ભીમનાથ (તા. બરવાળા)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ
(ભીમનાથ મહાદેવ થી અહીં વાળેલું)

ભીમનાથ (તા. બરવાળા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા બોટાદ જિલ્લામાં આવેલા કુલ ૪ (ચાર) તાલુકાઓ પૈકીના એક એવા બરવાળા તાલુકામાં નીલકા નદીના કિનારા પર આવેલું ગામ છે.[] ભીમનાથ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ઉપરાંત કેટલાક લોકો સરકારી તેમ જ ખાનગી સંસ્થાઓમાં નોકરી પણ કરે છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરી, કપાસ, દિવેલી તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ભીમનાથ
—  ગામ  —
ભીમનાથનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°14′49″N 71°55′14″E / 22.246999°N 71.920645°E / 22.246999; 71.920645
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો બોટાદ
તાલુકો બરવાળા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય પાક ઘઉં, બાજરી, કપાસ, દિવેલી , શાકભાજી
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી

શ્રી ભીમનાથ મહાદેવ

ફેરફાર કરો

અહીં ૫૦૦૦ વર્ષ પુરાણુ જાળનાં વૃક્ષો નીચે બિરાજમાન ભીમનાથ મહાદેવ આવેલ છે. મહાભારતના કાળમાં નજર ફેરવતા આ સ્થળે પાંડવો અજ્ઞાતવાસ દરમિયાન આવેલા. વરખડી (જાળ)ના વૃક્ષ નીચે ભીમે મહાદેવની સ્થાપના કરેલ. હાલમાં પાંચ હજાર વર્ષ જૂનું વરખડીનું વૃક્ષ હયાત છે.

ભારતમાં આ એકમાત્ર શિખર વગરનું શિવાલય છે[સંદર્ભ આપો].

આ મંદિર સાથે સંકળાયેલી પ્રાચીન કથા અનુસાર વનવાસ દરમ્યાન પાંડવો હાલ જયાં ભીમનાથ મહાદેવ છે, તે જગ્યાએ આવી પહોંચ્યા હતા. અર્જુનને નિયમ હતો કે શિવજીની પૂજા કર્યા વગર જમવું નહીં. આજુબાજુમાં ક્યાંય શિવલિંગ દેખાયું નહી, છેવટે ભીમથી ભૂખ સહન ન થતાં તેણે જાળનાં વૃક્ષ નીચે શિવલિંગના આકારનો પત્થર મૂકી તેની ઉપર જંગલી ફૂલો ચઢાવીને જાણે થોડા સમય પહેલાં જ કોઇ મહાદેવજીની પૂજા કરી ગયું હોય તેવું દૃશ્ય ઉભું કયું અને પાંડવોને આ સ્થળે દર્શન કરવા લઇ આવ્યો. અર્જુને શિવલીંગ જોતા જ બાજુમાં વહેતી નીલકા નદીમાંથી પાણી લાવી પૂજા કરી અને સૌએ ભોજન લીધું.

ભોજન થઈ ગયા બાદ ભીમે કહ્યું કે પોતે જ શિવલિંગ ઉપજાવી કાઢ્યું હતું. અર્જુન આ વાત સાંભળી પોતાની પૂજા નિષ્ફળ ગઈ હોવાને કારણે રડવા માંડ્યો અને શિવજીને પ્રાર્થના કરવા લાગ્યો. ભીમ પોતે સાચો છે તેમ સાબિત કરવા તે પથ્થર ઉપર જોરથી ગદાનો વાર કરી તેના બે ટુકડા કરી દીધા (જે આજે પણ મોજૂદ છે). આ સાથે જ પથ્થરમાંથી દૂધની ધારા વહેવા લાગી અને ભગવાન ભોળાનાથ પ્રગટ થયા. ભીમે તેમની માફી માંગી અને અર્જુન સહિત પાંડવોને શિવજીએ આશીર્વાદ આપ્યા.[]

  1. "Villages & Panchayats, District Botad, Government of Gujarat, India" (અંગ્રેજીમાં). મૂળ માંથી 2021-01-27 પર સંગ્રહિત. મેળવેલ 2021-05-01.
  2. "ભીમ દ્વારા સ્થાપિત ભીમનાથ મહાદેવ". દિવ્ય ભાસ્કર. ૧૫ જાન્યુઆરી ૨૦૦૮. મૂળ માંથી ૧૮ જાન્યુઆરી ૨૦૦૮ પર સંગ્રહિત.
બરવાળા તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન