સાર્ક શિખર પરિષદની યાદી

અહીં સાર્ક (દક્ષિણ એશિયાઈ ક્ષેત્રીય સહયોગ સંગઠન) અથવા (સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજીયોનલ કો‌ઓપરેશન) (અંગ્રેજી: The South Asian Association for Regional Cooperation (SAARC)) ની શિખર પરિષદની યાદી આપવામાં આવેલી છે. આમ તો સાર્કના નિયમાનૂસાર સભ્ય દેશોના પ્રતિનિધિઓએ વર્ષમાં એક વખત મળવાનું હોય છે પણ સામાન્ય રીતે આ શિખર પરિષદ સરેરાશ દર ૧૮ મહિને યોજવામાં આવે છે.

પ્રથમ શિખર પરિષદફેરફાર કરો

સાર્ક દેશોની પ્રથમ શિખર પરિષદ ઢાકા, બાંગ્લાદેશ ખાતે તા: ૭-૮ ડિસેમ્બર, ૧૯૮૫ના રોજ યોજાઈ હતી. જેમાં બાંગ્લાદેશ, માલદીવ્સ, પાકિસ્તાન અને શ્રીલંકાના પ્રમુખો/રાષ્ટ્રપતિઓ અને સરકારના પ્રતિનિધિઓ તથા ભૂતાન અને નેપાળના રાજવીઓ તથા ભારતના વડાપ્રધાન ઉપસ્થિત રહ્યા હતા..[૧] તેઓએ ૮ ડિસેમ્બર ૧૯૮૫ના દિવસે સાર્ક અધિકાર પત્ર (SAARC Charter) પર સહીઓ કરી હતી, તે પછી પ્રાદેશિક સંગઠનોની રચના કરાઈ. ત્રાસવાદ અને માદક દ્રવ્યોની હેરફેરના પ્રશ્નો પર અભ્યાસ જૂથોની રચના કરાઈ. એ જ રીતે વિવિધ પ્રકારની મંત્રીકક્ષાની મીટિંગ યોજવા વિશે પણ આયોજન કરાયું.[૧] આ શિખર પરિષદમાં સાર્કનાં મંત્રાલયની રચના અને સાર્કના અધિકૃત ચિહ્ન બાબતે પણ સહમતિ સાધવામાં આવી.[૧]

બીજી શિખર પરિષદફેરફાર કરો

બીજી શિખર પરિષદ ૧૬-૧૭ નવેમ્બર ૧૯૮૬નાં બેંગલોર, ભારત ખાતે યોજાઈ હતી. સભ્ય દેશો કે સરકારોના વડાઓએ મંત્રી પરિષદ દ્વારા સાર્ક મંત્રાલયની સ્થાપના પરના કરારપત્ર પર સહીઓ કરી. ઉપરાંત સાર્કનું મંત્રાલય (મુખ્યમથક) નેપાળના કાઠમંડુમાં સ્થાપવા પર અને પ્રથમ મહામંત્રી તરીકે બાંગ્લાદેશના રાજદૂત અબુલ એહસાનને નિમવા પર પણ સહમતિ કરી.

ત્રીજી શિખર પરિષદફેરફાર કરો

ત્રીજી શિખર પરિષદ ૨-૪ નવેમ્બર ૧૯૮૭ના નેપાળ ખાતે યોજાઈ, અને તેમાં બાંગ્લાદેશ, માલદીવ્સ અને શ્રીલંકાના ના પ્રમુખો, ભારત અને પાકિસ્તાનના વડાપ્રધાનો અને ભૂતાન તથા નેપાળના રાજવીઓ ઉપસ્થિત રહ્યા હતા.[૨] સભ્ય દેશોના વિદેશ મંત્રીઓએ ત્રાસવાદને ડામવા અને દક્ષિણ એશિયાઈ ખાદ્યાન્ન સંગ્રહની સ્થાપના વિષયે સાર્ક પ્રાદેશિક સમજૂતિ પર હસ્તાક્ષર કર્યા.[૨]

ચોથી શિખર પરિષદફેરફાર કરો

ચોથી શિખર પરિષદ ૨૯-૩૧ ડિસેમ્બર ૧૯૮૮માં ઇસ્લામાબાદ, પાકિસ્તાન ખાતે યોજાઈ. તેમાં બાંગ્લાદેશ, માલદીવ્સ અને શ્રીલંકાના પ્રમુખો, ભારત અને પાકિસ્તાનના વડાપ્રધાનો અને ભૂતાન તથા નેપાળના રાજવીઓ ઉપસ્થિત રહ્યા હતા.[૩] આ શિખર પરિષદમાં ૩ નવેમ્બર ૧૯૮૮ના રોજ માલદીવ્સમાં થયેલા પોલિસ પ્રયાસ (બળવાખોર પોલિસકર્મીઓ દ્વારા સત્તા પરિવર્તનનો પ્રયાસ) વિશે ચર્ચા થયેલી. વર્ષ ૧૯૮૯ને "માદક દૃવ્યોના દુરુપયોગ વિરોધી સાર્ક વર્ષ" તરીકે, અને વર્ષ ૧૯૯૦ને "બાળકીઓનું સાર્ક વર્ષ" જાહેર કરાયું. શિક્ષણ વિશે એક તકનિકી મંડળની રચના કરાઈ, અને ૨૧મી સદીના અંત સુધીમાં અન્ન, આવાસ, શિક્ષંણ તથા પર્યાવરણ સંરક્ષણ જેવા ક્ષેત્રોમાં ચોક્કસ લક્ષ્યાંક પાર પાડવા માટે "સાર્ક-૨૦૦૦-પાયાની જરૂરીયાતોનું યથાર્થદર્શન" નામે ઓળખાવાયેલી યોજના જાહેર કરાઈ.[૩] એ ઉપરાંત નિયમિત "દક્ષિણ એશિયાઈ તહેવારો"નું આયોજન કરવા અને શરૂઆત પ્રથમ યજમાનપદે ભારતથી કરવા બાબતે પણ સહમતી સધાઈ.[૩]

પાંચમી શિખર પરિષદફેરફાર કરો

પાંચમી શિખર પરિષદ માલે, માલદિવ્સ ખાતે ૨૧-૨૩ નવેમ્બર ૧૯૯૦ના યોજાયેલી અને તેમાં માલદિવ્સ, બાંગ્લાદેશ અને શ્રીલંકાના પ્રમુખો તથા ભારત, નેપાળ અને પાકિસ્તાનના વડાપ્રધાનો તથા ભુતાનના રાજાએ હાજરી આપેલી.[૪] નેતાઓએ નશીલા પદાર્થો અને માદક દવાઓ વિશેની સમજૂતી, સાર્ક દેશોમાં પરસ્પર પ્રવાસ વિષયક ખાસ સમજૂતીના દસ્તાવેજ, પ્રવાસનને પ્રોત્સાહન આપતી નીતિ વિષયક દસ્તાવેજ વગેરે પર હસ્તાક્ષર કર્યા. ૧૯૯૧-૨૦૦૦ના દશકાને "બાળકીઓ માટેનો સાર્ક દશકો" જાહેર કરાયો. ૧૯૯૧ના વર્ષને "સાર્ક રહેઠાણ વર્ષ" ૧૯૯૨ના વર્ષને "સાર્ક પર્યાવરણ સાર્ક વર્ષ" અને ૧૯૯૩ના વર્ષને "પંગુ વ્યક્તિઓ માટેનું સાર્ક વર્ષ" જાહેર કરાયા.

છઠ્ઠી શિખર પરિષદફેરફાર કરો

છઠ્ઠી શિખર પરિષદ કોલંબો, શ્રીલંકા ખાતે ૨૧ ડિસેમ્બર, ૧૯૯૧ના યોજાઈ હતી જેમાં ભારત, બાંગ્લાદેશ, નેપાળ અને પાકિસ્તાનના વડાપ્રધાનો તથા માલદિવ્સ અને શ્રીલંકાના પ્રમુખો અને ભૂતાનના રાજાએ ભાગ લીધો હતો.[૫]

સાતમી શિખર પરિષદફેરફાર કરો

સાતમી શિખર પરિષદ ઢાકા, બાંગ્લાદેશ ખાતે ૧૦-૧૧ એપ્રિલ, ૧૯૯૩ના યોજાઈ હતી જેમાં ભારત, બાંગ્લાદેશ, નેપાળ અને પાકિસ્તાનના વડાપ્રધાનો તથા માલદિવ્સ અને શ્રીલંકાના પ્રમુખો અને ભૂતાનના રાજાએ ભાગ લીધો હતો.[૬]

આઠમી શિખર પરિષદફેરફાર કરો

આઠમી શિખર પરિષદ નવી દિલ્હી, ભારત ખાતે ૨-૪ મે, ૧૯૯૫ના યોજાઈ હતી જેમાં ભારત, બાંગ્લાદેશ, અને નેપાળના વડાપ્રધાનો તથા માલદિવ્સ, પાકિસ્તાન અને શ્રીલંકાના પ્રમુખો અને ભૂતાનના રાજાએ ભાગ લીધો હતો.[૭]

નવમી શિખર પરિષદફેરફાર કરો

નવમી શિખર પરિષદ માલે, માલદિવ્સ ખાતે ૧૨-૧૪ મે, ૧૯૯૭ના યોજાયેલી અને તેમાં માલદિવ્સ અને શ્રીલંકાના પ્રમુખો તથા ભારત, નેપાળ, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના વડાપ્રધાનો તથા ભુતાનના રાજાએ હાજરી આપેલી.[૮]

દસમી શિખર પરિષદફેરફાર કરો

દશમી શિખર પરિષદ કોલંબો, શ્રીલંકા ખાતે ૨૯-૩૧ જુલાઇ, ૧૯૯૮ના યોજાઈ હતી જેમાં ભારત, બાંગ્લાદેશ, નેપાળ અને પાકિસ્તાનના વડાપ્રધાનો તથા માલદિવ્સ અને શ્રીલંકાના પ્રમુખો અને ભૂતાનના રાજાએ ભાગ લીધો હતો.[૯]

અગિયારમી શિખર પરિષદફેરફાર કરો

અગિયારમી શિખર પરિષદ ૪-૬ જાન્યુઆરી, ૨૦૦૨ના કાઠમંડુ, નેપાળ ખાતે યોજાઈ, અને તેમાં બાંગ્લાદેશ, માલદીવ્સ અને શ્રીલંકાના પ્રમુખો અને ભારત, નેપાળ તથા પાકિસ્તાનના વડાપ્રધાનો ઉપસ્થિત રહ્યા હતા.[૧૦]

બારમી શિખર પરિષદફેરફાર કરો

બારમી શિખર પરિષદ ૪-૬ જાન્યુઆરી, ૨૦૦૪ના રોજ ઇસ્લામાબાદ, પાકિસ્તાન ખાતે યોજાઈ. તેમાં માલદીવ્સ અને શ્રીલંકાના પ્રમુખો, ભારત, બાંગ્લાદેશ, નેપાળ, ભૂતાન અને પાકિસ્તાનના વડાપ્રધાનો ઉપસ્થિત રહ્યા હતા.[૧૧]

તેરમી શિખર પરિષદફેરફાર કરો

તેરમી શિખર પરિષદ ઢાકા, બાંગ્લાદેશ ખાતે ૧૨-૧૩ નવેમ્બર, ૨૦૦૫ના યોજાઈ હતી જેમાં ભારત, બાંગ્લાદેશ, ભૂતાન અને પાકિસ્તાનના વડાપ્રધાનો તથા માલદિવ્સ અને શ્રીલંકાના પ્રમુખો અને નેપાળના રાજાએ ભાગ લીધો હતો.[૧૨]

ચૌદમી શિખર પરિષદફેરફાર કરો

ચૌદમી શિખર પરિષદ નવી દિલ્હી, ભારત ખાતે ૩-૪ એપ્રિલ, ૨૦૦૭ના યોજાઈ હતી જેમાં ભારત, પાકિસ્તાન, ભૂતાન અને નેપાળના વડાપ્રધાનો તથા માલદિવ્સ, અફઘાનિસ્તાન અને શ્રીલંકાના પ્રમુખો અને બાંગ્લાદેશ સરકારના મુખ્ય સલાહકારે ભાગ લીધો હતો.

પંદરમી શિખર પરિષદફેરફાર કરો

સાર્ક દેશોની પંદરમી શિખર પરિષદ કોલંબો, શ્રીલંકા ખાતે, ૧-૩ ઓગસ્ટ, ૨૦૦૮ના યોજાઈ હતી જેમાં ભારત, ભૂતાન, નેપાળ અને પાકિસ્તાનના વડાપ્રધાનો, અફઘાનિસ્તાન, માલદિવ્સ અને શ્રીલંકાના પ્રમુખો તથા બાંગ્લાદેશ સરકારના મુખ્ય સલાહકારે ભાગ લીધો હતો.

આ પરિષદમાં પ્રાદેશિક સહકાર, દક્ષિણ એશિયાના લોકોના વિકાસ માટે ભાગીદારી, જોડાણ (સંચાર સંબંધી), ઊર્જા, પર્યાવરણ, જળસ્રોતો, ગરીબી ઉન્મૂલન, સાર્ક વિકાસ ફંડ, યાતાયાત, માહિતી અને પ્રસારણ તકનિકીનો વિકાસ, વિજ્ઞાન અને તકનિકી, પર્યટન, સાંસ્કૃતિ, દક્ષિણ એશિયા મુક્ત વ્યાપાર ક્ષેત્ર, સાર્ક સામાજીક ઘોષણાપત્ર, સ્ત્રી અને બાળકો, શિક્ષણ, ત્રાસવાદ સામે લડત અને ઓસ્ટ્રેલિયા તથા મ્યાનમારનો નિરિક્ષક તરીકે સમાવેશ જેવા મુદ્દાઓ પર ચર્ચા થયેલી.[૧૩]

ખાદ્યાન્ન સુરક્ષાફેરફાર કરો

આ શિખર પરિષદમાં, ચર્ચાના મુખ્ય મુદ્દાઓ માંહેનો એક, વૈશ્વિક ખાદ્યાન્ન સમસ્યા હતો. સાર્કના સરકારોના વડાઓએ એક નિવેદન બહાર પાડ્યું જે પ્રમાણે "ખાદ્યાન્નની ઉપલબ્ધીમાં ઘટાડો અને વિશ્વભરમાં ખાદ્યાન્નના વધતા ભાવોની વૈશ્વિક પરિસ્થિતિ જોતા, તેમાં બદલાવ અને અમલ કરવા અમે લોક કેન્દ્રિત ટૂંકા અને લાંબા ગાળાની પ્રાદેશિક નીતિ અને સંલગ્ન પરિયોજનાઓ ઘડવા, નવેમ્બર ૨૦૦૮માં, નવી દિલ્હી, ભારત ખાતે, સાર્કના સભ્ય દેશોના કૃષિમંત્રીઓની ખાસ મિટિંગ યોજવાનું દિશાનિર્દેશન કરીએ છીએ." તેઓએ ખાદ્ય આપૂર્તિ અને પોષણ સુરક્ષાની ખાતરી માટે આંતરરાષ્ટ્રીય સમુદાય સાથે ઉમદા સહકારના ગઠનની જરૂરિયાત પણ સ્વીકારી.[૧૪]

સોળમી શિખર પરિષદફેરફાર કરો

સતરમી શિખર પરિષદફેરફાર કરો

અઢારમી શિખર પરિષદફેરફાર કરો

અઢારમી સાર્ક શિખર પરિષદ નેપાળના પાટનગર કાઠમંડુ ખાતે, ૨૬-૨૭ નવેમ્બર, ૨૦૧૪ના રોજ યોજાઇ હતી જેમાં ભારત, બાંગ્લાદેશ, ભૂતાન, નેપાળ અને પાકિસ્તાનના વડાપ્રધાનો તથા અફઘાનિસ્તાન, શ્રીલંકા અને માલદિવ્સના પ્રમુખોએ ભાગ લીધો હતો. આ પરિષદનો મુદ્રાલેખ હતો, 'શાંતિ અને સમૃદ્ધિમાં માટે ઊંડુ એકત્રિકરણ'[૧૫]

ઓગણીસમી શિખર પરિષદફેરફાર કરો

૨૦૧૬માં યોજાનારી સાર્ક દેશોની ઓગણીસમી શિખર પરિષદનું યજમાન પાકિસ્તાન બનશે.

નેપાળના પાટનગર ખાતે ૧૮મી શિખર પરિષદને સંબોધતા પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરિફે આ જાહેરાત કરી હતી.[૧૬]

સંદર્ભોફેરફાર કરો

 1. ૧.૦ ૧.૧ ૧.૨ "Dhaka Declaration" (PDF). SAARC Secretariat. મૂળ (PDF) માંથી 7 જૂન 2016 પર સંગ્રહિત. મેળવેલ 16 October 2010.
 2. ૨.૦ ૨.૧ "Kathmandu Declaration" (PDF). SAARC Secretariat. મૂળ (PDF) માંથી 22 જુલાઈ 2011 પર સંગ્રહિત. મેળવેલ 16 October 2010. Check date values in: |archive-date= (મદદ)
 3. ૩.૦ ૩.૧ ૩.૨ "Islamabad Declaration" (PDF). SAARC Secretariat. મૂળ (PDF) માંથી 22 જુલાઈ 2011 પર સંગ્રહિત. મેળવેલ 16 October 2010. Check date values in: |archive-date= (મદદ)
 4. "Malé Declaration" (PDF). SAARC Secretariat. મૂળ (PDF) માંથી 22 જુલાઈ 2011 પર સંગ્રહિત. મેળવેલ 16 October 2010. Check date values in: |archive-date= (મદદ)
 5. "Colombo Declaration" (PDF). SAARC Secretariat. મૂળ (PDF) માંથી 22 જુલાઈ 2011 પર સંગ્રહિત. મેળવેલ 16 October 2010. Check date values in: |archive-date= (મદદ)
 6. "Seventh SAARC Summit" (PDF). SAARC Secretariat. મૂળ (PDF) માંથી 22 જુલાઈ 2011 પર સંગ્રહિત. મેળવેલ 16 October 2010. Check date values in: |archive-date= (મદદ)
 7. "Eighth SAARC Summit" (PDF). SAARC Secretariat. મૂળ (PDF) માંથી 22 જુલાઈ 2011 પર સંગ્રહિત. મેળવેલ 16 October 2010. Check date values in: |archive-date= (મદદ)
 8. "Ninth SAARC Summit" (PDF). SAARC Secretariat. મેળવેલ 16 October 2010.[હંમેશ માટે મૃત કડી]
 9. "Tenth SAARC Summit" (PDF). SAARC Secretariat. મૂળ (PDF) માંથી 22 જુલાઈ 2011 પર સંગ્રહિત. મેળવેલ 16 October 2010. Check date values in: |archive-date= (મદદ)
 10. "Eleventh SAARC Summit" (PDF). SAARC Secretariat. મૂળ (PDF) માંથી 22 જુલાઈ 2011 પર સંગ્રહિત. મેળવેલ 16 October 2010. Check date values in: |archive-date= (મદદ)
 11. "Twelfth SAARC Summit" (PDF). SAARC Secretariat. મૂળ (PDF) માંથી 22 જુલાઈ 2011 પર સંગ્રહિત. મેળવેલ 16 October 2010. Check date values in: |archive-date= (મદદ)
 12. "Thirteenth SAARC Summit" (PDF). SAARC Secretariat. મૂળ (PDF) માંથી 22 જુલાઈ 2011 પર સંગ્રહિત. મેળવેલ 16 October 2010. Check date values in: |archive-date= (મદદ)
 13. "આર્કાઇવ ક .પિ" (PDF). મૂળ (PDF) માંથી 2015-05-09 પર સંગ્રહિત. મેળવેલ 2014-12-27.
 14. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2017-04-04 પર સંગ્રહિત. મેળવેલ 2014-12-27.
 15. "Kathmandu, Nepal to host 18th SAARC Summit in November 2014". IANS. news.biharprabha.com. મેળવેલ 20 February 2014.
 16. http://www.dailytimes.com.pk/national/26-Nov-2014/pakistan-to-host-19th-saarc-summit-in-islamabad

બાહ્ય કડીઓફેરફાર કરો