કુકરમુંડા
ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ
કુકરમુંડા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાનું નગર અને મુખ્ય મથક છે.
કુકરમુંડા | |
— નગર — | |
અક્ષાંશ-રેખાંશ | 21°28′37″N 74°11′45″E / 21.477043°N 74.19592°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | તાપી |
તાલુકો | કુકરમુંડા |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, ઉચ્ચતર માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી, સરકારી ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેતપેદાશો | જુવાર, તુવર, મગફળી |
કુકરમુંડા ગામમાં ખાસ કરીને આદિવાસીઓ વસે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, ઉચ્ચતર માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી, સરકારી ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર વગેરે સવલતો પ્રાપ્ય છે. ગામના લોકો વ્યવસાયમાં મુખ્યત્વે ખેતી, ખેતમજૂરી, પશુપાલન જેવાં કાર્યો કરે છે. ગામના લોકો ખાસ કરીને જુવાર, તુવર, મગફળી તેમ જ અન્ય શાકભાજીની ખેતી કરે છે.
ગામના લોકો દ્વારા આદિવાસી વીર પુરુષ બિરસા મુંડાની મૂર્તિ સ્થાપવામાં આવેલ છે. ત્યાંના બસ સ્ટોપનું નામ પણ આદિવાસી વીર પુરુષ બિરસામુંડા નામે રાખવામાં આવેલ છે.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |