તરસાઇ

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ


તરસાઇ ભારત દેશના ગુજરાત રાજ્યના જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં આવેલું ગામ છે. તરસાઇ ગામમાં મુખ્યત્વે પ્રજાપતિ ઉપરાંત અન્ય લોકોની વસ્તી રહે છે. આ ગામના વ્યવસાયમાં મુખ્યત્વે ખેતી, ખેતમજૂરી અને પશુપાલન છે. આ ગામમાં મગફળી, કપાસ, જીરુ, ઘઉં જેવાં ખેત-ઉત્પાદનોના પાક લેવામાં આવે છે. ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, આંગણવાડી, દૂધની ડેરી તેમ જ પંચાયતઘર જેવી સવલતો પ્રાપ્ય છે. ગામમાં શિક્ષણનું સ્તર સારું હોવાને કારણે ઇજનેરી, દાક્તરી તથા વ્યવસ્થાપન (મેનેજમેન્ટ)નું શિક્ષણ લેતા વિદ્યાર્થીઓ બહોળા પ્રમાણમાં છે.

તરસાઇ
—  ગામ  —
તરસાઇનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°54′06″N 70°01′55″E / 21.9018°N 70.031869°E / 21.9018; 70.031869
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો જામનગર
તાલુકો જામજોધપુર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ