ખાંજર
ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ
ખાંજર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા તાપી જિલ્લાના કુલ ૭ (સાત) તાલુકાઓ પૈકીના એક એવા સોનગઢ તાલુકાનું ગામ છે. ખાંજર ગામમાં ખાસ કરીને આદિવાસી લોકો વસે છે. ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, પંચાયતઘર, દુધની ડેરી વગેરે સવલતો પ્રાપ્ય છે. ગામના લોકો વ્યવસાયમાં મુખ્યત્વે ખેતી, ખેતમજૂરી, પશુપાલન જેવાં કાર્યો કરે છે.
ખાંજર | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 21°09′59″N 73°33′52″E / 21.166359°N 73.564505°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | તાપી |
તાલુકો | સોનગઢ |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી,
દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
ગામની નજીક ડોસવાડા બંધ નામે એક બંધ આવેલો છે, જે ઈ.સ.૧૯૧૨માં બાંધવામાં આવેલો. ખાંજર ગામે શિક્ષણ ક્ષેત્રે ખુબ સારી એવી પ્રગતિ સાધી છે. આ ગામનાં લગભગ ૯૦% લોકો આજે શિક્ષિત છે[સંદર્ભ આપો]. આ ગામમાં સુંદર એવું મેદાન પણ આવેલું છે જ્યાં દર વર્ષે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. ગામની ફરતે ડુંગરોની હારમાળા છે. ચારે બાજુ પ્રકૃતિનાં સૌંદર્યથી ઘેરાયેલું સુંદર ગામ છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |