ઝાબુઆ જિલ્લો

મધ્ય પ્રદેશનો જિલ્લો

ઝાબુઆ જિલ્લો (હિંદી:झाबुआ जिला) ભારત દેશના મધ્ય ભાગમાં આવેલા મધ્ય પ્રદેશ રાજ્યમાં આવેલા કુલ ૫૦ (પચાસ) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. ઝાબુઆ જિલ્લાનું મુખ્ય મથક ઝાબુઆ નગરમાં આવેલું છે. આ જિલ્લો ૬,૭૮૨ ચોરસ કિલોમીટર જેટલા વિસ્તારમાં ફેલાયેલો છે. આ જિલ્લાની વસ્તી (વસ્તીગણતરી ૨૦૦૧ અનુસાર) ૧,૩૯૬,૬૭૭ જેટલી છે, જે ૧૯૯૧ના વર્ષની વસ્તીગણતરી (૧,૧૨૯,૩૫૬) કરતાં ૨૪% જેટલો વધારો બતાવે છે.

ઝાબુઆ જિલ્લો
ઝાબુઆ જિલ્લામાં ખેડૂત
ઝાબુઆ જિલ્લામાં ખેડૂત
મધ્ય પ્રદેશમાં ઝાબુઆ જિલ્લાનું સ્થાન
મધ્ય પ્રદેશમાં ઝાબુઆ જિલ્લાનું સ્થાન
દેશ India
રાજ્યમધ્ય પ્રદેશ
વિભાગઈંદોર
મુખ્યમથકઝાબુઆ
સરકાર
 • લોકસભા મતવિસ્તારોરતલામ
 • વિધાન સભા મતવિસ્તારઝાબુઆ (૧૯૩)
વિસ્તાર
 • Total૩૭૮૨ km2 (૧૪૬૦ sq mi)
વસ્તી
 (૨૦૧૧)
 • Total૧૦૨૫૦૪૮
 • ગીચતા૨૭૦/km2 (૭૦૦/sq mi)
વસ્તી વિષયક
 • સાક્ષરતા૪૪.૪૫ ટકા
 • લિંગ ગુણોત્તર૯૮૯
સમય વિસ્તારUTC+૦૫:૩૦ (IST)
સરેરાશ વાર્ષિક વરસાદ૮૦૦ એમ.એમ.
વેબસાઇટjhabua.nic.in

આ જિલ્લો મધ્ય પ્રદેશ રાજ્યનો પશ્ચિમ ભાગમાં આવેલો સૌથી છેલ્લો જિલ્લો છે. આ જિલ્લો ઉત્તર દિશામાં રતલામ, પૂર્વ દિશામાં ધાર જિલ્લોઓ વડે અને પશ્ચિમ અને દક્ષિણ દિશાઓમાં ગુજરાત રાજ્ય સાથે જોડાયેલો છે. આ જિલ્લો ઈન્દોર વિભાગીય ક્ષેત્રમાં આવે છે.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો