સાતપુડા પર્વતમાળા એ મધ્ય ભારતમાં આવેલી એક પર્વતમાળા છે. આ પર્વતમાળા પૂર્વી ગુજરાતમાં શરુ થઈ પૂર્વ તરફ મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ થઈ છત્તીસગઢ સુધી ચાલે છે. આ પર્વતમાળા તેની ઉત્તર તરફ આવેલી વિંધ્ય પર્વતમાળાને સમાંતર છે. વિંધ્ય અને સાતપુડા પર્વતમાળા ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના ઉચ્ચપ્રદેશને છૂટી પાડે છે. ઉત્તરના ઢોળાવો પરથી વહી નર્મદા નદી વિંધ્ય અને સાતપુડા પર્વત વચ્ચેના પ્રદેશમાંથી પશ્ચિમ તરફ વહી અરબી સમુદ્રને મળે છે. સાતપુડા પશ્ચિમ છેડાના દક્ષિણ ઢોળાવ પરથી વહી તાપી નદી પશ્ચિમ તરફ વહી અરબી સમુદ્રને મળે છે. સાતપુડ પર્વતમાળાના મધ્ય અને પૂર્વી ઢોળાવો પરથી વહી ગોદાવરી નદી અને તેની ઉપનદીઓ દક્ષિન ભારતના ઉચ્ચ પ્રદેશોમાં વહે છે. મહા નદી આ પર્વત માળાના પૂર્વી છેડેથી નીકળે છે. ગોદાવરી અને મહા નદી બંગાળના ઉપસાગરને મળે છે. તેના પૂર્વી છેડે સાતપુડા પર્વતમાળા છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશની ટેકરીઓને મળે છે.

સાતપુડા પર્વતમાળા
શિખર માહિતી
શિખરધૂપગઢ
ઉંચાઇ1,350 m (4,430 ft)
અક્ષાંસ-રેખાંશ22°27′2″N 78°22′14″E / 22.45056°N 78.37056°E / 22.45056; 78.37056
ભૂગોળ
મધ્ય વિસ્તારમાં સાતપુડા પર્વતમાળા દર્શાવતો ભૌગોલિક નકશો.
દેશ ભારત
રાજ્યોમધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ગુજરાત
વિસ્તાર રેખાંશો21°59′N 74°52′E / 21.983°N 74.867°E / 21.983; 74.867
નદીઓનર્મદા, મહા, તાપી
ભૂસ્તરશાસ્ત્ર
Orogenyઅભ્યાસ

પારિસ્થિતી

ફેરફાર કરો

પહેલાના સમયમાં સાતપુડા પર્વતમાળામાં ગાઢ જંગલો આવેલાં હતાં. હવે તો મોટા ભાગના જંગલો નાશ પામ્યાં છે. પણ અમુક જંગલો હજી પણ વિહરમાન છે. આ જંગલો ભારતના અમુક મોટા સ્તનધારી જીવોનું આશ્રય સ્થાન છે જેમકે વાઘ (પાન્થેરા ટીગ્રીસ), ગૌડ (બોસ ગૌરસ), ધોલે (કુઓન એલ્પીનસ), સ્લોથ બીયર (મેલુરસ અર્સીનસ), ચૌસિંઘા (ટેત્રાસીરસ ક્વોડ્રીકોર્નીસ), અને કાળિયર (એન્ટીલોપ કેર્વીકોપ્રા). આ પર્વતમાળાના પશ્ચિમ ભાગ કરતાં પૂર્વી ભાગમાં વધુ વરસાદ પડે છે. આ પર્વતનો પૂર્વ ભાગ અને પૂર્વી ઘાટ મળીને પૂર્વી ક્ષેત્રના ભેજવાળા પાનખરના જંગલો ની પારિસ્થિતિકી ક્ષેત્ર રચે છે.

આ પર્વતમાળાનો પશ્ચિમી ભાગ, નર્મદાનો ખીણ પ્રદેશ અને વિંધ્ય પર્વતનો ભાગ મોસમી સુષ્ક પ્રદેશ એ નર્મદા નદીના સુષ્ક પાનખરનઅ જંગલોનો પ્રદેશ રચે છે.

સાતપુડા વન્ય જીવન અને સુરક્ષિત ક્ષેત્ર

ફેરફાર કરો

નર્મદા અને તાપી એ બે મુખ્ય આ પર્વત માંથી નીકળી બે મુખ્ય નદીઓ છે જે અરબી સમુદ્રને મળે છે. નર્મદા નદી મધ્ય પ્રદેશમાંથી શરૂ થઈ વિંધ્ય અને સાતપુડા પર્વતમાળાની વચ્ચેની કોતરમામ્થીએ ઝડપથી વહી ગુજરાતમાં પ્રવેશે છે અને ખંભાતના અખાતમાં અરબી સમુદ્રને મળે છે. તાપી નદી મોટેભાગે ૮૦-૧૬૦ કિમી ના અંતરે લગભગ નર્મદાને સમાંતર ચાલતી મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વહી ખંભાતના અખાતમાં અરબી સમુદ્રને મળે છે.

કોતરમાંથી વહેતી નર્મદા નદી મહારાષ્ટ્ર રાજ્યની ઉત્તર સીમા નો ભાગ બની જાય છે, તેજ પ્રમાણે તાપી નદીની કોતરો મહારાષ્ત્રની ઉત્તરીય સીમાનો બચેલો ભાગ બની જાય છે. આ બંને નદીઓને છૂટો પાડતો ખડકાળ પ્રદેશ એ સાતપુડા પર્વત માળા છે.

સાતપુડા પર્વતમાળામાં ઘણાં સુરક્ષીત ક્ષેત્રો આવેલા છે જેમ કે યવાલ, અન્બાબારવા, વાન, નર્નાલા, ગુગામાલ, મેલઘાટ, પેન્ચ (મહારાષ્ટ્ર), પેન્ચ (મધ્ય પ્રદેશ), કાન્હા, સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન, પંચમઢી અને બોરી.

  • તોરણમાળ - મહારાષ્ટ્રમાં આવેલ આ ગિરિમથક સાતપુડા પર્વતમાળામાં આવેલું છે. મહાશિવરાત્રીના દિવસે ઘણાં શ્રદ્ધાળુઓ અહીંના ગોરખનાથ મંદિરના દર્શને આવે છે. તે દિવસે અહીં નંદુરબાર જિલ્લાના સ્થાનીય લોકો જ નહીં પણ ઠેઠ ગુજરાત અને મધ્ય પ્રદેશથી પણ જાત્રાળુઓ ઉઘડા પગે આવે છે. શાહદા થઈને તોરણમાલ સુધી પહોંચી શકાય છે.
  • પંચમઢી - આ ગિરીમથક મધ્ય પ્રદેશમાં આવેલું છે. તેની આસપાસ વિવિધ પ્રકારના જંગલ ને પ્રાણીઓનો વસવાટ હોઈ તે એક રોમંચક પ્રવાસી મથક બન્યું છે. નદીઓ , શિખરો, પર્વતીય ભૂમિ આદિને કારને તે એક આદર્શ પર્વતારોહી, માછીમારી જેવી ક્રિયા માટે પ્રખ્યાત સ્થળ છે. આ સાથે અહીંથી ધૂપગઢ . જંબૂદ્વીપ, બી ફોલ વગેરે પણ બાજુમાં છે.