ઉકાઇ
ઉકાઇ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા તાપી જિલ્લાના કુલ ૭ (સાત) તાલુકાઓ પૈકીના એક એવા સોનગઢ તાલુકામાં આવેલું છે.
ઉકાઇ | |||||||
— ગામ — | |||||||
અક્ષાંશ-રેખાંશ | 21°13′N 73°35′E / 21.217°N 73.583°E | ||||||
દેશ | ભારત | ||||||
રાજ્ય | ગુજરાત | ||||||
જિલ્લો | તાપી | ||||||
વસ્તી • ગીચતા |
૧૦,૮૫૮ (2001) • 905/km2 (2,344/sq mi) | ||||||
લિંગ પ્રમાણ | ૧.૦૨૮૮૦૬૫૮૪૩૬૨૧ ♂/♀ | ||||||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||||||
---|---|---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||||
વિસ્તાર | 12 square kilometres (4.6 sq mi) | ||||||
કોડ
|
અહીં તાપી નદી પર વિશાળ બંધ બાંધવામાં આવેલો છે. આ બંધના પ્રતાપે અહીં જળ વિદ્યુત મથક, થર્મલ વિદ્યુત મથક, મત્સ્ય ઉછેર કેન્દ્ર, જે. કે. પેપર મીલ તેમ જ વનવિભાગ તાલિમ કેન્દ્ર વગેરે એકમો હાલ સુંદર રીતે ચાલી રહ્યા છે. આ ઉપરાંત અહીં સિંચાઇ ખાતાની કચેરી, વીજ નિગમના કર્મચારીઓની વસાહત, સિંચાઇ ખાતાના કર્મચારીઓની વસાહત, અતિથી ભવન વગેરે આવેલાં છે. અહીં આંગણવાડી, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા વગેરે શિક્ષણની સગવડો સાથે સાથે રંગ ઉપવન તેમ જ રમતનાં મેદાન પણ ઉપલબ્ધ છે.
ઉકાઈ ગામ તાલુકા મથક સોનગઢ (તાપ્તી રેલ્વે)થી ઉત્તર દિશામાં ૯ કી.મી. જેટલા અંતરે આવેલું છે. અહીંથી તાલુકા મથક સોનગઢ, જિલ્લા મથક વ્યારા, નજીકના મોટા શહેર સુરત તેમ જ રાજયના અન્ય મોટા શહેર જેવાં કે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, વલસાડ, વડોદરા, રાજકોટ, ગોધરા જેવાં સ્થળોએ જવા માટે રાજ્ય પરિવહન નિગમની બસો ઉપલબ્ધ છે. અહીંથી નજીકનું વિમાન મથક સુરત તેમ જ નજીકનું રેલ્વે મથક સોનગઢ ખાતે આવેલું છે.
સંદર્ભો
ફેરફાર કરોબાહ્ય કડીઓ
ફેરફાર કરો- ઉકાઇ બંધ વિશે માહિતી સંગ્રહિત ૨૦૧૦-૦૯-૧૪ ના રોજ વેબેક મશિન
- ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ઉકાઇની વેબસાઇટ સંગ્રહિત ૨૦૧૧-૦૭-૨૨ ના રોજ વેબેક મશિન
- ઉકાઇ બંધ વિશે માહિતી મેપ્સ ઓફ ઇન્ડીયાની વેબસાઇટ પર
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |