દામોદર કુંડ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા જુનાગઢ ખાતે ગિરનાર પર્વતની તળેટીમાં આવેલો કુંડ છે. તે પ્રખ્યાત યાત્રાસ્થળ અને રાજ્ય સંરક્ષિત સ્મારક ‍(S-GJ-120) છે.

દામોદર કુંડ
દામોદર કુંડ, ગિરનાર પર્વત.
દામોદર કુંડ is located in ગુજરાત
દામોદર કુંડ
દામોદર કુંડ
ગુજરાતમાં સ્થાન
સ્થાનગિરનાર નજીક, જુનાગઢ, ગુજરાત
અક્ષાંશ-રેખાંશ21°31′32″N 70°29′10″E / 21.52556°N 70.48611°E / 21.52556; 70.48611
તળાવ પ્રકારકૃત્રિમ તળાવ
બેસિન દેશોભારત
મહત્તમ લંબાઈ257 ft (78 m)
મહત્તમ પહોળાઈ50 ft (15 m)
રહેણાંક વિસ્તારજુનાગઢ

કથા ફેરફાર કરો

પૌરાણિક કથા મુજબ બ્રહ્માએ તથા ઈન્દ્રે આ તીર્થમાં ઘણા યજ્ઞો કર્યા. એમાં બધા દેવ-દેવીઓ ઉપસ્થિત રહેલાં. એ દરેકને પોત પોતાના સ્થાનમાં તીર્થ સ્થાન કરવાની ઈચ્છા થઈ, આથી બ્રહ્માજીએ પોતાના કમંડલમાંથી ગંગાજીને પ્રગટ કરી પધરાવ્યાં, બીજાં તીર્થોને પણ ત્યાં બોલાવ્યાં. આમ આ કુંડમાં ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, સિંધુ, કાવેરી, ક્ષિપ્રા, ચર્મણ્યવતી, ગોદાવરી વગેરે તીર્થ સ્વરૂપ ગણાતી નદીઓએ ત્યાં વાસ કર્યો. બ્રહ્માના નામ પરથી એ કુંડનું નામ બ્રહ્મકુંડ પડ્યું. બ્રહ્માના વચનથી સૌ દેવતાઓ અહીં દામોદર સ્વરૂપે બિરાજ્યા. તેથી આ તીર્થ દામોદર નામે પ્રસિદ્ધ થયું. અહીં મનુષ્યનાં અસ્થિ પધરાવવાથી તદ્દન ગળી જાય છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે.[૧][૨][૩] ગોમતીમાં પધરાયેલાં અસ્થિ ચક્રરૂપ, ગંગામાં શેવાળ રૂપ અને દામોદરમાં જળ રૂપ બને છે.

સાહિત્યમાં ફેરફાર કરો

ગિરિ તળેટી ને કુંડ દામોદર ત્યાં મહેતાજી ના’વા જાય.

  • ઝવેરચંદ મેઘાણી રચિત લોકકથા સંગ્રહ સૌરાષ્ટ્રની રસધાર ભાગ પ ની એક વાર્તા ભૂત રૂવે ભેંકાર માં આ કુંડનો ઉલ્લેખ આવે છે. તે કથા અનુસાર માંગડા વાળાના અવગતે ગયેલા જીવને તેના અસ્થિમાં ખૂંચેલી બરછીની કરચને કાઢી, હાડકાને દામોદર કુંડમાં પધરાવતા, મુક્તિ મળી તેવી કથા છે.[૪]

સંદર્ભ ફેરફાર કરો

  1. Folklore Notes - 2 Vols. (Vol. I - Gujarat, Vol. II - Konkan) By R.E. Enthoven. 1989.
  2. Global Encyclopaedia of the Brahmana Ethnography edited by K.S. Krishna Rao. 2008. પૃષ્ઠ 177.
  3. Gazetteer , Volume 8, Bombay (India : State). Government Central Press, 1884. 1884. પૃષ્ઠ 442.
  4. "પૃષ્ઠ:Rasdhar5.pdf/૧૬૪ - વિકિસ્રોત". gu.wikisource.org. મેળવેલ 2019-08-17.