કુસમાળ

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

કુસમાળ ભારત દેશનાં ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં ડુંગરાળ તેમજ ગીચ વનરાજીથી અત્યંત રમણીય લાગતા ડાંગ જિલ્લામાં આવેલા આહવા તાલુકામાં વસેલું એક ગામ છે. કુસમાળ ગામમાં મોટે ભાગે આદિવાસી લોકો વસે છે. તેઓ પરસ્પર સામાન્ય વહેવારમાં ડાંગી ભાષા એટલે કે કુકણા બોલીનો ઉપયોગ કરે છે. ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ઉપરાંત અહીંના લોકો જંગલમાંથી મહુડાનાં ફુલ તેમ જ બી, ખાખરાનાં પાન, ટીમરુનાં પાન જેવી વનપેદાશો એકઠી કરી તેને વેચીને પણ પોતાનું ગુજરાન ચલાવે છે.

કુસમાળ
—  ગામ  —
કુસમાળનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°45′00″N 73°41′00″E / 20.75°N 73.683333°E / 20.75; 73.683333
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ડાંગ
તાલુકો આહવા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો નાગલી, અડદ, વરાઇ
મુખ્ય બોલી કુકણા બોલી

ગામમાં નાગલી, અડદ, વરાઇ જેવા ધાન્યોના પાક લેવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળાની સગવડ પ્રાપ્ય છે. કુસમાળ ગામ જંગલોથી ભરપૂર ડુંગરાળ પ્રદેશમાં આવેલું છે.