Nayan meraiya
Joined ૨૬ માર્ચ ૨૦૨૨
છેલ્લી ટીપ્પણી: એલોન મસ્ક વિષય પર KartikMistry વડે ૨ વર્ષ પહેલાં
સ્વાગત!
ફેરફાર કરોપ્રિય Nayan meraiya, શુભ દિન, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!
- જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
- વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
- સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
- લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
- આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
- ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
- નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
- ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
- આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
- અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
- જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.
એલોન મસ્ક
ફેરફાર કરોએલોન મસ્ક લેખમાં તમારા ફેરફારો માટે આભાર, પરંતુ તે ઉમેરાઓ અંગ્રેજી વિકિપીડિયામાંથી બેઠા કોપી-પેસ્ટ અને મશીન ભાષાંતર છે. તમે જોઇ શકો છો કે તેમાં સંદર્ભોની જગ્યાએ માત્ર આંકડાઓ જ ઉમેરાયા છે. ગુજરાતી વિકિપીડિયા અત્યંત નાનું છે અને તેમાં અર્થહીન મશીન ભાષાંતર કર્યા કરતા નાના પણ અર્થપૂર્ણ ફેરફારો કરશો તો વધુ યોગ્ય રહેશે. -- કાર્તિક ચર્ચા ૧૦:૫૬, ૧૩ મે ૨૦૨૨ (IST)
- THANKS BRO BUT Gujarati Wikipedia was very small so I will translate it from English to Gujarati AND the main goal is not to let the world know AND there are many people in our Gujarati who do not know English so they can use it even by translating .. Nayan meraiya (ચર્ચા) ૦૮:૫૫, ૧૪ મે ૨૦૨૨ (IST)
- હા. પણ, અર્થહીન, અધકચરું ભાષાંતર એ ન કરેલા ભાષાંતર કરતા ખરાબ છે. આગળ કહ્યું તેમ તમે સીધું કોપી-પેસ્ટ કરો છો. તેના કરતાં વિકિપીડિયામાં રહેલા ભાષાંતર સાધનની મદદ લઇ શકો છો. -- કાર્તિક ચર્ચા ૧૦:૫૮, ૧૪ મે ૨૦૨૨ (IST)