જુનારાજ (તા.નાંદોદ)
જુનારાજ (તા.નાંદોદ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પૂર્વપટ્ટીમાં આવેલા નર્મદા જિલ્લામાં આવેલા કુલ ૫ (પાંચ) તાલુકાઓ પૈકીના એક એવા નાંદોદ તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામમાં મુખ્યત્વે આદિવાસી લોકોની વસ્તી રહે છે. જુનારાજ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી અને દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય છે. ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે.
જુનારાજ | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 23°40′57″N 73°57′26″E / 23.682519°N 73.95729°E |
દેશ | ![]() |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | નર્મદા |
તાલુકો | નાંદોદ |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી,
દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
અહીં પહેલાંના સમયમાં રાજપીપળા રાજ્યનું મુખ્ય મથક હોવાને કારણે આ ગામનું નામ જુનારાજ પડ્યું છે, જેની સાક્ષી રૂપે અહીં નિલકંઠ મહાદેવનું પ્રાચીન મંદિર તેમ જ પુરાતન કિલ્લાના અવશેષો આજે પણ અહીં જોવા મળે છે[૧]. ચોમાસા દરમ્યાન કરજણ બંધમાં પાણી પૂર્ણ સ્તરે ભરાય જાય ત્યારે આ મંદિર તેમ જ કિલ્લો પાણીમાં ડૂબી જાય છે.
આ ગામમાં ઈ. સ. ૧૯૮૭ના વર્ષ સુધી તાલુકામથક રાજપીપળા થી અહીં જવાનો પાકો સડક માર્ગ હતો તેમ જ રાજ્ય પરિવહન નિગમની બસ દિવસમાં ત્રણ વાર આવતી હતી પરંતુ કરજણ નદી પર બંધનું ઉદ્ઘાટન થયા પછી આ ગામની ત્રણ બાજુ પાણી ભરાયેલ છે. આજના સમયમાં પણ આ ગામ બસ સુવિધા, વિજળી સુવિધાથી વંચિત છે. જો કે હાલમાં (ઈ. સ. ૨૦૧૪) કરજણ બંધના જળાશયની ફરતેથી કાચા સડક માર્ગ દ્વારા આ ગામ નાનાં વાહનો પહોંચતાં થયાં છે, પરંતુ એસટી બસ આવતી નથી. ગામમાં રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા વન પરિસરિય કેન્દ્ર[૨] શરૂ કરવામાં આવેલ છે, જ્યાં સહેલાણીઓ માટે રહેવાનાં તંબુ તેમ જ કોટેજની વ્યવસ્થા, અલ્પાહાર-ભોજન સહિત કરવામાં આવેલ છે. આ જગ્યા પર રહેવા જવા માટે રાજપીપળા વન વિભાગની કચેરી ખાતેથી યોગ્ય સંમતિ લેવી પડે છે.
સંદર્ભો
ફેરફાર કરો- ↑ http://urvsh.wordpress.com/2013/03/16/junaraj-historical-place-1/
- ↑ http://www.sandesh.com/article.aspx?newsid=2897891[હંમેશ માટે મૃત કડી] જુનારાજ ખાતે આજે વનવિભાગ દ્વારા પરિસરીય પ્રવાસન કેન્દ્રનું લોકાર્પણ
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |