ગુજરાતનું સંગીત
ભારતનું પશ્ચિમી રાજ્ય,ગુજરાત, લોક અને શાસ્ત્રીય બંને સંગીતની પરંપરા માટે જાણીતું છે.
લોક સંગીત
ફેરફાર કરોગુજરાતી લોકસંગીતમાં વિવિધ પ્રકારનો સમાવેશ થાય છે. ભજન, ભક્તિપૂર્ણ ગીત પ્રકારની કવિતાને કવિતા/ગીતોની વિષયવસ્તુ આધારે અને પ્રભાતી, કટારી, ઢોલ વગેરે જેવી સંગીત રચનાઓ દ્વારા વર્ગીકૃત કરવામાં આવી છે. બારોટ, ચારણ અને ગઢવી સમુદાયોની કવિ પરંપરાઓએ સંગીતની સાથે અથવા તેના વગર વાર્તા કહેવાની લોક પરંપરાને સાચવી અને સમૃદ્ધ બનાવી છે. આમાં દોહા, સોરઠો, છંદ વગેરે સ્વરૂપો શામેલ છે.[૧]
ગરબા, દાંડિયા રાસ, પઢાર, ડાંગી અને ટીપ્પણી જેવા પરંપરાગત નૃત્ય સ્વરૂપો સાથેના ગીતો અને સંગીત સ્વરૂપમાં અનોખા છે.[૧]
ડાયરો અને લોકવર્તા એ સંગીત પ્રસ્તુતિઓ છે જ્યાં લોકો તેના દ્વારા ધાર્મિક તેમજ સામાજિક સંદેશ પહોંચાડનારા કલાકારોને સાંભળવા માટે એકઠા થાય છે. મરસિયા સંગીત વિષાદસભર સંગીતનું સ્વરૂપ છે . ફટાણાં અથવા લગ્નગીતો એ લગ્ન દરમિયાન ગાવામાં આવતા ગીત અને સંગીતનું સ્વરૂપ છે.[૧]
ભવાઇ અને આખ્યાન એ ગુજરાતમાં નાટ્યગૃહમાં રજૂ થતું લોકસંગીત છે.
પ્રતિનિધિઓ
ફેરફાર કરોશાસ્ત્રીય સંગીતકારો અને રચનાકારોમાં હવેલી સંગીતની પરંપરા સાથે ફૈયાઝ ખાન અને પંડિત ઓમકારનાથ ઠાકુરનો સમાવેશ થાય છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ Patil, Vatsala (13 February 2015). "Notes make a culture". India Today. મેળવેલ 12 June 2016.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- ગુજરાતી વિશ્વકોશમાં ગુજરાતનું સંગીત.
- Gujarati Folk Videos સંગ્રહિત ૨૦૧૯-૧૨-૦૩ ના રોજ વેબેક મશિન
- Music in Gujarat on Discover India સંગ્રહિત ૨૦૨૦-૧૨-૦૯ ના રોજ વેબેક મશિન