હમઝા ઘાંચી
સ્વાગત
ફેરફાર કરોસ્વાગત!
ફેરફાર કરોભાઈશ્રી હમઝા ઘાંચી, શુભ દિન, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!
- જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
- વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
- સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
- લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
- આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
- ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
- નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
- ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
- આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
- અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
- જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.
અદ્ભુત
ફેરફાર કરોમિત્ર હમઝાભાઈ, આપે ગુજરાતી વિકિપીડિયા સાથે જોડાતા વેંત જ સુંદર યોગદાન કરવા માંડ્યું તે ખુબ સરાહનીય કાર્ય છે. આપના જેવા ધગશવાળા સભ્યોની ગુજરાતી વિકિને અત્યંત આવશ્યકતા છે. આશા છે કે આપના જ્ઞાનનો અને કુશળતાનો લાભ અમને અવિરત મળતો રહેશે.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૫૯, ૨ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
ગુજરાતી વિકિપીડિયાને સમ્રુદ્ધ્ બનાવવુ એ આપણા બધાનો ઉદ્દેશ છે. આપના પણ અદભુત યોગદાન બદલ ખુબ આભાર. આપના માર્ગદર્શનની જરુર થયે ચોક્ક્સ જણાવીશ. --હમઝા ૧૩:૨૭, ૨૭ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
આપના પ્રતિભાવની આવશ્યકતા
ફેરફાર કરોમિત્ર હમઝા ઘાંચી, મેં તાજેતરમાં ચોતરા ઉપર બે ચર્ચાઓ શરૂ કરી છે જે વિકિપીડિયાની નીતિઓ નિર્ધારિત કરવામાં અને આવશ્યક ફેરફારો માટે જરૂરી છે. આપને વિનંતી છે કે જો શક્ય હોય તો ચોતરા પર Mailing List અને ચિત્રો ચઢાવવા અંગેની નીતિ પર ફેરવિચાર અંગેની ચર્ચામાં ભાગ લઈ આપના અભિપ્રાયો જણાવશો. આ અભિપ્રાયો જેટલા વહેલા જણાવી શકશો તેટલા ઝડપથી આપણે ફેરફારો અહીં લાવી શકીશું. પરિવર્તન એ સૃસ્ટિનો નિયમ છે, અને આપણું ગુજરાતી વિકી વિકસી રહ્યું છે એટલે આપણે વખતો વખત આપણી નીતિઓ ઘડતા રહેવું પડે અને નવા ફેરફારો લાવતા રહેવું પડે. આમ કરતી વખતે અહીં રહેલા બહુમતિ સક્રિય સભ્યોની સહમતી મેળવવી હું આવશ્યક માનું છું, અને માટે આપનો મત જાણવાની ઉત્કંઠા છે.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૧૧, ૫ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
ઘાંચી-નવું પાનું
ફેરફાર કરોહમઝાભાઈ, આપે ઘાંચી નામથી સુંદર નવું પાનું બનાવ્યું છે. કેમકે ઘાંચી એક હિંદુ જ્ઞાતિ પણ છે, શબ્દ શોધનાર અને લેખ વાંચનાર અવઢવમાં ના પડે તે હેતુથી મેં તે પાનાંનું નામ બદલીને ઘાંચી (મુસ્લિમ) કર્યું છે કેમકે તેમાં તમે મુસ્લિમ ઘાંચી સમુદાય વિષેની વિગતો ઉમેરી છે. જો કે ઘાંચી નામે પણ પાનું રહેવા દીધું છે પરંતુ તેમાં મેં સ્પષ્ટતા કરી છે કે ઘાંચી મુસ્લિમ અને હિંદુ બંને ધર્મના લોકોની જ્ઞાતિ છે. આશા છે કે આપ આ ફેરફારને આવકારશો.--ધવલચર્ચા/યોગદાન ૨૨:૧૯, ૨૬ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
ચિત્ર
ફેરફાર કરોભાઈશ્રી હમઝાજી, આપના દ્વારા કરવામાં આવેલ યોગદાન હું જોતો આવ્યો છું. આપ ઘણું સારું અને ગુણવત્તા ધરાવતું યોગદાન કરી રહ્યાં છો. તે માટે આપને હૃદય પૂર્વક અભિનંદન. હાલમાં આપે અમુક ચિત્રો ચઢાવ્યાં છે તે સંબંધે આપનું ધ્યાન દોરવા ઈચ્છુ છું. શું આ ચિત્ર ફાઈલો તમે વિકી કોમન્સ માંથી લીધી છે? તેમ ન હોય તો તે વાતની ખાત્રી લેશો કે તે ઓપન સોર્સ ડોમેનમાં હોય. જો તે ફોટા તમે પોતે પાડેલા હોય તો તેને ગુજરાતી વિકીને બદલે કોમન્સ પર અપલોડ કરશો. ગોતરકા-દરગાહ-શરીફ.jpg આ ફાઈલ મને કોમન્સ પર ન મળી, તેથી આપને જણાવ્યું. --sushant ૧૨:૪૨, ૨૭ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
આ પ્રથમ ચિત્ર હતું એટલે ચઢાવવા વિષે અવઢવમાં હતો. આપની સુચના નો આભાર એ અવઢવ દુર કરવા બદલ. --હમઝા ૧૩:૨૪, ૨૭ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
તમારું મારા વિષે પાનું
ફેરફાર કરોહમઝાભાઈ, ચકાસી જોશો, હવે બરાબર દેખાય છે.--ધવલચર્ચા/યોગદાન ૧૦:૩૦, ૩૦ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
ધવલભાઇ, જેમ કે "આ સભ્ય" માં લિંક ના આવવી જોઇએ.આ ઉપરાંત શ્રેણીમાં "મુસ્લિમ સભ્યો" એવી શ્રેણી આવવી જોઇએ નીચેના શ્રેણી વિભાગમાં. આભાર --હમઝા ૦૫:૧૨, ૪ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)
આમંત્રણ : વિકિપીડિયા અમદાવાદ ગોષ્ઠી ૩
ફેરફાર કરોVenue : Seva Cafe, Shopper’s Plaza, 4th Floor, Opposite Municipal Market, C.G. Road, Ahmedabad-9.
sorry for late notice, the venue got decided yesterday. --Kondicherry ૧૦:૧૮, ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૨ (UTC)
ખુબ ખુબ આભાર, જરુરથી મળીશું.--હમઝા ૧૪:૧૦, ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૨ (UTC)
- The forth meetup just got decided, hope to see you in this meetup, you can check information here Ahmedabad 4.Kondicherry (talk) ૧૩:૨૯, ૮ માર્ચ ૨૦૧૨ (UTC)
વેલકમ બેક અને વિકિડેટા વિશે
ફેરફાર કરોઘણાં વર્ષો પછી વિકિપીડિયામાં સ્વાગત છે. આશા રાખીએ કે તમે લાંબે ગાળા સુધી અને ઉપયોગી એવું યોગદાન આપતા રહેશો. હવે આ વર્ષોમાં ઘણી વસ્તુઓ બદલાઇ ગઇ છે, તેનો ખ્યાલ મેળવી વિનંતી છે. ૧. નવો લેખ બનાવતા પહેલાં જોઇ લેવું કે લેખ હાજર છે કે નહી. દા.ત. એડોલ્ફ હિટલર હાજર છે જ. તમે વિકિડેટાની ભાષા કડીઓ (લેખની ડાબી Sidebar પર) વડે જે તે લેખ કઇ ભાષામાં છે તેની યાદી મેળવી શકશો. ૨. તમે અંગ્રેજીમાંથી ભાષાંતર કરવા માટે Special:ContentTranslation ની પણ મદદ લઇ શકો છો. કંઇ તકલીફ પડે તો બેશક ચોતરા પર અથવા મારી ચર્ચાના પાને પૂછવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૭:૦૧, ૫ માર્ચ ૨૦૨૦ (IST)
દૂર કરવા વિનંતી | અડૉલ્ફ હિટલર ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું. જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે. |
2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters
ફેરફાર કરોGreetings,
The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.
You can also verify your eligibility using the AccountEligiblity tool.
MediaWiki message delivery (ચર્ચા) ૨૧:૫૮, ૩૦ જૂન ૨૦૨૧ (IST)
Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.