સુભદ્રા જોશી

ભારતીય સ્વતંત્રતા કાર્યકર્તા, રાજકારણી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સંસદસભ્ય

સુભદ્રા જોશી (૨૩ માર્ચ ૧૯૧૯ – ૩૦ ઓક્ટોબર ૨૦૦૩) ભારતીય સ્વતંત્રતા કાર્યકર્તા, રાજકારણી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સંસદસભ્ય હતા. તેમણે ૧૯૪૨ની ભારત છોડો ચળવળમાં ભાગ લીધો હતો અને બાદમાં તેઓ દિલ્હી પ્રદેશ કોંગ્રેસ સમિતિ (ડીપીસીસી)ના પ્રમુખ રહ્યા હતા.[૨] તેઓ સિયાલકોટના (વર્તમાન પાકિસ્તાન) એક જાણીતા પરિવારના સભ્ય હતા.[૩] તેમના પિતા વી.એન.દત્તા જયપુર સ્ટેટમાં પોલીસ અધિકારી હતા અને પિતરાઇ ભાઇ કૃષ્ણન ગોપાલ દત્તા પંજાબમાં સક્રિય કોંગ્રેસી હતા.

સુભદ્રા જોશી
ભારતીય ટપાલ ટિકિટ (૨૦૧૧) પર સુભદ્રા જોશી
જન્મની વિગત
સુભદ્રા દત્તા

(1919-03-23)23 March 1919
સિયાલકોટ, પંજાબ (બ્રિટીશ ભારત)[૧]
મૃત્યુ30 October 2003(2003-10-30) (ઉંમર 84)

પ્રારંભિક જીવન અને શિક્ષણ ફેરફાર કરો

તેમણે મહારાજા ગર્લ્સ સ્કૂલ, જયપુર, લેડી મેક્લેગન હાઈસ્કૂલ, લાહોર અને જલંધર ખાતેની કન્યા મહાવિદ્યાલયમાંથી શાળાકીય શિક્ષણ મેળવ્યું હતું. તેમણે લાહોરની ફોરમેન ક્રિશ્ચિયન કોલેજમાંથી રાજનીતિ વિજ્ઞાન વિષયમાં અનુસ્નાતકની પદવી મેળવી હતી.[૧] કોલેજ સમયથીજ તેઓ રાજકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા.

કારકિર્દી ફેરફાર કરો

સ્વતંત્રતા સંઘર્ષમાં ભૂમિકા ફેરફાર કરો

ગાંધીજીના આદર્શોથી આકર્ષાઈને તેમણે લાહોરમાં અભ્યાસ દરમિયાન વર્ધા ખાતેના તેમના આશ્રમની મુલાકાત લીધી હતી. એક વિદ્યાર્થી તરીકે તેમણે ૧૯૪૨ માં ભારત છોડો આંદોલનમાં ભાગ લીધો હતો અને અરુણા આસફ અલી સાથે કામ કર્યું હતું.[૪] આ સમય દરમિયાન તેઓ દિલ્હી સ્થળાંતરિત થયા હતા, જ્યાં તેમણે અંગ્રેજ સરકાર વિરુદ્ધ ભૂગર્ભ પ્રવૃતિઓ ચલાવી હતી અને 'હમારા સંગ્રામ' જર્નલનું સંપાદન કર્યું હતું. તેમની ધરપકડ થતાં લાહોર મહિલા સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યા હતા. અહીં તેમણે ઔદ્યોગિક કામદારો વચ્ચે કામ કરવાનું શરૂ કર્યું હતું.

ભાગલાને પગલે થયેલા કોમી રમખાણો દરમિયાન તેમણે શાંતિ દળ નામના શાંતિ સ્વયંસેવક સંગઠનની સ્થાપના કરવામાં મદદરૂપ ભૂમિકા ભજવી હતી. આ સંગઠન મુશ્કેલીના સમયમાં એક શક્તિશાળી સાંપ્રદાયિક વિરોધી શક્તિ બની હતી. શ્રીમતી જોશીને પાર્ટી (સંયોજક) કન્વીનર બનાવવામાં આવ્યા હતા.[૫] તેમણે પાકિસ્તાનમાંથી સ્થળાંતરિત થયેલા લોકોના પુનર્વસનનું પણ આયોજન કર્યું હતું. અનિસ કિદવાઈએ તેમના પુસ્તક "ઇન ફ્રીડમ્સ શેડ"માં એવા ઘણા ઉદાહરણોનો ઉલ્લેખ કર્યો છે જેમાં તેઓ અને સુભદ્રા જોશી દિલ્હીની આસપાસના વિવિધ ગામોમાં જઈને મુસ્લિમોને બળજબરીથી સ્થળાંતર કરવાનો પ્રયાસ અટકાવવા અને શાંતિ જાળવવા માટેના પ્રયાસો કરતા હતા.[૫] તેઓ રફી અહમદ કિદવાઈની ખૂબ નજીક હતા અને ડિસેમ્બર ૧૯૮૭ માં આપેલી એક મુલાકાતમાં રાજકારણમાં તેમને પ્રોત્સાહિત કરવામાં કિદવાઈની ભૂમિકાને યાદ કરી હતી.[૬] ૧૯૯૮માં સાગરી છાબરા સાથેની મુલાકાતમાં જોશીએ ભાગલા દરમિયાન કોમી એખલાસ જાળવવાના પ્રયાસમાં પોતાના કાર્યો વિશે વાત કરી હતી.[૭]

સ્વાધીનતા સંગ્રામમાં યોગદાન ફેરફાર કરો

સુભદ્રા જોશી એક પ્રખર બિનસાંપ્રદાયિક હતા. તેમણે ભારતમાં સાંપ્રદાયિક સંવાદિતાના હેતુ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. ૧૯૬૧ માં જ્યારે ભારતના સ્વતંત્રતા પછીના પ્રથમ મોટા રમખાણો ફાટી નીકળ્યા ત્યારે તેમણે મધ્ય પ્રદેશના સાગરમાં ઘણા મહિનાઓ વિતાવ્યા હતા. પછીના વર્ષે તેમણે એક સામાન્ય સાંપ્રદાયિક વિરોધી રાજકીય મંચ તરીકે 'સાંપ્રયિકતા વિરોધી સમિતિ'ની સ્થાપના કરી હતી અને ૧૯૬૮માં આ હેતુના સમર્થનમાં 'સેક્યુલર ડેમોક્રેસી જર્નલ' શરૂ કર્યું હતું. ૧૯૭૧માં દેશમાં બિનસાંપ્રદાયિકતા અને સાંપ્રદાયિક સૌહાર્દને આગળ ધપાવવા માટે 'કોમી એકતા ટ્રસ્ટ'ની સ્થાપના કરવામાં આવી હતી.[૮]

સાંસદસભ્ય તરીકે યોગદાન ફેરફાર કરો

તેઓ ૧૯૫૨માં કરનાલ (હરિયાણા) થી, ૧૯૫૭માં અંબાલા (હરિયાણા), ૧૯૬૨માં બલરામપુર (ઉત્તર પ્રદેશ) અને ૧૯૭૧માં ચાંદનીચોક લોકસભા મતવિસ્તારમાંથી એમ કુલ ચાર કાર્યકાળ માટે (૧૯૫૨–૧૯૭૭) સાંસદ રહ્યા હતા.[૯] ૧૯૫૨માં પ્રથમ લોકસભા ચૂંટણીમાં કરનાલ બેઠક પરથી જીત મેળવી તેઓ પંજાબ રાજ્યના પ્રથમ મહિલા સાંસદ બન્યા હતા. ૧૯૬૨માં બલરામપુરમાં અટલ બિહારી વાજપેયીને હરાવ્યા બાદ તેઓ ૧૯૬૭ની લોકસભાની ચૂંટણી આ જ બેઠક પરથી તેમની સામે હારી ગયા હતા. તેઓ ૧૯૭૧ માં દિલ્હીના ચોકની લોકસભાની ચૂંટણી જીત્યા હતા પરંતુ ૧૯૭૭ માં તે જ બેઠક પરથી સિકંદર બખ્ત સામે હારી ગયા હતા.[૧૦] તેમણે વિશેષ વિવાહ અધિનિયમ, બેંકોનું રાષ્ટ્રીયકરણ, સાલિયાણા નાબૂદી અને અલીગઢ વિશ્વવિદ્યાલય સંશોધન અધિનિયમમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. કોઈ પણ પુરુષ પત્નીની હયાતીમાં છૂટાછેડા આપ્યા વિના અન્ય સ્ત્રી સાથે લગ્ન કરવાનો ગુનો આચરે ત્યારે પતિ વિરુદ્ધ મુકદ્દમા પર પૈસા ખર્ચ કરવામાં મહિલાઓને થતી મુશ્કેલી દૂર કરવા[૧૧] 'ફોજદારી પ્રક્રિયા સંહિતા (સુધારા) વિધેયક', ૧૯૫૭ રજૂ કર્યું હતું.[૧૨]) તે ૧૯૬૦ માં પસાર કરવામાં આવ્યું હતું અને આઝાદી પછી પસાર કરાયેલા માત્ર ૧૫ ખાનગી સભ્યોના વિધેયકોમાંનું એક હતું.[૧૧] તેમની સૌથી વિશેષ સિદ્ધિ સાંપ્રદાયિક તણાવ અથવા દુશ્મનાવટ તરફ દોરી જતા કોઈપણ સંગઠિત પ્રચારને કોર્ટના અધિકારક્ષેત્રમાં લાવવા માટે ભારતીય ફોજદારી કાર્યરીતિ સંહિતામાં સુધારો કરવાની હતી.[૩]

તેમને રાજીવ ગાંધી ફાઉન્ડેશન દ્વારા 'રાજીવ ગાંધી સદ્‌ભાવના પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.[૨]

અવસાન ફેરફાર કરો

સુભદ્રા જોશીનું ૩૦ ઓક્ટોબર, ૨૦૦૩ના રોજ ૮૪ વર્ષની ઉંમરે લાંબી માંદગી બાદ દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં અવસાન થયું હતું.[૨] તેમને કોઈ સંતાન ન હતું. ૨૩ માર્ચ, ૨૦૧૧ના રોજ ટપાલ વિભાગ દ્વારા તેમના સન્માનમાં એક સ્મારક ટિકિટ બહાર પાડવામાં આવી હતી.

સંદર્ભ ફેરફાર કરો

 1. ૧.૦ ૧.૧ Subhadra Joshi (nee Datta) – A Brief Biographical Account. Commemoration Volume. p. 30. seculardemocracy.in
 2. ૨.૦ ૨.૧ ૨.૨ "Subhadra Joshi dead". The Hindu. 31 October 2003. મૂળ માંથી 24 December 2003 પર સંગ્રહિત. સંગ્રહિત ૨૦૦૩-૧૨-૨૪ ના રોજ વેબેક મશિન
 3. ૩.૦ ૩.૧ Press Information Bureau English Releases. Pib.nic.in. Retrieved on 11 November 2018.
 4. Commemorative Postage Stamp on Freedom Fighter Subhadra Joshi released by Pratibha Patil. Jagranjosh.com (28 March 2011). Retrieved on 2018-11-11.
 5. ૫.૦ ૫.૧ 1906-1982., Qidvāʼī, Anis (2011). In freedom's shade. [Bangalore]: New India Foundation. ISBN 9780143416098. OCLC 713787016.CS1 maint: numeric names: authors list (link)
 6. Media Office, Jamia Millia Islamia (2017-03-23), Subhadra Joshi (on Rafi Ahmad Kidwai) in conversation with Desraj Goyal (Jamia media), https://www.youtube.com/watch?v=Kcw06WTgc1E, retrieved 2019-03-30 
 7. Web, South Asia Citizens (2019-03-30). "India: 1998 interview with Subhadra Joshi by Sagari Chhabra". South Asia Citizens Web (અંગ્રેજીમાં). મૂળ માંથી 2022-07-14 પર સંગ્રહિત. મેળવેલ 2019-03-30.
 8. Subhadra Joshi (nee Datta) – A Brief Biographical Account. Commemoration Volume. p. 32. seculardemocracy.in
 9. "Chandni Chowk Parliamentary Constituency Map, Election Results and Winning MP". www.mapsofindia.com. મેળવેલ 2019-03-30.
 10. "NOT 'fair' Punjab". The Tribune. March 19, 2019. મેળવેલ March 30, 2019.
 11. ૧૧.૦ ૧૧.૧ Ganz, Kian. "The other 14 private members' bills passed since Independence". www.legallyindia.com (અંગ્રેજીમાં). મેળવેલ 2019-03-30.
 12. K., Chopra, J. (1993). Women in the Indian parliament : (a critical study of their role). New Delhi: Mittal Publications. ISBN 8170995132. OCLC 636124745.