અશ્વિની ભટ્ટ

ગુજરાતી લેખક, નવલકથાકાર

અશ્વિની ભટ્ટ (૨૨ જુલાઇ, ૧૯૩૬[]૧૦ ડિસેમ્બર, ૨૦૧૨) ગુજરાતી ભાષાના જાણીતા અને લોકપ્રિય નવલકથાકાર અને અનુવાદક હતા. તેમની નવલકથાઓ વિવિધ સામયિકો અને દૈનિક સમાચારપત્રોમાં હપ્તાવાર પ્રકાશિત થઇ હતી.[][]

અશ્વિની ભટ્ટ
જન્મ(1936-07-22)22 July 1936[]
અમદાવાદ, ગુજરાત, ભારત
મૃત્યુ10 December 2012(2012-12-10) (ઉંમર 76)
ડલ્લાસ, ટેક્સાસ, યુનાઇટેડ સ્ટેટ્સ
વ્યવસાયનવલકથાકાર, અભિનેતા અને આંદોલનકાર
ભાષાગુજરાતી
નોંધપાત્ર સર્જનોઓથાર
ફાંસલો
આશકા માંડલ
કટિબંધ
નીરજા ભાર્ગવ
અંગાર
આખેટ
જીવનસાથીનિતી ભટ્ટ
સંતાનોનીલ ભટ્ટ
અશ્વિની ભટ્ટ, ૨૦૧૨, અમદાવાદ.

તેમનો જન્મ શિક્ષણશાસ્ત્રી હરપ્રસાદ ભટ્ટ અને શારદાબેન ભટ્ટને ત્યાં ૨૨ જુલાઇ, ૧૯૩૬ના રોજ અમદાવાદ ખાતે થયો હતો.[] તેઓ માનસશાસ્ત્રમાં સ્નાતક થયા. તેઓ રંગભૂમિમાં રસ ધરાવતા હતા અને બાળ કલાકાર તરીકે બંગાળી નાટક બિંદુર છેલ્લે ‍‍‍(બિંદુનો કિકો) માં કામ કરેલું. તેઓ લેખક તરીકેની કારકિર્દી પહેલાં મરઘાં ફાર્મથી માંડીને શાક-ભાજીના વેપાર જેવાં સંખ્યાબંધ વ્યવસાયમાં નિષ્ફળ ગયા હતા. ૨૦૦૨માં તેઓ અમેરિકા સ્થાયી થયા હતા. તેઓ ૧૦ ડિસેમ્બર, ૨૦૧૨ ના રોજ ડલ્લાસ, ટેક્સાસ, અમેરિકા ખાતે મૃત્યુ પામ્યા.[][][]

તેઓ થોડો સમય નર્મદા બચાઓ આંદોલન સાથે પણ જોડાયેલા હતા.[][]

અશ્વિની ભટ્ટે ૧૨ નવલકથાઓ અને ૩ નવલિકાઓ લખેલી છે. તેમણે એલિસ્ટર મેકલિન અને જેમ્સ હેડલી ચેઇઝનાં સંખ્યાબંધ પુસ્તકોના ગુજરાતીમાં અનુવાદ કર્યા છે. તેમણે લેરી કોલિન્સ અને ડોમિનિક લેપાયરના ફ્રીડમ એટ મિડનાઇટ પુસ્તકનો ગુજરાતીમાં અરધી રાતે આઝાદી નામે અનુવાદ કર્યો છે, જેની ઘણી પ્રસંશા થઇ છે.[][][]

નવલકથાઓ લખવાની સાથે તેઓ રંગભૂમિ સાથે સંકળાયેલા હતા. તેમની કટિબંધ નવલકથા ટીવી ધારાવાહિક રૂપે પ્રસારિત થઇ હતી.[][][]

નામ વર્ષ
અંગાર ભાગ ૧-૨-૩ ૧૯૯૩
આખેટ ભાગ ૧-૨-૩ ૧૯૯૯
આશકા માંડલ ૧૯૭૯
ઓથાર ભાગ ૧-૨ ૧૯૮૪
કટિબંધ ભાગ ૧-૨-૩ ૧૯૯૭
ફાંસલો ભાગ ૧-૨ ૧૯૮૫
નીરજા ભાર્ગવ ૧૯૭૯
લજ્જા સન્યાલ ૧૯૭૯
શૈલજા સાગર ૧૯૭૯
નામ વર્ષ
કમઠાણ ૨૦૦૧
કસબ ૧૯૯૨
કરામત ૧૯૯૮
આયનો ૧૯૯૭
નામ મૂળ પુસ્તક મૂળ લેખક વર્ષ
અરધી રાતે આઝાદી ફ્રીડમ એટ મિડનાઇટ લેરી કોલિન્સ અને ડોમિનિક લેપાયર
ધ લાસ્ટ ફ્રન્ટિયર ધ લાસ્ટ ફ્રન્ટિયર એલિસ્ટર મેકલિન
ધ ગન્સ ઓફ નેવેરોન ધ ગન્સ ઓફ નેવેરોન એલિસ્ટર મેકલિન
પપેટ ઓન અ ચેઇન પપેટ ઓન અ ચેઇન એલિસ્ટર મેકલિન
ધ ગેઇમ ઇઝ અપ
સી વિચ (પોકેટ બુક) સી વિચ એલિસ્ટર મેકલિન
સર્કસ સર્કસ એલિસ્ટર મેકલિન
ગુડ બાય કેલિફોર્નિયા ગુડ બાય કેલિફોર્નિયા એલિસ્ટર મેકલિન
આઇસ સ્ટેશન ઝીબ્રા આઇસ સ્ટેશન ઝીબ્રા એલિસ્ટર મેકલિન
બીઅર આઇલેન્ડ બીઅર આઇલેન્ડ એલિસ્ટર મેકલિન
ગોલ્ડન રેન્ડેવુ ગોલ્ડન રેન્ડેવુ એલિસ્ટર મેકલિન
ફીયર ઇઝ ધ કી ફીયર ઇઝ ધ કી એલિસ્ટર મેકલિન
શેતાન બગ ધી સે'ટન બગ એલિસ્ટર મેકલિન
એચ. એમ. એસ. યુલિસીસ એચ. એમ. એસ. યુલિસીસ એલિસ્ટર મેકલિન
નામ પ્રકાર વર્ષ
આક્રોશ અને આકાંક્ષા લેખસંગ્રહ ૨૦૦૨
રમણ ભમણ નાટક ૨૦૦૨
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ચંદારાણા, કિશોરી (November 2018). દેસાઈ, પારૂલ કંદર્પ (સંપાદક). ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ (૧૯૩૬થી ૧૯૫૦): સ્વાતંત્ર્યોત્તર યુગ-૨. 8 (ખંડ ૨). અમદાવાદ: કે. એલ. સ્ટડી સેન્ટર, ગુજરાતી સાહિત્ય પરિષદ. પૃષ્ઠ ૯૪–૯૭. ISBN 978-81-939074-1-2.
  2. "અભિનેતા તથા પત્રકાર અશ્વિની ભટ્ટ". દિવ્ય ભાસ્કર. ૧૧ ડિસેમ્બર ૨૦૧૨. મેળવેલ ૧૫ જાન્યુઆરી ૨૦૧૮.
  3. "ટોચના લોકપ્રિય સર્જક અશ્વિની ભટ્ટની ચિરવિદાય". મૂળ માંથી 2020-06-07 પર સંગ્રહિત. મેળવેલ ૧૫ જાન્યુઆરી ૨૦૧૮.
  4. ૪.૦ ૪.૧ ૪.૨ ૪.૩ "Novelist Ashwini Bhatt dies in US". ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા. ૧૧ ડિસેમ્બર ૨૦૧૨. મેળવેલ ૧૫ જાન્યુઆરી ૨૦૧૮.
  5. ૫.૦ ૫.૧ ૫.૨ ૫.૩ "Renowned Gujarati novelist Ashwini Bhatt no more". Rediff News. India. ૧૦ ડિસેમ્બર ૨૦૧૨.
  6. ૬.૦ ૬.૧ ૬.૨ Adhyaru-Majethia, Priya (૧૧ ડિસેમ્બર ૨૦૧૨). "Ashwini Bhatt's novels brought youths back to fiction". DNA. Ahmedabad.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો