જુલાઇ ૫
તારીખ
૫ જુલાઇનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૮૬મો (લિપ વર્ષ દરમ્યાન ૧૮૭મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૭૯ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
ફેરફાર કરો- ૧૯૧૬ – ભારતના મુંબઈ શહેરમાં એસ. એન. ડી. ટી. મહિલા વિશ્વવિદ્યાલયની સ્થાપના કરવામાં આવી.
- ૧૯૪૬ – પેરિસ, ફ્રાન્સમાં, બિકિની (સ્ત્રીઓનાં આંતરવસ્ત્રો)ના ઉપયોગની પુનઃશરૂઆત કરાઇ. (મૂળ તે રોમન શોધ હતી)
- ૧૯૫૪ – આંધ્ર પ્રદેશ ઉચ્ચ ન્યાયાલયની સ્થાપના કરાઇ.
- ૧૯૫૪ – બીબીસીએ તેનું પહેલું ટેલિવિઝન ન્યૂઝ બુલેટિન પ્રસારિત કર્યું.
- ૧૯૬૨ – ફ્રાન્સ સાથે આઠ વર્ષ લાંબા યુદ્ધ બાદ અલ્જીરિયાએ સત્તાવાર સ્વતંત્રતાની ઘોષણા કરી.
- ૧૯૭૫ – આર્થર એશે વિમ્બલ્ડન સિંગલ્સ ટાઈટલ જીતનારો પ્રથમ અશ્વેત વ્યક્તિ બન્યો.
- ૧૯૭૭ – પાકિસ્તાનમાં લશ્કરે સત્તાપલટો કરાવ્યો, પાકિસ્તાનના પ્રથમ ચુંટાયેલા વડાપ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને પદભ્રષ્ટ કરાયા.
- ૧૯૯૬ – "ડોલી" નામની ઘેટી, પુખ્ત પ્રાણીનાં કોષમાંથી ક્લોન કરાયેલું પહેલું સસ્તન પ્રાણી બન્યું.
જન્મ
ફેરફાર કરો- ૧૮૮૨ – ઇનાયત ખાન, ભારતીય રહસ્યવાદી અને શિક્ષિક (અ. ૧૯૨૭)
- ૧૯૧૮ – કે. કરુણાકરન, ભારતીય વકીલ અને રાજકારણી, કેરળના ૭મા મુખ્યમંત્રી (અ. ૨૦૧૦)
- ૧૯૨૫ – નવલકિશોર શર્મા, ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ રાજ્યપાલ (અ. ૨૦૧૨)
- ૧૯૯૫ – પી. વી. સિંધુ, ભારતીય બેડમિન્ટન ખેલાડી
અવસાન
ફેરફાર કરો- ૧૯૫૭ – પ્રતુલચંદ્ર ગાંગુલી, ભારતીય ક્રાંતિકારી (જ. ૧૮૮૪)
- ૧૯૫૭ – અનુગ્રહ નારાયણ સિંહા, ભારતીય વકીલ અને રાજકારણી, બિહારના પ્રથમ નાયબ મુખ્યમંત્રી (જ. ૧૮૮૭)
- ૨૦૦૬ – થિરુનલ્લૂર કરુણાકરન, ભારતીય કવિ અને વિદ્વાન (જ. ૧૯૨૪)
તહેવારો અને ઉજવણીઓ
ફેરફાર કરોબાહ્ય કડીઓ
ફેરફાર કરોવિકિમીડિયા કૉમન્સ પર July 5 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.