કિડાણા (તા. ગાંધીધામ)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

કિડાણા (તા. ગાંધીધામ) ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના ગાંધીધામ તાલુકામાં આવેલું એક ગામ છે[]. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ , તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે[].

કિડાણા (તા. ગાંધીધામ)
—  ગામ  —
કિડાણા (તા. ગાંધીધામ)નું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°02′26″N 70°06′21″E / 23.040581°N 70.105884°E / 23.040581; 70.105884
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો કચ્છ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ

ગામમાં તળાવની પાળ પર જેસલ તોરલનો ઉતારો આવેલો છે, જ્યાં જેસલ અને સતી તોરલે રાતવાસો કર્યો હતો તેવી વાયકા છે. આ ઉપરાંત અહીં સમરસા પીરની જગ્યા આવેલી છે. અષાઢી બીજે દર વર્ષે અહી મેળો ભરાય છે.

તાલુકાનું ભૌગોલિક સ્થાન અને ગાંધીધામ તાલુકાના ગામ


  1. ૧.૦ ૧.૧ જિલ્લા-પંચાયત, કચ્છ. "કચ્છ જિલ્લા પંચાયતની વેબસાઇટ પર ભુજ તાલુકાના ગામોની યાદી". kutchdp.gujarat.gov.in. ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-03-25 પર સંગ્રહિત.