખરીદી.[૬] એક દંતકથા મુજબ, પેને લેનપ વડા તમ્માની સાથે શેકમેકસોન, જે હાલમાં શહેરના ફિશટાઉન વિભાગમાં આવેલું છે, ખાતે એલ્મના ઝાડ નીચે મૈત્રી કરાર કર્યા હતા.[૭]ક્વેકર તરીકે પેનને ધાર્મિક કનડગતીનો અનુભવ હતો અને તે તેની કોલોનીને એવું સ્થાન બનાવવા ઈચ્છતો હતો જયાં કોઈપણ વ્યકિત ધર્મના બંધન સિવાય મુકત રીતે પૂજા કરી શકે અને આ સહનશીલતાને કારણે અન્ય કોલોનીની સરખામણીએ અહયા સ્થાનિક નેટીવ આદિવાસીઓ સાથેના સંબંધો મહત્ત્વપૂર્ણ રીતે તંદુરસ્ત સંબંધો વિકાસ થયો જેણે અમેરિકાના સૌથી મહત્ત્વના શહેર તરીકે ફિલાડેલ્ફિયાના વિકાસને પ્રોત્સાહન આપ્યું. પેને આ શહેરને ફિલાડેલ્ફિયા નામ આપ્યું, જેનો ગ્રીક અર્થ બ્રધરલી લવ (ફિલોસ અર્થાત પ્રેમ અને એડલ્ફોસ અર્થાત ભાઈ) થાય છે.[૮] બંદર અને સરકારી સ્થળ તરીકે એવા આપી શકે તે માટે પેને શહેરના નિર્માણનું આયોજન ડેલવેર નદીના કિનારે કર્યું. ફિલાડેલ્ફિયા શહેરને બદલે અંગ્રેજી ગ્રામ્ય નગર જેવું બની રહેશે તેવી આશા સાથે પેને ઘર અને વ્યવસાયને અલગ રાખવા માટે ગ્રીડ આયોજનને આધારે રોડનું આયોજન કર્યું, જેથી ઘર બાગ-બગીચાઓથી ઘેરાયેલા રહે. આ શહેરના રહેવાસીઓએ પેનના આયોજનનું અનુસરણ ન કર્યું અને ડેલવેર નદીના કિનારે ગીચતા કરી દીધી અને તેમના પ્લાટનું વિભાજન કરીને પુનઃવેચાણ કરી દીધું.[૯] પેને છેલ્લીવખત ફિલાડેલ્ફિયા છોડ્યું તે પહેલાં, તેણે 1701માં ફિલાડેલ્ફિયાને શહેર તરીકે સ્થાપિત કરતો આદેશ જાહેર કર્યો. શહેરે ટૂંક જ સમયમાં પોતાની જાતને મહત્ત્વના વેચાણ કેન્દ્ર તરીકે અને પ્રથમ નબળા પરંતુ પછીથી 1750ના દાયકા સુધીમાં સહન કરી શકાય તેવી રહેણાંકી સ્થિતિ સાથેના શહેર તરીકે પ્રસ્થાપિત કર્યું. તે સમયના અગ્રણી નાગરિક બેન્જામીન ફ્રેન્કલીને શહેરની સેવાના સુધારમાં મદદ કરી અને અમેરિકન કોલોનીની પ્રથમ હોસ્પિટલ જેવી નવી સેવાઓની સ્થાપનામાં મદદ કરી.
આ હેતુની પૂર્તિ માટે અનેક તત્ત્વચતક સંસ્થાઓ સ્થાપવામાં આવીઃ ધ ફિલાડેલ્ફિયા સોસાયટી ફોર પ્રમોટગ એગ્રીકલ્ચર (1785), ધ પેન્સિલવેનિયા સોસાયટી ફોર ધ એન્કરેજમેન્ટ ઓફ મેન્યુફેકચરર્સ એન્ડ યુઝફૂલ આર્ટસ (1787), ધ એકેડમી ઓફ નેચરલ સાયન્સિસ (1812), અને ધ ફ્રેન્કલિન ઈન્સ્ટિટ્યૂટ (1824).[૧૦] આ સંસ્થાઓની સ્થાપના નવા ઉદ્યોગોને સ્થાપવા અને નાણાકીય મદદ કરવા તથા યુરોપમાંથી કુશળ અને જાણકાર લોકોને આર્કિષત કરવા માટે કરવામાં આવી હતી.
ફિલાડેલ્ફિયાનું સ્થાન કોલોનીઓમાં મહત્ત્વનું અને કેન્દ્રમાં હોવાને કારણે તે કુદરતી રીતે જ અમેરિકાના ક્રાંતિકારીઓનું કેન્દ્ર બની ગયું. યુદ્ધ પહેલાં પ્રથમ કોન્ટીનેન્ટલ કાગ્રેસ, યુદ્ધ દરમિયાન અમેરીકાની આઝાદીનું જાહેરનામાં પર સહી કરવામાં આવી હતી તેવી સેકન્ડ કોન્ટીનેન્ટલ કાગ્રેસ અને યુદ્ધ પછી કન્સ્ટિટ્યુશનલ કન્વેન્શન (બંધારણીય સંમેલન) આ શહેરમાં યોજવામાં આવી હતી. ફિલાડેલ્ફિયા શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં પણ કેટલીક લડાઈઓ લડવામાં આવી હતી.
1790-1800 દરમિયાન કોલંબિયા ડિસ્ટ્રીકટમાં ફેડરલ સીટી બાંધકામ હેઠળ હતું ત્યારે ફિલાડેલ્ફિયાએ અમેરિકાની કામચલાઉ રાજધાની તરીકે સેવા આપી હતી.[૧૧] 1793માં અમેરિકન ઇતિહાસના સૌથી મોટા રોગચાળામાં સ્થાન ધરાવતા યલો ફિવર રોગચાળાને કારણે ફિલાડેલ્ફિયાની વસતિના લગભગ 10 ટકા એટલે આશરે 5,000 જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા.[૧૨]
રાજય સરકારે 1799માં ફિલાડેલ્ફિયા છોડ્યું અને સંઘીય સરકારે પણ ટૂંક જ સમયમાં 1800માં ફિલાડેલ્ફિયા છોડ્યું, પરંતુ આ શહેર યુવા દેશનું સૌથી મોટું અને નાણાકીય અને સાંસ્કૃતિક કેન્દ્ર બની રહ્યું. ન્યૂ યોર્ક સીટી વસતિની દૃષ્ટિએ ફિલાડેલ્ફિયાને વટાવી ગયું, પરંતુ રોડ, નહેર અને રેલરોડના બાંધકામને કારણે ફિલાડેલ્ફિયાને અમેરિકાના પ્રથમ મહત્ત્વના ઔદ્યોગિક શહેર બનવામાં મદદ કરી. 19મી સદી દરમિયાન ફિલાડેલ્ફિયામાં વિવિધ પ્રકારના ઉદ્યોગો અને વ્યવસાયો સ્થાપવામાં આવ્યા, જેમાં કાપડ સૌથી મોટો ઉદ્યોગ બની રહ્યો. 19મી અને 20મી સદીમાં મોટો ઉદ્યોગગૃહોમાં બાલ્ડવિન લોકોમોટીવ વર્કસ, વિલિયમ ક્રેમ્પ એન્ડ સન્સ શીપ એન્ડ એન્જિન બિલ્ડિંગ કંપની અને પેન્સિલવેનિયા રેલરોડનો સમાવેશ થાય છે.[૧૩] ઈ.સ. 1876માં અમેરિકાની શતાબ્દિ સાથે ઉદ્યોગોએ પોતાની શતાબ્દિ અમેરિકા ખાતે યોજવામાં આવેલા વિશ્વના પ્રથમ સત્તાવાર વિશ્વમેળા સેન્ટેનિયલ એકસપોઝીશન સાથે ઉજવણી કરી. વસાહતીઓ ખાસ કરીને જર્મન અને આઈરીશ લોકો ફિલાડેલ્ફિયા અને તેની આસપાસના પ્રદેશોમાં સ્થાયી થયા. આસપાસના વિસ્તારોમાં વસતિના વધારાને કારણે ઈ.સ. 1954માં એકટ ઓફ કન્સોલિડેશન ઘડવામાં આવ્યો જેનાથી ફિલાડેલ્ફિયા શહેરમાં સમગ્ર ફિલાડેલ્ફિયા કાઉન્ટી (ગ્રામ્ય પ્રદેશો)નો સમાવેશ કરવામાં આવ્યો.[૧૪] સદીના ઉત્તરાર્ધમાં રશિયા, પૂર્વ યુરોપ અને ઈટાલી સહિતના વિદેશી લોકો તથા દક્ષિણ અમેરિકામાંથી આફ્રિકન અમેરિકન લોકો ફિલાડેલ્ફિયા શહેરમાં સ્થાયી થયા. ઇ.સ. 1880 અને ઈ.સ. 1930ની વચ્ચે આફ્રિકન અમેરિકન લોકોની ફિલાડેલ્ફિયા ખાતેની વસતિ 31,699થી વધીને 219,559 સુધી પહાચી ગઇ.[૧૫][૧૬]
20મી સદી સુધીમાં ફિલાડેલ્ફિયા વધારે પડતા આત્મવિશ્વાસુ લોકો અને સ્થાપિત ગણતંત્ર રાજકીય તંત્ર સાથે "ભ્રષ્ટાચારી અને સંતોષી" શહેર સાથે તરીકે જાણીતું બની ગયું.[૧૭] ઈ.સ. 1917માં પ્રથમ મહત્ત્વપૂર્ણ સુધારો આવ્યો જયારે ચૂંટણીના વર્ષમાં પોલીસ અધિકારીની હત્યાને કારણે જન્મેલા વિરોધના વંટોળને કારણે ફિલાડેલ્ફિયા સીટી કાઉન્સિલને બે હાઉસમાંથી ઘટાડીને માત્ર એક જ હાઉસમાં ફેરવી નાંખવામાં આવી.[૧૮] ઈ.સ.1920માં દારૂબંધીના કાયદાઓનું પ્રજા દ્વારા ઉલ્લંઘન, ટોળાં દ્વારા હિંસક ઘટનાઓ અને ગેરકાનૂની પ્રવૃત્તિઓમાં પોલિસની સંડોવણીને કારણે અમેરિકન મરીન કોર્પ્સના બ્રિગેડીયર જનરલ સ્મેડલી બટલરની જાહેર સુરક્ષાના ડિરેકટર તરીકે નિમણૂક કરવામાં આવી, પરંતુ રાજકીય દબાણે ગુનાખોરી અને ભ્રષ્ટાચાર સામેની લડતમાં લાંબાગાળાની સફળતા સામે અડચણો પેદા કરી.[૧૯]
ઈ.સ. 1950માં વસતિમાં બે મિલિયન રહેવાસીઓ કરતાં વધારેનો ઉમેરો થયો, પરંતુ ત્યારબાદ વસતિ ઘટવા લાગી. 1960ના દાયકામાં શહેરના સેન્ટર સીટી અને યુનિવર્સિટી સિટી વિસ્તારોમાં ઘણાં મોટા પ્રમાણમાં વિકાસની સાથે આસપાસના વિસ્તારોનું નવિનીકરણ અને મધ્યમવર્ગનો ઉદય શરૂ થયો અને તે 21મી સદી સુધી ચાલ્યા. ઘણાં જૂના ઉત્પાદકો અને વ્યાવસાયિકોએ ફિલાડેલ્ફિયા છોડ્યા બાદ કે વ્યવસાય બંધ કર્યા બાદ, શહેરે સર્વિસ વ્યવસાયને આકર્ષવાનું શરૂ કર્યું અને પોતાની જાતનું પ્રવાસી સ્થળ તરીકે જોરશોરથી માર્કેટિંગ શરૂ કર્યું. સેન્ટર સિટીમાં કાચ અને ગ્રેનાઇટની બનેલી ગગનચૂંબી ઇમારતોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. 1950થી 1980 સુધીના સુધારક મેયરોના યુગ દરમિયાન જૂના શહેરમાં આવેલા ઈન્ડેપેન્ડેન્સ નેશનલ હિસ્ટોરીક પાર્ક અને સોસાયટી હિલનો જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો અને હાલમાં તે સેન્ટર સીટી વિસ્તારનો સૌથી પસંદગીનો રહેણાંકી વિસ્તાર છે. આ ઘટનાને કારણે આશરે એક તૃત્યાંશ વસતિ ગુમાવ્યા બાદ શહેરના 40 વર્ષથી ચાલી આવતા વસતિ ઘટાડા પર અંકુશ આવ્યો.[૨૦][૨૧]
ભૂગોળ
ફેરફાર કરોસ્થાનિક ભૂગોળ
ફેરફાર કરોફિલાડેલ્ફિયા 40° 00′ ઉત્તર અક્ષાંશ અને 75° 09′ પશ્ચિમ રેખાંશ પર આવેલું છે. અમેરિકાના સેન્સસ બ્યુરો અનુસાર, શહેરનો સમગ્ર વિસ્તાર 142.6 square miles (369.3 km2) છે, જેમાંથી 135.1 square miles (349.9 km2) જમીન છે અને 7.6 square miles (19.7 km2) અથવા 5.29 ટકા પાણી છે. જળાશયોમાં ડેલવેર અને સ્કૂલકિલ નદીઓ અને કોબ્સ, વીઝાહિકોન અને પેનીપેક ક્રિકસનો સમાવેશ થાય છે.
સૌથી નીચાણ વિસ્તાર સમુદ્રની સપાટીના સ્તર સુધીનો છે, જયારે સૌથી ઉંચો વિસ્તાર ચેસ્ટનટ હિલ છે, જે સમુદ્રની સપાટીના સ્તરથી લગભગ 445 feet (136 m) ઉંચાઈએ છે (જર્મનટાઉન એવન્યુ અને બેથ્લેહેમ પાઈકના જોડાણ પાસે).[૨૨]
ફિલાડેલ્ફિયા ફોલ લાઈન પાસે આવેલું છે જે એટલાન્ટિક દરીયાકિનારાના મેદાનોને પાઈડમોન્ટથી અલગ પાડે છે.[૨૩] ફેરમાઉન્ટ ડેમ પૂરો થયા બાદ સ્કૂલકિલ નદીનું તીવ્રગતિ ધરાવતું પાણી પૂર્વીય ધોધ ખાતે અદ્રશ્ય થઇ ગયું.[૨૪]
આ શહેર તેના પોતાના દેશની એક બેઠક ધરાવે છે. તેની આસપાસની કાઉન્ટીઓમાં ઉત્તરમાં મોન્ટગોમરી, ઈશાનમાં બકસ, પૂર્વમાં ન્યૂ જર્સીની બર્લિંગ્ટન કાઉન્ટી, અગ્નિ દિશામાં ન્યૂ જર્સીની કેમડેન કાઉન્ટી, દક્ષિણમાં ન્યૂ જર્સીની ગ્લોસેસ્ટર કાઉન્ટી અને પશ્ચિમમાં ડેલવેર કાઉન્ટીનો સમાવેશ થાય છે.
આબોહવા
ફેરફાર કરોPhiladelphia | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Climate chart (explanation) | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
ફિલાડેલ્ફિયા ભેજવાળી અર્ધવિષુવવૃત્તીય આબોહવા ધરાવતા વિસ્તારોના ઉત્તરીય સીમા પર આવેલું છે. ઉનાળો ખાસ કરીને ખૂબ જ ગરમ અને ભેજવાળો હોય છે, પાનખર અને વસંત પ્રમાણમાં મંદ હોય છે અને શિયાળો ઠંડો હોય છે. બરફવર્ષામાં વિવિધતા રહેલી છે, કેટલાક શિયાળામાં માત્ર થોડો જ બરફ પડે છે, જયારે કેટલીક વખત બરફના ભયંકર તોફાન આવે છે. સરેરાશ વાર્ષિક બરફ વર્ષા 19.3 in (49.0 cm) છે. મહિનામાં લગભગ સાતથી આઠ દિવસ વરસાદ સાથે[૨૫] સરેરાશ વાર્ષિક 42.1 in (1,070 mm) સાથે સામાન્ય રીતે સમગ્ર વર્ષ દરમિયાન વરસાદ થાય છે.
જાન્યુઆરીમાં સરેરાશ 32.3 °F (0.2 °C) છે, પરંતુ આ સરેરાશ 10–15 °F (−12.2 – −9.4 °C) જેટલી નીચી અને તો કયારેક 50 °F (10 °C)થી ઉપર પહોંચી જાય છે. સત્તાવાર સૌથી નીચું તાપમાન −11 °F (−24 °C) ફેબ્રુઆરી 9, 1934ના રોજ હતું,[૨૬] પરંતુ 0 °F (−18 °C) થી ઓછું તાપમાન દશકમાં ખૂબ જ ઓછી વખત નોંધાય છે. જુલાઇની સરેરાશ 77.6 °F (25.3 °C) છે, પરંતુ ઉંચા ભેજ સાથેના ગરમીના મોજા 95 °F (35 °C)થી વધારે તાપમાન સાથે સામાન્ય બની જાય છે અને ગરમીનો સૂચકાંક 110 °F (43 °C) જેટલો ઉંચો પહાચી જાય છે. સૌથી ઉંચું તાપમાન 106 °F (41 °C) ઓગસ્ટ 7, 1918માં નાધવામાં આવ્યું હતું.[૨૬] પ્રારંભિક પાનખર અને શિયાળાનો ઉત્તરાર્ધ સામાન્ય રીતે સૌથી સૂકો હોય છે, સરેરાશ દૈનિક વરસાદ અને મહિનાના સરેરાશ 2.75 inches (70 mm) વરસાદ સાથે ઓકટોબર સૌથી સૂકો મહિનો હોય છે.
[૨૭]માંથી 78.7 inches (199.9 cm)બરફ સાથેનો સૌથી વધારે બરફવાળો શિયાળો 2009-2010નો બની રહ્યો છે.[૨૮] જયારે સૌથી ઓછા બરફ વાળો શિયાળો 1972-1973નો હતો, જેમાં માત્ર થોડો જ બરફ પડ્યો હતો.[૨૯] શહેરમાં એક જ સમયે સૌથી વધારે બરફવર્ષા 30.7 inches (78.0 cm) જાન્યુઆરી 1966માં થઇ હતી.
હવામાન માહિતી Philadelphia (Philadelphia Airport), 1981–2010 normals,[lower-alpha ૧] extremes 1872–present[lower-alpha ૨] | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
મહિનો | જાન | ફેબ | માર્ચ | એપ્રિલ | મે | જૂન | જુલાઇ | ઓગ | સપ્ટે | ઓક્ટ | નવે | ડિસે | વર્ષ |
મહત્તમ નોંધાયેલ °F (°C) | 74 (23) |
79 (26) |
87 (31) |
95 (35) |
97 (36) |
102 (39) |
104 (40) |
106 (41) |
102 (39) |
96 (36) |
84 (29) |
73 (23) |
106 (41) |
Mean maximum °F (°C) | 62.0 (16.7) |
62.7 (17.1) |
73.6 (23.1) |
83.2 (28.4) |
89.1 (31.7) |
94.2 (34.6) |
96.4 (35.8) |
94.7 (34.8) |
89.8 (32.1) |
81.7 (27.6) |
72.3 (22.4) |
63.5 (17.5) |
97.5 (36.4) |
સરેરાશ મહત્તમ °F (°C) | 40.3 (4.6) |
43.8 (6.6) |
52.7 (11.5) |
63.9 (17.7) |
73.8 (23.2) |
82.7 (28.2) |
87.1 (30.6) |
85.3 (29.6) |
78.0 (25.6) |
66.6 (19.2) |
56.0 (13.3) |
44.8 (7.1) |
64.6 (18.1) |
દૈનિક સરેરાશ °F (°C) | 33.0 (0.6) |
35.7 (2.1) |
43.5 (6.4) |
54.0 (12.2) |
63.9 (17.7) |
73.3 (22.9) |
78.1 (25.6) |
76.6 (24.8) |
69.1 (20.6) |
57.5 (14.2) |
47.6 (8.7) |
37.5 (3.1) |
55.9 (13.3) |
સરેરાશ ન્યૂનતમ °F (°C) | 25.6 (−3.6) |
27.7 (−2.4) |
34.4 (1.3) |
44.1 (6.7) |
54.0 (12.2) |
63.8 (17.7) |
69.2 (20.7) |
67.9 (19.9) |
60.3 (15.7) |
48.4 (9.1) |
39.2 (4.0) |
30.1 (−1.1) |
47.1 (8.4) |
Mean minimum °F (°C) | 8.7 (−12.9) |
12.7 (−10.7) |
19.4 (−7.0) |
31.6 (−0.2) |
42.0 (5.6) |
52.2 (11.2) |
59.8 (15.4) |
57.8 (14.3) |
47.2 (8.4) |
35.8 (2.1) |
26.0 (−3.3) |
15.8 (−9.0) |
6.4 (−14.2) |
નોંધાયેલ ન્યૂનતમ °F (°C) | −7 (−22) |
−11 (−24) |
5 (−15) |
14 (−10) |
28 (−2) |
44 (7) |
51 (11) |
44 (7) |
35 (2) |
25 (−4) |
8 (−13) |
−5 (−21) |
−11 (−24) |
સરેરાશ precipitation ઈંચ (મીમી) | 3.03 (77) |
2.65 (67) |
3.79 (96) |
3.56 (90) |
3.71 (94) |
3.43 (87) |
4.35 (110) |
3.50 (89) |
3.78 (96) |
3.18 (81) |
2.99 (76) |
3.56 (90) |
41.53 (૧,૦૫૫) |
સરેરાશ બરફ ઈંચ (સેમી) | 6.5 (17) |
8.8 (22) |
2.9 (7.4) |
0.5 (1.3) |
0 (0) |
0 (0) |
0 (0) |
0 (0) |
0 (0) |
0 (0) |
0.3 (0.76) |
3.4 (8.6) |
22.4 (57) |
Average precipitation days (≥ 0.01 in) | 10.6 | 9.4 | 10.5 | 11.3 | 11.1 | 9.8 | 9.9 | 8.4 | 8.7 | 8.6 | 9.3 | 10.6 | 118.2 |
Average snowy days (≥ 0.1 in) | 4.4 | 3.6 | 1.8 | 0.4 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0.2 | 1.8 | 12.2 |
Average relative humidity (%) | 66.2 | 63.6 | 61.7 | 60.4 | 65.4 | 67.8 | 69.6 | 70.4 | 71.6 | 70.8 | 68.4 | 67.7 | 67.0 |
મહિનાના સરેરાશ તડકાના કલાકો | 155.7 | 154.7 | 202.8 | 217.0 | 245.1 | 271.2 | 275.6 | 260.1 | 219.3 | 204.5 | 154.7 | 137.7 | ૨,૪૯૮.૪ |
Percent possible sunshine | 52 | 52 | 55 | 55 | 55 | 61 | 61 | 61 | 59 | 59 | 52 | 47 | 56 |
સ્ત્રોત: NOAA (relative humidity and sun 1961–1990) [૩૧][૩૩][૩૪] |
શહેરી વિસ્તાર
ફેરફાર કરોપડોશના વિસ્તારો
ફેરફાર કરોફિલાડેલ્ફિયાનો પાડોશ વિશાળ ક્ષેત્રોમાં વહેંચાયેલો છે - ઉત્તર, ઈશાન, અગ્નિ, પશ્ચિમ, દક્ષિણ અને નૈઋત્ય ફિલાડેલ્ફિયા - જે તમામ સેન્ટર સીટીને વિંટળાયેલા છે, જે ઈ.સ.1854માં થયેલા કોન્સોલિડેશન પહેલાંની શહેરની હદ સાથે સંકળાયેલું છે. દરેક વિશાળ વિસ્તારોમાં અસંખ્ય માનવ વસાહતો આવેલી છે, જેમાંથી કેટલાકની હદ આ વિસ્તારોના શહેરમાં સમાવેશ પહેલાં ફિલાડેલ્ફિયા કાઉન્ટીનું નિર્માણ કરનારા મ્યુનિસિપાલિટી, ટાઉનશીપ અથવા અન્ય સમુદાયોમાંથી ઉતરી આવેલી છે. અન્ય માનવવસાહતોને સભ્યતા, ધર્મ, સંસ્કૃતિ અથવા વ્યાવસાયિક ધોરણે અલગ કરવામાં આવે છે.[૩૫]
વાસ્તુકળા
ફેરફાર કરોફિલાડેલ્ફિયાનો ર્આિકટેકચરલ ઇતિહાસ કોલોનિયલ સમયનો છે અને તેમાં વિવિધ પ્રકારની શૈલીનો સમાવેશ થાય છે. પ્રારંભિક માળખાશૈલી પથ્થરના ટુકડાઓથી બાંધકામ અંગેની હતી, પરંતુ ઈ.સ. 1700 સુધીમાં ઈંટોનો ઉપયોગથી બનાવેલા માળખા સામાન્ય બની ગયા હતા. 18મી સદી દરમિયાન, શહેરી વિસ્તારમાં જ્યોર્જીયન વાસ્તુકળાનું પ્રભુત્વ છવાઇ ગયું જેમાં ઈન્ડિપેન્ડેન્સ હોલ અને ક્રાઈસ્ટ ચર્ચનો સમાવેશ થાય છે.
19મી સદીના પ્રથમ દશકમાં, ફેડરલ વાસ્તુકળા અને ગ્રીક રીવાઇવલ વાસ્તુકળા પર બેન્જામિન લેટ્રોબ, વિલિયમ સ્ટ્રાઈકલેન્ડ, જહોન હેવિલેન્ડ, જહોન નોટમેન, થોમસ યુ વોલ્ટર અને સેમ્યુઅલ સ્લોઅન જેવા ફિલાડેલ્ફિયા ર્આિકટેકટ્સનું પ્રભુત્વ રહ્યું.[૩૬] ફ્રાંક ફર્નેસને 19મી સદીના ઉત્તરાર્ધનો ફિલાડેલ્ફિયાનો સૌથી મહાન વાસ્તુશિલ્પી માનવામાં આવે છે, પરંતુ તેના સમકાલીનોમાં જહોન મેકઆર્થર જૂનિયર, એડિસન હ્યુટોન, વિલસન આયર, ધ વિલ્સન બ્રધર્સ અને હોરાસ ટ્રુમ્બૌરનો સમાવેશ થાય છે. ઈ.સ.1871માં બીજા સામ્રાજ્ય શૈલીના ફિલાડેલ્ફિયા સીટી હોલનું નિર્માણ શરૂ થયું. 1910, 20,30 ના દાયકામાં સ્ટીલ અને કોંક્રિટની ગગનચૂંબી ઇમારતોના નિર્માણ છતાં,548 ft (167 m) સીટી હોલ ઈ.સ. 1987 માં વન લિબર્ટી પ્લેસનું નિર્માણ થયું ત્યાં સુધી શહેરની સૌથી ઉંચી ઈમારત બની રહ્યો. 1980ના દાયકાથી શરૂ કરીને કાચ અને ગ્રેનાઈટના અનેક ટાવરો બનાવવામાં આવ્યા. 2007માં વન લિબર્ટી સેન્ટરને બદલે કોમકાસ્ટ સેન્ટર શહેરની સૌથી ઉંચી ઈમારત બની અને ફિલાડેલ્ફિયાને અમેરિકાનું એવું ચોથું શહેર બનાવ્યું જેમાં 900 ફૂટ થી વધારે ઉંચાઇ ધરાવતી બે કે વધારે ઈમારતો હતી.
ફિલાડેલ્ફિયાના ઇતિહાસના મોટાભાગના સમયમાં સામાન્ય ઘર તરીકે રો-હાઉસ રહ્યા છે. રો-હાઉસનો ખ્યાલ 1800ના દાયકામાં અમેરિકામાં ફિલાડેલ્ફિયા થઇને રજૂ કરવામાં આવ્યો હતો અને તે સમયે અમેરિકામાં અન્ય સ્થળોએ બાંધવામાં આવતા રો-હાઉસને "ફિલાડેલ્ફિયા રો" તરીકે ઓળખવામાં આવતા હતા.[૩૭] શહેરમાં ઉત્તરીય ફિલાડેલ્ફિયામાં વિકટોરીયન શૈલીથી માંડીને પશ્ચિમ ફિલાડેલ્ફિયામાં ટ્વીન રો-હાઉસ સહિતના વિવિધ પ્રકારના રો-હાઉસજોવા મળે છે. નવા ઘરો આખા શહેરમાં પથરાયેલા છે, મોટાભાગના ઘરો 20મી સદી અથવા તેનાથી પણ વધારે જૂના સમયના છે. આ ઘરોની ઉંમર વધારે હોવાને કારણે ખવાણ અને શહેરના ઘણા વિસ્તારોમાં ખાલી ભાગ સહિતની અસંખ્ય સમસ્યાઓ ઉભી થઇ છે, જયારે અમેરિકામાં 18 સદીની વાસ્તુકળાનું સૌથી વધારે પ્રમાણ ધરાવતા સોસાયટી હિલ જેવા આસપાસના પ્રદેશમાં પુનર્વસન અને મધ્યમવર્ગનો વસવાટ થઇ રહ્યો છે.[૩૮][૩૯]
ઉદ્યાન
ફેરફાર કરોલગભગ 10,334 એકર જમીનમાં બગીચા આવેલા છે.[૪૦] ફિલાડેલ્ફિયાનો સૌથી મોટો બગીચો ફેરમાઉન્ટ પાર્ક લગભગ 9,200 એકર જમીનમાં આવેલો છે અને તેમાં 63 માનવવસાહતો અને પ્રાદેશિક બગીચાઓનો સમાવેશ થાય છે.[૪૧] ફેરમાઉન્ટ પાર્કનો સૌથી મોટો ટ્રેક (રસ્તો) શહેરની પશ્ચિમની બાજુએ સ્કૂલકિલ નદી અને વિસાહિકોન ક્રિકને સમાંતર આવેલો છે અને તેમાં ફિલાડેલ્ફિયા ઝૂ નો પણ આવેલું છે.
બગીચાઓ પાછળનો કુલ ખર્ચ ઈ.સ. 2005માં 164 મિલિયન ડોલર હતો. ફેરમાઉન્ટ પાર્ક વિશ્વનો સૌથી મોટો લેન્ડસ્કેપ અર્બન પાર્ક છે.[૪૨]
સંસ્કૃતિ
ફેરફાર કરોફિલાડેલ્ફિયામાં ઘણાં રાષ્ટ્રીય ઐતિહાસિક સ્થળો આવેલા છે જે અમેરિકાની સ્થાપના સાથે જોડાયેલા છે. ઈન્ડિપેન્ડન્સ નેશનલ હિસ્ટોરીક પાર્ક આ પ્રકારના ઐતિહાસિક સીમાચિહ્નોના કેન્દ્રમાં રહેલું છે. જયાં ડેક્લેરેશન ઓફ ઈન્ડિપેન્ડન્સ (આઝાદીનું જાહેરનામું) પર સહી કરવામાં આવી હતી તેવા ઈન્ડિપેન્ડન્સ હોલ અને લિબર્ટી બેલ શહેરના સૌથી વધારે પ્રખ્યાત આકર્ષણોમાં સ્થાન ધરાવે છે. અન્ય ઐતિહાસિક સ્થળોમાં એડગર એલન પો, બેટ્સી રોસ અને થેડસ કોસ્કીસ્કોના ઘર, અમેરિકાની પ્રથમ અને સેકન્ડ બેન્ક ઓફ યુનાઇટેડ સ્ટેટટ્સ સહિતના પ્રારંભિક સરકારી મકાનો, ફોર્ટ મિફિલન અને ગ્લોરીય ડેઇ (જૂના સ્વિડિશ) ચર્ચ નેશનલ હિસ્ટોરીક સાઈટ વગેરેનો સમાવેશ થાય છે.[૪૩]
ફિલાડેલ્ફિયાના મુખ્ય વિજ્ઞાન સંગ્રહાલયોમાં ફ્રેન્કલિન ઇન્સ્ટિટ્યૂટનો સમાવેશ થાય છે, જેમાં બેન્જામિન ફ્રેન્કલિન નેશનલ મેમોરીયલ, એકેડેમી ઓફ નેચરલ સાયન્સિસ, મ્યુટર મ્યુઝીયમ અને યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા મ્યુઝિયમ ઓફ આર્કિયોલોજી એન્ડ એન્થ્રોપોલોજી આવેલા છે. ઐતિહાસિક સંગ્રહાલયોમાં નેશનલ કન્સ્ટીટ્યુશન સેન્ટર, એટવોટર કેન્ટ મ્યુઝિયમ ઓફ ફિલાડેલ્ફિયા હિસ્ટરી, નેશનલ મ્યુઝિયમ ઓફ અમેરિકન જયુઈસ હિસ્ટરી, આફ્રિકન અમેરિકન મ્યુઝિયમ ઈન ફિલાડેલ્ફિયા, હિસ્ટોરીકલ સોસાયટી ઓફ પેન્સિલવેનિયા, ગ્રાન્ડ લોજ ઓફ ફ્રી એન્ડ એકસેપ્ટેડ મેસન્સ ઈન ધ સ્ટેટ ઓફ પેન્સિલવેનિયા એન્ડ મેસનિક લાઈબ્રેરી અને મ્યુઝિયમ ઓફ પેન્સિલવેનિયા અને ઈસ્ટર્ન સ્ટેટ પેનિટેન્ટીઅરીનો સમાવેશ થાય છે. ફિલાડેલ્ફિયામાં અમેરિકાના પ્રથમ પ્રાણીસંગ્રહાલય અને હોસ્પિટલ આવેલા હોવા ઉપરાંત અમેરિકાના સૌથી જૂના અને સૌથી મોટા શહેરી બગીચાઓમાં સ્થાન ધરાવતો ફેરમાઉન્ટ પાર્ક પણ આવેલો છે.
કલા
ફેરફાર કરોthumb|ફિલાડેલ્ફિયા મ્યુઝિયમ ઓફ આર્ટની બહાર આવેલા એમેઝોન અને રોકીના બે બાવલા
ફિલાડેલ્ફિયા શહેરમાં અનેક કલા સંગ્રહાલયો આવેલા છે જેમકે પેન્સિલવેનિયા એકેડેમી ઓફ ધ ફાઈન આર્ટસ અને રોડિન મ્યુઝિયમ, જે ઓગસ્ટ રોડિનના ફ્રાન્સની બહાર રચવામાં આવેલી કલાકૃતિઓનો સૌથી મોટો સંગ્રહ છે. શહેરનું મુખ્ય કલા સંગ્રહાલય ફિલાડેલ્ફિયા મ્યુઝિયમ ઓફ આર્ટ અમેરિકાના સૌથી મોટા કલા સંગ્રહાલયોમાં સ્થાન ધરાવે છે અને રોકી ફિલ્મથી લોકપ્રિય બનેલા પગથિયાં આ સંગ્રહાલયમાં આવેલા છે.[૪૪]
શહેરમાં કલાકારોની દેશની સૌથી જૂની કલબમાં સ્થાન ધરાવતી ફિલાડેલ્ફિયા સ્કેચ કલબ ઉપરાંત અનેક આર્ટ ગેલેરી આવેલી છે, જેમાંથી અનેક ગેલેરીમાં પ્રથમ શુક્રવારના કાર્યક્રમમાં લોકો મોટી સંખ્યામાં ભાગ લે છે. દરેક મહિનાના પ્રથમ શુક્રવારે ઓલ્ડ સીટીની આર્ટ ગેલેરીઓ મોડી રાત સુધી ખુલ્લી રહે છે. વાર્ષિક કાર્યક્રમોમાં ફિલ્મ સમારોહ અને પરેડનો સમાવેશ થાય છે, જેમાં સૌથી પ્રખ્યાત કાર્યક્રમ ન્યૂ યર્સ ડે મુમર્સ પરેડ છે.
સાઉથ સ્ટ્રીટ અને ઓલ્ડ સીટીમાં રાત્રે ખાસ્સી ચહલ-પહલ જોવા મળે છે. સેન્ટર સીટીના આર્ટસ એવન્યુમાં ઘણાં રેસ્ટોરાં અને થીયેટર આવેલા છે, જેમ કે કિમેલ સેન્ટર ઓફ ધ પર્ફોર્મિંગ આર્ટ્સ, જેમાં અમેરિકાના ટોચના પાંચ ઓરકેસ્ટ્રામાં સ્થાન ધરાવતા ફિલાડેલ્ફિયા ઓરકેસ્ટ્રા અને દેશના સતત કાર્યરત જૂના સ્થળોમાં સ્થાન ધરાવતી અને ઓપેરા કંપની ઓફ ફિલાડેલ્ફિયા અને પેન્સિલવેનિયા બેલેના ઘર સમાન એકેડેમી ઓફ મ્યુઝિક.
ફિલાડેલ્ફિયામાં અમેરિકાના અન્ય શહેરોની સરખામણીએ જાહેર કલાનું પ્રમાણ વધારે છે.[૪૫] ઈ.સ.1872માં જાહેર કલા અને શહેરી આયોજન માટે સર્મિપત અમેરિકાના પ્રથમ ખાનગી એસોસિયેશન ફેરમાઉન્ટ પાર્ક આર્ટ એસોસિયેશનનું નિર્માણ કરવામાં આવ્યું હતું.[૪૬] ઈ.સ.1959માં આર્ટીસ્ટ ઈકિવટી એસોસીયેશનના દબાણને કારણે અમેરિકન શહેરના પ્રથમ પર્સેન્ટ ફોર આર્ટ ઓર્ડિનન્સના સર્જનમાં મદદ મળી.[૪૭] જાહેર કલાની 200 કરતાં વધારે કૃતિઓનું ફંડ આપવામાં આવ્યું હતું તેવા આ કાર્યક્રમનું સંચાલન શહેરની આર્ટ એજન્સી ફિલાડેલ્ફિયા ઓફિસ ઓફ આર્ટ્સ એન્ડ કલ્ચર દ્વારા કરવામાં આવે છે.[૪૮]
ફિલાડેલ્ફિયામાં અમેરિકાના અન્ય શહેરોની સરખામણીએ ખાસ કરીને વધારે પ્રમાણમાં મ્યુરલ્સ આર્ટ (ભતશીલ્પો અને ચિત્રો) જોવા મળે છે, જેનો શ્રેય ઈ.સ. 1984માં સ્થાપવામાં આવેલા ડિપાર્ટમેન્ટ ઓફ રીક્રિયેશન્સ મ્યુરલ આર્ટ્સ પ્રોગ્રામને જાય છે, જે વસાહતોને સુંદર બનાવવા અને ગ્રેફિટી કલાકારોને માધ્યમ પૂરું પાડવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. આ કાર્યક્રમે પ્રોફેશનલ, કર્મચારીઓ અને સ્વયંસેવકો દ્વારા તૈયાર કરવામાં આવેલા 2,800થી વધારે ભિંતચિત્રો એકત્ર કર્યા છે અને ફિલાડેલ્ફિયામાં લગભગ 20,000 જેટલા વંચિત યુવાનોને શિક્ષણ આપ્યું છે.[૪૯]
ફિલાડેલ્ફિયાએ સંગીતમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. 1970ના દાયકાના ફિલાડેલ્ફિયાના ખમીરે સમકાલીન અને તે પછીના યુગના સંગીત પર ઘેરો પ્રભાવ પાડ્યો હતો. જુલાઇ 13, 1985ના રોજ ફિલાડેલ્ફિયામાં લાઈવ એઈડ કોન્સર્ટનો અમેરિકન ભાગ જહોન એફ કેનેડી સ્ટેડિયમમાં યોજવામાં આવ્યો. શહેરે પોતાની આ પ્રકારની ભૂમિકા લાઈવ 8 કોન્સર્ટમાં પણ ભજવી અને લગભગ સાત લાખ લોકોને જુલાઇ 2, 2005માં બેન ફ્રેન્કલિન પાર્કવેમાં એકઠા કર્યા.[૫૦] સમગ્ર વિશ્વમાં સંગીતના કાર્યક્રમો કરનારું વિશ્વપ્રસિદ્ધ ફિલાડેલ્ફિયા બોય્ઝ કોર એન્ડ કોરલ્સ પણ ફિલાડેલ્ફિયામાં જ આવેલું છે. સંગીતવૃંદના સ્થાપક ડો. રોબર્ટ જી હેમિલ્ટન ફિલાડેલ્ફિયાના વતની હતી. ધ ફિલી પોપ્સ ફિલાડેલ્ફિયાનું વધુ એક પ્રખ્યાત સંગીતવૃંદ છે. શહેરે અમેરિકાના રોક મ્યુઝિક અને પોપ મ્યુઝિકના વિકાસ અને તેને ટેકો આપવમાં પણ ઘણો જ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. હીપ-હોપ અને રેપ કલાકારો જેમ કે ધ રૂટ્સ, ડીજે જેઝી જેફ એન્ડ ધ ફ્રેશ પ્રિન્સ, ધ ગોટ્સ, ફ્રી વે, સ્કૂલી ડી, ઈવ અને લીઝા "લેફટ આઈ" લોપ્સ પણ આ શહેરના જ હતા.
ભોજન
ફેરફાર કરોશહેર હોગીઝ, સ્ક્રેપલ્સ, સોફટ પ્રેટઝેલ્સ, વોટર આઈસ, ટેસ્ટીકેક અને ચીઝસ્ટીક માટે જાણીતું છે. શહેરની વૈભવી રેસ્ટોરાંમાં લી બેક-ફિન અને ટેલિવિઝન શો આઇરન શેફ થી પ્રસિદ્ધિ પામેલા શેફ માસાહારુ મોરીમોન્ટો દ્વારા ચલાવવામાં આવતી મોરીમોન્ટોનો સમાવેશ થાય છે.
રમત ગમત
ફેરફાર કરોફિલાડેલ્ફિયાની પ્રથમ વ્યાવસાયિક સ્પોર્ટસ ટીમ લગભગ 1860માં બેઝબોલની એથ્લેટિકસ સ્થાપવામાં આવી હતી. તમામ ચાર મુખ્ય રમતો ધરાવતા અમેરિકાના 13 શહેરમાં ફિલાડેલ્ફિયાનો સમાવેશ થાય છેઃ નેશનલ ફૂટબોલ લીગની ફિલાડેલ્ફિયા ઈગલ્સ, નેશનલ હોકી લીગની ફિલાડેલ્ફિયા ફલાયર્સ, મેજર લીગ બેઝબોલની નેશનલ લીગમાં ફિલાડેલ્ફિયા ફિલીસ અને નેશનલ બાસ્કેટબોલ એસોસિયેશનમાં ફિલાડેલ્ફિયા 76અર્સ.
76અર્સે ઈ.સ. 1983માં એનબીએ ચેમ્પિયનશીપ જીતી ત્યારથી માંડીને ફિલિસે ઈ.સ.2008માં વર્લ્ડ સીરીઝ જીતી ત્યાં સુધી શહેરની વ્યાવસાયિક ટીમો કોઇપણ પ્રકારની ચેમ્પિયનશીપ જીતી શકી ન હતી. ઈ.સ.2004માં ઈએસપીએનએ ધ ફિફટીન મોસ્ટ ટોર્ચર્ડ સ્પોર્ટસ સીટીઝમાં ફિલાડેલ્ફિયાને બીજા નંબરે મૂકયું હતું.[૫૧] "બીલી પેનનો શાપ" આ નિષ્ફળતા માટે જવાબદાર હોવાનું પણ કોઇક વખત માનવામાં આવે છે. ઉપરાંત, તાજેતરના વર્ષોમાં ફિલાડેલ્ફિયાની સ્પોર્ટસ ટીમોની પડતી ધ ફિલાડેલ્ફિયા ડેઈલી ન્યૂઝ ના જહોન સ્મોલવૂડ જેને "કર્સ ઓફ ઈનોગ્રેશન" (ઉદ્ઘાટનનો અભિશાપ)ને કારણે થઇ હોવાનું માનવામાં આવે છે, 76અર્સે ઈ.સ. 1977માં એનબીએની ફાઈનલ મેચમાં પરાજય મેળવ્યો ત્યારથી માંડીને જયારે પણ ફિલાડેલ્ફિયાની સ્પોર્ટસ ટીમો રાષ્ટ્રપતિના ઉદ્ઘાટક વર્ષમાં લીગની ફાઈનલમાં પહાચે છે ત્યારે જીતી શકતી નહીં હોવાનો ફિલાડેલ્ફિયાની સ્પોર્ટસ ટીમો પરનો આ કથિત અભિશાપ છે. ઘણી વ્યાયવસાયિક સ્પોર્ટસ ટીમોનો ઉદભવ ફિલાડેલ્ફિયામાં થયો હતો પરંતુ પછીથી તે બીજા શહેરોમાં ખસેડવામાં આવી હતી,જેમાં બાસ્કેટબોલની ટીમ ગોલ્ડન સ્ટેટ વોરિયર્સ અને બેઝબોલની ટીમ ઓકલેન્ડ એથ્લેટિકસનો સમાવેશ થાય છે.
ફિલાડેલ્ફિયામાં ક્રિકેટ, રગ્બી લીગ (ફિલાડેલ્ફિયા ફાઈટ), રગ્બી યુનિયન અને અન્ય રમતોની વ્યાવસાયિક, અર્ધ વ્યાવસાયિક અને એલિટ એમેચ્યોર ટીમ પણ આવેલી છે. શહેરમાં યોજવામાં આવતા રમત-ગમતના મુખ્ય કાર્યક્રમોમાં પેન રીલેયઝ, સ્ટોટેસબરી કપ, ફિલાડેલ્ફિયા મેરેથોન, બ્રોડ સ્ટ્રીટ રન, ફિલાડેલ્ફિયા ઈન્ટરનેશનલ ચેમ્પિયનશીપ બાઈસીકલ રેસ અને ડેડ વેઈલ રેગાટ્ટાનો સમાવેશ થાય છે.
પ્રથમ વર્ગની પાંચ કોલેજનો જૂથના બાસ્કેટબોલ કાર્યક્રમ ફિલાડેલ્ફિયા બીગ 5 ફિલાડેલ્ફિયામાં યોજવામાં આવે છેઃ આ બીગ 5-માં સેન્ટ જોસેફસ યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા, લા સાલે યુનિવર્સિટી, ટેમ્પલ યુનિવર્સિટી અને વિલેનોવા યુનિવર્સિટીનો સમાવેશ થાય છે. ફિલાડેલ્ફિયાની છઠ્ઠી એનસીએએ પ્રથમ વર્ગની યુનિવર્સિટી ડ્રેકસેલ યુનિવર્સિટી છે. ઓછામાં ઓછી એક ટીમ દર વર્ષે સ્પર્ધાત્મક બની રહે છે અને છેલ્લા ચાર દશકથી ઓછામાં ઓછી એક ટીમ એનસીએએ ટુર્નામેન્ટમાં પહાચે છે.
ફેબ્રુઆરી 2008માં, ફિલાડેલ્ફિયાએ 16મી મેજર લીગ સોકર ફ્રેન્ચાઈઝી માટેની સ્પર્ધામાં અનેક અન્ય શહેરોને હરાવ્યા હતા. ધ ફિલાડેલ્ફિયા યુનિયને પેન્સિલવેનિયાના ચેસ્ટરમાં આવેલા પીપીએલ પાર્ક (સોકર માટેના સ્ટેડિયમ)ને પોતાનું ઘર જાહેર કરીને 2010માં લીગમાં પ્રવેશ કર્યો હતો.
ક્લબ | લીગ | રમત-ગમત | સ્થળ | સ્થાપના | ચેમ્પિયનશીપ્સ |
---|---|---|---|---|---|
ફિલાડેલ્ફિયા ફીલીઝ | એમએલબી (MLB) | બેઝબોલ | સિટિઝન્સ બેન્ક પાર્ક | 1883 | 1980, 2008 |
ફિલાડેલ્ફિયા 76અર્સ | એનબીએ (NBA) | બાસ્કેટબોલ | વેકોવીયા સેન્ટર | 1963 | 1966–67, 1982–83 |
ફિલાડેલ્ફિયા ઇગલ્સ | એનએફએલ (NFL) | અમેરિકી ફુટબોલ | લિન્કન ફાઇનાન્શિયલ ફીલ્ડ | 1933 | 1948, 1949, 1960 |
ફિલાડેલ્ફિયા ફ્લાયર્સ | એનએચએલ (NHL) | આઇસ હોકીઃ | વેકોવીયા સેન્ટર | 1967 | 1973–74, 1974–75 |
ફિલાડેલ્ફિયા યુનિયન | એમએલએસ (MLS) | સોકર | પીપીએલ પાર્ક |
2010 | - |
ફિલાડેલ્ફિયા ઇનડિપેન્ડન્સ | ડબલ્યુપીએસ (WPS) | વિમેન્સ સોકર | પીપીએલ પાર્ક (ચેસ્ટર, પીએમાં) |
2010 | - |
ફિલાડેલ્ફિયા વિન્ગ્સ | એનએલએલ (NLL) | અરેના લેક્રોસી | વેકોવીયા સેન્ટર | 1987 | 1989, 1990, 1994, 1995, 1998, 2001 |
ફિલાડેલ્ફિયા કિક્સ | એનઆઇએસએલ (NISL) | અરેના સોકર | લિયાકોરાસ સેન્ટર | 1996 | 2001–02, 2006–07 |
અર્થતંત્ર
ફેરફાર કરોફિલાડેલ્ફિયાના આર્થિક ક્ષેત્રોમાં ઉત્પાદન, તેલ શુદ્ધિકરણ, ફૂડ પ્રોસેસિંગ, હેલ્થકેર અને બાયોટેકનોલોજી, પ્રવાસન અને નાણાંકીય સેવાનો સમાવેશ થાય છે. પ્રાઈસવોટરહાઉસકૂપરે તૈયાર કરેલા અભ્યાસ અનુસાર, ફિલાડેલ્ફિયા અને તેના આસપાસના પ્રદેશો 2005માં લગભગ 312 બિલિયન ડોલર જેટલી કુલ જીડીપી સાથે અમેરિકન શહેરોમાં ચોથા નંબરની સૌથી વધુ જીડીપી ધરાવતા હતા.[૫૨] અન્ય અમેરિકન શહેરોમાં માત્ર ન્યૂ યોર્ક સીટી (1,133 બિલિયન ડોલર), લોસ એન્જિલસ (693 બિલિયન ડોલર) અને શિકાગો (460 બિલિયન ડોલર)નું આર્થિક ઉત્પાદન ધરાવે છે.[૫૨] ફિલાડેલ્ફિયા ટોકિયો (1,191 બિલિયન ડોલર), પેરિસ (460 બિલિયન ડોલર), લંડન (452 બિલિયન ડોલર), ઓસાકા-કોબે (391 બિલિયન ડોલર), મેકિસકો સીટી (315 બિલિયન ડોલર) કરતાં નીચો, જયારે વોશિંગ્ટન ડીસી (299 બિલિયન ડોલર) અને બોસ્ટન (290 બિલિયન ડોલર) કરતાં ઉંચો ક્રમાંક ધરાવે છે.
શહેરમાં ફિલાડેલ્ફિયા સ્ટોક એકસચેન્જ અને ફોર્ચ્યુન 500 કંપનીઓમાં સ્થાન ધરાવતી કેબલ ટેલિવિઝન અને ઈન્ટરનેટ સેવા પૂરી પાડતી કોમકાસ્ટ, વીમા કંપની કોલોનિયલ પેન, સીઆઈજીએનએ અને લિંકન ફાઈનાન્સિયલ ગ્રૂપ, ઉર્જા કંપની સનોકો, ફૂડ ર્સિવસ કંપની અરામાર્ક અને ક્રાઉન્ડ હોલ્ડિંગ્સ ઈનકોર્પોરેટેડ, કેમિકલ ઉત્પાદક રોહ્મ એન્ડ હાસ કંપની અને એફએમસી કોર્પોરેશન, ફાર્માસ્યુટિકલ કંપનીઓ વ્યેથ અને ગ્લેકસોસ્મિથકલાઈન, બોઈંગ રોટોરક્રાફટ સિસ્ટમ્સ અને ઓટોમોટિવ પાર્ટસ રીટેલર પેપ બોય્ઝ વગેરે આવેલી છે. 20મી સદીના પ્રારંભિક સમયગાળામાં, ઓટોમોબાઈલ ક્ષેત્રમાં પિત્તળ યુગનો પ્રારંભ કરનારી કંપની બિડલ ફિલાડેલ્ફિયામાં આવેલી છે.[૫૩]
સંઘીય સરકારે ફિલાડેલ્ફિયામાં અનેક સુવિધાઓ ઉભી કરી છે. આ શહેરે વોશિંગ્ટન ડીસી પહેલાં અમેરિકાની રાજધાની તરીકે સેવા આપી હતી. આજે, અમેરિકાની ટંકશાળનું પૂર્વ કિનારાનું કામકાજ ફિલાડેલ્ફિયામાં કરવામાં આવે છે અને ફેડરલ રીઝર્વ બેન્કનો ફિલાડેલ્ફિયા વિભાગ પણ અહીંયા આવેલો છે. ફિલાડેલ્ફિયામાં યુએસ ડિસ્ટ્રીકટ કોર્ટ ફોર ધ ઇસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ ઓફ પેન્સિલવેનિયા અને યુએસ કોર્ટ ઓફ અપીલ્સ ફોર ધ થર્ડ સર્કિટ આવેલી છે.
પેન્સિલવેનિયા રેલરોડની ઐતિહાસિક હાજરી અને 30 સ્ટ્રીટ સ્ટેશન ખાતે વિશાળ મુસાફરો સાથે એમટ્રેક શહેરમાં મહત્ત્વપૂર્ણ હાજરી ધરાવે છે. આ ર્સિવસમાં રેલરોડના સામાન્ય કાર્ય ઉપરાંત કસ્ટમર ર્સિવસ રીપ્રેઝિન્ટેટીવ્સ અને ટિકિટ પ્રોસેસિંગ અને અન્ય બેકઓફિસ પર્સનલ કામોનો સમાવેશ થાય છે.
શહેરમાં યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા લો સ્કૂલ, ડ્રેકસેલ યુનિવર્સિટી અર્લ મેક સ્કૂલ ઓફ લો, ટેમ્પલ યુનિવર્સિટી બેસલી સ્કૂલ ઓફ લો, રૂટગર્સ યુનિવર્સિટી ઓફ લો-કેમડેન, વિલ્લાનોવા યુનિવર્સિટી સ્કૂલ ઓફ લો અને વિડેનેરસ યુનિવર્સિટી સ્કૂલ ઓફ લો આવેલી હોવાને કારણે તે કાનૂનનું રાષ્ટ્રીય કેન્દ્ર બની રહ્યું છે. વધુમાં, અમેરિકન લો ઇન્સ્ટિટ્યૂટનું વડું મથક પણ અહીંયા આવેલું છે.
ફિલાડેલ્ફિયા દવાઉદ્યોગનું મહત્ત્વનું કેન્દ્ર છે, જે કોલોનિયલ સમયની આગવી વિશેષતા છે. શહેરમાં બ્રિટીશ નોર્થ અમેરિકન કોલોનીઝ, પેન્સિલવેનિયા હોસ્પિટલ, અને યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા (પેન) ખાતે દેશની હાલમાં અમેરિકા ખાતેની પ્રથમ મેડિકલ સ્કૂલ આવેલા છે. શહેરની સૌથી વધુ રોજગારી પૂરી પાડનારી કંપની પેન વિશાળ ટીચીંગ હોસ્પિટલ અને મેડિકલ સિસ્ટમ ધરાવે છે. ટેમ્પલ યુનિવર્સિટી ઓફ મેડિસીન, ડ્રેકસેલ યુનિવર્સિટી કોલેજ ઓફ મેડિસીન, થોમસ જેફર્સન યુનિવર્સિટી અને ફિલાડેલ્ફિયા કોલેજ ઓફ ઓસ્ટેઓપેથીક મેડિસીન સાથે જોડાણ ધરાવતી અનેક હોસ્પિટલ શહેરમાં આવેલી છે. ફિલાડેલ્ફિયામાં આગવી વિશેષતા ધરાવતી ત્રણ બાળકોની હોસ્પિટલ આવેલી છેઃ ચિલ્ડ્રન્સ હોસ્પિટલ ઓફ ફિલાડેલ્ફિયા, દેશની પ્રથમ બાળકોની હોસ્પિટલ (યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાની હોસ્પિટલની બાજુમાં આવેલી) સેન્ટ ક્રિસ્ટોફર્સ હોસ્પિટલ અને શ્રાઈનર્સ હોસ્પિટલ. શહેરના ઉત્તરના ભાગમાં આલ્બર્ટ આઈનસ્ટાઈન મેડિકલ સેન્ટર અને ઉત્તરપૂર્વીય ભાગમાં ફોકસ ચેઝ કેન્સર સેન્ટર આવેલા છે. સમગ્ર રીતે જોતાં, આરોગ્ય ક્ષેત્ર શહેરમાં સૌથી વધારે રોજગારી પૂરી પાડે છે. મેડિકલ વ્યવસાયના ઘણાં એસોસિયેશનનોના વડાં મથક ફિલાડેલ્ફિયામાં આવેલા છે.
ફિલાડેલ્ફિયાના મેડિકલ સંશોધન કેન્દ્ર તરીકેના મહત્ત્વ સાથે આ પ્રદેશ ફાર્માસ્યુટિકલ ઉદ્યોગને પણ ટેકો આપે છે. ગ્લેકસોસ્મિથકલાઈન, એસ્ટ્રાજેનેકા, વ્યેથ, મર્ક, જીઈ હેલ્થકેર, જહોનસન એન્ડ જહોનસન અને સીમેન્સ મેડિકલ સોલ્યુશન્સ આ પ્રદેશમાં કામગીરી ધરાવતી મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં સ્થાન પામે છે. શહેરમાં દેશની પ્રથમ ફાર્મસી સ્કૂલ ધ ફિલાડેલ્ફિયા કોલેજ ઓફ ફાર્મસી આવેલી છે, જે હાલમાં યુનિવર્સિટી ઓફ સાયન્સિસ ઈન ફિલાડેલ્ફિયા તરીકે ઓળખવામાં આવે છે.
ઈ.સ. 2008માં અમેરિકામાં સૌથી વધારે વખત મુલાકાત લેવાયેલા શહેરોમાં 11મો નંબર ધરાવવા સાથે ફિલાડેલ્ફિયામાં પ્રવાસન મહત્ત્વનો ઉદ્યોગ છે. આ શહેરે ઈ.સ. 2008માં લગભગ 710,000 વિદેશી મુલાકાતીઓને આવકાર્યા હતા, જે અગાઉના વર્ષની સરખામણીએ 29 ટકા જેટલો વધારે દર્શાવે છે.[૫૪]
ખરીદી
ફેરફાર કરોફિલાડેલ્ફિયામાં સેન્ટર સીટીમાં ખરીદી કરવાના વિકલ્પોમાં ધ ગેલેરી એટ માર્કેટ ઇસ્ટ, લિબર્ટી પ્લેસ ખાતે ધ શોપ્સ, જવેલર્સ રો, સાઉથ સ્ટ્રીટ અને અનેકવિધ સ્વતંત્ર રીટેલર્સનો સમાવેશ થાય છે. વોલનટ સ્ટ્રીટનો ચાર બ્લોકનો વિભાગ રીટેનહાઉસ રો વૈભવી કપડાં માટેનો ચેઈન સ્ટોર અને હિપસ્ટર-ઈન્સપાયર્ડ કપડાંનો સ્ટોર છે. આ વિસ્તારમાં સનસોમ અને ચેસ્ટનટની સમાંતર શેરીઓ પણ કેટલા વૈભવી બૂટીક અને કપડાના રીટેલર્સ ધરાવે છે. ઓલ્ડ સીટીમાં સ્થાનિક તથા આંતરરાષ્ટ્રીય ઉત્પાદકોના ઉભરતાં બૂટીક આવેલા છે. ધ રીડીંગ ર્ટિમનલ માર્કેટમાં ટેક-આઉટ રેસ્ટોરાં, ખાસ વિશેષતા ધરાવતા ફેરિયાઓ, નજીકમાં આવેલા લેન્કેસ્ટર કાઉન્ટીમાંથી આવતા અમીર ખેડૂતો દ્વારા ચલાવવામાં આવતી કેટલીક દુકાનો સહિતની કરીયાણાંની નાની દુકાનો આવેલી છે.
ફિલાડેલ્ફિયામાં કેટલાક વિવિધ પ્રકારના નેબરહૂડ શોપિંગ ડિસ્ટ્રીકટ પણ આવેલા છે જેમ કે મેનાયુન્ક અથવા ચેસ્ટનટ હિલ. દક્ષિણ ફિલાડેલ્ફિયામાં આવેલા ઈટાલિયન બજારમાં ઐતિહાસિક રીતે ઈટાલિયન પરંતુ હવે અનેક દેશોમાંથી આયાત કરવામાં આવતા કરીયાણું, માંસ, ચીઝ અને ઘરવખરીનો વેપાર કરવામાં આવે છે. બે પ્રખ્યાત ચીઝસ્ટીક રેસ્ટોરાં જેનોઝ અને પેટ્ઝ નજીકમાં જ આવેલા છે.
આ પ્રદેશમાં ઘણાં શોપિંગ મોલ્સ અને સ્ટ્રીપ મોલ્સ આવેલા છે, જેમાં ઇશાન ફિલાડેલ્ફિયામાં ફ્રેન્કલિન મિલ્સ અને પરાંવિસ્તારમાં આવેલા મોલ્સમાં સૌથી વધારે નાધપાત્ર પેન્સિલવેનિયામાં મુખ્ય શહેરથી 19 માઈલના અંતરે આવેલા કિંગ ઓફ પ્રૂશિયામાં આવેલા કિંગ ઓફ પ્રૂશિયા મોલનો સમાવેશ થાય છે. કિંગ ઓફ પ્રૂશિયા મોલ અમેરિકાના પૂર્વીય તટ પર આવેલો સૌથી મોટો[૫૫] અને દેશમાં ભાડે આપી શકાય તેવી રીટેલ જગ્યા ધરાવતો સૌથી મોટો શોપિંગ મોલ છે.
માધ્યમો
ફેરફાર કરોફિલાડેલ્ફિયાના બે મુખ્ય દૈનિક સમાચાર પત્રો છે ધ ફિલાડેલ્ફિયા ઇન્ક્વાઇરર અને ધ ફિલાડેલ્ફિયા ડેઇલી ન્યુઝ , બન્ને ફિલાડેલ્ફિયા મિડિયા હોલ્ડિંગ્સ એલ.એલ.સી.ની માલિકીના છે. ધ ફિલાડેલ્ફિયા ઇન્ક્વાઇરર ની સ્થાપના 1829માં થઇ હતી, તે યુનાઇટેડ સ્ટેટસનું ત્રીજા નંબરનું સૌથી જૂનું ટકી રહેલુ દૈનિક સમાચાર પત્ર છે.[૫૬] ફિલાડેલ્ફિયામાં ચાલતું બીજુ એક સમાચારપત્ર છે ધ બુલેટિન , જે ધ ફિલાડેલ્ફિયા બુલેટિન સાથે ઇતિહાસ ધરાવે છે અને તે 1982માં બંધ થઇ ગયું હતું. ધ બુલેટિનની સ્થાનિક માલિકી ધ બુલેટિન, ઇન્ક.ની હતી.
ફિલાડેલ્ફિયામાં પહેલુ પ્રાયોગિક રેડિયો લાયસન્સ ઓગસ્ટ 1912માં સેંટ. જોસેફ કોલેજને આપવામાં આવ્યું હતું. પહેલું વ્યવસાયિક રેડિયો સ્ટેશન 1922માં આવ્યું હતું પહેલા હતું ડબલ્યુઆઇપી, 17મી માર્ચથી તે ગિમ્બેલ્સ ડિપાર્ટમેન્ટ સ્ટોરની માલિકીનું હતું, ત્યારબાદ તે જ વર્ષે ડબલ્યુએફઆઇએલ, ડબલ્યુઓઓ, ડબલ્યુસીએયુ અને ડબલ્યુડીએએસ થયા.[૫૭] ફિલાડેલ્ફિયાના સૌથી વધુ ગણનાપાત્ર સ્ટેશનોમાં સોફ્ટ રોક ડબલ્યુબીઇબી, કેવાયડબલ્યુ ન્યુઝરેડિયો, અને શહેરી યુવાનોના સમકાલીન ડબલ્યુડીએએસ-એફએમનો સમાવેશ થાય છે. ફિલાડેલ્ફિયાના ત્રણ મહત્વના જાહેર રેડિયો સ્ટેશનમાં ડબલ્યુએચવાયવાય-એફએમ(એનપીઆર), ડબલ્યુઆરટીઆઇ(જેઝ, શાસ્ત્રિય) અને ડબલ્યુએક્સપીએન-એફએમ(યુવાનો માટેનું વૈકલ્પિક સ્ટેશન) સાથે જ બીજા કેટલાંક નાના સ્ટેશનો પણ છે.
1930માં, ફિલ્કોની માલિકીનું પ્રાયોગિક સ્ટેશન ડબલ્યુ3એક્સઇ, ફિલાડેલ્ફિયાનું પહેલું ટેલિવિઝન સ્ટેશન બન્યું હતું,તેને 1939માં એનબીસી તરફથી પહેલી માન્યતા મળી હતી, અને ત્યારબાદ તે કેવાયડબલ્યુ-ટીવી(સીબીએસ) બન્યું હતું. ડબલ્યુસીએયુ-ટીવી, ડબલ્યુપીવીઆઇ-ટીવી, ડબલ્યુએચવાયવાય-ટીવી, ડબલ્યુપીએચએલ-ટીવી અને ડબલ્યુટીએક્સએફ-ટીવીની સ્થાપના 1970 સુધીમાં થઇ હતી.[૫૭] ૧952માં ડબલ્યુએફઆઇએલ(હવે ડબલ્યુપીવીઆઇ) એ ટેલિવિઝન શો બેન્ડસ્ટેન્ડ ની શરૂઆત કરી હતી, જે પાછળથી સમગ્ર દેશમાં પ્રસારિત અમેરિકન બેન્ડસ્ટેન્ડ બન્યું હતું અને તેના ઉદઘોષક ડિક ક્લાર્ક હતા.[૫૮]આજે ઘણાં વિશાળ શહેરી વિસ્તારોમાં, દરેક વ્યવાયિક નેટવર્ક પાસે તેની માન્યતા છે અને કોલ લેટર્સના સ્થાને કોર્પોરેટ આઇડી રાખવામાં આવ્યા છે જેમકેઃ સીબીએસ3, 6એબીસી, એનબીસી10, ફોક્સ29, ટેલિફ્યુટુરા28, ટેલિમન્ડો62, યુનિવિઝન65, પ્લસ માટે પીએચએલ 17 અને સીડબલ્યુ ફિલી 57. આ પ્રદેશમાં જાહેર બ્રોડકાસ્ટિંગ સ્ટેશન્સ ડબલ્યુવાયબીઇ-ટીવી (ફિલાડેલ્ફિયા), ડબલ્યુએચવાયવાય-ટીવી(વિલ્મિંગટન, ડેલાવેર અને ફિલાડેલ્ફિયા), ડબલ્યુએલવીટી-ટીવી (લેહાઇ વેલી), અને ન્યુજર્સી નેટવર્કની સેવા પણ ઉપલબ્ધ હતી. સપ્ટેમ્બર 2007માં ફિલાડેલ્ફિયાને જાહેર જનતા માટે કેબલ ચેનલની માન્યતા મળી હતી.
રોક સ્ટેશન્સ ડબલ્યુએમએમઆર અને ડબલ્યુવાયએસપી પહેલેથી સખત સ્પર્ધા ધરાવતા હતા. 2005થી ડબલ્યુએમએમઆરએ ડબલ્યુવાયએસપી પ્રોગ્રામિંગમાં રોક(જેમાં વિવાદાસ્પદ શોક જોક હોવાર્ડ સ્ટેર્નનો પણ સમાવેશ થાય છે)માંથી ફ્રી એફએમ પ્રકારમાં આવ્યા બાદ વધુ સંગીત આપવાનું શરૂ કર્યું હતું. ડબલ્યુવાયએસપીએ 1995થી ક્લાસિક રોક માળખુ શરૂ કર્યું હતું. ડબલ્યુવાયએસપી ફિલાડેલ્ફિયાની દરેક ઇગલ્સ ગેમ્સની પણ રજૂઆત કરે છે. હોવાર્ડ સ્ટર્ને સિરિયસ રેડિયો છોડ્યા બાદ ડબલ્યુએમએમઆરનો ધ પ્રેસ્ટન એન્ડ સ્ટિવ શો આગળના ક્રમે આવતા મોર્નિંગ શોમાં એક હતો. નવેમ્બર 2008માં, ડબલ્યુવાયએસપીએ પ્રતિસ્પર્ધી શો લોન્ચ કર્યો હતો જેનું સંચાલન ફિલાડેલ્ફિયાના વતની ડેની બોનાડ્યુસે કર્યું હતું. બન્ને સ્ટેશન નિયમિત સમગ્ર પ્રદેશમાં જીવંત સંગીત અને બીજા ઇવેન્ટ્સ રજૂ કરતા હતા.
ચાર શહેરી સ્ટેશન્સ(ડબલ્યુયુએસએલ("પાવર 99"), ડબલ્યુપીએચઆઇ("100.3 ધ બીટ"), ડબલ્યુડીએએસ અને ડબલ્યુઆરએનબી) જાણીતા અને લોકોની પસંદગીના એફએમ ડાયલ છે. ડબલ્યુએનયુડબલ્યુ શહેરનું પુખ્ત વયના લોકો માટેનું સમકાલિન સ્ટેશન છે. આ સ્ટેશન 106.1 ફ્રિક્વન્સી(હવે ડબલ્યુઆઇએસએક્સ) પર "સ્મૂધ જેઝ" ડ્રોપ થયા બાદ ડબલ્યુજેજેઝેડનું મુખ્ય મથક હતું, પણ તેના ખરાબ રેટિંગને કારણે તે ફરી એકવાર ડ્રોપ કરવામાં આવ્યું હતું.
નવીનતા
ફેરફાર કરોફિલાડેલ્ફિઆ "અમેરિકામાં પહેલી" હોય તેવી ઘણી સંસ્થાઓનું મુખ્ય મથક છે, તેમાં નીચેની સંસ્થાઓનો સમાવેશ થાય છે.[૫૯][૬૦]
વસ્તી-વિષયક માહિતી
ફેરફાર કરોHistorical population | |||
---|---|---|---|
Census | Pop. | %± | |
1790 | ૨૮,૫૨૨ | — | |
1800 | ૪૧,૨૨૦ | ૪૪.૫% | |
1810 | ૫૩,૭૨૨ | ૩૦.૩% | |
1820 | ૬૩,૮૦૨ | ૧૮.૮% | |
1830 | ૮૦,૪૬૨ | ૨૬.૧% | |
1840 | ૯૩,૬૬૫ | ૧૬.૪% | |
1850 | ૧,૨૧,૩૭૬ | ૨૯.૬% | |
1860 | ૫,૬૫,૫૨૯ | ૩૬૫.૯% | |
1870 | ૬,૭૪,૦૨૨ | ૧૯.૨% | |
1880 | ૮,૪૭,૧૭૦ | ૨૫.૭% | |
1890 | ૧૦,૪૬,૯૬૪ | ૨૩.૬% | |
1900 | ૧૨,૯૩,૬૯૭ | ૨૩.૬% | |
1910 | ૧૫,૪૯,૦૦૮ | ૧૯.૭% | |
1920 | ૧૮,૨૩,૭૭૯ | ૧૭.૭% | |
1930 | ૧૯,૫૦,૯૬૧ | ૭�૦% | |
1940 | ૧૯,૩૧,૩૩૪ | −૧�૦% | |
1950 | ૨૦,૭૧,૬૦૫ | ૭.૩% | |
1960 | ૨૦,૦૨,૫૧૨ | −૩.૩% | |
1970 | ૧૯,૪૮,૬૦૯ | −૨.૭% | |
1980 | ૧૬,૮૮,૨૧૦ | −૧૩.૪% | |
1990 | ૧૫,૮૫,૫૭૭ | −૬.૧% | |
2000 | ૧૫,૧૭,૫૫૦ | −૪.૩% | |
Est. 2009 | ૧૫,૪૭,૯૦૧ |
અમેરિકાના વસ્તી ગણતરી બ્યુરો દ્વારા હાથ ધરાયેલા 2005-2007 અમેરિકન કમ્યુનિટી સર્વે મુજબ, ફિલાડેલ્ફિયાની વસ્તીમાં 42.7 ટકા વસ્તી શ્વેત અમેરિકનોની છે, જેમાંથી 39.4 ટકા નોન-હિસ્પેનિક ગોરા હતાં. ફિલાડેલ્ફિયામાં શ્યામ અથવા આફ્રિકન અમેરિકનોની વસ્તી 43.8 ટકા હતી, જેમાંથી 43.0 ટકા નોન-હિસ્પેનિક શ્યામ હતા. શહેરની વસ્તીમાં 0.2 ટકા અમેરિકન ઇન્ડિયન્સ હતાં. શહેરની વસ્તીમાં એશિયન અમેરિકનો 5.4 ટકા હતાં.શહેરની વસ્તીમાં પેસિફિક દ્વિપના અમેરિકનોની સંખ્યા 0.1 ટકા હતી. બીજા વંશના લોકોની વસ્તી 6.2 ટકા હતી, જેમાંથી 0.4 ટકા નોન-હિસ્પેનિક હતા. બે કરતા વધુ વંશના લોકોની સંખ્યા શહેરની વસ્તીનાં 1.6 ટકા હતી જેમાં 1.2 નોન-હિસ્પેનિક હતાં. વધુમાં, ફિલાડેલ્ફિયામાં હિસ્પેનિક્સ(સ્પેનિશ) અને લેટિન લોકોની સંખ્યા 10.3 ટકા હતી.[૬૧][૬૨]2000ની વસ્તી ગણતરી પ્રમાણે, શહેરમાં 1,517,550 લોકો, 590,071 ઘરમાં વસતા લોકો અને 352,272 પરિવારો વસતા હતાં. વસ્તી ગીચતા 11,233.6 સ્ક્વેર માઇલ(4,337.3/km²) હતી. 4,900.1 સ્ક્વેર માઇલ(1,891.9/km²)ની સરેરાશ ગીચતામાં 661,958 આવાસ એકમો હતા. 2004ના વસ્તી ગણતરીના અંદાજ પ્રમાણે, 1,463,281 લોકો, 658,799 આવાસ એકમો અને શહેરમાં 45.0 ટકા શ્વેત લોકો, 43.2 ટકા આફ્રિકન અમેરિકન, 5.5 ટકા એશિયન, 0.3 ટકા અમેરિકાના વતનીઓ, 0.1 ટકા પેસિફિક દ્વિપના લોકો, 5.8 ટકા બીજા વંશના લોકો અને 2.2 ટકા બે કે તેથી વધુ વંશના લોકોમાંથી હતાં. વસ્તીના 8.5 ટકા કોઇપણ વંશમાં સ્પેનિશ કે લેટિન હતાં. પાંચ સૌથી મોટી વંશ પરંપરામાં આઇરિશ (13.6 ટરા), ઇટાલિયન (9.2 ટકા), જર્મન (8.1 ટકા), પોલીશ (4.3 ટકા), અને ઇગ્લિંશ (2.9 ટકા)નો સમાવેશ થાય છે.[૬૩]
590,071 પરિવારોમાં, 27.6 ટકા પરિવારમાં 18 વર્ષથી નીચેના બાળકો તેમની સાથે રહેતા હતાં, 32.1 ટકા સાથે રહેતા પરણિત યુગલો હતાં, 22.3 ટકા પરિવારમાં મહિલાઓ ઘર ચલાવતી હતી કારણ કે તેમના પતિ હયાત નહોતાં, અને 40.3 ટકા પરિવાર વગર રહેતા હતાં. 33.8 ટકા ઘરમાં રહેતા લોકો એકલા રહેતા હતાં અને 11.9 ટકા લોકો 65 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના હતાં તેમજ એકલા રહેતા હતાં. સરેરાશ પરિવારના સભ્યોનું કદ 2.48 અને સરેરાશ પરિવારનું કદ 3.22 હતું. શહેરની વસ્તીમાં 25.3 ટકા 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો હતાં, 11.1 ટકા 18 થી 25 વર્ષની વયજૂથના લોકો હતાં, 29.3 ટકા 25 થી 45 વર્ષની વયજૂથના લોકો હતાં, 20.3 ટકા 45 થી 65 વર્ષની વયજૂથના અને 14.1 ટકા 65 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના લોકો હતાં. મધ્યમ વયજૂથ 34 વર્ષની હતી. દરેક 100 મહિલાઓ દીઠ 86.8 પુરૂષો હતાં. 18 કે તેથી વધુ વયની દર 100 સ્ત્રીઓ સામે પુરૂષો 81.8 હતાં. શહેરમાં પરિવારના સભ્યોની સરેરાશ આવક 30,746 ડોલર હતી, અને પરિવારની સરેરાશ આવક 37,036 ડોલર હતી. પુરૂષોની સરેરાશ આવક 34,199 ડોલર સામે સ્ત્રીઓની આવક 28,477 ડોલર હતી. શહેરની માથાદીઠ આવક 16,509 ડોલર હતી. 18.4 ટકા પરિવારો અને વસ્તીના 22.9 ટકા લોકો ગરીબી રેખા નીચે હતાં, તેમાં 31.3 ટકા 18 થી ઓછી વય ધરાવતા હતા અને 16.9 ટકા 65 કે તેથી વધુ ઉંમર ધરાવતા લોકો હતાં.
2008 સુધીમાં 5,00,000 સ્થળાંતર થઇને પરદેશથી આવેલા લોકો ફિલાડેલ્ફિયાના શહેરી વિસ્તારને પોતાનું ઘર માની ચુક્યાં હતાં.[૬૪] આ પરદેશીઓનાં એક પંચમાંશ ભાગના લોકો 2000 થી અહીં રહેતા હતાં, તેનાં પરિણામે 2000 થી 2006 વચ્ચે કાયમી વસવાટ માટે આવેલા પરદેશીઓની સંખ્યામાં 113,000નો વધારો થયો હતો.[૬૪] 1990ના દાયકામાં આવેલા પરદેશીઓની સંખ્યા જેટલી જ સંખ્યા આ લોકોની હતી, જે હાલમાં શહેરની વસ્તીના 10.9 ટકા હિસ્સો ધરાવે છે.[૬૪] બ્રોકિંગ્સ સંસ્થાને જણાવ્યું હતું કે, ફિલાડેલ્ફિયા સ્થાયી થવા આતા પરદેશીઓના સ્થળ તરીકે ઉભરી આવ્યું છે. આ પ્રદેશનું ઘણું જૂનું લક્ષણ 20મી સદીના મધ્ય સુધી ચાલ્યું આવતું હતું.[૬૪]
આઇરિશ, ઇટાલિયન અને જમૈકન લોકોની વસ્તીમાં ફિલાડેલ્ફિયાનો દેશમાં બીજો નંબર આવે છે, અને આફ્રિકન અમેરિકોની વસ્તીમાં દેશમાં તેનો ચોથો નંબર છે. પોલીશ રહેણાંકોની સંખ્યામાં પણ ફિલાડેલ્ફિયાનો નંબર ચોથો છે. યહુદી લોકોની સંખ્યામાં ફિલાડેલ્ફિયા દેશમાં છઠ્ઠા નંબરે છે, જે 2001માં અંદાજિત 206,000 હતી.[૬૫]
તાજેતરના વર્ષોમાં,[ક્યારે?] હિસ્પેનિક અને એશિયન અમેરિકનોની વસ્તીમાં નોંધનીય વધારો થયો છે. હિસ્પેનિકો સમગ્ર શહેરમાં વસ્યા છે, ખાસ કરીને અલ સ્ટેન્ટ્રો ડી ઓરોની આસપાસ. ફિલાડેલ્યુફિયા યુનાઇટેડ સ્ટેટ્સમાં ત્રીજા નંબરની સૌથી વધુ વસ્તી ધરાવતા પુએર્તો રિકાનનું ઘર છે. તાજેતરના વર્ષોમાં,[ક્યારે?] ઘણાં મેક્સિકન સ્થળાંતરિતો ઇટાલિયન માર્કેટની આસપાસ આવ્યાં છે. દક્ષિણ ફિલાડેલ્ફિયામાં અંદાજિત 10,000 મેક્સિકનો રહે છે. મેક્સિકનો અને ગ્વાટેમાલનો ઉત્તર ફિલાડેલ્ફિયામાં નાની વસ્તીઓમાં વસ્યાં છે, ખાસ કરીને કેનસિંગટનની નજીકમાં. કોલંબિયાના સ્થળાંતરિતો 2010ના વર્ષમાં ઓલ્નેયની નજીકમાં વસ્યા છે. 2010ના વર્ષમાં, ફિલાડેલ્ફિયાની વસ્તીના 10 ટકા સ્પેનિશો છે તેમ માનવામાં આવે છે. [સંદર્ભ આપો]એશિયનોની વસ્તી એક સમયે શહેરના સમૃદ્ધ ચાઇનાટાઉનમાં હતી, પણ હવે કોરિયન અમેરિકનો ઓલ્નેય આવી ગયા છે, અને વિયેટનામના લોકોએ દક્ષિણ ફિલાડેલ્ફિયામાં ઇટાલિયન માર્કેટ પાસે બજાર વિસ્તારવાનું શરૂ કર્યું છે. કંબોડિયન અમેરિકનોનો સાથ ઉત્તર અને દક્ષિણ ફિલાડેલ્ફિયામાં જોઇ શકાય છે. ભારતીયો અને આરબો ઉત્તરપૂર્વ ફિલાડેલ્ફિયામાં રશિયન અને યુક્રેનિયન લોકો સાથે રહે છે. એશિયનોના આ વિશાળ અંતઃપ્રવાહને કારણે યુનાઇટેડ સ્ટેટ્સનાં ફિલાડેલ્ફિયામાં વિયેટનામિસ, કમ્બોડિયનો, ચાઇનીઝ, ઇન્ડોનેશિયનો અને કોરિયનોની સંખ્યા સૌથી વધારે છે. ફિલાડેલ્ફિયા ભારતીય અમેરિકનોની સંખ્યાની દ્રષ્ટિએ ચોથા ક્રમે છે. વેસ્ટ ઇન્ડિયનોની વસ્તી સિડર પાર્કમાં છે.[સંદર્ભ આપો]નોંધનીય છે કે કેનેડિયનો (ફ્રેન્ચ કેનેડિયનો), જર્મનો, ગ્રીકો, ચાઇનિઝ, જાપાનીઝ, અંગ્રેજો, વેલ્સ, પાકિસ્તાનીઓ, અમેરિકનો, તુર્કીઓ, સ્વિડીશ અને સ્થાયી થવા આવેલા બધા પહેલાના [[યુગોસ્લાવિયાન અને અલ્બેનિયા|યુગોસ્લાવિયાન અને અલ્બેનિયા]] તથા બીજા જાતીના જૂથો સમગ્ર શહેરમાં મળી આવે છે. અમેરિકાના વતનીઓની નાની કોમ જેલેનાપેહોકિંગ તરીકે પણ ઓળખાય છે જે પશ્ચિમ ફિલાડેલ્ફિયાના લેની લેનેપે ઇન્ડિયનોના છે.
સરકાર
ફેરફાર કરોશાસનના પરિપ્રેક્ષ્યથી જોતાં, ફિલાડેલ્ફિયાનો કાઉન્ટી તરીકેનો દરજજો કાનૂની રીતે રદ થયો છે અને તેના તમામ કાર્યોનું સંચાલન 1952માં શહેરને સાપવામાં આવ્યું હતું. તે 1854થી કાઉન્ટી સાથે સંલગ્ન હતું.
ફિલાડેલ્ફિયાનું 1952નું હોમ રૂલ ચાર્ટર પેન્સિલ્વેનિયાની વિધાનસભા દ્વારા 21 એપ્રિલ, 1949ના એકટમાં તૈયાર કરવામાં આવ્યું હતું.શહેરના ચાર્ટર કમીશન દ્વારા તે લખવામાં આવ્યું હતું, અને શહેર દ્વારા 15 જૂન 1949માં વટહૂકમ બહાર પાડવામાં આવ્યો હતો. પ્રવર્તમાન સિટી કાઉન્સિલે 14મી ફેબ્રુઆરી, 1951ના રોજ સૂચિત ડ્રાફટ મેળવ્યો હતો અને મતાધિકારીઓએ 17 એપ્રિલ, 1951ના રોજ યોજાયેલી ચૂંટણીઓમાં તેને સંમતિ આપી હતી.[૬૬] નવા હોમ રૂલ ચાર્ટર હેઠળની પ્રથમ ચૂંટણીઓ 1951માં નવેમ્બરમાં યોજાઇ હતી અને નવા ચૂંટાયેલા અધઈકારીઓએ જાન્યુઆરી, 1952માં ઓફિસનો ચાર્જ સંભાળ્યો હતો.[૬૭]
મેયર અને સિટી કાઉન્સિલ
ફેરફાર કરોશહેરનું સંચાલન મેયર-કાઉન્સિલ કરે છે. જેના વડા મેયર હોય છે. તેમના હાથમાં વિશેષ સત્તાઓ હોય છે. બહુમતિથી ચૂંટાયેલા મેયર શહેરના હોમ રૂલ ચાર્ટર પ્રમાણે ચાર વર્ષની સળંગ બે ટર્મ સુધી મેયરપદે રહી શકે છે. મધ્યવર્તી ટર્મ પછી પણ તેઓ હોદ્દો ગ્રહણ કરી શકે છે. શહેરના હાલના મેયર માઈકલ નટરે જાન્યુઆરી 2008માં ચાર્જ સંભાળ્યો હતો. તેમના પૂરોગામી જહોન એફ સ્ટ્રીટે 1999થી 2007ના અંત સુધી બે ટર્મ સુધી કાર્યભાર સંભાળ્યો હતો. 1952થી લઇને અત્યાર સુધીના ફિલાડેલ્ફિયાના તમામ મેયરની માફક નટર પણ ડેમોક્રેટિક પક્ષના સભ્ય છે. સ્થાનિક રાજકારણમાં આ પક્ષનું એટલું બધું પ્રભુત્વ છે કે ડેમોક્રેટિક પક્ષની મેયર માટેની પ્રાથમિક ચૂંટણી ઘણી વખત મેયરની સામાન્ય ચૂંટણી કરતાં વધુ ધ્યાન ખચનારી બની રહે છે. ફિલાડેલ્ફિયા સિટી કાઉન્સિલ વ્યકિતગત જિલ્લાઓનું પ્રતિનિધિત્વ કરતા દસ કાઉન્સિલ સભ્યો અને સાત ચૂંટાયેલા સભ્યોની બનેલી છે. કાઉન્સિલના હાલના પ્રમુખ અન્ના સી. વર્ના છે.
ફિલાડેલ્ફિયા કાઉન્ટી કોર્ટ
ફેરફાર કરોધ ફિલાડેલ્ફિયા કાઉન્ટી કોર્ટ ઓફ કોમન પ્લી (પ્રથમ જયુડિશિયલ જિલ્લો) એ ફિલાડેલ્ફિયાની ગંભીર પ્રકારના ગુનાની ટ્રાયલ કોર્ટ છે. તેમાં મતદારો દ્વારા ચૂંટાયેલા 90 ન્યાયાધીશો કાર્યરત છે. કાઉન્ટી કોર્ટ શહેરના સંસાધનો તથા કર્મચારીઓ દ્વારા મોટાપાયે ફંડ મળે છે અને તેના દ્વારા તે કાર્યરત છે.[૬૮]
ફિલાડેલ્ફિયા મ્યુનિસિપલ કોર્ટ મર્યાદિત અધિકારક્ષેત્રની બાબતો તથા જમીન માલિકો અને ભાડૂઆતો વચ્ચેના વિખવાદોના કેસ, ટ્રાફિક કોર્ટની અપીલ, ગંભીર પ્રકારના ગુનાની પ્રાથમિક સુનાવણી વગેરે કામગીરી સંભાળે છે. તેમાં 25 કાનૂની રીતે તાલિમ પામેલ જજ છે જેમને મત આપીને ચૂંટવામાં આવ્યા છે.[૬૯]
ફિલાડેલ્ફિયા ટ્રાફિક કોર્ટ વિશેષ અધિકારક્ષેત્રની કોર્ટ છે, જે ટ્રાફિકના નિયમોના ભંગના કેસ સંભાળે છે. તેમાં મતદારો દ્વારા ચૂંટાયેલા સાત ન્યાયાધીશો કામ કરે છે.[૭૦]
પેન્સિલ્વેનિયા એપેલટ (અપીલોનો નિકાલ લાવનાર) કોર્ટ
ફેરફાર કરોપેન્સિલ્વેનિયાની ત્રણ એપેલટ કોર્ટ પણ ફિલાડેલ્ફિયામાં કાર્યરત હોય છે. સુપ્રીમ કોર્ટ ઓફ પેન્સિલ્વેનિયા નિયમિતપણે ફિલાડેલ્ફિયાના સિટી હોલ ખાતે સુનાવણી હાથ ધરે છે. વળી, સુપિરીયર કોર્ટ ઓફ પેન્સિલ્વેનિયા અને કોમનવેલ્થ કોર્ટ ઓફ પેન્સિલવેનિયા પણ અવાર-નવાર ફિલાડેલ્ફિયામાં કામગીરી કરે છે. આ ન્યાયાલયોના જજો બહુમતીથી ચૂંટાયેલા હોય છે. ફિલાડેલ્ફિયામાં દરેક કોર્ટની પ્રોથોનોટરીની ઓફિસ પણ આવેલી છે.
ફિલાડેલ્ફિયા હિસ્ટોરીકલ કમિશન
ફેરફાર કરોશહેરના સાંસ્કૃતિક, સામાજિક, રાજકીય, આર્થિક અને સ્થાપત્યકલાના ઐતિહાસિક વારસાને સાચવવા તથા તેનું સંવર્ધન કરવા માટે 1955માં ફિલાડેલ્ફિયા હિસ્ટોરિકલ કમીશનની રચના થઇ હતી. આ કમીશન ફિલાડેલ્ફિયાના ઐતિહાસિક સ્થળો, સ્થાપત્યો, ચીજવસ્તુઓની નાધ રાખે છે., સ્થાપત્યો, બાંધકામો, જગ્યાઓ, વસ્તુઓ અને જિલ્લાઓની નોંધ રાખે છે.[૭૧]
ફિલાડેલ્ફિયા હાઉસિંગ ઓથોરિટી
ફેરફાર કરોફિલાડેલ્ફિયા હાઉસિંગ ઓથોરિટીમાં જમીન ધરાવતી સૌથી મોટી ઓથોરિટી છે. 1937માં તેની સ્થાપના થઇ હતી તથા દેશની તે ચોથા ક્રમની સૌથી મોટી હાઉસગ ઓથોરિટી છે. આશરે 84,000 લોકો અહ રહે છે, તથા 1,250 લોકો તેમાં નોકરી કરે છે. 2006માં તેનું બજેટ 31.3 કરોડ ડોલર હતું.[૭૨]
રાજકારણ અને ચૂંટણી
ફેરફાર કરોરાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામો | ||
વર્ષ | રિપબ્લિકન | ડેમોક્રેટિક |
---|---|---|
2008 | 16.33% 117,221 | 83.01% 595,980 |
2004 | 19.3% 130,099 | 80.4% 542,205 |
2000 | 18.0% 100,959 | 80.0% 449,182 |
1996 | 16.0% 85,345 | 77.5% 412,988 |
1992 | 20.9% 133,328 | 68.2% 434,904 |
1988 | 32.5% 219,053 | 66.6% 449,566 |
1984 | 34.6% 267,178 | 64.9% 501,369 |
1980 | 34.0% 244,108 | 58.7% 421,253 |
1976 | 32.0% 239,000 | 66.3% 494,579 |
1972 | 43.4% 340,096 | 55.1% 431,736 |
1968 | 30.0% 254,153 | 61.8% 525,768 |
1964 | 26.2% 239,733 | 73.4% 670,645 |
1960 | 31.8% 291,000 | 68.0% 622,544 |
નવેમ્બર, 2008ની ગણતરી પ્રમાણે ફિલાડેલ્ફિયાના મતદારોની સંખ્યા 11,26,768 છે.[૭૩]
- ડેમોક્રેટિક 8,80,684 (78.16 ટકા)
ડેમોક્રેટિક: 880,684 (78.16%)
- રિપબ્લિકન: 147,074 (13.05%)
- અન્ય પક્ષો: 99,010 (8.79%)
અમેરિકન આંતરવિગ્રહથી લઇને 20મી સદીના મધ્ય ભાગ સુધી ફિલાડેલ્ફિયા રિપબ્લિક પાર્ટીનો ગઢ હતો. જે યુદ્ધ દરમિયાન ફિલાડેલ્ફિયાના રહેવાસીઓના ઉત્તરતરફી વિચારધારામાંથી ઉદભવ્યો હતો. મહામંદી બાદ ડેમોક્રેટિક ઉમેદવારી વધી હતી, પરંતુ 1932માં ડેમોક્રેટિક ફ્રેન્કલિન ડી. રૂઝવેલ્ટના જંગી વિજય દ્વારા શહેરનું પ્રતિનિધત્વ થયું ન હતું. (તે સમયે પન્સિલ્વેનિયામાં રિપબ્લિકન હર્બર્ટ હૂવર જીત્યા હતા. પેન્સિલ્વેનિયા એવા ગણ્યાગાંઠ્યા રાજયોમાંનું એક હતું જેમાં રિપબ્લિક પક્ષનો વિજય થયો હતો.) 1930 અને 1940ના દાયકામાં ઉત્તરના અન્ય ઔદ્યોગક શહેરોમાં ડેમોક્રેટિક મેયર ચૂંટાતા હતા, પરંતુ ફિલાડેલ્ફિયા 1951 સુધી આ પ્રવાહથી અળગું રહ્યું હતું. માટે જ ફિલાડેલ્ફિયામાં ક્યારેય "નવા સોદા"નું ગઠબંધન જોવા મળ્યું ન હતું. આજે આ શહેર દેશમાં ડેમોક્રેટિક પક્ષનો ગઢ ગણાતા શહેરમાં સ્થાન પામે છે. 1930ના દાયકાથી રિપબ્લિક રાજયવ્યાપી ઓફિસોમાં વારંવાર ચૂંટણીઓ યોજતું હોવા છતાં 2008ની ચૂંટણીમાં બરાક ઓબામાને આ શહેરના 83 ટકા વોટ મળ્યા હતા.
એક સમયે ફિલાડેલ્ફિયામાં છ કોંગ્રેશનલ ડિસ્ટ્રિક્ટ સમાવિષ્ટ હતા. જોકે, શહેરની વસ્તી ઘટતાં આજે માત્ર ચાર કાગ્રેશનલ જિલ્લા રહ્યા છે. પ્રથમ જિલ્લાનું પ્રતિનિધિત્વ બોબ બ્રાડી, બીજાનું ચેકા ફટ્ટાહ, આઠમાનું પેટ્રિક મર્ફી અને 13મા જિલ્લાનું પ્રતિનિધિત્વ એલિસન શ્વાર્ટ્ઝ કરે છે. આ ચારેય પ્રતિનિધિઓ ડેમોક્રેટ્સ છે. શહેર, રાજય અને રાષ્ટ્રવ્યાપી ચૂંટણીઓમાં ડેમોક્રેટ્સ તેમને પાછળ પાડી દેતા હોવા છતાં રિપબ્લિકન્સ આ પ્રદેશમાં અંશતઃ ટેકો ધરાવે છે. 1983માં રિપબ્લિકન ફિલાડેલ્ફિયાના નાધપાત્ર વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતો હતો. પેન્સિલ્વેનિયાના ડેમોક્રેટિક સેનેટર અર્લેન સ્પેકટર ફિલાડેલ્ફિયાના વતની છે.
ગુનાઓ
ફેરફાર કરોઅમેરિકાના ઘણાં શહેરોની માફક ફિલાડેલ્ફિયામાં પણ બીજા વિશ્વયુદ્ધ બાદ અપરાધના પ્રમાણમાં ક્રમશઃ વધારો નોંધાયો છે. 1990માં અહીં હત્યાના 525 કેસ નોંધાયા હતા, પ્રત્યેક 1,00,000 લોકોની વસતીએ હત્યાનો દર 31.5 હતો. 1990ના દાયકાના મોટાભાગના વર્ષોમાં વર્ષે સરેરાશ 600 હત્યા થઇ હતી. હત્યાની સંખ્યા 2002માં ઘટીને 288 થઇ હતી. પરંતુ, ચાર વર્ષ પછી ફરી પાછી વધીને 406 હત્યાઓ નોંધાઇ હતી.[૭૪] 2006માં અમેરિકાના સૌથી વધુ વસ્તી ધરાવતા ટોચના દસ શહેરોમાંથી માનવહત્યાનો સૌથી ઊંચો દર ફિલાડેલ્ફિયામાં નોંધાયો હતો. તે સમયે પ્રત્યેક 1,00,000 લોકોએ હત્યાનો દર 27.7 હતો. જોકે, 2007માં ખૂનની સંખ્યા ઘટીને 392 થઇ ગઇ હતી.[૭૫]
2004માં ફિલાડેલ્ફિયામાં પ્રત્યેક 2,00,000 લોકોની વસ્તીએ 7,513.5 ગુના નોંધાયા હતા.[૭૬] 2005માં મોર્ગન કિવટ્નોએ 5,00,000થી વધુ વસ્તી ધરાવતા અમેરિકાના સૌથી વધુ જોખમી 32 શહેરોની યાદીમાં ફિલાડેલ્ફિયાને છઠ્ઠા ક્રમે મૂકયું હતું.[૭૭] આ યાદીમાં સમાન વસ્તી ધરાવતા તેની આસપાસના મિડ-એટલાન્ટિક શહેરોમાં બોલ્ટિમોર અને વોશિંગ્ટન ડીસી અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને હતા તેમજ કેમડેન અને ન્યૂજર્સી અમેરિકાના સૌથી જોખમી શહેરોની યાદીમાં ટોચ પર હતા.[૭૮]
2008માં કેમડેન દેશના સૌથી જોખમી શહેરોમાં બીજા ક્રમે હતું જે 2004ના રેન્કિંગ કરતા નીચું હતું તેમ છતાં તેના શહેરના કદની તુલનાએ ઘણું ઊંચું હતું. જ્યારે ફિલાડેલ્ફિયા 22માં ક્રમે હતું.[૭૯]
યુનાઇટેડ સ્ટેટ્સ પોસ્ટલ સર્વિસ
ફેરફાર કરોફિલાડેલ્ફિયામાં યુનાઈટેડ સ્ટેટ્સ પોસ્ટલ સર્વિસની પોસ્ટ ઓફિસો આવેલી છે. યુનિવર્સિટી સિટી જિલ્લામાં 3000 ચેસ્ટનટ સ્ટ્રીટ ખાતે આવેલી પોસ્ટ ઓફિસ ફિલાડેલ્ફિયાની મુખ્ય પોસ્ટ ઓફિસ છે.[૮૦][૮૧] અગાઉની મુખ્ય ઓફિસ માર્કેટ સ્ટ્રીટ્સ ખાતે આવેલી હતી. તે ઓફિસ બંધ કર્યા બાદ 29મી સપ્ટેમ્બર, 2008ના રોજ ચેસ્ટનટ સ્ટ્રીટ ખાતેની પોસ્ટ ઓફિસને મુખ્ય પોસ્ટ ઓફિસ બનાવાઇ હતી.[૮૨]
શિક્ષણ
ફેરફાર કરોફિલાડેલ્ફિયામાં શિક્ષણ ઘણી ખાનગી અને જાહેર શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા પુરુ પાડવામાં આવે છે. ધ સ્કૂલ ડિસ્ટ્રિક્ટ ઓફ ફિલાડેલ્ફિયા શહેરની સરકારી શાળાઓનું સંચાલન કરે છે. ફિલાડેલ્ફિયા સ્કૂલ ડિસ્ટ્રિક્ટ 347 જાહેર અને ચાર્ટર શાળાઓનાં 1,63,064 વિદ્યાર્થીઓને આવરી લેતો કદની દ્રષ્ટિએ અમેરિકાનો આઠમા ક્રમનો સ્કૂલ ડિસ્ટ્રિક્ટ છે.[૮૩]
ફિલાડેલ્ફિયા અમેરિકાના સૌથી વિશાળ કોલેજ ટાઉનની યાદીમાં સ્થાન પામે છે. શહેરની કોલેજ અને યુનિવર્સિટીમાં 1,20,000થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને લગભગ 3,00,000 વિદ્યાર્થીઓ મેટ્રોપોલિટન વિસ્તારમાં અભ્યાસ કરે છે. ફિલાડેલ્ફિયામાં 80થી વધુ કોલેજ, યુનિવર્સિટી, ટ્રેડ અને સ્પેશિયાલિટી સ્કૂલ્સ આવેલી છે. શહેરમાં મુખ્ય ત્રણ રિસર્ચ યુનિવર્સિટી આવેલી છે જેમાં ધ યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા, ડ્રેકિસલ યુનિવર્સિટી અને ટેમ્પલ યુનિવર્સિટીનો સમાવેશ થાય છે. શહેરમાં આવેલી ઉચ્ચ શિક્ષણની અન્ય સંસ્થાઓમાં સેઈન્ટ જોસેફસ યુનિવર્સિટી, લા સાલે યુનિવર્સિટી, પિયર્સ કોલેજ, યુનિવર્સિટી ઓફ ધ સાયન્સ, યુનિવર્સિટી ઓફ ધ આર્ટ્સ, પેન્સિલ્વેનિયા એકેડેમી ઓફ ફાઈન આર્ટ્સ, ધ કર્ટિસ ઈન્સ્ટીટ્યુટ ઓફ મ્યુઝિક, થોમસ જેફરસન યુનિવર્સિટી, મૂર કોલેજ ઓફ આર્ટ એન્ડ ડિઝાઇન, ધ આર્ટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફિલાડેલ્ફિયા, ફિલાડેલ્ફિયા કોલેજ ઓફ ઓસ્ટિઓપેથિક મેડિસિન, ધ રેસ્ટોરાં સ્કૂલ - વોલનટ હિલ કોલેજ, ફિલાડેલ્ફિયા યુનિવર્સિટી, ચેસ્ટનટ હિલ કોલેજ, હોલિ ફેમિલી યુનિવર્સિટી, ધ કમ્યુનિટિ કોલેજ ઓફ ફિલાડેલ્ફિયા અને મેસિયા કોલેજ ફિલાડેલ્ફિયા કેમ્પસનો સમાવેશ થાય છે.
ફિલાડેલ્ફિયાના જાણીતા વિસ્તારો - પેન્સિલ્વેનિયા મેઈન લાઈન અને પશ્ચિમી પરાં ખાતે અન્ય પ્રતિષ્ઠિત કોલેજ અને યુનિવર્સિટી આવેલી છે. જેમાં વિલાનોવા યુનિવર્સિટી, બ્રાયન મોવર કોલેજ, હેવરફોર્ડ કોલેજ અને સ્વાર્ધમોર કોલેજનો સમાવેશ થાય છે.
આંતરમાળખું
ફેરફાર કરોસાઉથસ્ટર્ન પેન્સિલ્વેનિયા ટ્રાન્સ્પોર્ટેશન ઓથોરિટી (સેપ્ટા) ફિલાડેલ્ફિયામાં બસ સેવા, ટ્રેન સેવા, રેપિડ ટ્રાન્ઝિટ, ટ્રોલી અને ટ્રેકલેસ ટ્રોલીની સેવા પૂરી પાડે છે. આ ઉપરાંત તે પેન્સિલ્વેનિયાની ચાર સબઅર્બન કાઉન્ટી સેપ્ટા બક્સ, ચેસ્ટર, ડેલવેર અને મોન્ટગોમરીમાં તથા મર્સર કાઉન્ટી, ન્યૂજર્સી અને ન્યૂ કેસલ કાઉન્ટી, ડેલવેરખાતે સેવા પૂરી પાડે છે.શહેરમાં 1907માં શરૂ થયેલો સબવે અમેરિકાનો ત્રીજો ક્રમાંકિત સૌથી જૂનો સબવે છે. સેપ્ટાની આર1 રિજનલ રેલવે લાઈન ફિલાડેલ્ફિયા આંતરરાષ્ટ્રીય એરપોર્ટની સીધી સેવા પૂરી પાડે છે. ફિલાડેલ્ફિયાનું થર્ટીએથ સ્ટ્રીટ સ્ટેશન એમટ્રેકની ઉત્તરપૂર્વીય કોરિડોરનું મહત્ત્વનું રેલરોડ સ્ટેશન છે, જયાંથી એમટ્રેક, સેપ્ટા અને ન્યૂજર્સી ટ્રાન્ઝિટ લાઈનની પણ સેવા ઉપલબ્ધ છે. પેટકો સ્પીડલાઈન લોકસ્ટ સ્ટ્રીટ પર 16મી અને 15મી સ્ટ્રીટની વચ્ચે, 13 અને 12મીની વચ્ચે અને 19 અને 9મી સ્ટ્રીટની વચ્ચે તેમજ 8મી સ્ટ્રીટ પર માર્કેટ સ્ટ્રીટથી કેમડેન, કોલિંગ્ઝવૂડ, વેસ્ટમોન્ટ, હેડનફિલ્ડ, વૂડક્રેસ્ટ (ચેરી હિલ), એશલેન્ડ (વૂરહીઝ) અને લિન્ડેનવૂલ્ડ અને ન્યૂ જર્સી વચ્ચે રેપિડ ટ્રાન્ઝિટ સેવા પૂરી પાડે છે.
હવાઇમથકો
ફેરફાર કરોફિલાડેલ્ફિયા ખાતે બે એરપોર્ટ આવેલા છેઃ ફિલાડેલ્ફિયા ઈન્ટરનેશનલ એરપોર્ટ (પીએચએલ), જે શહેરની દક્ષિણ હદમાં આવેલું છે. બીજું એરપોર્ટ છે નોર્થઈસ્ટ ફિલાડેલ્ફિયા એરપોર્ટ (પીએનઈ) જે નોર્થઇસ્ટ ફિલાડેલ્ફિયાનું સામાન્ય ઉડ્ડયન સહાયક હવાઇમથક છે. આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય વિમાની સેવા પૂરી પાડે છે, જયારે નોર્થઈસ્ટ ફિલાડેલ્ફિયા એરપોર્ટ સામાન્ય અને કોર્પોરેટ વિમાની સેવા પૂરી પાડે છે. ટ્રાફિકની ગતિવિધિ (ટેકઓફ અને લેન્ડગ)ને જોતાં માર્ચ 2006 સુધી ફિલાડેલ્ફિયા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ વિશ્વનું દસમું સૌથી મોટું એરપોર્ટ હતું. એટલું જ નહીં, તે યુએસ એરવેઝનું મુખ્ય કેન્દ્ર પણ છે.[૮૪]
માર્ગો
ફેરફાર કરોડેલવેર નદી નજીકથી પસાર થતો ઈન્ટરસ્ટેટ 95 ઉત્તર-દક્ષિણ પ્રાંતનો મુખ્ય ધોરીમાર્ગ છે. ઉપરાંત શહેરમાંથી સ્કૂયકિલ એકસપ્રેસવે પણ પસાર થાય છે. આ માર્ગ ઈન્ટરસ્ટેટ 76નો એક ભાગ છે, જે સ્કૂયકિલ નદી પાસેથી પસાર થાય છે. તે કિંગ ઓફ ર્પિશયા, પેન્સિલવેનિયા ખાતે પેન્સિલ્વેનિયા ટર્નપાઇકને મળે છે અને હરિશબર્ગ, પેન્સિલવેનિયા તેમજ પોઇન્ટ વેસ્ટને સેવા પુરી પાડે છે. ઈન્ટરસ્ટેટ 676 - વાઈન સ્ટ્રીટ એકસપ્રેસવેનું બાંધકામ વર્ષોના આયોજન પછી 1991માં પૂરૂં થયું હતું. આઈ-95 અને આઈ-76 વચ્ચેની લિંક સેન્ટર સિટીમાંથી પસાર થાય છે. આ માર્ગનો પૂર્વીય છેડો બેન ફ્રેન્કલિન બ્રીજને જોડે છે.
રૂઝવેલ્ટ બ્યુલેવાર્ડ અને રૂઝવેલ્ટ એકસપ્રેસવે (યુ.એસ.-1) સેન્ટર સિટીથી ઉત્તરપૂર્વીય ફિલાડેલ્ફિયાને જોડે છે. 1966માં બંધાયેલો વૂડહેવન રોડ (રૂટ 63) અને કોટમેન એવેન્યૂ (રૂટ 73) ઉત્તરપૂર્વીય ફિલાડેલ્ફિયાની નજીકથી પસાર થાય છે. તે ઈન્ટરસ્ટેટ 95 અને રૂઝવેલ્ટ મુખ્યમાર્ગ (યુ.એસ. 1) વચ્ચેથી પસાર થાય છે. ફોર્ટ વોશિંગ્ટન એકસપ્રેસ વે (પેન્સિલવેનિયા રૂટ 309) શહેરની ઉત્તર સરહદ સુધી મોન્ટગોમરી કાઉન્ટી અને બકસ કાઉન્ટી સુધી જાય છે. રૂટ 30 પશ્ચિમ ફિલાડેલ્ફિયાથી લેન્સેસ્ટર સુધી - પૂર્વથી પશ્ચિમ સુધી લંબાય છે. શહેરના ઘણાંખરા ભાગમાં અને નજીકના મેઇન લાઇન ઉપનગરમાં તે લેન્સેસ્ટર એવેન્યુ તરીકે ઓળખાય છે.
ડેલવેર કાઉન્ટીમાં "બ્લ્યૂ રૂટ"ના નામે જાણીતો ઈન્ટરસ્ટેટ 476 શહેરના પશ્ચિમ ભાગમાંથી બાયપાસ થાય છે તથા શહેરના પશ્ચિમી પરાં સુધી પહાચે છે અને એલનટાઉન સાથે જોડાય છે. તે જ રીતે, ઈન્ટરસ્ટેટ 276, પેન્સિલવેનિયા ટર્નપાઇકનું ડેલવેર નદી એક્સ્ટેન્શન, શહેરના ઉત્તર તરફના ભાગ તરફ બાયપાસ અને કમ્યુટર રૂટ તરીકે વર્તે છે. તેમજ ન્યૂજર્સી ટર્નપાઈકથી ન્યૂ યોર્કને જોડે છે.
જો કે અન્ય ફ્રીવેનું એવી રીતે આયોજન કરવામાં આવ્યું છે કે ડાઉનટાઉનથી દક્ષિણપશ્ચિમ તરફ જતો ઇન્ટરસ્ટેટ 695 બે ફ્રી વે ઇન્ટરસ્ટેટ 95 અને ઇન્ટરસ્ટેટ 76ને જોડે. તેનું સ્થાન ગિરાર્ડ એવન્યૂ અને સાઉથ સ્ટ્રીટે લીધું છે અને રૂઝવેલ્ટ બ્યુલેવાર્ડનું ફ્રીવે અપગ્રેડેશનનું આયોજન કરાયું છે.
ડેલવેર રિવર પોર્ટ ઓથોરિટી ડેલવેર નદીથી ન્યૂ જર્સીના માર્ગ પર ફિલાડેલ્ફિયાના ચાર પુલનું સંચાલન કરે છે. આ ચાર પુલોમાં વોલ્ટ વ્હિટમેન બ્રીજ (આઈ-76), બેન્જામિન ફ્રેન્કલિન બ્રીજ (આઈ-676 અને યુએસ 30), બેટ્સી રોસ બ્રીજ (રૂટ 90) અને કોમોડોર બેરી બ્રીજ (યુએસ 322)નો સમાવેશ થાય છે. ઉત્તરપૂર્વ ફિલાડેલ્ફિયાના ટાકોની વિભાગમાં ટાકોની - પાલમિરા બ્રીજ પાલમાયરા, કેમડેન કાઉન્ટીમાં પીએ રૂટ 73ને ન્યૂ જર્સીના રૂટ 73ને જોડે છે અને બર્લિંગ્ટન કાઉન્ટી બ્રીજ કમિશન તેની દેખરેખ રાખે છે.
બસ સેવા
ફેરફાર કરોફિલાડેલ્ફિયા ગ્રેહાઉન્ડ લાઈનનું પણ મહત્ત્વનું કેન્દ્ર છે, જે મિસિસિપિ નદી તરફના પૂર્વ તરફના વિસ્તારમાં 24 કલાક સેવા પૂરી પાડે છે. ફિલાડેલ્ફિયા ખાતે ગ્રેહાઉન્ડની મોટાભાગની સેવા સેન્ટર સિટી ફિલાડેલ્ફિયામાં 1001 ફિલબર્ટ સ્ટ્રીટ ખાતે આવેલા ફિલાડેલ્ફિયા ગ્રેહાઉન્ડ ટર્મીનલથી જ શરૂ થાય છે. 2006માં ફિલાડેલ્ફિયા ગ્રેહાઉન્ડ ટર્મીનલ યુનાઈટેડ સ્ટેટ્સમાં ન્યૂ યોર્કના પોર્ટ ઓથોરિટી બસ ટર્મીનલ બાદનું બીજા ક્રમનું સૌથી વ્યસ્ત ટર્મીનલ હતું. સેન્ટર સિટી ગ્રેહાઉન્ડ ટર્મીનલમાં ગ્રેહાઉન્ડ ઉપરાંત અન્ય છ બસ ઓપરેટરો સેવા પૂરી પાડે છે. જેમાં બાઈબર ટૂરવેઝ, કેપિટલ ટ્રેઈલવેઝ, માર્ટ્ઝ ટ્રેઈલવેઝ, પિટર પેન બસ લાઈન્સ, સુસકવેહેના ટ્રેઈલવેઝ અને ન્યૂજર્સી ટ્રાન્ઝિટની બસ ડિવિઝનનો સમાવેશ થાય છએ. અન્ય સેવાઓમાં મેગાબસ અને બોલ્ટ બસનો સમાવેશ થાય છે.
રેલ
ફેરફાર કરોઅમેરિકામાં રેલવે પરિવહનના પ્રારંભિક દિવસોમાં ફિલાડેલ્ફિયા ઘણી અગ્રણી રેલવે કંપનીઓ, ખાસ કરીને પેન્સિલવેનિયા રેલરોડ અને રિડિંગ રેલરોડનું મુખ્ય કેન્દ્ર રહી હતી. પેન્સિલવેનિયા રેલ રોડ સૌપ્રથમ બ્રોડ સ્ટ્રીટ સ્ટેશનનું સંચાલન કરતી હતી, ત્યાર બાદ થર્ટીએથ સ્ટ્રીટ સ્ટેશન અને સબઅર્બન સ્ટેશનનું સંચાલન કરતી હતી. જયારે રિડિંગ રેલરોડ રિડિંગ ટર્મીનલનું સંચાલન કરતી હતી, જે હવે પેન્સિલવેનિયા કન્વેન્શન સેન્ટરનો ભાગ છે. બંને કંપનીઓ કમ્યુટર રેલ સિસ્ટમનું પણ સંચાલન કરતી હતી, જે રિજનલ રેલ સિસ્ટમ તરીકે ઓળખાતી હતી. બે સેવાઓ જે મોટા ભાગના હિસ્સામાં અકબંધ હતી અને હવે જોડાયેલી છે તે પ્રાદેશિક ઓથોરિટી સેપ્ટાની દેખરેખ નીચે સંયુકત વ્યવસ્થા તરીકે કાર્ય કરે છે. વધુમાં, પેટકો સ્પીડલાઈન સબવે સિસ્ટમ અને ન્યૂ જર્સી ટ્રાન્ઝિટની એટલાન્ટિક સિટી લાઈન દક્ષિણ ન્યૂ જર્સીને સેવા પૂરી પાડે છે.[૮૫]
એક સમયે ફિલાડેલ્ફિયાની 65 લાઈન પર 4,000થી વધુ ટ્રોલી હતી.[૮૬] આજે સ્ટ્રીટકાર લાઈન ધરાવતા ઉત્તર અમેરિકાના ગણ્યાગાંઠ્યા શહેરોમાંનું તે એક છે. હાલમાં સેપ્ટા પાંચ "સબવે સરફેસ" ટ્રોલીની દેખરેખ રાખે છે, જે પશ્ચિમ ફિલાડેલ્ફિયા અને સેન્ટર સિટીની સબવે ટનલના સ્ટ્રીટ-લેવલ ટ્રેક પર દોડે છે. તાજેતરમાં સેપ્ટાએ ગિરાર્ડ એવેન્યૂ લાઈન, રૂટ 15 પર ટ્રોલી સેવા પુનઃ શરૂ કરી છે. આ રૂટને કેટલાક લોકો "હેરિટેજ" લાઈન તરીકે ઓળખાવે છે, છતાં ફરીથી બંધાયેલા 1947 પીસીસી સ્ટ્રીટકારના ઉપયોગને બજેટના કારણોસર મહત્ત્વ અપાયું નહોતું.[સંદર્ભ આપો]આજે ફિલાડેલ્ફઈયા સેમી-નેશનલાઈઝ્ડ એમટ્રેક સિસ્ટમનું હબ છે. તેનું થર્ટીએથ સ્ટ્રીટ સ્ટેશન વોશિંગ્ટન-બોસ્ટન નોર્થઈસ્ટ કોરિડોરનું અને મુખ્ય સ્ટોપ છે. તે હરિશબર્ગ અને પિટ્સબર્ગ, પેન્સિલવેનિયાનું કીસ્ટોન કોરિડોર પણ છે. થર્ટીએથ સ્ટ્રીટ પણ પેન્સિલવેનિયા રેલરોડની ભૂતકાળની શિકાગો તરફની પેન્સિલવેનિયા મેઈન લાઈનનું મુખ્ય સ્ટેશન હતું. થર્ટીએથ સ્ટ્રીટ નાણાંકીય વર્ષ 2003માં એમટ્રેકનું ત્રીજા ક્રમનું સૌથી વ્યસ્ત સ્ટેશન હતું.
દૂરસંચાર
ફેરફાર કરોશરૂઆતમાં 1947માં 'બેલ સિસ્ટમ"નો નોર્થ અમેરિકન નંબરિંગ પ્લાન અમલમાં આવ્યો હતો ત્યારે દક્ષિણપૂર્વ પેન્સિલવેનિયાને 215 એરિયા કોડ મારફતે સેવા આપવામાં આવતી હતી. એરિયા કોડ 610ને જ્યારે 215માંથી છૂટો પાડવામાં આવ્યો હતો ત્યારે કોડમાં આવરવામાં આવતો વિસ્તાર ઘટાડવામાં આવ્યો હતો. આજે માત્ર શહેર અને તેના ઉત્તરી ઉપનગરો 215 હેઠળ આવરવામાં આવે છે. 1997માં 215 સર્વિસ એરિયામાં ઓવરલે એરિયા કોડ, 267 ઉમેરવામાં આવ્યો હતો. વધારાના ઓવરલે તરીકે એરિયા કોડ 445 રજૂ કરવાનું આયોજન 2001માં વિલંબમાં પડ્યું હતું અને બાદમાં પડતું મુકાયું હતું.[૮૭] શહેરભરમાં વાઇ-ફાઇ સેવા પુરી પાડવા માટેના ઉદેશના ભાગ રૂપે આજે ફિલાડેલ્ફિયાને વાયરલેસ ફિલાડેલ્ફિયા સંગ્રહિત ૨૦૧૦-૦૬-૨૦ ના રોજ વેબેક મશિન દ્વારા સેવા અપાય છે. અર્થલિંકે સેવા બંધ કરી હોવા છતાં પ્રૂફ ઓફ કન્સેપ્ટ એરિયાને 23મી મે, 2007ના રોજ મંજૂરી મળી હતી, અને શહેરના ઘણાં વિસ્તારોમાં આ સેવા હવે ઉપલબ્ધ છે.
બાજુ બાજુના નગરો
ફેરફાર કરોઈન્ટરનેશનલ વિઝિટર્સ કાઉન્સિલ ઓફ ફિલાડેલ્ફિયા (આઈવીસી) સંગ્રહિત ૨૦૧૦-૧૨-૨૩ ના રોજ વેબેક મશિન અનુસાર ફિલાડેલ્ફિયાની દસ બાજુ બાજુના નગરો છે:[૮૮]
|
|
ફિલાડેલ્ફિયાએ તેના બાજુ બાજુના નગરોને સીમાચિહ્નો સર્મિપત કર્યા છે. એઈટીન્થ એન્ડ બેન્જામિન ફ્રેન્કલિન પાર્કવે ખાતે અડધા એકરમાં પથરાયેલું અને જૂન, 1976માં સર્મિપત કરાયેલું બાજુ બાજુના નગરો પ્લાઝા તેલ અવિવ અને ફલોરેન્સ સાથેના ગૌરવપૂર્ણ સંબંધો સૂચવે છે. આ બંને શહેરો તેનાં પ્રથમ બાજુ બાજુના નગરો છે. બીજું સીમાચિહ્ન ટોરૂન ટ્રાયગલ છે, જે ટોરૂન, પોલેન્ડ સાથેના સંબંધના માનમાં 1976માં યુનાઇટેડ વેના પશ્ચિમમાં એઈટીન્થ સ્ટ્રીટ અને બેન્જામિન ફ્રેન્કલિન પાર્કવે ખાતે ઉભું કરવામાં આવ્યું હતું. ટ્રાયએન્ગલ કોપરનિકસ મોન્યુમેન્ટ ધરાવે છે. 1984માં ચીનના તિઆનનજિનના કસબીઓ દ્વારા બાંધવામાં આવેલો ચાઈનાટાઉન ગેટ ચીન સાથેના બાજુ બાજુના નગરના સંબંધોનો પ્રતીક છે.
નોંધો
ફેરફાર કરો- ↑ Mean monthly maxima and minima (i.e. the highest and lowest temperature readings during an entire month or year) calculated based on data at said location from 1981 to 2010.
- ↑ Official temperature and precipitation measurements for Philadelphia were taken at the Weather Bureau Office in downtown from January 1872 to 19 June 1940, and at Philadelphia Int'l from 20 June 1940 to the present.[૩૦] Snowfall and snow depth records date to 1 January 1884 and 1 October 1948, respectively.[૩૧] In 2006, snowfall measurements were moved to National Park, New Jersey directly across the Delaware River from the airport.[૩૨]
સંદર્ભો
ફેરફાર કરો- ↑ "Danny Schechter, "As Republicans Meet: Mainstream Media Doze While Indy Media Shine", commondreams.org, August 1, 2000". મૂળ માંથી જૂન 24, 2011 પર સંગ્રહિત. મેળવેલ જુલાઈ 22, 2010. Check date values in:
|access-date=
(મદદ) - ↑ "Paul Farber, "Top 5 of the Moment", Philadelphia Weekly, Jun. 14, 2006". મૂળ માંથી 2011-06-23 પર સંગ્રહિત. મેળવેલ 2010-07-22.
- ↑ philly.com સુધારો ડિસેમ્બર 18, 2009.
- ↑ gmap-pedometer.com સુધારો માર્ચ 23, 2010.
- ↑ "Philadelphia, Pennsylvania". People and Places. National Geographic. મૂળ માંથી જૂન 11, 2008 પર સંગ્રહિત. મેળવેલ September 21, 2007.
- ↑ Brookes, Karin (2005). Zoë Ross (સંપાદક). Insight Guides: Philadelphia and Surroundings (Second Edition (Updated) આવૃત્તિ). APA Publications. પૃષ્ઠ 21. ISBN 1585730262. Unknown parameter
|coauthors=
ignored (|author=
suggested) (મદદ) - ↑ Weigley RF et al. (eds) (1982). Philadelphia: A 300-Year History. New York and London: W. W. Norton & Company. પૃષ્ઠ 4–5. ISBN 0-393-01610-2.CS1 maint: extra text: authors list (link)
- ↑ Avery, Ron (1999). A Concise History of Philadelphia. Philadelphia: Otis Books. પૃષ્ઠ 19. ISBN 0-9658825-1-9.
- ↑ ફિલાડેલ્ફિયા: એ 300-યર હિસ્ટરીy , પાના 7, 14 - 16
- ↑ એક્સપ્લોર પીએ હિસ્ટરી વેબસાઇટ
- ↑ ઇનસાઇટ ગાઇડ્સ: ફિલાડેલ્ફિયા એન્ડ સરાઉન્ડિંગ્સ , પાના 30–33
- ↑ Arnebeck, Bob (January 30, 2008). "A Short History of Yellow Fever in the US". Benjamin Rush, Yellow Fever and the Birth of Modern Medicine. મૂળ માંથી ઑક્ટોબર 29, 2002 પર સંગ્રહિત. મેળવેલ 04-12-2008. Check date values in:
|access-date=
and|archive-date=
(મદદ) - ↑ ફિલાડેલ્ફિયા: એ 300 યર હિસ્ટરી , પાના 214, 218, 428 - 429
- ↑ "A Brief History of Philadelphia". Philadelphia History. ushistory.org. મેળવેલ December 14, 2006.
- ↑ "નોટ્સ ઓન ધ હિસ્ટરિકલ ડેવલપમેન્ટ ઓફ પોપ્યુલેશન ઇન વેસ્ટ ફિલાડેલ્ફિયા", યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા.
- ↑ "ડેટ્રોઇટ એન્ડ ધ ગ્રેટ માઇગ્રેશન, 1916-1929 એલિઝાબેથ એની માર્ટિન દ્વારા સંગ્રહિત ૨૦૦૮-૦૬-૧૫ ના રોજ વેબેક મશિન". બેન્ટલી હિસ્ટરિકલ લાઇબ્રેરી, યુનિવર્સિટી ઓફ મિશિગન.
- ↑ ફિલાડેલ્ફિયા: એ 300 યર હિસ્ટરી , પાના 535, 537
- ↑ ફિલાડેલ્ફિયા: એ 300 યર હિસ્ટરી , પાના 563 - 564
- ↑ ફિલાડેલ્ફિયા: એ 300 યર હિસ્ટરી , પાના 578 - 581
- ↑ ઇનસાઇટ ગાઇડ્સ: ફિલાડેલ્ફિયા એન્ડ સરાઉન્ડિંગ્સ , પાના 44–45
- ↑ એ કન્સાઇઝ હિસ્ટરી ઓફ ફિલાડેલ્ફિયા , પાનું 78
- ↑ "USGS Geography: The National Map". મેળવેલ December 17, 2007. (ઉંચા સ્થળના નમૂનાના યામ: અક્ષાંશ: 40° 04′ 37″, રેખાંશ: −75° 12′ 29″.)
- ↑ રેઇલ્સબેક, બ્રુસ. "ધ ફોલ લાઇન સંગ્રહિત ૨૦૨૦-૦૨-૧૯ ના રોજ વેબેક મશિન." જીઇઓએલ 1122: અર્થ્સ હિસ્ટરી ઓફ ગ્લોબલ ચેન્જ . યુનિવર્સિટી ઓફ જ્યોર્જિયા ભૂસ્તશાસ્ત્ર વિભાગ.
- ↑ "ફિલાડેલ્ફિયા નેબરહૂડ્સ એન્ડ પ્લેસ નેમ્સ, એ-કે". ફિલાડેલ્ફિયા ઇન્ફર્મેશન લોકેટર સિસ્ટમ .
- ↑ "Average Days of Precipitation, .01 Inches or more". મેળવેલ 2006-07-28.
- ↑ ૨૬.૦ ૨૬.૧ "Philadelphia Record Highs and Lows". મેળવેલ 2007-04-03.
- ↑ "Accuweather.com - Philadelphia Month Weather". મૂળ માંથી 2011-05-13 પર સંગ્રહિત. મેળવેલ 2010-04-20.
- ↑ જૂઓ ઉત્તર અમેરિકાનું 2009નું હીમતોફાન#બરફવર્ષા (ડિસેમ્બર 19–0, 2009), ઉત્તર અમેરિકાનું 2010નું પ્રથમ હીમતોફાન#બરફવર્ષા (ફેબ્રુઆરી 5–6, 2010), અને ઉત્તર અમેરિકાનું 2010નું બીજું હીમતોફાન#અસર (ફેબ્રુઆરી 9–10, 2010).
- ↑ 1997–1998 સીઝનમાં 0.8 inches (2.0 cm) હતું અને 1949-1950માં 2.0 inches (5.1 cm) હતું.. સૌથી વધુ બરફવર્ષાવાળી બીજી સીઝન 65.5 inches (166.4 cm) સાથે 1995–1996 હતી જ્યારે 1898–1899માં 55.4 inches (141 cm), અને 1977–1978માં 54.9 inches (139.4 cm) હતી.ફિલાડેલ્ફિયા મૌસમી બરફવર્ષા સંગ્રહિત ૨૦૦૦-૦૮-૧૮ ના રોજ વેબેક મશિન (શિયાળુ મોસમ 1884–1885 થી 2001–2002). ધ ફ્રેન્કલિન ઇન્સ્ટિટ્યૂટ. સુધારો 2010-02-17.
- ↑ ThreadEx; search for location= "PA - Philadelphia", variable= "Station thread"
- ↑ ૩૧.૦ ૩૧.૧ સંદર્ભ ત્રુટિ: અયોગ્ય
<ref>
ટેગ;NOAA
નામના સંદર્ભ માટે કોઈ પણ સામગ્રી નથી - ↑ Wood, Anthony R. "Snow total at airport gets a boost A new measuring station and technique likely contributed to two 8-inch-plus readings". Philly.com. The Inquirer. મેળવેલ 2014-06-10.
- ↑ "Station Name: PA PHILADELPHIA INTL AP". National Oceanic and Atmospheric Administration. મેળવેલ 2014-03-13. Unknown parameter
|deadurl=
ignored (|url-status=
suggested) (મદદ) - ↑ "WMO Climate Normals for PHILADELPHIA/INT'L ARPT PA 1961–1990". National Oceanic and Atmospheric Administration. મેળવેલ 2014-03-11.
- ↑ Insight Guides: Philadelphia and Surroundings. પૃષ્ઠ 58.
- ↑ ફિલાડેલ્ફિયા: એ 300 યર હિસ્ટરી , પાનું 11, 41, 174 - 175, 252 - 253
- ↑ ફિલાડેલ્ફિયા: એ 300 યર હિસ્ટરી , પાનું 251
- ↑ Aitken, Joanne (June 3–19, 2004). "Breaking Ground". Philadelphia City Paper. મૂળ માંથી 2016-01-13 પર સંગ્રહિત. મેળવેલ 2010-07-22.
- ↑ Mark Alan Hughes (June 1, 2000). "Dirt Into Dollars; Converting Vacant Land Into Valuable Development". મૂળ સંગ્રહિત માંથી 2007-09-27 પર સંગ્રહિત. મેળવેલ 2007-07-24.
- ↑ હાઉ મચ વેલ્યૂ ડસ ધ સિટી ઓફ ફિલાડેલ્ફિયા રિસીવ ફ્રોમ ઇટ્સ પાર્ક એન્ડ રિક્રિએશન સિસ્ટમ? સંગ્રહિત ૨૦૦૯-૦૧-૦૭ ના રોજ વેબેક મશિન એક અહેવાલ ધ ટ્રસ્ટ ફોર પબ્લિક લેન્ડસ સેન્ટર ફોર સિટી પાર્ક એક્સલન્સ ફોર ધ ફિલાડેલ્ફિયા પાર્ક એલાયન્સ, જૂન 2008. છેલ્લે જોવાઈ એપ્રિલ 30, 2010.
- ↑ હિસ્ટરી ઓફ ફેરમાઉન્ટ પાર્ક સંગ્રહિત ૨૦૧૦-૦૭-૨૭ ના રોજ વેબેક મશિન ફેરમાઉન્ટ પાર્ક, છેલ્લે જોવાઇ એપ્રિલ 30, 2010.
- ↑ ફિલાડેલ્ફિયા પ્રોફાઇન સેન્ટર ફોર સ્ટુડન્ટ મિશન્સ, અર્બન મિશન્સ એન્ડ સર્વિસ એક્સપિરિયન્સ ફોર યુથ, એડલ્ટ એન્ડ ફેમિલી ગ્રૂપ્સ. છેલ્લે જોવાઈ મે 1, 2010.
- ↑ "Listing of National Historic Landmarks by State (Pennsylvania)" (PDF). National Park Service. 2004. મૂળ (PDF) માંથી ઑગસ્ટ 10, 2006 પર સંગ્રહિત. મેળવેલ August 8, 2006. Unknown parameter
|month=
ignored (મદદ); Check date values in:|archive-date=
(મદદ) - ↑ Weeks, Jerome (2006). "Philly goes the distance". The Dallas Morning News. મૂળ માંથી 2006-08-20 પર સંગ્રહિત. મેળવેલ 2010-07-22. Unknown parameter
|quotes=
ignored (મદદ); Unknown parameter|month=
ignored (મદદ) - ↑ "Public Art". Greater Philadelphia Tourism Marketing Corporation. મેળવેલ 2010-05-31.
- ↑ Aitken, Joanne (2004). "Forget Paris". City paper. મૂળ માંથી 2007-12-03 પર સંગ્રહિત. મેળવેલ 2010-07-22. Unknown parameter
|quotes=
ignored (મદદ); Unknown parameter|month=
ignored (મદદ) - ↑ Wetenhall, John. "About A Brief History of Percent-For-Art in America" (PDF). Public Art Review. મૂળ (PDF) માંથી 2006-09-01 પર સંગ્રહિત. મેળવેલ 2006-09-24.
- ↑ "Office of Art and Culture". Phila.gov. મેળવેલ 2006-09-24.
- ↑ "Mural Arts Program About page". મૂળ સંગ્રહિત માંથી 2007-12-08 પર સંગ્રહિત. મેળવેલ 2007-11-27.
- ↑ Rodney Kim (July 2, 2005). "Live 8 Philadelphia Review". મેળવેલ 2007-04-24.
- ↑ "ESPN.com: Page 2 : What caused Philly's curse?". Sports.espn.go.com. મેળવેલ 2009-01-05.
- ↑ ૫૨.૦ ૫૨.૧ "The 150 richest cities in the world by GDP in 2005". PricewaterhouseCoopers. City Mayors. 2007-03-11. મેળવેલ 2008-11-10.
- ↑ ક્લાયમર, પાનું 176.
- ↑ The Earthtimes (2009-05-18). "Philadelphia Achieves Greatest Increase in U.S. International Visitation – 11th Most-Visited City". Earthtimes.org. મૂળ માંથી 2011-05-24 પર સંગ્રહિત. મેળવેલ 2009-05-30.
- ↑ "Philadelphia Inquirer | 09/26/2004 | Put on your shopping shoes to hit a wide variety of stores". Web.archive.org. 2007-02-18. મૂળમાંથી અહીં સંગ્રહિત 2007-02-18. મેળવેલ 2009-07-25.CS1 maint: bot: original URL status unknown (link)
- ↑ Wilkinson, Gerry. "The History of the Philadelphia Inquirer". Philadelphia Press Association. મૂળ સંગ્રહિત માંથી 2006-02-21 પર સંગ્રહિત. મેળવેલ 2006-07-20.
- ↑ ૫૭.૦ ૫૭.૧ Bishop, Todd (2000). "The Media: One revolution after another". Philadelphia Business Journal. Unknown parameter
|quotes=
ignored (મદદ); Unknown parameter|month=
ignored (મદદ) - ↑ Ogden, Christopher (1999). Legacy: A Biography of Moses and Walter Annenberg. New York: Little, Brown and Company. ISBN 0-316-63379-8.
- ↑ ફિલાડેલ્ફિયા ફર્સ્ટ્સ 1681–1899, ushistory.org
- ↑ ફિલાડેલ્ફિયા ફર્સ્ટ્સ સંગ્રહિત ૨૦૧૧-૦૯-૨૮ ના રોજ વેબેક મશિન, about.com
- ↑ ફેક્ટ શીટ, ફિલાડેલ્ફિયા[હંમેશ માટે મૃત કડી], યુએસ સેન્સસ બ્યૂરો
- ↑ એસીએસ ડેમોગ્રાફિક એન્ડ હાઉસિંગ એસ્ટિમેટ્સ: 2005-2007 સંગ્રહિત ૨૦૨૦-૦૨-૧૬ ના રોજ archive.today, યુએસ સેન્સસ બ્યૂરો
- ↑ American FactFinder, United States Census Bureau. "Philadelphia city, Pennsylvania - QT-P13. Ancestry: 2000". Factfinder.census.gov. મૂળ માંથી 2020-02-12 પર સંગ્રહિત. મેળવેલ 2009-01-05.
- ↑ ૬૪.૦ ૬૪.૧ ૬૪.૨ ૬૪.૩ Matza, Michael (2008-11-13). "Once again, Phila. is gateway for immigrants". Philadelphia Inquirer. મૂળ માંથી 2009-01-06 પર સંગ્રહિત. મેળવેલ 2008-11-14.
- ↑ "ફિલાડેલ્ફિયા". જેવીશ વર્ચ્યુઅલ લાઇબ્રેરી.
- ↑ "Philadelphia Home Rule Charter, Annotated" (PDF). City of Philadelphia. 1951 and 1967. મૂળ (PDF) માંથી 2010-05-25 પર સંગ્રહિત. મેળવેલ 2010-01-31.
|first=
missing|last=
(મદદ); Check date values in:|date=
(મદદ) - ↑ "City Charter Commission". Agency History. City of Philadelphia, Department of Records. 2000-11-08. મેળવેલ 2009-04-18.
- ↑ "Court of Common Pleas". The Philadelphia Courts, First Judicial District of Pennsylvania. 2010-02-11. મેળવેલ 2010-02-11.
- ↑ "MunicipalCourt". The Philadelphia Courts, First Judicial District of Pennsylvania. 2010-02-11. મેળવેલ 2010-02-11.
- ↑ "Traffic Court". The Philadelphia Courts, First Judicial District of Pennsylvania. 2010-02-11. મેળવેલ 2010-02-11.
- ↑ "Philadelphia Historical Commission". Phila.gov. મેળવેલ 2009-04-11.
- ↑ "Philadelphia Housing Authority". Pha.phila.gov. મેળવેલ 2009-04-11.
- ↑ Enter your Company or Top-Level Office. "elections: Voter Registration Statistics". Dos.state.pa.us. મૂળ માંથી 2009-09-16 પર સંગ્રહિત. મેળવેલ 2009-05-30.
- ↑ Bewley, Joel (2006). "Four killings put 2006 total over '05 top". The Philadelphia Inquirer. મૂળ માંથી 2009-06-30 પર સંગ્રહિત. મેળવેલ 2010-07-22. Unknown parameter
|coauthors=
ignored (|author=
suggested) (મદદ); Unknown parameter|month=
ignored (મદદ); Cite has empty unknown parameter:|quotes=
(મદદ) - ↑ "Philadelphia Homicides in 2007". મૂળ માંથી 2008-04-20 પર સંગ્રહિત. મેળવેલ 2010-07-22.
- ↑ "Philadelphia PA Crime Statistics (2005 Crime Data)". AreaConnect LLC. મેળવેલ 2006-12-11.
- ↑ "City Crime Rankings by Population Group". Morganquitno.com. મૂળ માંથી 2011-07-14 પર સંગ્રહિત. મેળવેલ 2009-07-25.
- ↑ "Rankings by Population Group (Top 10/Bottom 10)". Morgan Quitno Awards. મૂળ માંથી 2006-12-11 પર સંગ્રહિત. મેળવેલ 2006-12-11.
- ↑ "2008 City Crime Rankings" (PDF). મૂળ (PDF) માંથી 2012-09-04 પર સંગ્રહિત. મેળવેલ 2010-07-22.
- ↑ "પોસ્ટ ઓફિસ લોકેશન - ફિલાડેલ્ફિયા[હંમેશ માટે મૃત કડી]." યુનાઇટેડ સ્ટેટ્સ પોસ્ટલ સર્વિસ. સુધારો એપ્રિલ 17, 2009.
- ↑ "એરીયા મેપ." યુનિવર્સિટી સિટી . સુધારો એપ્રિલ 17, 2009.
- ↑ "એન્ડ ઓફ એન એરા ફોર ફિલાડેલ્ફિયા મેઇન પોસ્ટ ઓફિસ." યુનાઇટેડ સ્ટેટ્સ પોસ્ટલ સર્વિસ. સપ્ટેમ્બર 19, 2008 સુધારો એપ્રિલ 17, 2009.
- ↑ "About Us - The School District of Philadelphia". Philadelphia School District. મેળવેલ 2010-03-11.
- ↑ "Airports Council International". Aci.aero. મૂળ માંથી 2011-05-31 પર સંગ્રહિત. મેળવેલ 2009-04-11.
- ↑ http://www.njtransit.com/pdf/rail/r0090.pdf PDF (218 KB)
- ↑ "Studio 34's Eponymous Trolley, or, A Short History of Route 34". Studio 34: Yoga Healing Arts. 2008. મૂળ માંથી 2008-07-09 પર સંગ્રહિત. મેળવેલ 2008-03-11. Cite has empty unknown parameter:
|coauthors=
(મદદ)CS1 maint: discouraged parameter (link) - ↑ PA 445 Implementation for 215/267 NPA Rescinded — 445 NPA Code Reclaimed PDF (64.5 KB)
- ↑ "Department of Commerce". Phila.gov. મેળવેલ 2009-04-11.