એપ્રિલ ૨૧
તારીખ
૨૧ એપ્રિલનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૧૧મો (લિપ વર્ષ દરમ્યાન ૧૧૨મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૫૪ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
ફેરફાર કરો- ઇસ.પૂર્વે ૭૫૩ – રોમુલસ અને રિમસે રોમની સ્થાપના કરી.
- ૧૪૫૧ – અફઘાન રાજા બહલુલ ખાન લોધી, સૈયદ વંશના આલમ શાહને હરાવીને દિલ્હીની ગાદી પર બેઠો, લોધી વંશની શરૂઆત.
- ૧૫૦૯ – હેન્રી ૮માએ બિનસત્તાવાર રીતે ઈંગ્લેન્ડની રાજગાદી પ્રાપ્ત કરી (તેના પિતા હેન્રી ૭માનાં મૃત્યુને કારણે).
- ૧૫૦૯ – છત્રપતિ શિવાજી સંત સમર્થ રામદાસ સ્વામીને મળ્યા.
- ૧૫૨૬ – પાણીપતની પ્રથમ લડાઈ બાબર અને લોદી વંશના આક્રમણકારી દળો વચ્ચે લડવામાં આવી હતી.
- ૧૮૬૩ – બહા ઉ'લ્લાહ કે જેમને બહાઇ ધર્મના સ્થાપક માનવામાં આવે છે, તેમણે પોતાની ચળવળને "He whom God shall make manifest" તરીકે ઘોષિત કરી.
- ૧૯૪૪ – ફ્રાન્સમાં મહિલાઓને મતાધિકાર પ્રાપ્ત થયો.
- ૧૯૬૦ – વોશિંગટનમાં બહાઇ ધર્મની સ્થાપના.
- ૧૯૮૭ – તમિલ વ્યાધ્રો પર શ્રીલંકાનાં શહેર કોલંબોમાં થયેલા કાર બોમ્બ વિસ્ફોટ (કે જેમાં ૧૦૬ વ્યક્તિઓ મૃત્યુ પામી) માટે જવાબદાર ગણાવવામાં આવ્યાં.
- ૧૯૯૪ – ભારતીય રિઝર્વ બેંકે ધિરાણ નીતિ હળવી કરી, થાપણો ઉપર મહત્તમ વ્યાજ મર્યાદા (૧૩%) નિયત કરવામાં આવી.
- ૧૯૯૪ – સૌર મંડળની બહારનાં પ્રથમ ગ્રહની શોધ થયાની ઘોષણા કરવામાં આવી.
- ૧૯૯૭ – ભારતના ૧૨મા વડાપ્રધાન તરીકે ઇન્દ્ર કુમાર ગુજરાલનાં શપથ ગ્રહણ.
જન્મ
ફેરફાર કરો- ૧૮૩૫ – નંદશંકર મહેતા, કરણ ઘેલો નવલકથાથી પ્રસિધ્ધ થયેલ ગુજરાતી સાહિત્યનાં આદિ નવલકથાકાર.
- ૧૯૨૬ – યુનાઇટેડ કિંગડમની રાણી એલિઝાબેથ દ્વિતીય.
અવસાન
ફેરફાર કરો- ૧૯૦૦ – વિક્રમતજી ખીમોજીરાજ, જેઠવા રાજપૂત વંશના પોરબંદર રજવાડાના શાસક. (જ. ૧૮૧૯)
- ૧૯૧૦ – માર્ક ટ્વેઇન, અમેરીકન લેખક. (જ. ૧૮૩૫)
- ૧૯૩૮ – મુહમ્મદ ઇકબાલ, ઉર્દૂ અને ફારસી ભાષા કવિ, દાર્શનિક અને નેતા. (જ. ૧૮૭૭)
- ૨૦૧૩ – શકુંતલા દેવી, ભારતીય ગણિતશાસ્ત્રી અને લેખક. "માનવ કમ્પ્યુટર" તરીકે પ્રખ્યાત. (જ. ૧૯૨૯)
તહેવારો અને ઉજવણીઓ
ફેરફાર કરો- બહાઇ ધર્મ – રિઝવાન તહેવારનો પ્રથમ દિવસ.
- રોમ – શહેરનો સ્થાપના દિન.