સ્વાગત! ફેરફાર કરો

પ્રિય Jmraval, શુભ દિન, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા   પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

-- અશોક મોઢવાડીયા ૦૭:૦૬, ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૬ (IST)ઉત્તર

રાવળયોગી સમાજ ફેરફાર કરો

રાવળયોગી સમાજ સંકલન જગદીશ રાવળ

સાંગામાચી માથે બેસીને ડાકવાદન કરતા રાવળ-જોગીઓ લોકજીવનનાં મોતી - જોરાવરસિંહ જાદવ

એમ કહેવાય છે કે ધરતીનું મંડાણ થયું તે દિ'થી શક્તિપૂજા થતી આવી છે.

કણમાંથી મણ અનાજ આપનારીધરતીમાં કોઈ શક્તિ છે. કોઈ વિલસતું પરમ ચેતનતત્ત્વ છે તે અનેકવિધ સ્વરૃપે લોકજીવન અને લોકધર્મ સાથેઓતપ્રોત થઈ ગયું છે.

શક્તિપૂજાનો એક ફંટાયેલો પ્રવાહ ધુણ્ય, ઓતાર, ફરુકો અને રાવળદેવના ડાક-ડમરું સાથેપરાપૂર્વથી જોડાયેલો જોવા મળે છે.

નવરાત્રી પ્રસંગે એનું મહત્ત્વ સવિશેષ જોવા મળે છે. વિશ્વનો સૌથી લાંબોઉત્સવ એ આપણી નવરાત્રી છે.


આસો સુદ એકમથી ગુજરાતમાં અને દેશભરમાં આરંભાય છે નવરાત્રીનો નવલો ઉત્સવ. ગામડાં અને નગરજીવનરાસ-ગરબાની રમઝટથી ગુંજી ઊઠે છે.

ગ્રામપ્રજા શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક નવરાત્રી ઊજવે છે. ઉગમણે સૂરજતોરણ બાંધે છે. કુંવારકા કૂવે જઈ કોરા ઘડામાં પાણી ભરી લાવે છે.

ઘરોઘર બાજોઠ સાથે ઘટ-ઘડાનું સ્થાપનકરી રામપાતર કે કુંડામાં માતાના જવારા વાવે છે. ભક્તો પોતાની કુળદેવીનો મઢ સુપેરે શણગારે છે.

મઢેમાતાનો માંડવો નંખાય છે.

પહેલા નોરતે રાવળદેવ ઘરેઘરે અને માતાના મઢે ફરીને વિલંબિત અને દ્રૂત ગતિમાંડાક વગાડતો વગાડતો માતાજીની રેગડી, આરાડી-આરણ્યું, હાલરુ અને ઝીલણિયાં ગાય છે. આજે મારે નોરતાં,શક્તિપૂજા કે ડાકવાદનની નહીં પણ ઘૂઘરિયાળી ડાક વગાડતા રાવળદેવની દુનિયામાં ડોકિયું કરવું છે.


રાવળને નામે ઓળખાતી આ કોમ ગુજરાત અને સૌરાષ્ટ્રના નાનામોટા દરેક સ્થળે જોવા મળે છે.

તેઓ કહે છે કેડાક વગાડવાનો અમારો વ્યવસાય આદિઅનાદિકાળથી ચાલતો આવ્યો છે. ભૂવા-ભારાડીના સ્થાન હોય ત્યાં તેઓવસતા આવ્યા છે.

અભણ અને પછાત પ્રજા તેમનામાં અપાર આસ્થા ધરાવે છે,

શિક્ષિત પ્રજાને આમાં કંઈ રસરહ્યો નથી એટલે ડાકવાદનનું મહત્ત્વ ઘટવાને પરિણામે રાવળો અન્ય ધંધા તરફ વળવા માંડયા છે. કોઈ દોરડાંવણે છે. ઊંટ,

અશ્વ કે બળદોના શણગારો બનાવે છે. ખેતમજૂરી કે ગધેડાં રાખી માલની હેરફેર કરતા થયા છે.


સૌરાષ્ટ્રમાં રાવળોની આઠેક શાખાઓ જોવા મળે છે.

ડાકલિયા રાવળ,

દેવમંગા પંચમિયા રાવળ,

ભોમજોગીરાવળ,

રાવળદેવ કે રખૈયા રાવળ,

સોરઠિયા રાવલ, કચ્છી રાવળ,

ઢાઢી રાવળ,

ચુનારા રાવળ,

છાલકિયા રાવળ.

આ સિવાય હળવદ બાજુના બ્રાહ્મણોમાં રાવલ શાખ જોવા મળે છે.

પણ તેમને આ રાવળ કોમ જોડે કોઈ નિસ્બતનથી એમ જ.મ. મલકાણ 'સૌરાષ્ટ્રની પછાત કોમો'માં નોંધે છે.

તેમના મંતવ્ય મુજબ રાવળ લોકોના ઇતિહાસઅને ઉત્પત્તિ અંગે કેટલીક માન્યતાઓ જોવા મળે છે.

તે મુજબ આ લોકો મૂળે પશુપત યા તો લકુલીશસંપ્રદાયના છે.

જો કે આ સંપ્રદાયો તો આજે લુપ્ત થઈ ગયા છે.

પરંતુ રાવળોમાં જે પાટ બેસાડવાની વિધિ છેતે પાશુપતો અને લકુલીશ સંપ્રદાયની પાટની વિધિને મળતી આવે છે.

આ વિધિ સાથે કામ-ઇચ્છા એક યા બીજીરીતે જોડાયેલી જોવા મળે છે. તેઓના કેટલાક મંત્રોમાં આ વસ્તુ સ્પષ્ટ તરી આવે છે.


રાવળોની ઉત્પત્તિ અંગેની દંતકથાનું પગેરું ભગવાન શિવજી સુધી પહોંચે છે. કહેવાય છે કે એકવાર ભગવાન તપકરવા બેઠા ત્યારે કામદેવે તેમાં વિક્ષેપ નાખવાનો પ્રયત્ન કર્યો.

શિવજી ડગ્યા નહીં પણ તેમના કપાળે પરસેવોવળી ગયો.

તેને આંગળીથી લૂછતાં પરસેવાનું એક ટીપુ ધરતી પર પડયું. તેનું ઇંડું બંધાણું.

પૃથ્વીને ખબર પડીકે શિવજી તપ કરે છે એટલે તેમણે ભગવાનની રક્ષા કરી.

આ ઇંડામાંથી બાળકનું નિર્માણ થયું. પૃથ્વીએ એનેમોટું કરવા માંડયું.

નારદજી દ્વારા શિવજીને ખબર પડી. શિવે આ પોતાના પુત્રને વધાવી લીધો.

આ પુત્રનાવંશજો રાવળ જોગી તરીકે ઓળખાયા. એને આધાર આપતી સાખીઓ પણ સાંપડે છે.

આદ્ય શિવે ઉત્પન્ન કર્યો, જન્મજોગી જેહ; માતા કહેવાય પૃથ્વી, જાણે રાવળદેવ


કુળદેવી છે જોગણી, મંદિર કૈલાશ ધામ, સાંગામાચી બેસણાં, દેવે ધરિયા નામ.


રાવલ કેરા દીકરા, પૂંછે રહેલા ચાર, સાત દ્વીપ, નવખંડમાં તેનો છે વિસ્તાર.


રાવળોની પેટા શાખાઓ જોઈએ તો ડાકલિયા રાળળનો ધંધો ડાકલાં વગાડી માતાજીની આરણ્યું-રેગડી ગાવાનોછે.

ધાર્મિક પ્રસંગે માતાના મઢે કે માંડવે ડાકલાં વગાડવાનો તેમનો હક્ક ગણાય છે.

નોરતાંમાં માતાના મઢેભૂવા એક બે રાત ધૂણે છે તે દરમ્યાન રાવળો આખી રાત ડાકલાં વગાડે છે. એના બદલામાં એમને મહેનતાણુંમળે છે.

જે રાવળો કચ્છમાં જઈને વસ્યા તે કચ્છી રાવળ કહેવાણા. તેઓની બોલી કચ્છી છે. તેઓ ફૂલ ગજરાગુંથવાનો ધંધો કરે છે.

કેટલાક રાવળો પોતાની જાતને ભોમ જોગી રાવળ તરીકે ઓળખાવે છે.

તેઓ પોતાને આરાવળથી જુદા ગણે છે. તેની વિશેષ માહિતી મળતી નથી.


રખૈયા એ વહીવંચા રાવળ છે. તેઓ જનોઈ ધારણ કરે છે,

અને બારોટની જેમ અમુક કોમોની વંશાવળી રાખે છે.એમની વસતી ધ્રાંગધ્રા અને હળવદ પંથકમાં વિશેષ જોવા મળે છે.

તેમની ઉત્પત્તિ અંગેનો એક મત સૌરાષ્ટ્રનીપછાત કોમોમાં આ મુજબ મળે છે. આ લોકો મૂળે તો હળવદના બ્રાહ્મણ રાવળ છે.

આ કુળના કોઈ બ્રાહ્મણચારણને ત્યાં લગ્નમાં ગયેલ. ત્યાં ભૂલથી કંઈક તેમના ઘરનું ખાવાથી અભડાયેલ.

આથી અન્ય બ્રાહ્મણોએ તેમનેજ્ઞાાતિમાં ન ભેળવ્યા. પરિણામે જે કોમથી વટલાયા તે કોમનું બારોટપણું ચાલુ કર્યું અને વહીવંચા રાવળ થયા.

બીજી એક માન્યતા મુજબ બ્રાહ્મણોએ પછાત ગણાતી કોમનું રક્ષણ કરેલું. એ કરવા જતાં તેમને વટલાવું પડયું.પરિણામે નાત બહાર મૂકાયા.

એ રખૈયા કહેવાયા અને વહીવંચા તરીકે રહેવા લાગ્યા. તેઓ પરજિયા ચારણોમાંભવાઈ રમે છે અને રખૈયા માતાને પૂજે છે.

ઢાઢીરાવળ ગામડામાં લગ્ન જેવા પ્રસંગે માગવા નીકળે છે,

જ્યારે ચૂનારા રાવળ ચૂનો પાડવાનો ધંધો કરે છે.

છાલકિયા રાવળ ગધેડાં ઉપર છાલકાં ભરી માટી લઈ આવવાનો, ખડી, ખારો, ધોળી ધુડય વેચવાનો વ્યવસાયકરે છે.

દેવમંગા, પંચમિયા રાવળ પોતાને રાવળ કે રાવળ જોગી તરીકે ઓળખાવે છે.

રાજકોટ, જૂનાગઢ તરફરહેતા આ રાવળો સાવરણી, સૂંથિયાં, ઇંઢોણી વગેરે બનાવવાનું કામ કરે છે.

દેવમંગા રાવળ ઝાલાવાડ અનેગોહિલવાડ તરફ વધુ જોવા મળે છે.

તેઓ ખેડૂતોને ખપમાં લાગે તેવાં રાંઢવા, રાસ, દોરડાં વગેરે બનાવીને વેચેછે.

તેઓ પોતાને શિવના પુત્ર ગણાવે છે.

માત્ર દેવમાં જ માગે છે એટલે કે દેવના મઢે ડાક વગાડવા જાય છે.

શ્રધ્ધાળુ લોકો તેમને ઘેર આવી ભિક્ષા આપી આવે છે કે તેમની ઝોળીમાં નાખે છે.

પોતે સામે ચાલીને માંગવા ન જાય એટલે તેઓ પોતાને દેવમંગા રાવળ કહેવરાવે છે.

તેઓ પશ્ચિમ તરફથી આવીને વસ્યા હોવાથીપંચમિયા દેવમંગા રાવળ કહેવાય છે.

દેવમંગા પંચમિયા રાવળ કેડિયું, પહેરણ, કબજો, કોટ, પછેડી પહેરે છે અને માથે ભગવી પાઘડી બાંધે છે.

તેમનીઅટક સોલંકી પરમાર, મકવાણા, પઢિયાર, ચૌહાણ, રાઠોડ, નાથ, ભારતી, ભક્તિ, જોગણી હિરાણી જેવી શાખો જોવામળે છે.

રાવળો શિવભક્ત ગણાય છે પણ આજે ઘણા રામાપીરને માને છે. તેમની નાત તેર તાલુકાની મનાયછે. બહુચરાજી,

ચામુંડા, ખોડિયાર, જોગણી, બુટમા, કાળકી વેરાઈ, અંબાજી, વહાણવટી આ બધી એમની કુળદેવીઓગણાય છે.

રાવળની શેરીમાં જોગણીમાતાનું સ્થાનક અવશ્ય જોવા મળે. તેઓ વીસો પાટ બેસાડે ત્યારે અન્નનુંશિવલિંગ તૈયાર કરે છે.

જે સાધુ બાવામાં શબને સમાધિ દેવાનો રિવાજ છે ત્યાં સમાધિ સમયે રાવળની હાજરી વગર શબને સમાધિમાંમૂકી શકાતું નથી.

કોળી વગેરે કોમોમાં મરનાર પાછળ જમણમાં પહેલું જમણ રાવળને જ આપવું પડે.

રાવળજમાડયા વગર કોઈ વ્યક્તિ જમી શકતી નથી. આ વિધિને 'પાત્ર' પૂરવાની ક્રિયા કહે છે. તુંબડામાંથી બનાવેલાપાત્રને 'તુંબીપાત્ર' કહે છે.

રાવળને પાંચ તુંબીપાત્ર ભરીને આપવામાં આવે છે. આ પંચપાત્રમાં જળ, પૃથ્વી, ગાય,શ્વાન અને રાવળ એમ પાંચનો ભાગ કાઢવામાં આવે છે.

રાવળ દેવદેવીઓના ઉપાસક હોવાથી મંત્ર, તંત્ર અને જંત્રમાં પણ વિશ્વાસ ધરાવે છે.

આ નિમિત્તે માગવાનોતેમનો હક્ક-લાગો હોય છે. શીતળા સાતમના વારપરબે રાવળિયાણીઓ માટીમાંથી મૂર્તિ બનાવી એને કોડીનીઆંખો કરે છે.

આ મૂર્તિને તેઓ ગામના સીમ-સીમાડાના તળાવને આરે અથવા ઝાડના છાંયડે સ્થાપે છે. જૂનાકાળે ગામડાંની બાઈઓ ત્યાં આવતી.

માતાને મીઠો ભોગ ધરાવી ટાઢા વડાં કે થેપલાં આણ્યાં હોય તે ખાતા.પછી માથે પાણી રેડી ભીનાં વસ્ત્રો કરી માતા સમક્ષ આળોટતી.

ગામથી દૂર લોકદેવીનું સ્થાનક બનાવે એટલે તેશીતળામાતા હોઈ શકે! માતાનું આવું સ્થાનક સ્થાપવાનો હક્ક પણ રાવળિયાણીનો જ મનાય છે.

ચોમાસું બેસી ગ્યું હોય ને મેઘરાજા રીંસાઈ પડયા હોય ત્યારે મેઘારાજાને પ્રસન્ન કરવાનું કામ પણરાવળિયાણીઓ જ કરે.

પાંચ રાવળિયા બાઈઓ માથે માટીના ઘડા મૂકી મેઘલાને મનાવવા નીકળે અને ગાય.

ઢુંઢિયા બાપજી મેહ વરસાવો ઘરડી ડોશીનાં તામે છાપરાં પલાળો. ધાનના ઢગલા, મોલ પકવાવો ઘરડી ડોશીનાં તમે છાપરાં પલાળો

ગાળાને નીવડે ને કોડીની આંખડી મેહ વરસાવીને પકવો ધાનની ઢગલી ઢુંઢિયા બાપજી મેહ વરસાવો ઘરડી ડોશીનાં તમે છાપરાં પલાળો.

આમ રાવળિયાણીઓ ગાતી ગાતી ગામમાં નીકળે. ઘેર ઘેર ફરે.

ઘરની સ્ત્રીઓ પાણિયારેથી પાણીના ઘડા ભરીનેહડી કાઢે ને બાઈઓના માથા પર રેડે.

મેડીવાળું ઘર હોય તો મેડી માથેથી રેડે. કહેવાય છે કે આ વિધિથીવરસાદ આવે જ એવી લોકમાન્યતા આજેય જાણીતી છે.

રાવળ કોમના સામાજિક રિવાજો પણ રસપ્રદ રહ્યા છે. પ્રથમ ગર્ભાધાન પછી વહુને સાતમે માસે ખોળો ભરાવેછે.

એને ખોળે સાત ખોટયનો દીકરો અવતરે ત્યારે ખોડિયારમાને લાપશી ધરાવે. છઠ્ઠે દિવસે બાળકની છઠ્ઠી કરે.ફઈબા આવીને નામ પાડે.

બાળક મોટું થાય એટલે બાળમોવાળા ઉતરાવી અનુકૂળતા મુજબ ગુરુધારણા લે.નજીકની જગામાં વસવાટ કરતા વિશ્વાસુ સાધુ મહારાજને બોલાવે.

નાગા બાવા પર વિશેષ પસંદગી ઊતારે.કૂબામાં અંદરના ભાગે પાટ માંડે. ત્યાં આ બાવો પલાંઠી વાળીને બેસે.

આડો પડદો રાખે. પછી જેણે કાનફૂંકાવવાનો હોય તે અંદર જાય. ગુરુ તેને મંત્ર આપે. આ રીતે ગુરુધારણની વિધિ કરાવે.

રાત્રે ભજનોની રમઝટબોલે. ગુરુને દક્ષિણામાં નવી ચાદર આપે.

ગુરુધારણ ન કરનાર 'નૂગરો' ગણાય, પણ કોઈ 'નૂગરો' રહેવાનું પસંદકરતું નથી.

મૃત્યુ પછી મૃતદેહને બાળવાને બદલે દાટવાની પ્રથા છે. જો કોઈ ભગત હોય તો સમાધિ આપીમાથે દેરી ચણાવે છે.

રાવળોમાં શિક્ષણનું પ્રમાણ ખૂબ જ ઓછું હોવાથી પરંપરાથી ગરીબીમાં અને અજ્ઞાાનતામાં આ કોમ જીવતીઆવી છે.

ઝઘડો થાય તો કોર્ટમાં જવાને બદલે નાતપંચ દ્વારા તે નીપટાવે છે.

કોઈ વ્યક્તિ ગુનેગાર હોય તોસાચજૂઠના પારખાં કરવા ઉકળતા તાવડામાં પૈસો નાખી એને કાઢી લેવાનું કહે છે.

જો દાઝી જાય તો ગુનેગારગણાય છે. આ પરીક્ષાને કારણે ગુનેગાર જુઠું બોલતાં અચકાય છે.

દાઝવાની ભૅથી સાચું બોલી જાય છે ને ગુનોહોય તો કબૂલી લે છે એમ કહેવાય છે. આઝાદીનાં અજવાળાં હજુ રાવળોની ઝૂંપડીઓ સુધી જોઈએ એવાંપહોંચ્યાં નથી.

સંકલન જગદીશ રાવલ

મુ,પો,ઇલોલ (હાલ સવગઢ, મહેતાપુરા બ્રહ્માનીનગર,

ચેહરકૃપા સોસાયટી 6/69)

તા.હિંમતનગર ,જી.સાબરકાંઠા 383220 mob 9427695024 email jagdish40667@gmail.com

આયુર્વેદ અને જીવન દિન-ચર્યા ફેરફાર કરો

દિનચર્યા :- અષ્ટાંગ હૃદય સૂ.સ્થા.અ.-૨ (૧) સાજા માણસે ક્યારે ઊઠવું....?

સ્વસ્થ એટ્લે નીરોગી મનુષ્યે આયુષ્યના રક્ષણ કરવાના હેતુથી પાછલી ચાર ઘડી રાત હોય તે વેળાએ (સૂર્યોદય થયા પહેલા એટલેકે -૯૬-મિનિટપહેલા) ઊઠવું. ( સવારે બ્રહ્મ મુહૂર્તમાં ૪:૩૦ થી ૬:૦૦) દાતણ વિધિ :- (૨) આકડો,વડ,ખેર,કરંજ (કણજી) સાદડ વિગેરે ઝાડનું દાતણ રોજ સવારે તથા

   જમી રહ્યા પછી કરવું.

 દાતણનો છેડો કોમળ તથા સ્વાદ તૂરો,તીખો,અને કડવો હોવો જોઈએ.  તૂ રું દાતણ મોઢાને સાફ કરે છે.  તીખું દાતણ અરુચિ મટાડે છે.  કડવું મોમાં જામેલો કફ સાફ કરે છે.

-દાતણ કોણે ન કરવું..  જેને અજીર્ણ ,ઓકારી (ઊબકા),દમ, ઉધરસ ,તાવ,અડદીયો વા,તરસ. મુખપાક, હૃદયરોગ,કે કાનનો રોગ હોય, આંખનો કે માથાનો રોગ હોય ત્યારે દાતણ કરવું નહીં॰ (૩) રોજ સુરમાનું અંજન કરવું- આંખને હિતકારી સૌવીર (સૂરમાં) નું અંજન હમેશા કરવું.  અઠવાડિયે રસાંજન આંજવું  (દારૂ હળદર ક્વાથમાં ક્વાથથી ચોથા ભાગના બકરી દૂધને ઘટ થાય ત્યાંસુધી પકાવવાથી રસાંજન બને છે.) (૪) નસ્ય, ધૂમપાન, કોગળા, કરવા તેમજ પાન ખાવું-  નસ્ય:-

   ઉર્ધ્વજત્રુવિકારેષું  વિશેષાન્નશ્યામિષ્યતે \

નાશા હિ શિરસો દ્વારં તેન તધ્યાપ્ય હન્તિ તાન \\ (અષ્ટાંગ સૂ.સ્થા.અ.-૨૦ શ્લોક-૧)

   ઔષધિ અથવા ઔષધસિદ્ધ સ્નેહને નાસ માર્ગથી-નાકથી આપવાની ક્રિયાને નસ્ય કહે છે 

નસ્ય ઔષધ શિરમાં જઈને શિરમાં વ્યાપ્ત થઈ શિરોગત વિકારને નષ્ટ કરે છે ફાયદા =  જૂની શરદી ,  શિર:શૂળ ,  વાળ ખરવા તથા અકાળે સફેદ થવા,  આધાશીશી,  આંખ,કાન,નાક ર્તેમજ શિરોગત દોષોને દૂર કરે છે॰ નોંધ= કફનો રોગ હોયતો સવારમાં,પિત્તના રોગમાં બપોરે અને વાયુના રોગમાં સાંજે નસ્ય લેવું. એક અઠવાડીયા કરતાં (સાત દિવસ) વધારે નસ્ય કોઈપણ રોગમાં લેવું નહીં. ધૂમપાન-હિતકર આહાર તથા વિહાર કરનારા સમજુ માણસે ગળાની હાંસડીથી ઉપરના ભાગમાં કફ તથા વાયુથી થતાં વિકારો ન થાય એટલામાટે તથા થયા હોય તો તેનો નાશ થાય

        એટલા માટે  હમેંશા ધૂમપાન કરવું.

ક્યારે કેવું ધૂમપાન કરવું.

     સ્નિગ્ધોમધ્યઃ સતીક્ષ્ણશ્ચ, વાતે વાતકફે કફે \ યોજ્યઃ 

ધૂમપાન ના પ્રકાર (૧) વાતરોગમાં સ્નિગ્ધ (૨) વાતકફમાં મધ્યમ (૩) કફરોગમાં તીક્ષ્ણ

                      ધૂમપાન કરવું.

 સ્નિઘ ધૂમપાન ના દ્રવ્યો= અગર,ગુગળ,મોથ,શિલાજિત.જટામાસી,કાળોવાળો અને

                         ખસનો વાળો વિગેરે. 

 મધ્ય ધૂમપાન ના દ્રવ્યો = શલલ્કી વૃક્ષનો ગુંદર,લાખ,એલચી,કમળ,વડ,પીપળો,પીપર  તીક્ષ્ણ ધૂમપાન ના દ્રવ્યો = માળકાકણી, હળદર, હરતાલ,લાખ અને ત્રિફલા વિગેરે. ધૂમપાન ના ફાયદા = ઉધરસ,દમ.સળેખમ,સ્વરભંગ,મુખનીદુર્ગંધ,શરીરની પાંડુતા,વાલનારોગ,કાન,મુંખ અને આંખ ત્રણે ના સ્ત્રાવ ખણજ,પીડા અને જડતા,સુસ્તી અને હેડકી એટલા રોગ ધૂમપાન કરનારને થતાં નથી. ગંડૂષ =દવાના કોગળા કરવા તેને ગંડૂષ કહે છે. ગંડૂષ ચાર પ્રકાર બતાવેલ છે.(૧) સ્નિગ્ધ ગંડૂષ- ગળ્યા,ખાટા,અને ખારા દ્ર્વ્યોથી સિધ્દ્ગ કરેલા

                                 સ્નેહ વડે બને છે. 
                            (૨) શમન ગંડૂષ – કડવા,તૂરા અને ગળ્યા ઔષધથી બને છે. 

(૩) શોધન ગડૂષ – તીખા,ખાટા,ખારા અને ગરમ દ્ર્વ્યોથી બને છે. (૪) રોપણ ગંડૂષ - તુંરા અને કડવા દ્ર્વ્યોથી બને છે. - સાજા માણસે રોજ ગંડૂષાર્થે તેલનો ઉપિયોગ કરવો. પાન એટ્લે નાગરવેલના પાન પર ચૂનોચોપડી ખેરસાર ને કાથા તરીકે ભભરાવી અંદર સોપારી,જાયફળ , લવિંગ,કપૂર,ચણકબાબ અને લતા કસ્તુરી મૂકીને વાળેલું બિડું.

પાન કોને ન ખાવું..  જેને ક્ષત, કાસ રોગ થયો હોય,  રક્ત પિતનો રોગ થયો હોય,  શરીર લૂખું પડી ગયું હોય ,  એક કે બે આંખો દુ:ખવા આવી હોય,  જે ઝેર કે મદ થી પીડાતો હોય કે, ક્ષય રોગી હોય તેને પાન ખાવું ન જોઈએ... (૫) અભ્યંગ-

     મનુષ્યે હમેશાં અભ્યંગ આચરવો જોઈએ એટલેકે શરીરે તેલનું  લગાડવું જોઈએ જોઇએ કેમકે તે 

 ઘડપણ થાક અને વાયુને મટાડે છે.  આંખને નિર્મળ કરેછે અને પોષણ આપે છે.  આયુષ્ય વધારે છે અને ઊંઘ સારી આવેછે.શરીરની ચામડી સુંદર અને કરચલી વિનાની બનાવેછે અને શરીર મજબૂત બનાવે છે.  અભ્યંગ નિત્ય ન બનેતો બીજા અથવા ત્રીજા દિવસે કરવો  અભ્યંગ માટે સરસિયું શ્રેષ્ઠ છે.  અભ્યંગ ખાસ કરી માથે, કાને, તથા પગે કરવો, સૂર્યાસ્ત પછી કાનમાં તેલ પુરવું. અભ્યંગ કોણે ન કરવો બહુ કફવાળા માણસે ,  ઔષધ લઈને જેણે ઉલ્ટી અથવા રેચ કર્યો હોય તેણે ,  અજીર્ણ થયો હોય ત્યારે॰ (૫) કસરત કરવી કસરતના ગુણ  શરીર હલકું બને છે અને કામ કરવાની શક્તિ આવે છે.  જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે.  ચરબી ઓછી થાય છે અને અવયવો ઘાટીલા અને સુદઢ (ઘાટીલા) બને છે. કસરત નિષેધ :-  વાયુકે પિત્તનો રોગ થયો હોય તેણે તેમજ ઘરડા માણસે તેમજ અજીર્ણ વાળાએ કસરત ન કરવી જોઈએ. કસરત પછી ચંપી :-  કસરત કર્યા પછી શરીરને દુ:ખ ન થાય તેવી રીતે ચારે બાજુ મર્દન કરવું. જોઈએ. (૬) બહુ ઉજાગરા કરવાનહી. (૭ ) ઉદ્વર્તન :- હરડે જેવા તૂરા દ્રવ્યો, ઘઉનો,બાજરીનો , ચણાનો લોટ કે પીંઠીને શરીર ઉપર ઊંચે હાથે (નીચેથી ઉંચે) ચોળવા. ફાયદા  કફ મટાડે છે,ચરબી ઓગાળી શોષી લે છે.  અંગોને સ્થિર કરે છે.  ચામડીને સુવાળી બનાવે છે. (૮) સ્નાન (નાહવું)  નાહવાથી જઠરાગ્નિ પ્રદિપ્ત થાય છે  વીર્ય વધે છે.  ઉત્સાહ તથા બળ વધે છે.  ખૂજલી,મેલ,થાક,પરસેવો,સુસ્તી,બળતરા અને પાપનો નાશ થાય છે. કોણે સ્નાન ન કરવું  અડદિયો વા નામના રોગવાળાએ ,  આંખ,કાન, અને મોં ના રોગ વાળાએ સ્નાન ન કરવું (૯) વેગ (હાજતો) રોકવા નહીં.  છીંક, તરસ, ભૂખ, ઊંઘ, ઉધરસ, મહેનતથી ચડેલો, શ્વાસ, આસું, ઊલટી અને વીર્યપાત રોકવા નહીં  વાછૂટ,ઝાડો,પેશાબ વગેરે હાજતોનું સરળ રીતે વિસર્જન કરવું (૧૦ ) ધર્મ પાળવો (૧૧ ) મિત્ર-શત્રુ નો વિવેક  આપણું શુભ ઇચ્છનાર મિત્રોનું પ્રેમથી સેવન કરવું તથા શત્રુઓથી દૂર રહેવું (૧૨ ) હિંસા વિગેરે દશ પાપકર્મ ત્યજવા  હિંસા,ચોરી, વ્યભિચાર (શારીરિક પાપકર્મ),  ચાડિયાપણું,કઠોર વચન,અસત્યવચન અને સંબંધ વગરનું બકબક કરવું એ ચાર વાણી પાપકર્મ ,  બીજાનું અહિત કરવાનો વિચાર ,અદેખાઈ,શાસ્ત્રથી અવળી દ્રષ્ટિ એ ત્રણ મનના પાપકર્મ, એમ દશ પ્રકારના પાપકર્મ શરીર,વાણી અને મનથી ત્યજવા. (૧૩) દુ:ખી પર દયા રાખવી॰ (૧૪ ) સમતા રાખવી. (૧૫ ) દેવ વિગેરેનું પૂજન કરવું. (૧૬ ) યાચકને આપવું. (૧૭ ) પરોપકાર કરવો. (૧૮ ) સમ ચિત્ત રાખવું. (૧૯ ) પ્રસંગે જ બોલવું તે પણ હિતકર, થોડું,સાચું,તથા મધુર બોલવું. (૨૦ ) સદાચરણી થવું॰ (૨૧ ) શત્રુતા કે અપમાન જાહેર કરવું નહીં. (૨૨ ) સામા માણસનું મન જોઈને જે માણસ જેમ ખુશી થાય તેમ વર્તવું. (૨૩ ) ઇંદ્રિયોનું નિયમન કરવું. (૨૪ ) તટસ્થ રહેવું. (૨૫ ) નિર્મળ રહેવું. (૨૬ ) સુઘડ રહેવું. (૨૭ ) છત્રી લઈને અને જોડા પહેરીને ચાલવું. (૨૮ ) રાત્રે બહાર ન નીકળવું. (૨૯ ) થાક ન લાગે તેમ કરવું. (૩૦ ) રાત્રે ઝાડ નીચે,ગામના ચોરા ઉપર,ચૌટામાં તથા દેવાલયોમાં રાત્રે રહેવું

    નહીં, કતલખાનું, નિર્જન જંગલ, હવડઘર અને સ્મશાન એ જગ્યાએ તો  
   દિવસે પણ રહેવુ નહી.

(૩૧ ) સૂર્ય સામે જોવું નહીં. ઋતુચર્યા:- અષ્ટાંગ હૃદય સૂ.સ્થા.અ.-૩ ક્રમ ઋતુ શું થાય આહાર વિહાર ૧ શિશિર ઋતુ મહા/ફાગણ -સ્વાસ્થ્ય માટેની ઋતુ છે.-બ -સ્વાસ્થ્ય માટેની ઋતુ છે. -બળ વધારે -જઠરાગ્નિ પ્રબળબને છે.

બળ -


ગળ્યા,સ્નિગ્ધ,માંસરસ,ચરબી ભર્યું માંસ, ,ઘઉનો લોટ, અડદ,શેરડી,દુધ, નવું અનાજ,વસા, અને તેલ ખાવા.


-કોમળ તડકામાં બેસવું, - તાપણી કરવી, -ગરમ પાણીથી, સ્નાન કરવું, -ઘરમાં સૂવું॰ ૨ વસંત ઋતુ ચૈત્ર/વૈશાખ -કફ પ્રકોપ થાય -પાચનશક્તિ મંદ પડે -હલકા,લૂખા (રૂક્ષ) ખોરાક લેવા, -કેરીનો રસ ભેળવેલા અને રોગનો નાશ કરનાર આસવ અરિષ્ટ લેવા, -સૂંઠ ઉકાળેલું પાણી, -મોથ ઉકાળેલું પાણી, - સ્નિગ્ધ ખાટુ અને ગળ્યું ખાવું નહીં, -ખારા રસની મનાઈ છે. -દિવસે ઊંઘવું નહીં, -ઠંડુ ખાવું નહીં, -કસરત કરવી, -ગરમ પાણીથી, સ્નાન કરવું. ૩ ગ્રીષ્મ જેઠ/અષાઢ -વાયુની વૃદ્ધિ, -બળ ઘટે -પાચન શક્તિ મંદ પડે -હલકું,સ્નિગ્ધ,ઠંડુ તથા પ્રવાહી એવું ગળપણ જ ખાવું પીવું, -સાળના ચોખા,જંગલ પ્રાણીઓના માંસ સાથે ખાવા, -સાકર મેળવીને સાથુ ચાટવો. -ઠંડાપાણીથી સ્નાન કરવું, -બપોરે ઉંઘવું(દિવસે આરામ કરવો) -ઝીણા અને હલકા વસ્ત્રો પહેરવા -મૈથુનનો ત્યાગ, - ફૂલની માળા

પહેરવી  


૪ વર્ષા શ્રાવણ/ભાદરવો -શરીર આદાન કાળને કારણે ઓછું થાય . -જઠરાગ્નિ મંદ થાય -રોગો વધે -ખારું ખાતું અને સ્નેહ યુક્ત સૂંઠ મધ મેળવેલું હલકું ભોજન કરવું, -મગ,દાડમ વિગેરેના યુષ લેવા. -બહાર પગે ચાલીને જવું નહીં, -સુગંધીદાર પદાર્થો ચોરીને સ્નાન વિગેરેથી સુવાસિત રહેવુ, -કપડાં ધૂપ દીધેલાં પહેરવા, પાણી ઉકાળીને પીવું, -નદીનું પાણી,દિવસે ઊંઘ. બહુ મહેનત અને તડકો ત્યજવા. ૫ શરદ આસો/કારતક -પિત્ત પ્રકોપ, -પાચન શક્તિ મંદ પડે. -શાળના ચોખા, -મગ,સાકળ,આંબળા, -પટોળ,મધ એવું કડવું,ગળ્યું,તૂરું અને હલકુંખાવું. -ઝાકળ ,જવખાર વિગેરે ક્ષાર,ધરાઈને ખાવું પીવું ,દહી,તેલ,વસા તડકો ,દિવસે ઉંઘ,પૂર્વ દિશામાંથી આવતો પવન ત્યજવા. -ચાંદનીની શીતળતામાં બેસવું. ઉજળા વસ્ત્રો પહેરવા

૬ હેમંત માગશર/પોષ -જઠરાગ્નિ વધે -બળ વધે -શરીર રૂક્ષ -આરોગ્ય પ્રદ ગળ્યા,સ્નિગ્ધ,માંસરસ,ચરબી ભર્યું માંસ, ,ઘઉનો લોટ, અડદ,શેરડી,દુધ, નવું અનાજ,વસા, અને તેલ ખાવા.

	-કોમળ તડકામાં બેસવું,

-તાપણી કરવી, -ગરમ પાણીથી સ્નાન, -ગરમ કપડાં પહેરવા ઘરમાં સૂવું.

ઋતુસંધિ:-

                  ઊતરતી ઋતુનું છેલ્લું તથા તેના પછીની બેસવાની 
નવી ઋતુનું પહેલું એમ બે અઠવાડીયા મળીને ૧૫ દિવસ થાય તેને ઋતુસંધિ કહે    છે. તે વખતે ચાલુ ઋતુમાં આચારવાનો વિધિ ધીમે-ધીમે ત્યજતા જવું, અને તેની જગ્યાએ આવતી નવી ઋતુમાં આચારવાનો વિધિ અમલમાં આણતા જવું.

કોપી-રાઇટ અને ચર્ચા ફેરફાર કરો

સભ્યશ્રી, તમે તમારી ચર્ચામાં મૂકેલું લખાણ કોપી-રાઇટ ધરાવતું લાગે છે તેમ જ ચર્ચા પાનું એ ચર્ચા માટે હોય છે, નહિ કે વિગતો મૂકવા માટે. તથા અન્ય ચર્ચા પાનાંમાં અસંગત વિગતો પણ ન મૂકવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૩:૫૬, ૨૫ ફેબ્રુઆરી ૨૦૧૬ (IST)ઉત્તર

વજન ઉતારવા માટે દિનચર્યા:- Jagdish Raval Govt.Ayurved Hospital Himatnagar ફેરફાર કરો

વજન ઉતારવા માટે દિનચર્યા:-

૧. સવારે: • ૧૦ ગ્રામ દશમૂલ ઉકાળો 3 ચમચી મધ+ત્રણ ચમચી લીંબુરસ નરણ। કોઠે પીવો • ૧ કપ ચા (ખાંડ ઓછી) • ખાખરા ,મમરા

૨. બપોરે: • ૧ ગ્લાસ(૨૫૦ – ૩૦૦મિ.લિ.) ભરીને મગ નો સૂપ • સલાડ( કચુંબર ): કાકડી , કોબીજ, ગાજર, ડુંગળી, ટામેટાં , બીટ, વગેરે સીજન પ્રમાણે લેવું... • ૧ વાટકી બાફેલું શાક (વઘાર માં તેલ એકદમ ઓછું વાપરવું), ૨- રોટી • ૧ વાટકી ભાત (૨-૩ વર્ષ જૂના ચોખા વાપરવા) • ૧ વાટકી પાતળી દાળ • ૧ વાટકી પાતળી છાશ

૩. સાંજે: • ૧ કપ ચા ( ખાંડ ઓછી ) • ખાખરા, મમરા

૪. રાત્રે: • ૧૦ ગ્રામ દશમૂલ ઉકાળો 3 ચમચી મધ+ત્રણ ચમચી લીંબુરસ નરણ। કોઠે પીવો • ૧ ગ્લાસ - મગ નો સૂપ • સલાડ(કચુંબર): કાકડી ,કોબીજ, ગાજર, ડુંગળી, ટામેટાં , બીટ, વગેરે સીજન પ્રમાણે લેવું... • ૧ વાટકી બાફેલું શાક (વઘાર માં તેલ એકદમ ઓછું વાપરવું) ,૨- રોટી • ૧ વાટકી ખીચડી -૧ વાટકી છાશ


૫. સૂતી વખતે: • અડધો ગ્લાસ ઉકાળીને મલાઈ કાઢી નાખેલું પાતળું દૂધ ૬.  મગ નો સૂપ બનાવવાની રીત:- ૧૦૦ ગ્રામ મગ ને સવા લિટર પાણી – આદું, હળદર, કળા મારી અને સિંધાલૂણ નાખી ૩૦૦ મિ.લિ. જેવુ બાકી રહે ત્યાં સુધી ઉકાળવું, સાધારણ નવશેકું હોય ત્યારે પીવું ॰


 નોંધ:-

 સવાર-સાંજ ૩૦ મિનિટ સ્પીડ માં ચાલવા જવું, જોડે હળવી કસરત કરવી.  સૂંઠ નું પાણી: રોજ સવારે 2 લિટર પાણી માં 2 ચમચી સૂંઠ નો પાવડર નાખી 1 લિટર જેટલું વધે એટલું ઉકાળવું, પછી ગાળી ને એક બાટલા માં ભરવું, આખા દિવસ દરમ્યાન એ પાણી પીવા માટે વાપરવું.  દિવસ માં 2 વાર ફૂલ પેટ જમવું નહિ પણ ઉપર મુજબ 3 થી 4 વાર ખોરાક લેવો.  ટી.વી . જોતાં- જોતાં કે વાતો કરતાં-કરતાં જમવું નહિ .  દૂધ ગાય નું જ વાપરવું.  રસોઈ માં ખારા મીઠા ની જગ્યા એ સિંધા લૂણ જ વાપરવું.  ઘી, માખણ, ચીજ, ક્રીમ, વધારે પડતું તીખું-તળેલું-ખાટું, આથા વાળી આઇટમ, ,ગળ્યું-મીઠાઇ વગેરે... બંધ કરી દેવું  બટાકા, શક્કરીયાં, ડ્રાય ફ્રૂટ, ચોકલેટ, કેક, આઈસ-ક્રીમ, જંક ફૂડ(દાબેલી, સેન્ડવિચ,પફ, વગેરે...) ,મેંદા ની બનાવટ- બંધ કરવું  દિવસ માં ઓછા માં ઓછું 10 થી 12 ગ્લાસ પાણી અવશ્ય પીવું.  બપોરે સુવું નહિ, પણ આરામ લઈ શકાય  કબજિયાત ના રહે એનું ખાસ ધ્યાન રાખવું.