દિવાળીબેન ભીલ
દિવાળીબેન પુંજાભાઇ ભીલ અથવા દિવાળીબેન પુંજાભાઇ લાઠીયા[૧] એ ગુજરાતી ભજન અને લોકગીત માટે જાણીતાં ગાયીકા હતા.[૨] તેઓ ફિલ્મી ગીતો માટે પણ જાણીતા હતા. તેમને 'ગુજરાતની કોયલ' કહેવામાં આવ્યા છે.
દિવાળીબેન ભીલ | |
---|---|
જન્મની વિગત | જૂન ૨, ૧૯૪૩ |
મૃત્યુ | મે ૧૯, ૨૦૧૬ |
નાગરિકતા | ભારતીય |
વ્યવસાય | પાર્શ્ચ ગાયીકા, લોકગીત ગાયીકા |
જન્મ અને પ્રારંભિક જીવનફેરફાર કરો
તેમનો જન્મ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દલખાણીયા ગામમાં થયો હતો.[૩] દિવાળીબેન ૯ વરસની ઉંમરે પિતાને જુનાગઢ રેલ્વેમાં નોકરી મળવાથી એમની સાથે જુનાગઢ આવ્યા. શરૂઆતમાં એમણે નર્સને ઘરે રસોઇ બનાવી આપવા જેવી નોકરી પણ કરી હતી. એમનું લગ્ન-જીવન ફક્ત બે દિવસ ટક્યું હતું અને એ પછી એમણે ફરી ક્યારેય પણ લગ્ન ન કર્યા હતા.[૪]
કારકિર્દીફેરફાર કરો
હેમુ ગઢવીએ એમનું આકાશવાણી રાજકોટ માટે સહુ પ્રથમ વખત રેકોર્ડીંગ કર્યું હતુ. એ માટે એમને પાંચ રૂપિયાનું મહેનતાણું આપવામાં આવ્યું હતું. એ પછી એમણે ગુજરાતી ચલચિત્રોમાં પાર્શ્ચ ગાયીકા તરીકે પણ કાર્ય કરેલ છે. પ્રાણલાલ વ્યાસ સાથે એમણે ઘણા સ્ટેજ કાર્યક્રમો કરેલા છે.[૪]
સન્માનફેરફાર કરો
૧૯૯૦માં એમને ભારત સરકારના પદ્મશ્રી સન્માન વડે નવાજવામાં આવ્યા હતા.[૫]
મૃત્યુફેરફાર કરો
લાંબી બિમારીને કારણે તેમનું મૃત્યુ ૧૯ મે ૨૦૧૬ના રોજ થયું હતું.[૪]
સંદર્ભફેરફાર કરો
- ↑ "Padma Shree Award Winner Diwaliben Bhil Is No More - www.divyabhaskar.co.in". ૨૦ મે ૨૦૧૬. Retrieved ૧૭ મે ૨૦૧૮. Check date values in:
|accessdate=, |date=
(મદદ) - ↑ "Gujarat's renowned folk singer Diwaliben Bhil passed away in hometown Junagadh - Times of India". The Times of India. Retrieved ૫ ફેબ્રુઆરી ૨૦૧૭. Check date values in:
|access-date=
(મદદ) - ↑ "Gujarat: Popular folk singer passes away at 75". The Indian Express (અંગ્રેજી માં). ૨૦ મે ૨૦૧૬. Retrieved ૫ ફેબ્રુઆરી ૨૦૧૭. Check date values in:
|access-date=, |date=
(મદદ) - ↑ ૪.૦ ૪.૧ ૪.૨ "'હું તો કાગળિયા લખી લખી...',પદ્મ શ્રી લોકગાયિકા દિવાળીબેન ભીલનું અવસાન". દિવ્ય ભાસ્કર. ૧૯ મે ૨૦૧૬. Retrieved ૨૦ મે ૨૦૧૬. Check date values in:
|access-date=, |date=
(મદદ) - ↑ "Popular Gujarati folk singer Diwaliben Bhil passes away at 83". મિડ ડે. ૧૯ મે ૨૦૧૬. Retrieved ૨૦ મે ૨૦૧૬. Check date values in:
|access-date=, |date=
(મદદ)