પ્રિય Darshani Kansara, શુભ રાત્રી, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા   પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

-- ધવલ સુ. વ્યાસચર્ચા/યોગદાન ૧૨:૨૪, ૩૧ ઓકટોબર ૨૦૧૪ (IST)

નાનાં ફેરફારો! ફેરફાર કરો

સૌપ્રથમ તો તમારાં યોગદાનો માટે આભાર. એક નાનકડું સૂચન છે કે, તમે જો નાનાં ફેરફારો કરો ત્યારે "નાનો ફેરફાર/This is small change" ચેકબોક્સ પર ટીક કરવાનું રાખો, જેથી તાજાં ફેરફારોમાંથી નાનાં ફેરફારો ગાળી શકાય ‍(જે ઘણી વખત કામમાં આવે છે‌). આભાર! --KartikMistry (talk) ૨૧:૨૫, ૧૪ નવેમ્બર ૨૦૧૪ (IST)ઉત્તર

OK કાર્તિકભાઈ. હવેથી ધ્યાન રાખીશ. મને આ રીતે જ improve કરવામાં મદદ કરજો. આભાર!-દર્શની કંસારા. --Darshani Kansara (talk) ૨૧:૪૬, ૧૪ નવેમ્બર ૨૦૧૪ (IST)ઉત્તર

ગોષ્ઠિ ફેરફાર કરો

મા. Darshani Kansara, આ સમાચાર વાંચવા આપને વિનંતિ કરું છું અને તેમાં ભાગ લેવાનો આગ્રહ પણ. જૂના સભ્યો તો મળતા હોય છે પરંતુ આપના જેવા સક્રિય યોગદાન કરતા નવા સભ્યો પણ એ ચર્ચામાં જોડાશે તો અમને આનંદ થશે. ચર્ચા આ રવિવારે (૨૩ નવેમ્બરે) સ્કાયપ (skype) પર યોજાશે.--ધવલચર્ચા/યોગદાન ૨૩:૦૯, ૨૧ નવેમ્બર ૨૦૧૪ (IST)ઉત્તર

મા. ધવલભાઈ, આમંત્રણ માટે ખુબ ધન્યવાદ! પરંતુ હું શની-રવિ મુંબઇ બહાર છું. તો આ વખતે વેબ ગોષ્ઠિ માં નહિ જોડાઇ શકીશ. - લિ. દર્શની કંસારા.--Darshani Kansara (talk) ૨૩:૨૮, ૨૨ નવેમ્બર ૨૦૧૪ (IST)ઉત્તર

મુંબઈ મેટ્રો‎ ફેરફાર કરો

શ્રી.Darshani Kansara, આપ જે "મુંબઈ મેટ્રો‎" લેખ પર કાર્ય કરો છો તેમાં ઉપયોગી એવું ઈન્ફોબોક્ષ સામેલ કર્યું છે. એ માટે જરૂરી લોગો માત્ર અંગ્રેજી વિકિ પર હતો જેથી અહીં દેખાતો ન હતો એટલે કૉમન્સ પર ટ્રાન્સફર કરી દીધો છે. ચકાસી જશો. કોઈ વિગતદોષ હોય તો સુધારશોજી. એ બાબતે, ઈન્ફોબોક્ષને લગતો, કોઈ ફેરફાર કરવાનો જણાય તો જણાવશો. એ જ ઈન્ફોબોક્ષમાં સામેલ મેપ (Mumbai metro map2.png)નું ગુજરાતીકરણ હું કરૂં છું, તુરંતમાં એ માહિતીચિત્ર પણ ગુજરાતીમાં દેખાશે. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૫૬, ૨૫ નવેમ્બર ૨૦૧૪ (IST)ઉત્તર

અરે વાહ! મને તો માંગ્યા વિના જ મદદ મળી ગઈ. ધન્યવાદ. ઈન્ફોબોક્ષ અને નકશાઓ વિષે હું ચર્ચા કરવાની જ હતી પરંતુ મને થયુ, પહેલા જેટલુ પણ કામ થાય તે પતાવી લઈએ. પછી બાકીના વિષયો પર ચર્ચા કરીએ. હું પણ હજી વાંચી જ રહી છું. તેથી વધુ માહિતી નાખી નથી. પરંતુ તમે પહેલ કરી જ છે, તો હવે ચર્ચા કરી જ લઈએ.
  • ઈન્ફોબોક્ષ- ની માહીતી ચકાસી લઉં છુ. કંઇક જરૂર લાગી તો અવશ્ય જણાવીશ.
  • નકશાઓ- અંગ્રેજી વિકિની કોપી ન કરશો. મુંબઈ મેટ્રો માર્ગ ૩ તેમજ ૪ પણ બનવાનો શરૂ થઈ ગયો છે. તો મારા મત મુજબ નકશામાં બધા માર્ગની રૂપરેખા હોવી જોઈએ. તેમજ જેમ જેમ મેટ્રોની યોજનાઓ માં ફેરફાર થાય, તે પ્રમાણે તેમાં સુધારા કરવાનો અવકાશ હોવો જોઈએ. આ સિવાય મેટ્રો ની પરિયોજનાની માહિતી આપતા નકશા પણ હોય, તેમજ દરેક માર્ગ નો જુદો નકશો હોય, તો સરસ. આ બધા નકશા એક મૂળ ટેમ્પલેટ પર બનાવવાનો મારો વિચાર હતો. બાકી તમને જેમ યોગ્ય લાગે.આ પાનાઓ પરથી બધા નકશા માટે માહિતી મળી જશે.-

http://www.webcitation.org/6QNOyfY9i https://mmrda.maharashtra.gov.in/mumbai-metro-rail-project

  • મુંબઈ મેટ્રોના સ્ટેશનોની યાદી- અહીં જે કોષ્ટક બનાવ્યુ છે, તે સોર્ટેબલ નથી બનતું. દિલ્હી મેટ્રો નાં સ્ટેશનો નું પાનું જુઓ. https://en.wikipedia.org/wiki/List_of_Delhi_metro_stations

તેની કાૅલમોને સોર્ટ કરી શકાય છે. --Darshani Kansara (talk) ૧૧:૨૧, ૨૬ નવેમ્બર ૨૦૧૪ (IST)ઉત્તર

સોર્ટીંગ હવે હાજર છે. જરા જોઇ લેશો. --એ. આર. ભટ્ટ (talk) ૧૧:૫૪, ૨૬ નવેમ્બર ૨૦૧૪ (IST)ઉત્તર
અરે! ધન્યવાદ. પણ તમારી સમજવામાં કે મારા સમજાવવામાં ગરબડ થઈ ગઈ. માફ કરજો. સોર્ટીંગ આ પાને જોઈતુ હતું! https://gu.wikipedia.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%82%E0%AA%AC%E0%AA%88_%E0%AA%AE%E0%AB%87%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87%E0%AA%B6%E0%AA%A8%E0%AB%8B%E0%AA%A8%E0%AB%80_%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A6%E0%AB%80 --Darshani Kansara (talk) ૧૨:૧૩, ૨૬ નવેમ્બર ૨૦૧૪ (IST)ઉત્તર
એ પાનું મને તો ખાલીખમ દેખાય છે. ખાલી પાનાનું સોર્ટીંગ કરવાનું મારે હજુ શીખવાનું બાકી છે. :), --એ. આર. ભટ્ટ (talk) ૧૨:૨૦, ૨૬ નવેમ્બર ૨૦૧૪ (IST)ઉત્તર
'મુંબઈ મેટ્રોના સ્ટેશનોની યાદી' આ પાને. આ બીજુ પાનું કયાંથી આવ્યું?! કડી બરાબરથી લખાઈ ન હતી એવું લાગે છે. --Darshani Kansara (talk) ૧૨:૩૦, ૨૬ નવેમ્બર ૨૦૧૪ (IST)ઉત્તર
હવે એ પાના પરનું ટેબલ સોર્ટેબલ બની ગયું છે. ચકાસી લેશો, ફેરફાર કરવાનો હોય તો પણ જણાવશો. નકશા વિશે આપ સંશોધન કરી, આપને યોગ્ય જણાય તેવા બનાવશોજી. એમાંથી હું ચાંચ પરત ખેંચું છું :-) જો કે એ વિશે કંઈપણ માર્ગદર્શન જરૂરી હોય ત્યારે નિઃસંકોચ જણાવશો. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૪:૧૯, ૨૬ નવેમ્બર ૨૦૧૪ (IST)ઉત્તર
દર્શનીબહેન, સાથે સાથે વધુ એક વણમાગ્યું માર્ગદર્શન કરી દઉં; ઉપર ચર્ચામાં આપે એક પાનાનો ઉલ્લેખ કર્યો, પછી તેનું આખું URL લખ્યું, (જેમાં ભુલ થવા સંભવ રહે) એને બદલે ગુજરાતી વિકિના જ કોઈ પાનાનો લિંક સાથે ઉલ્લેખ કરવો હોય તો બે ચોરસ કૌંસ ([[ ]]) વચ્ચે એ પાનાનું મથાળું લખશો એટલે આપોઆપ લિંક મળી જશે. ઉદા: [[મુંબઈ મેટ્રોના સ્ટેશનોની યાદી]] = મુંબઈ મેટ્રોના સ્ટેશનોની યાદી. અન્યભાષાનાં, જેમ કે અંગ્રેજી વિકિના, કોઈ પાનાનો લિંક સાથે ઉલ્લેખ કરવાનો હોય તો તેને પણ આ જ રીતે, આગળ જે તે ભાષાનો માન્ય લઘુઅક્ષર બે વિસર્ગ ( : : )ની વચ્ચે લખીને, દર્શાવી શકાય. ઉદા: [[:en:List of Delhi metro stations|List of Delhi metro stations]] = List of Delhi metro stations. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૪:૩૭, ૨૬ નવેમ્બર ૨૦૧૪ (IST)ઉત્તર
મદદ માટે ખુબ ધન્યવાદ. એ પાનામાં હવે ફક્ત નકશો નાખવાનો રહે છે. પહેલા લખાણ પૂરું કરીએ પછી બધા નકશા નું કામકાજ. કૌંસ ([[ ]]) વાળી વાતનો મને ખ્યાલ છે. પણ મને લાગ્યુ અહીં ચર્ચામાં પાનાં ની કડીઓ ના પણ લખતા હોય. આગળથી ધ્યાન રાખીશ. માર્ગદર્શન માટે ખુબ આભાર. --Darshani Kansara (talk) ૧૫:૨૭, ૨૬ નવેમ્બર ૨૦૧૪ (IST)ઉત્તર

ગોષ્ઠિ ફેરફાર કરો

મા. Darshani Kansara,
આ સમાચાર વાંચવા આપને વિનંતિ કરું છું અને તેમાં ભાગ લેવાનો આગ્રહ પણ. આપના જેવા સક્રિય યોગદાન કરતા સભ્યો પણ એ ચર્ચામાં જોડાશે તો આનંદ થશે. ચર્ચા આ રવિવારે (૭ ડીસેમ્બરે) સ્કાયપ (skype) પર યોજાશે.
આભાર.
--એ. આર. ભટ્ટ (talk) ૧૮:૦૫, ૧ ડિસેમ્બર ૨૦૧૪ (IST)ઉત્તર

માર્ગ ૧ (મુંબઈ મેટ્રો) ફેરફાર કરો

આપે બનાવેલ લેખ માર્ગ ૧ (મુંબઈ મેટ્રો) થોડું કામ માંગે છે. વિકિમાં પાછા ફરવા માટેનું આ એક ઉત્તમ બહાનું છે :) --KartikMistry (ચર્ચા) ૧૪:૦૧, ૧૩ ઓગસ્ટ ૨૦૧૫ (IST)ઉત્તર

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters ફેરફાર કરો

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (ચર્ચા) ૨૧:૫૭, ૩૦ જૂન ૨૦૨૧ (IST)ઉત્તર

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.