હૅલોવીન (Halloween, અથવા Hallowe’en ) 31મી ઓક્ટોબરે ઉજવાતો તહેવાર છે. તેના મૂળ સેમહેઇનના સેલ્ટિક તહેવાર અને ઓલ સેન્ટ્સ ડેના ખ્રિસ્તી પવિત્ર દિવસમાં છે. તે મોટે ભાગે એક બિનસાંપ્રદાયિક ઉજવણી છે, પરંતુ કેટલાક ખ્રિસ્તીઓ અને મૂર્તિપૂજકોએ તેના ધાર્મિક અર્થો અંગે તીવ્ર લાગણીઓ વ્યક્ત કરી છે. [][][] આઇરિસ વસાહતીઓ આયર્લેન્ડના 1846ના મહાન દુકાળ વખતે આ પરંપરાના પ્રકારો ઉત્તર અમેરિકા લઈ ગયા હતા. [] આ દિવસ સામાન્યપણે નારંગી અને કાળા રંગ સાથે સંકળાયેલો છે અને જેક-ઓ-લેન્ટર્ન જેવા પ્રતીકો સાથે ગાઢપણે જોડાયેલો છે. હેલોવીન પ્રવૃત્તિઓમાં ટ્રિક-ઓર-ટ્રીટિંગ, ઘોસ્ટ ટુર્સ, બોનફાયર, વેશપરિધાન મિજબાનીઓ, ભૂતિયા આકર્ષણોની મુલાકાત લેવી, જેક-ઓ-લેન્ટર્ન કોતરવા, ડરામણી કથાઓ વાંચવી અને હોરર મુવી જોવાનો સમાવેશ થાય છે.

Halloween
બીજું નામAll Hallows’ Eve
All Saints’ Eve
ઉજવવામાં આવે છેNumerous Western countries (see article)
પ્રકારSecular with roots in Christianity and paganism
ઉજવણીઓVaries by region but includes trick-or-treating, ghost tours, apple bobbing, costume parties, carving jack-o'-lanterns
તારીખOctober 31
સંબંધિતSamhain, All Saints’ Day

હેલોવીનના મૂળ સેમહેઇનના નામે ઓળખાતા પ્રાચીન સેલ્ટિક તહેવારમાં રહેલા છે. (Irish pronunciation: [ˈsˠaunʲ]; ઓલ્ડ આઇરિસમાંથી[samain, possibly derived from Gaulish samonios] Error: {{Lang}}: text has italic markup (help)) [] સેમહેઇનનો તહેવાર ગેલિક સંસ્કૃતિમાં લણણીની મોસમના અંતની ઉજવણી છે. અને ક્યારેક [] "સેલ્ટિક નવા વર્ષ" તરીકે ઉજવાય છે. [] પરંપરાગત રીતે આ તહેવારનો ઉપયોગ પ્રાચીન સેલ્ટિક મૂર્તિપૂજકો શિયાળાના સંગ્રહ માટે પુરવઠાની ગણતરી કરવા અને પશુધનની કતલ કરવામાં કરતા હતા.

પ્રાચીન સેલ્ટો માનતા હતા કે 31મી ઓક્ટોબર (હાલ હેલોવીન તરીકે ઓળખાતી તારીખે) સજીવ અને નિર્જીવ વચ્ચેની ભેદરેખા ભૂંસાઈ ગઈ હતી અને બિમારી કે પાકને નુકસાન પહોંચાડીને મૃતકો જીવતાં લોકો માટે સમસ્યાઓ સર્જતા હતા. તહેવારોમાં બોનફાયર્સ થાય છે, જેમાં કતલ કરાયેલા પ્રાણીઓના હાડકાં નાંખવામાં આવે છે.આ તહેવારોમાં પ્રેત આત્માઓની નકલ કરવા કે તેમને રીઝવવાના પ્રયાસરૂપે પોષાકો અને મહોરાં પહેરવામાં આવે છે. [][]

નામનું મૂળ

ફેરફાર કરો

મૂળે Hallowe’en તરીકે લખાતો Halloween શબ્દ ઓલ હેલોઝ ઇવનું ટુંકું રૂપ બન્યો છે. (ઇવન અને ઇવ બંને ઇવનિંગ ના ટુંકા રૂપો છે, પરંતુ હેલોવીનનો n ઇવનમાંથી ઉતરી આવ્યો છે, કેમ કે તે "ઓલ હેલોઝ ડે"ની પૂર્વસંધ્યા છે, [૧૦] જે ઓલ સેન્ટ્સ ડે તરીકે પણ ઓળખાય છે. પોપ ગ્રેગરી ત્રીજા અને ગ્રેગરી ચોથા ઓલ સેન્ટ્સ ડેનો જૂનો ખ્રિસ્તી તહેવાર 13મી મેથી (જે વાસ્તવમાં મૂર્તિપૂજકોના પવિત્ર દિવસ, ધી ફીસ્ટ ઓફ લેમુરસની તારીખ હતી) બદલીને પહેલી નવેમ્બરે લઈ ગયા, ત્યાં સુધી તે વિવિધ ઉત્તર યુરોપિય મૂર્તિપૂજક પરંપરાઓમાં ધાર્મિક ઉજવણીઓનો દિવસ હતો. નવમી સદીમાં ચર્ચે ફ્લોરેન્ટાઇન પંચાંગ પ્રમાણે આ દિવસ સૂર્યાસ્તથી શરૂ થતો ગણ્યો. ઓલ સેન્ટ્સ ડે હવે હેલોવીનના એક દિવસ પછી આવતો હોવાનું મનાય છે, તેમ છતાં બંને, તે સમયે, એક જ દિવસે ઉજવવામાં આવતા હતા.

પ્રતીકો

ફેરફાર કરો

હેલોવ્ઝ ઇવ ટાણે પ્રાચીન સેલ્ટો મૃતકોની યાદમાં તેમની બારીની પાળી પર એક હાડપિંજર મુકતાં. યુરોપથી શરૂ થયેલા આ ફાનસો સૌ પહેલાં સલજમ કે રુતબાગામાંથી કોતરવામાં આવ્યા હતા. માથુ/0} શરીરનો સૌથી શક્તિશાળી હિસ્સો છે, જેમાં આત્મા અને જ્ઞાન આવેલા છે, એવું માનતા સેલ્ટો કોઈ પણ વહેમને ભગાડવા માટે વનસ્પતિના "માથા"નો ઉપયોગ કરતા હતા. [૧૧] વેલ્સ, આઇરિસ અને બ્રિટિશ દંતકથાઓ ઉદ્ધત મસ્તકની પુરાણકથાઓથી ભરપુર છે, જે શીર્ષછેદનની પ્રાચીન સેલ્ટિકોની વ્યાપક પરંપરાની લોકસ્મૃતિ હોઈ શકે છે. આવા છેદાયેલા મસ્તકો મોટેભાગે બારણાની બારશાખ પર લટકાવવામાં આવતા હતા અથવા તો અગ્નિ સમક્ષ લાવવામાં આવતા હતા, જ્યાં તેઓ તેમનું ડહાપણ ઉચ્ચારતા હતા.

જેક-ઓ-લેન્ટર્ન નામ [૧૨] લોભીયા, જુગારી, અતિશય દારૂડિયા, ઘરડા કિસાનની આઇરિશ પુરાણકથા અધમ જેકમાં જડી શકે છે. તેણે શેતાનને એક વૃક્ષ પર ચડવા માટે પ્રેર્યો હતો અને પછી વૃક્ષના થડમાં એક ક્રોસ કોતરીને તેને ફસાવ્યો હતો. વેર વાળવા શેતાને જેકને પોલા સલજમમાં મુકેલી એકમાત્ર મીણબત્તીના પ્રકાશમાં રાતભર દુનિયામાં હંમેશ માટે ભ્રમણ કરવાનો શ્રાપ આપ્યો હતો. ઉત્તર અમેરિકામાં હેલોવીન સાથે કોળાને કોતરવાનું કામ સંકળાયેલું છે. [૧૩] અહીં કોળા આસાનીથી પ્રાપ્ય નથી, પરંતુ મોટા હોવાથી સલજમ કરતા વધારે સરળતાથી તેમને કોતરી શકાય છે. ઘણા કુટુંબો હેલોવીનની ઉજવણી કરવા કોળાને કોઈ ભયાનક કે રમુજી ચહેરા તરીકે કોતરીને અંધારા પછી તેમના ઘરના બારણા પાસે મુકે છે.અમેરિકામાં કોળાને કોતરવાની પરંપરા આઇરિસ વસાહતીઓના ભીષણ દુકાળના ગાળા પછી શરૂ થઈ હોવાનું મનાય છે. [સંદર્ભ આપો]કોતરેલા કોળા અમેરિકામાં સામાન્યપણે મૂળે લણણીના સમય સાથે સંકળાયેલા હતા અને 19મી સદીના મધ્યથી પાછોતરા ભાગ સુધી હેલોવીન સાથે ખાસ સંકળાયેલા નહોતા. [સંદર્ભ આપો]હેલોવીનની આસપાસ ઉભી થયેલી કલ્પનાસૃષ્ટિ મુખ્યત્વે કેટલીક બાબતોને આભારી છે. એક તો હેલોવીન મોસમ પોતે, પછી ગોથિક અને ભયના સાહિત્યિક સર્જનો, ખાસ કરીને ફ્રેન્કેસ્ટાઇન અને ડ્રેક્યુલાની નવલકથાઓ તેમજ અમેરિકી ફિલ્મનિર્માતાઓ અને ગ્રાફિક કલાકારોના એક સદીના સર્જનો [૧૪] અને છેલ્લે અંધકાર અને રહસ્યમયતાના વેપારીકરણનું મિશ્રણ છે.હેલોવીન કલ્પનાસૃષ્ટિમાં મૃત્યુ, અનિષ્ટ, ગૂઢવિદ્યાt, જાદુ, કે પુરાણકથાના રાક્ષસોને પ્રયોજવાનું વલણ હોય છે. તેના પરંપરાગત ચરિત્રોમાં શેતાન, ગ્રિમ રીપર, પ્રેતો, પિશાચો, દાનવો, ડાકણો, કોળાના માનવો, ગોબલિનો, લોહી ચૂસતી વાગોળો, વેરવુલ્વ્ઝ, ઝોમ્બિઓ, મમીઓ, હાડપિંજરો, કાળી બિલાડીઓ, કરોળિયાઓ, ચામાચીડીયા, ઘુવડો, કાગડાઓ, અને ગીધોનો સમાવેશ થાય છે. [૧૫]ખાસ કરીને અમેરિકામાં, ફ્રેન્કેસ્ટાઇન્સ મોન્સ્ટર અને મમી જેવી કાલ્પનિક ચરિત્રો ધરાવતી પ્રશિષ્ટ ભય ફિલ્મોએ પ્રતીકવાદને પ્રેરણા આપી હતી. પાનખરની મોસમના તત્વો, જેવા કે કોળા, મકાઈ કુશ્કી, અને ચાડીયો પણ પ્રચલિત છે. હેલોવીનના દિવસોમાં ઘરોને આ પ્રકારના પ્રતીકોથી શણગારવામાં આવે છે. હેલોવીન સાથે બે મુખ્ય રંગો સંકળાયેલા છેઃ નારંગી અને કાળો.[૧૬]

ટ્રિક-ઓર-ટ્રીટિંગ અને વસ્ત્રપરિધાન શૈલી

ફેરફાર કરો

હેલોવીન પોષાકો પ્રેતો, હાડપિંજરો, ડાકણો અને શેતાનો જેવા પિશાચોના પરંપરાગત પોષાકો છે. આ પોષાકો ભયના પરંપરાગત વિષયના બદલે જુદા વિષયવસ્તુ પર પણ આધારિત છે, જેમ કે ટેલીવિઝનના શો, ફિલ્મો, અને પોપ સંસ્કૃતિના અન્ય પ્રતીકો જેવા ચરિત્રો પર.

પોષાકોનું વેચાણ

ફેરફાર કરો

બિગરીસર્ચે યુનાઇટેડ સ્ટેટ્સમાં નેશનલ રીટેલ ફાઉન્ડેશન માટે એક સરવે હાથ ધર્યો હતો. તેમાં જણાયું હતું કે ગ્રાહકોના 53.3 ટકાએ 2005માં હેલોવીન માટે પોષાક ખરીદવાની યોજના બનાવી હતી અને સરેરાશ 38.11 $ ખર્ચ કર્યો હતો, જે અગાઉના વર્ષ કરતા 10 ડોલર વધારે હતો. 2006માં તેઓ 4.96 અબજ ડોલરનો ખર્ચો કરે તેવી અપેક્ષા હતી, જે અગાઉના વર્ષના માત્ર 3.3 અબજ ડોલરના ખર્ચની સરખામણીમાં ગણનાપાત્ર રીતે વધુ હતો. [૧૭]

યુનિસેફ (UNICEF)

ફેરફાર કરો

ઉત્તર અમેરિકામાં હેલોવીન દરમિયાન "યુનિસેફ (UNICEF)માટે ટ્રિક-ઓર-ટ્રીટ " એક સામાન્ય દ્રશ્ય બન્યું છે. 1950માં ફીલાડેલ્ફીયામાં એક સ્થાનિક બનાવ તરીકે શરૂ થયેલા અને 1952માં રાષ્ટ્રીય સ્તરે વ્યાપ મેળવનારા આ કાર્યક્રમમાં શાળાઓ ટ્રિક-ઓર-ટ્રીટર્સને નાના ખોખા વહેંચતી. (આધૂનિક સમયમાં હોલમાર્ક જેવા કોર્પોરેટ પ્રાયોજકો તેમના પરવાનાવાળા સ્ટોર્સ પર આવા ખોખા વહેંચે છે) ટ્રિક-ઓર-ટ્રીટર્સ જે ઘરોની મુલાકાત લે છે, ત્યાંથી આ ખોખામાં પરચૂરણ દાન ઉઘરાવી શકે છે. એક અંદાજ પ્રમાણે, કાર્યક્રમનો પ્રારંભ થયો ત્યારથી યુનિસેફ માટે બાળકોએ 11.9 કરોડ (યુએસ) ડોલર કરતા વધારે રકમ એકઠી કરી છે. 2006માં યુનિસેફે સલામતી અને વહીવટી કારણોસર વિશ્વના કેટલાક ભાગોમાં હેલોવીન ઉઘરાણી ખોખા બંધ કર્યા.[૧૮][34]

રમતો અને અન્ય પ્રવૃત્તિઓ

ફેરફાર કરો
 
1904ના આ હેલોવીન ગ્રીટિંગ કાર્ડમાં ભવિષ્યકથન નિરુપાયું છે. એક અંધારિયા ઓરડામાં બેઠેલી યુવાન સ્ત્રી તેના ભાવિ પતિના ચહેરાની ઝાંખી કરવાની આશા સેવે છે

હેલોવીનની મિજબાનીઓ સાથે પરંપરાગત રીતે કેટલીક રમતો સંકળાયેલી છે. એક સામાન્ય રમત છે ડંકિન્ગ કે સફરજન બોબિંગ, જેમાં પાણીના એક ટબ કે મોટા બેઝિનમાં તરતા સફરજનોને સ્પર્ધક પોતાના દાંતથી પકડે છે. (રમત વધારે પડકારજનક બનાવવા માટે સફરજનોની દાંડી હટાવીને પ્રયાસ કરો [૧૯]. ડંકિન્ગના એક પ્રકારમાં દાંતમાં છરીકાંટો પકડીને ખુરશી પર વાંકા વળવામાં આવે છે અને કાંટાને સફરજન પર ફેકવામાં આવે છે. બીજી સામાન્ય રમતમાં ચાસણી કે સીરપમાં બોળેલી કેકના ટુકડાં દોરીથી લટકાવવામાં આવે છે. આ ટુકડાં લટકતી હાલતમાં હાથનો ઉપયોગ કર્યા વિના જ ખવાવા જોઇએ. આ પ્રવૃત્તિમાં ચહેરો અત્યંત ચીકણો થઈ જાય છે. કાગળના એક મોટા ટુકડા પર ડાકણ દોરી, તેમાં રંગ પૂરી, કાળા કાગળમાંથી વર્તુળો કાપી અને પાછળના ભાગે સ્ટિકિંગ ટેપ લગાડીને ડાકણના મસા બનાવીને બાળકો "કિલ ધી વિચ ગેઇમ" રમી શકે છે. ત્યાર બાદ ખેલાડીઓની આંખે પાટા બાંધીને તેમને ત્રણ વાર ગોળ ગોળ ફેરવવામાં આવે છે અને ડાકણ પર કદરૂપા મસા લગાડવાનું જણાવવામાં આવે છે! જે ખેલાડી નાકની સૌથી નજીક મસો ચોંટાડી શકે છે તે જીતી જાય છે.[૨૦]

હેલોવીન વખતે પરંપરાગત રીતે રમાતી કેટલીક રમતો ભવિષ્યકથનના પ્રકારો જ છે. આયર્લેન્ડમાં રમાતી એક રમત પૂચીની માં એક ટેબલની સામે એક વ્યક્તિને આંખે પાટા બાંધીને બેસાડવામાં આવે છે અને ટેબલ પર કેટલીક રકાબીઓ રાખવામાં આવે છે. રકાબીઓની જગ્યાની અદલાબદલી થાય છે. બેઠેલી વ્યક્તિ સ્પર્શ કરીને એક રકાબી પસંદ કરે છે. રકાબીમાં રહેલી વસ્તુ વ્યક્તિનું તે વર્ષનું જીવન નક્કી કરે છે.19મી સદીના આયર્લેન્ડમાં યુવાન સ્ત્રીઓ લોટ છાંટેલી રકાબીઓમાં ગોકળગાયો મુકતી. [સંદર્ભ આપો]કોઈ વ્યક્તિના ભાવિ જીવનસાથીનું ભવિષ્ય જાણવા માટેની આઇરિશ અને સ્કોટિશ પરંપરા પ્રમાણે સફરજનને એક લાંબી ચીરીમાં કોતરીને તેની છાલ વ્યક્તિના ખભા પર ઉછાળવામાં આવતી.એવું માનવામાં આવતું કે છાલ ભાવિ જીવનસાથીના નામના પ્રથમ અક્ષરના સ્વરૂપમાં જમીન પર પડતી.આ રીવાજ ગ્રામીણ યુનાઇટેડ સ્ટેટ્સમાં આઇરિશ અને સ્કોટિશ વસાહતીઓમાં સચવાયો છે. [સંદર્ભ આપો]અપરિણિત સ્ત્રીઓને વારંવાર એમ કહેવામાં આવતું [કોણ?] કે જો તેઓ હેલોવીયન રાત્રે એક અંધારિયા ખંડમાં બેસીને એક દર્પણમાં જોશે, તો તેમાં તેમને તેમના ભાવિ ભરથારનો ચહેરો જોવા મળશે.જોકે, જો તેઓ લગ્ન પહેલાં મૃત્યુ પામવાની હશે, તો દર્પણમાં ખોપરી દેખાશે.આ રિવાજ એટલો વ્યાપક બનેલો કે 19મી સદીના અંત ભાગમાં અને 20મી સદીની શરૂઆતમાં ગ્રીટિંગ કાર્ડ દ્વારા ઉજવવામાં આવતો હતો. [સંદર્ભ આપો]પ્રેત કથાઓ કહેવી અને ડરામણી ફિલ્મો જોવી એ હેલોવીન મિજબાનીઓની સામાન્ય રમતો છે.હેલોવીન વિષયવસ્તુ ધરાવતી ટીવી સીરીઝના ભાગો અને ખાસ હપ્તા સામાન્યપણે બાળકોને ધ્યાનમાં રાખીને બનાવાતા ખાસ હપ્તા) રજાના દિવસે કે તેની પહેલાં પ્રસારિત થાય છે, જ્યારે ડરામણી ફિલ્મો વાતાવરણનો લાભ લેવા મોટે ભાગે રજાના દિવસ પહેલાં થીયેટરમાં રજુ થાય છે.

ભૂતિયા આકર્ષણો

ફેરફાર કરો

ભૂતિયા આકર્ષણો એવા મનોરંજન સ્થળો છે, જેમને રોમાંચ માટે અને ચાહકોને ડરાવવા માટે રચવામાં આવ્યા છે. મોટા ભાગના હેલોવીન નિમિત્તે થતા મોસમી ધંધા સમાન છે. પૈસા ચૂકવીને ભયભીત થવા માટેના આવા સ્થળોના મૂળ વિષે જાણવુ કઠીન છે, પરંતુ સામાન્યપણે એવું સ્વીકારવામાં આવે છે કે ભંડોળ ઉઘરાવવા માટે જુનીયર ચેમ્બર ઇન્ટરનેશનલ (જેસીસ) દ્વારા આવા સ્થળોનો સામાન્યપણે ઉપયોગ થયો હતો. કોર્ન મેઇઝ અને હેરાઇડ જેવા ભૂતિયા આકર્ષણોનો તેમાં સમાવેશ થાય છે. [૨૧] ઉદ્યોગની વૃદ્ધિ સાથે ખાસ અસરોની ચાલાકીના સ્તરમાં પણ વધારો થયો છે.યુનાઇટેડ સ્ટેટ્સાં ભૂતિયા આકર્ષણો દર વર્ષે 30-40 કરોડ $નો ધંધો કરે છે અને અંદાજે 400,000 ગ્રાહકોને ખેંચી લાવે છે, જોકે, વલણો દર્શાવે છે કે આ સંખ્યા 2005માં તે ટોચ પર હતી, આ બાબતમાં વધેલા રસને કારણે વધારે ઉચ્ચ કક્ષાની તકનિકી ખાસ અસરો અને પરિધાન પ્રચલિત બન્યા છે, જેની સરખામણી હોલીવુડ ફિલ્મો સાથે કરી શકાય. [૨૨]

 
કેન્ડી સફરજન

સફરજનની વાર્ષિક લણણી પછી આ ઉજવણી આવતી હોવાથી કેન્ડી સફરજન (ટોફી, કારમેલ કે ટેફી સફરજનના નામે પણ ઓળખાય છે) હેલોવીનની સામાન્ય વાનગી છે. તેમાં સમગ્ર સફરજનને ચીકણા ખાંડવાળા સીરપમાં રગદોળીને અને ક્યારેક અને ક્યારેક એમને કાજુમાં પણ રગદોળવામાં આવે છે. એક સમયે કેન્ડી સફરજન બાળકોને આપવાનું સામાન્ય હતું, પરંતુ કેટલાક લોકો સફરજનોમાં રેઝર બ્લેડ અને ટાંકણીઓ ઘોંચીને આપે છે તેવી વ્યાપક અફવાઓના પગલે આ પ્રથા ઝડપથી ઓસરી ગઈ હતી.આવી ઘટનાઓના પુરાવા છે, પરંતુ તે અપવાદરૂપ જ છે અને ક્યારેય કોઈને ગંભીર ઇજા થઈ નથી. તેમ છતાં કેટલાક વાલીઓએ ધારી લીધું કે આવી નિર્ઘૃણ પ્રથાઓ નિરંકુશપણે ચાલતી હતી. આ ઉન્માદની પરાકાષ્ટાના સમયે કેટલીક હોસ્પિટલોએ બાળકોની હેલોવીનની આવી સામગ્રીના મફતમાં એકસ-રે પાડી આપવાની ઓફર કરી હતી, જેથી તેમાં કોઈ ગરબડ હોય તો પકડી શકાય. ખરેખર તો કેન્ડી ઝેરી થવાના કેટલાક જાણીતા બનાવોમાં વાલીઓએ જ તેમના બાળકોની કેન્ડીને ઝેરી બનાવી દીધી હતી અને કેટલાક અહેવાલ પ્રમાણે બાળકોએ ધ્યાન આકર્ષિત કરવા માટે તેમની પોતાની (કે અન્ય બાળકની) કેન્ડીમાં ટાંકણીઓ ઘૂસાડી દીધી હતી. આધૂનિક આયર્લેન્ડ બાર્મબ્રેકને શેકવાનો (કે હવેના દિવસોમાં ખરીદવાનો) રિવાજ હજુ ચાલુ છે. બાર્મબ્રેકને આઇરિશમાં બ્રેરિન બ્રેક (báirín breac) કહે છે. તે એક પ્રકાની હલકી ફ્રુટકેક છે. તેને શેકતા પહેલાં તેમાં એક સાદી વીંટી, સિક્કો અને અન્ય તાવીજો મુકવામાં આવે છે. એવું કહેવાય છે કે જેને આ વીંટી મળે તેને આવનારા વર્ષમાં તેનો સાચો પ્રેમ મળશે. એપીફેનીના તહેવાર વખતે કિંગ કેકની પરંપરા જેવી આ પ્રથા છે.

તહેવાર સાથે સંકળાયેલી અન્ય ખાદ્ય ચીજો:

દુનિયાભરમાં

ફેરફાર કરો

હેલોવીન દુનિયાના તમામ દેશો અને પ્રદેશોમાં ઉજવવામાં આવતો નથી. અને જેઓ ઉજવે છે તેઓમાં પણ ઉજવણીની પરંપરાઓ અને મહત્વ અલગ અલગ હોય છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં થતી ઉજવણીની અન્ય દેશોમાં થતી ઉજવણીઓ પર નોંધપાત્ર અસર પડે છે.કોઈ પણ દેશની હેલોવીનની પરંપરાનાં ઇતિહાસના આધારે તે દેશમાં હાલ ઉજવણી થાય છે.

ધાર્મિક દ્રષ્ટિકોણો

ફેરફાર કરો

ઉત્તર અમેરિકામાં, હેલોવીન પ્રત્યે ખ્રિસ્તીઓના અભિગમો જુદા જુદા છે. એંગ્લિકન ચર્ચમાં કેટલાક ડાયોસીસ ઓલ સેઇન્ટ્સ ડેની ખ્રિસ્તી પરંપરાઓ પર ભાર મુકવાનું પસંદ કરે છે. [૨૩][૨૪] જ્યારે કેટલાક પ્રોટેસ્ટન્ટ આ તહેવારની ઉજવણી સુધારા દિન (યાદ કરવાનો અને એકતા માટે પ્રાર્થના કરવાનો દિવસ) તરીકે કરે છે. [૨૫] સેલ્ટિક ખ્રિસ્તીઓ સેમહેઇન સેવાઓ ધરાવતા હોઈ શકે છે, જે તહેવારના સાંસ્કૃતિક પાસા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. એવી માન્યતા છે કે ઘણા પ્રાચીન સેલ્ટિક રિવાજોનો ‘‘નવા ખ્રિસ્તી ધર્મ સાથે મેળ ખાતો નથી.

ખ્રિસ્તી ધર્મએ કુટુંબ, સમુદાય, લોકો વચ્ચેના સંબંધો અને મૃતકો માટે આદરના સેલ્ટિક વિચારો અપનાવ્યા હતા. સદીઓ દરમિયાન 31મી ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન થતી ઉજવણીઓના ગેલિમોફ્રાઇ (મિશ્રણ)માં મૂર્તિપૂજકો અને ખ્રિસ્તીઓની માન્યતાઓની ભેળસેળ થઈ છે. આ તમામ માન્યતાઓ અંધકારના પ્રભુત્વને પડકારવાની અને રહસ્ય જાણવાની જણાય છે. [૨૬]ઘણા ખ્રિસ્તીઓ હેલોવીનને નકારાત્મક રીતે જોતા નથી. તેઓ તેઓ તેને ‘‘કલ્પનાસૃષ્ટિના પ્રેતો’’ની ઉજવણી કરનારો અને કેન્ડી આપવાનો નિર્ભેળ બિન-સાંપ્રદાયિક તહેવાર માને છે. સમગ્ર ઉત્તર અમેરિકા અને આયર્લેન્ડમાં રોમન કેથોલિક સંકીર્ણ વિચારધારાઓમાં હેલોવીનની ઉજવણીઓ સામાન્ય છે.હકીકતમાં, રોમન કેથોલિક ચર્ચ હેલોવીનને ખ્રિસ્તી પરંપરા સાથે નાતો ધરાવતો તહેવાર માને છે. [૨૭] રોમમાં વેટિકને નિયુક્ત કરેલા ભૂવા, ફાધર ગેબ્રિયેલ એમોર્થ કહે છે, ‘‘જો અંગ્રેજ અને અમેરિકી બાળકો વર્ષની એક રાતે ડાકણો અને શેતાનો જેવો પહેરવેશ પહેરવાનું પસંદ કરતા હોય, તો એ કોઈ સમસ્યા નથી. જો તે માત્ર એક રમત જ હોય, તો તેમાં કશું જ નુકસાન નથી.[] મોટા ભાગના ખ્રિસ્તીઓ માનતા હતા કે આ પરંપરાના મૂળ અને તેની ઉજવણી ‘‘શેતાની’’ નથી અને તે બાળકોના આધ્યાત્મિક જીવન માટે કોઈ ખતરારૂપ નથી. તેમને મૃત્યુ અને આધ્યાત્મિકતા તેમજ સેલ્ટિક પૂર્વજોના માર્ગો અંગે શિક્ષણ મળે છે, જે વાસ્તવમાં એક અમૂલ્ય જીવનપાઠ છે અને તેમના ઘણા બધા પાદરીઓના વારસાનો ભાગ છે. [૨૬]

અન્ય, પ્રાથમિકપણે ખ્રિસ્તી ધર્મ પ્રચારકો અને કટ્ટરપંથી પ્રકારના, ખ્રિસ્તીઓ હેલોવીન અંગે ચિંતા ધરાવે છે અને આ ઉજવણીને નકારી કાઢે છે, કારણકે તેઓ માને છે કે આવી ઉજવણી ‘‘ગુઢ વિદ્યા’’ અને તેમના મતે જે અનિષ્ટ છે તેને મામુલી બનાવે છે (અને ઉજવે છે). [] તાજેતરના વર્ષોમાં કેટલાક કટ્ટરપંથીઓએ પ્રતિભાવરૂપે હેલ હાઉસ સનો અથવા તો વિષય આધારિત (જેવી કે જેક ટી. ચિક જેવા લોકોની) પત્રિકાઓનો ઉપયોગ કર્યો છે, જે હેલોવીનને ખ્રિસ્તી ધર્મ પ્રચાર માટેની તક તરીકે જુએ છે. [૨૮] મૂર્તિપૂજકો દ્વારા ઉજવાતા "મૃતકોના તહેવાર."માં હેલોવીનના મૂળ હોવાથી કેટલાક લોકો તેને ખ્રિસ્તી શ્રદ્ધાથી સદંતર વિપરીત ગણે છે. [૨૯]છેલ્લા કેટલાક વર્ષોમાં, બોસ્ટનના રોમન કેથોલિક આર્ચડાયોસીસે આ દિવસે ‘‘સેન્ટ ફીસ્ટ’’નું આયોજન કર્યું. [૨૮] ઘણા સાંપ્રત પ્રોટેસ્ટન્ટ ચર્ચો હેલોવીનને બાળકો માટે આનંદનો બનાવ માને છે. તેઓ તેમના ચર્ચોમાં કાર્યક્રમો યોજે છે, જેમાં બાળકો અને તેમના માતા-પિતા વેશ પરિધાન કરી શકે છે, રમતો રમી શકે છે અને કેન્ડી મેળવી શકે છે. ખ્રિસ્તી ધર્મ સિવાયના ધર્મો પણ હેલોવીન અંગે અલગ મંતવ્યો ધરાવે છે. કેટલાક વિક્કનો માને છે કે આ પરંપરા ‘‘દુષ્ટ ડાકણો’’ના બીબીઢાળ રમુજી ચિત્રોને પ્રોત્સાહન આપીને ‘‘સાચી ડાકણો’’ માટે નુકસાનકારક છે. []

સંદર્ભો

ફેરફાર કરો
  1. ૧.૦ ૧.૧ ગાઇલ્સ બ્રેન્ડ્રેથ , "ધી ડેવિલ ઇઝ ગેઇનિંગ ગ્રાઉન્ડ સંગ્રહિત ૨૦૦૮-૦૫-૧૦ ના રોજ વેબેક મશિન" ધી સન્ડે ટેલીગ્રાફ (લંડન), 11 માર્ચ, 2000.
  2. ૨.૦ ૨.૧ હેલોવીનઃ સેતાન્સ ન્યૂ યર (2006) બીલી ડીમાલી દ્વારા, હેલોવીનઃ કાઉન્ટરફીટ હોલી ડે (2005) કેલે ગર્શોમ દ્વારા, અને હેલોવીનઃ વોટ્સ એ ક્રિશ્ચન ટુ ડુ? (1998) સ્ટીવ રૂસો દ્વારા ધી મેજીક એઇટબોલ ટેસ્ટઃ એ ક્રિશ્ચન ડીફેન્સ ઓફ હેલોવીન એન્ડ ઓલ થિન્ગ્સ સ્પુકી માં વિરોધી દ્રષ્ટિકોણ મળે છે (2006) લિન્ટ હેચર દ્વારા.
  3. ૩.૦ ૩.૧ Reece, Kevin (2004-10-24). "School District Bans Halloween". KOMO News. મૂળ માંથી 2008-10-09 પર સંગ્રહિત. મેળવેલ 2006-09-14.
  4. "Halloween Comes to America". A&E Television Networks. મેળવેલ 2008-11-12.
  5. નિકોલસ રોજર્સ, ‘‘સેમહેઇન એન્ડ ધી સેલ્ટિક ઓરિજિન્સ ઓફ હેલોવીન,’’ હેલોવીનઃ ફ્રોમ પગાન રીચ્યુઅલ ટુ પાર્ટી નાઇટ (ન્યૂ યોર્કઃ ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ, 2002), 11-21.
  6. હટન, રોનાલ્ડ (1996) સ્ટેશન્સ ઓફ ધી સનઃ એ હીસ્ટ્રી ઓફ ધી રીચ્યુઅલ યર ઇન બ્રિટન . ઓક્સફર્ડ , ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ ISBN 0-19-288045-4
  7. ડાનાહેર, કેવિન (1972) ધી યર ઇન આયર્લેન્ડઃ આઇરિશ કેલેન્ડર કસ્ટમ્સ ડબ્લિન, મર્સિયરISBN 1-85635-093-2 pp.190–232
  8. કેમ્પબેલ, જહોન ગ્રેગરસન (1900, 1902, 2005) ધી ગેલિક અધરવર્લ્ડ . સંપાદન રોનાલ્ડ બ્લેક. બિર્લિન લિ. ISBN 1-84158-207-7 pp.559-62
  9. Arnold, Bettina (2001-10-31). "Halloween Customs in the Celtic World". University of Wisconsin-Milwaukee. મૂળ માંથી 2007-10-27 પર સંગ્રહિત. મેળવેલ 2007-10-16.
  10. Simpson, John (1989). Oxford English Dictionary (second આવૃત્તિ). London: Oxford University Press. ISBN 0-19-861186-2. OCLC 17648714. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ)
  11. "Halloween and the jack-o-lantern". Witchway.net. મૂળ માંથી 2008-09-30 પર સંગ્રહિત. મેળવેલ 2008-10-31.
  12. હીસ્ટ્રી ઓફ ધી જેક ઓ લેન્ટર્ન, પમ્પકિન નુક
  13. સ્કાલ, ડેવિડ જે. (2002ડેથ મેક્સ એ હોલિડેઃ એ કલ્ચરલ હીસ્ટ્રી ઓફ હેલોવીન.ન્યૂ યોર્ક: બ્લુમ્સબરી, 34. ISBN 1-58234-230-X.
  14. નિકોલસ રોજર્સ, "હેલોવીન ગોઝ ટુ હોલીવુડ," હેલોવીનઃ ફ્રોમ પગાન રીચ્યુઅલ ટુ પાર્ટી નાઇટ (ન્યૂ યોર્ક: ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ, 2002), 103-124.
  15. હાલ સીમર, સ્પુકી હેલોવીનઃ એ સેલીબ્રેશન ઓફ ધી ડાર્ક, QuestMagazine.com.
  16. સ્ટીવન હેલર. હેલોવીનઃ વિન્ટાજ હોલિડે ગ્રાફિક્સ. તાસ્ચેન2005.
  17. Grannis, Kathy (September 20, 2006). "As Halloween Shifts to Seasonal Celebration, Retailers Not Spooked by Surge in Spending". National Retail Federation. મૂળ (HTML) માંથી 27 ડિસેમ્બર 2006 પર સંગ્રહિત. મેળવેલ 31 October 2006. Unknown parameter |dateformat= ignored (મદદ); Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ); CS1 maint: discouraged parameter (link)
  18. Beauchemin, Genevieve (2006-05-31). "UNICEF to end Halloween 'orange box' program". CTV. મૂળ માંથી 2007-10-16 પર સંગ્રહિત. મેળવેલ 2006-10-29. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ)
  19. "હેલોવીન પાર્ટી ગેમ્સ આઇડીયાઝ" Kidzworld.com. Retrieved on 2009-03-17.
  20. "હેલોવીન પાર્ટી ગેમ્સ આઇડીયાઝ" Kidzworld.com. રીટ્રાઇવ કરી 2009-03-17.
  21. Greg Ryan (2008-09-17). "A Model of Mayhem". Hudson Valley Magazine. મેળવેલ 2008-10-06.
  22. Wilson, Craig (2006-10-12). "Haunted houses get really scary". USAToday.com.
  23. "Bishop challenges supermarkets to lighten up Halloween". www.manchester.anglican.org. n.d. મૂળ (HTML) માંથી 2012-05-20 પર સંગ્રહિત. મેળવેલ 2006-10-22.
  24. "Halloween and All Saints Day" (HTML). newadvent.org. n.d. મેળવેલ 2006-10-22.
  25. "Reformation Day: What, Why, and Resources for Worship". The General Board of Discipleship of The United Methodist Church. 2005-10-21. મૂળ (HTML) માંથી 2007-02-23 પર સંગ્રહિત. મેળવેલ 2006-10-22.
  26. ૨૬.૦ ૨૬.૧ "Feast of Samhain/Celtic New Year/Celebration of All Celtic Saints November 1". All Saints Parish. n.d. મૂળ (HTML) માંથી 2012-05-20 પર સંગ્રહિત. મેળવેલ 2006-11-22.
  27. હેલોવીન્સ ક્રિશ્ચન રુટ્સ સંગ્રહિત ૨૦૦૭-૧૦-૨૪ ના રોજ વેબેક મશિન AmericanCatholic.org. રીટ્રાઇવ કરી October 24, 2007.
  28. ૨૮.૦ ૨૮.૧ "Salem 'Saint Fest' restores Christian message to Halloween". www.rcab.org. n.d. મૂળ (HTML) માંથી 2006-09-29 પર સંગ્રહિત. મેળવેલ 2006-10-22.
  29. ""Trick?" or "Treat?"—Unmasking Halloween". The Restored Church of God. n.d. મૂળ (HTML) માંથી 2012-05-20 પર સંગ્રહિત. મેળવેલ 2007-09-21.

વધુ વાંચન

ફેરફાર કરો
  • ડીયેન સી. એટકિન્સ, હેલોવીન: રોમાન્ટિક આર્ટ

એન્ડ કસ્ટમ્સ ઓફ યસ્ટરયર્સ , પેલિકન પબ્લિશિંગ કંપની (2000). 96 પાના.

ISBN 1-56554-712-8

  • ડીયેન સી. એટકિન્સ, હેલોવીન મેરી મેકિંગઃ એન ઇલસ્ટ્રેટેડ સેલીબ્રેશન ઓફ ફન, ફૂડ એન્ડ ફ્રોલિક્સ ફ્રોમ હેલોવીન્સ પાસ્ટ, પેલિકન પબ્લિશિંગ કંપની (2004). 112 પાના.

s. ISBN 1-58980-113-X

  • લેસ્લી બેન્નાટાઇન, હેલોવીનઃ એન અમેરિકન હોલીડે, એન અમેરિકન હીસ્ટ્રી , ફેક્ટ્સ ઓન ફાઇલ (1990, પેલિકન પબ્લિશિંગ કંપની, 1998). 180 pages.

ISBN 1-56554-346-7

  • લેસ્લી બેન્નાટાઇન, એ હેલોવીન રીડર સ્ટોરીઝ, પોએમ્સ એન્ડ પ્લેઝ ફ્રોમ હેલોવીન્સ પાસ્ટ , પેલિકન પબ્લિશિંગ કંપની (2004). 272 pages. ISBN 1-58980-176-8
  • ફીલીસ ગાલ્મ્બો, ડ્રેસ્ડ ફોર થ્રીલ્સઃ 100 યર્સ ઓફ હેલોવીન કોસ્ચ્યુમ્સ એન્ડ મેસ્કરેડ , હેરી એન. અબ્રામ્સ, આઇએનસી, (2002). 128 પાના. ISBN 0-8109-3291-1
  • લિન્ટ હેચર, ધી મેજીક એઇટબોલ ટેસ્ટઃ એ ક્રિશ્ચન ડીફેન્સ ઓફ હેલોવીન એન્ડ ઓલ થિન્ગ્સ સ્પુકી , Lulu.com (2006). ISBN 978-1-84728-756-4
  • રોનાલ્ડ હટન, સ્ટેશન્સ ઓફ ધી સનઃ એ હીસ્ટ્રી ઓફ ધી રીચ્યુઅલ યર ઇન બ્રિટન , ઓક્સફર્ડ પેપરબેક્સ(2001). 560 પાના. ISBN 0-19-285448-8
  • જીન માર્કેલ, ધી પગાન મીસ્ટ્રીઝ ઓફ હેલોવીનઃ સીબ્રેટિંગ ધી ડાર્ક હાલ્ફ ઓફ ધી યર (ટ્રાંસલેશન ઓફ હેલોવીન (હેલોવીનઃ, હીસ્ટોઇર અટ ટ્રેડિશન્સ નો અનુવાદ), ઇનર ટ્રેડિશન્સ (2001). 160 પાના. ISBN 0-89281-900-6
  • લિસા મોર્ટન, ધી હેલોવીન એન્સાઇક્લોપીડીયા , મેકફાર્લેન્ડ એન્ડ કંપની(2003). 240 પાના. ISBN 0-7864-1524-X
  • નિકોલસ રોજર્સ, હેલોવીનઃ ફ્રોમ પગાન રીચ્યુઅલ ટુ પાર્ટી નાઇટ , ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ(2002). 198 પાના. ISBN 0-19-514691-3
  • જેક સેન્ટિનો (સંપા.) , હેલોવીન એન્ડ અધર ફેસ્ટિવલ્સ ઓફ ડેથ એન્ડ લાઇફ , યુનિવર્સિટી ઓફ ટેનેસી પ્રેસ (1994). 280 પાના. ISBN 0-87049-813-4
  • ડેવિડ જે. સ્કાલ, ડેથ મેક્સ એ હોલિડેઃ એ કલ્ચરલ હીસ્ટ્રી ઓફ હેલોવીન , Bબ્લુમ્સબરી યુએસએ (2003). 224 પાના. ISBN 1-58234-305-5
  • બેન ટ્રુવ, ધી હેલોવીન કેટેલોગ કલેક્શન . પોર્ટલેન્ડ, ઓરેગોનઃ ટોકી ટિના પ્રેસ(2003). ISBN 0-9703448-5-6.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો