જૂન ૧૬
તારીખ
૧૬ જૂનનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૬૭મો (લિપ વર્ષ દરમ્યાન ૧૬૮મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૯૮ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
ફેરફાર કરો- ૧૮૫૮ – ૧૮૫૭ની ભારતીય ક્રાંતિ દરમિયાન 'મોરારનું યુદ્ધ' થયુ.
- ૧૯૬૩ – સોવિયેત અવકાશ કાર્યક્રમ: 'વોસ્તોક ૬' અભિયાન - અવકાશયાત્રી 'વેલેન્ટિના તેરેસ્કોવા' (Valentina Tereshkova), અવકાશમાં જનાર પ્રથમ મહિલા બની.
- ૨૦૧૦ – ભૂતાન તમાકુ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકનાર પ્રથમ દેશ બન્યો.
- ૨૦૧૨ – ચીને તેના શેન્ઝોઉ ૯ અવકાશયાનને સફળતાપૂર્વક લોન્ચ કર્યું, જેમાં પ્રથમ મહિલા ચાઇનીઝ અવકાશયાત્રી લિયુ યાંગ સહિત ત્રણ અવકાશયાત્રીઓને તિયાંગોંગ-૧ ઓર્બિટલ મોડ્યુલમાં લઈ જવામાં આવ્યા.
- ૨૦૧૩ – ઉત્તર ભારતના ઉત્તરાખંડ રાજ્ય પર કેન્દ્રિત વાદળ ફાટવાથી વિનાશક પૂર અને ભૂસ્ખલન થયું, જે ૨૦૦૪ના ત્સુનામી પછી દેશની સૌથી ખરાબ કુદરતી આપત્તિ બની ગઈ.
જન્મ
ફેરફાર કરો- ૧૯૨૦ – હેમંત કુમાર, ભારતીય ગાયક અને સંગીત નિર્દેશક (અ. ૧૯૮૯)
- ૧૯૫૦ – મિથુન ચક્રવર્તી, ભારતીય અભિનેતા અને રાજકારણી
અવસાન
ફેરફાર કરો- ૧૯૧૮ – નલિનકાન્ત બાગચી, ભારતીય ક્રાંતિકારી
- ૧૯૨૩ – મણિશંકર રત્નજી ભટ્ટ, કવિ કાન્તના ઉપનામથી જાણીતા ગુજરાતી કવિ, નાટ્યલેખક અને નિબંધકાર (જ. ૧૮૬૭)
- ૧૯૨૫ – ચિતરંજનદાસ, ભારતીય દેશભક્ત અને સ્વતંત્રતા સેનાની (જ. ૧૮૭૦)
- ૨૦૧૫ – ચાર્લ્સ કોરિયા, ભારતીય સ્થપતિ અને શહેર નિર્માણ યોજનાકાર (જ. ૧૯૩૦)
તહેવારો અને ઉજવણીઓ
ફેરફાર કરોબાહ્ય કડીઓ
ફેરફાર કરોવિકિમીડિયા કૉમન્સ પર Category:16 June વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.