અંધેશ્વર મહાદેવ (અમલસાડ)

અંધેશ્વર મહાદેવ મંદિર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા નવસારી જિલ્લાના ૫ (પાંચ) તાલુકાઓ પૈકીના એક એવા ગણદેવી તાલુકાના ચીકુના ઉત્પાદન માટે જાણીતા એવા અમલસાડ ખાતે આવેલ એક ઐતિહાસીક તેમ જ ભવ્ય મંદિર છે[]. આ મંદિર અમલસાડ ગામની ઉત્તર દિશામાં જતા રેલ્વે માર્ગ તેમ જ નવસારી જતા રાજ્ય ધોરી માર્ગ પર એક કિલોમીટર કરતાં ઓછા અંતરે આવેલું છે, જે તાલુકા મથક ગણદેવીથી ૬ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે[].

અંધેશ્વર મહાદેવ
—  ગામ  —
અંધેશ્વર મહાદેવનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°49′00″N 72°59′00″E / 20.8167°N 72.9833°E / 20.8167; 72.9833
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો નવસારી
તાલુકો ગણદેવી
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
અંધેશ્વર મહાદેવ મંદિર, અમલસાડ
અંધેશ્વર મહાદેવ મંદિર-પ્રવેશદ્વાર, અમલસાડ

ઘણાં વર્ષો પહેલાં અમલસાડ ગામમાં એક વણઝારો રહેતો હતો. આ વણઝારો જુના પુરાણા શીવલીંગની પુજા કરતો હતો. બ્રિટિશ શાસન દ્વારા ત્યાંથી રેલ્વે લાઇન બનાવવાનું કાર્ય થતાં શીવલીંગને ખસેડીને ત્યાંથી બીજી જગ્યાએ પ્રસ્થાપિત કરવા પ્રયત્નો કર્યા હતા. આ દરમિયાન રેલ્વેના મજુરો આ જગ્યાએ ખોદકામ કરવા જતાં હતા ત્યારે તેમાનાં કેટલાંક મજુરો આંધળા થઇ ગયા હતા. જેને કારણે આ શીવલીંગનું સ્થાનક અંધેશ્વર મહાદેવનું મંદિર તરીકે પ્રચલિત થયેલું છે. આ ધાર્મિક સ્‍થળ ખાતે વર્ષો પુરાણું સ્‍વંયભૂ શિવલીંગ આવેલું છે[].

જીર્ણોધ્‍ધાર

ફેરફાર કરો

હાલમાં આ સ્થળનો જીર્ણોધ્‍ધાર કરી અતિ ભવ્‍ય મંદિરનું નિર્માણ કરવામાં આવેલું છે. આ વિશાળ સ્‍થાનમાં દેવી - દેવતાઓની આરસની મૂર્તિ મુકવામાં આવેલ છે. મંદિરના સંકુલમાં બાળકો માટે બાગ, રમતગમતનાં સાધનો, લગ્‍ન ઉત્‍સવ કે અન્ય કાર્યક્રમ માટેનું ભવન તેમ જ પાર્ટી પ્‍લોટ ધરાવતું સુંદર નયનરમ્‍ય સ્‍થાન છે. આ મંદિર ખાતે શીવરાત્રી તેમજ દિવાળી પર મેળો ભરાય છે.

સ્થળ પર પહોચવા માટે

ફેરફાર કરો

અમલસાડ પહોંચવા માટે બીલીમોરા રેલ્‍વે સ્‍ટેશનથી લોકલ ટ્રેન દ્વારા તેમજ બીલીમોરા બસ સ્‍ટેશનથી લોકલ બસ દ્વારા અમલસાડ પહોંચી શકાય છે. આ સિવાય રિક્ષા તેમજ ખાનગી વાહનમાં પણ જઈ શકાય છે.

સંદર્ભો

ફેરફાર કરો
  1. ૧.૦ ૧.૧ "અંધેશ્વર મહાદેવ મંદિર". ગણદેવી તાલુકા પંચાયત. ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૪. મૂળ માંથી 2016-03-25 પર સંગ્રહિત. મેળવેલ ૨૦ સપ્ટેમ્બર ૨૦૧૮.
  2. "ગુજરાતનાં 21 શિવમંદિરોનાં દર્શન". મેળવેલ ૨૦ સપ્ટેમ્બર ૨૦૧૮.[હંમેશ માટે મૃત કડી]