પ્રિય Pruthvi.Vallabh, શુભ રાત્રી, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા   પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

--sushant ૧૪:૦૭, ૩૦ નવેમ્બર ૨૦૧૧ (UTC)

સુશાંન્ત તમારો આભાર. પૃથ્વી-વલ્લભ ૦૪:૧૪, ૧ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)

આપનો પરિચય વાંચ્યો. હું પણ કચ્છ પ્રદેશથી જ છું. જો આપને માહિતી હોય તો કચ્છ સંબંધી લેખોની માહિતીમાં ઉમેરો કરશો.--sushant ૦૪:૧૭, ૧ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)

જાણી ને ખુસી થઇ. જરુર પ્રયત્ન કરીશ કે કચ્છ સંબંધી લેખો સંપુર્ણ બને. પૃથ્વી-વલ્લભ ૦૫:૫૮, ૧ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)

ટ્રાન્સક્રીપ્શન હટાવવા ફેરફાર કરો

તમે ફેરફાર કરો એ TAB માં જશો ત્યારે ઉપર એક નાનકડું ચોકઠું છે. આઈકોન્સની નીચે. "ગુજરાતીમાં લખવા માટે આ ખાનામાં ક્લિક કરીને ખરાની નિશાની કરો અને અંગ્રેજીમાં લખવા માટે તેને કાઢી નાંખો (Check box to write in Gujrati and uncheck to write in English)".... ત્યાં ટીક હટાવી દો. અને ગુજરાતી ટ્રાન્સસ્ક્રીપ્ટ બંધ થઈ જશે. --sushant ૧૨:૨૨, ૨ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)

મને આવુ કોઇ ઓપસન દેખાતુ નથી. આવુ ઓપસન હિન્દી વિકિપીડિયા પર દેખાય છે. હું લાઇનેક્સ પર ફાયરફોક્સ ઉપયોગ કરુ છુ. પૃથ્વી-વલ્લભ ૧૨:૩૯, ૩ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
ભાઈશ્રી, તમે અમ્ને તમારો ઈ-મેલ આપશો તો તમને એ ઓપ્શન ક્યાં છે તે દર્શાવતો સ્ક્રીન શોટ (ચિત્ર) મોકલાવી આપીશ જેથી આપને તે દેખાઈ જશે. વિકી ઈ-મેલ પરથી ફાઈલ મોકલવી શક્ય નથી. --sushant ૧૩:૨૨, ૩ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
I could see this option after disabling "Enhanced Editing Toolbar option in my edit preferences પૃથ્વી-વલ્લભ

આપના પ્રતિભાવની આવશ્યકતા ફેરફાર કરો

મિત્ર Pruthvi.Vallabh, મેં તાજેતરમાં ચોતરા ઉપર બે ચર્ચાઓ શરૂ કરી છે જે વિકિપીડિયાની નીતિઓ નિર્ધારિત કરવામાં અને આવશ્યક ફેરફારો માટે જરૂરી છે. આપને વિનંતી છે કે જો શક્ય હોય તો ચોતરા પર Mailing List અને ચિત્રો ચઢાવવા અંગેની નીતિ પર ફેરવિચાર અંગેની ચર્ચામાં ભાગ લઈ આપના અભિપ્રાયો જણાવશો. આ અભિપ્રાયો જેટલા વહેલા જણાવી શકશો તેટલા ઝડપથી આપણે ફેરફારો અહીં લાવી શકીશું. પરિવર્તન એ સૃસ્ટિનો નિયમ છે, અને આપણું ગુજરાતી વિકી વિકસી રહ્યું છે એટલે આપણે વખતો વખત આપણી નીતિઓ ઘડતા રહેવું પડે અને નવા ફેરફારો લાવતા રહેવું પડે. આમ કરતી વખતે અહીં રહેલા બહુમતિ સક્રિય સભ્યોની સહમતી મેળવવી હું આવશ્યક માનું છું, અને માટે આપનો મત જાણવાની ઉત્કંઠા છે.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૧૨, ૫ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)

ચારણ ફેરફાર કરો

દૂર કરવા વિનંતી ચારણ ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

Harshil169 (ચર્ચા) ૧૧:૨૮, ૧૦ જુલાઇ ૨૦૧૯ (IST)ઉત્તર