પંચાયતી રાજ મુખ્યત્વે ભારત, પાકિસ્તાન અને નેપાળમાં આવેલ દક્ષિણ એશિયાઈ રાજકીય પ્રથા છે. "પંચાયત" શબ્દ પાંચ(પંચ) અને વિધાનસભા(આયત) પરથી આવ્યો છે. પંચાયત એટલે સ્થાનિક સમુદાય દ્વારા પસંદ કરાયેલ પાંચ વડીલોનો સમૂહ.

ભારત
Emblem of India.svg

આ લેખ આ શ્રેણી સંબંધિત છે:

ભારતની રાજનીતિ


કેન્દ્ર સરકાર

બંધારણ

કાર્યકારિણી

વિધાયિકા

ન્યાયપાલિકા

સ્થાનીક

ભારતીય આમચુનાવ


અન્ય દેશપ્રવેશદ્વાર:રાજનીતિ
પ્રવેશદ્વાર:ભારત સરકાર
view  talk  edit

પંચાયત રાજફેરફાર કરો

પંચાયત રાજ એક એવી સરકારી પ્રથા છે, જ્યાં ગ્રામ પંચાયતો વહીવટનો મૂળભૂત એકમ છે. અહીં ત્રણ સ્તરો છે: ગામ, તાલુકો અને જિલ્લો.

પંચાયત રાજ શબ્દ બ્રિટિશ રાજ દરમ્યાન ઉદ્‌ભવ્યો છે. "રાજ"નો શાબ્દિક અર્થ "શાસન" અથવા "સરકાર" થાય છે. મહાત્મા ગાંધીએ પંચાયતી રાજની હિમાયત કરી હતી, કે જ્યાં દરેક ગામ પોતાની બાબતો માટે જવાબદાર હોય. અને આવા હેતુ માટે "ગ્રામ સ્વરાજ" એવો શબ્દ પ્રયોજાયો હતો.

કાયદો પસાર થતાં, રાજ્ય સરકારો દ્વારા પંચાયત રાજની પદ્ધતિ સને ૧૯૫૦થી ૬૦ના દાયકામાં અપનાવવામાં આવી હતી. ૨૪ એપ્રિલ, ૧૯૯૩ના રોજ ભારતમાં પંચાયતી રાજ માટે બંધારણીય(૭૩મો સુધારો) એક્ટ ૧૯૯૨ બંધારણીય દરજ્જો પૂરો પાડે છે.

૨૪ ડિસેમ્બર સુધીમાં આ અધિનિયમ આઠ રાજ્યોમાં લાગુ પડ્યો: આંધ્ર પ્રદેશ, ગુજરાત, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઓરિસ્સા અને રાજસ્થાન. હાલમાં, પંચાયતી રાજ પદ્ધતિ નાગાલેન્ડ, મેઘાલય, મિઝોરમ અને, બધા કેન્દ્રશાસિત પ્રદેશો(અપવાદ: દિલ્હી)ને બાદ કરતાં સમગ્ર ભારતમાં અમલમાં છે.

દર પાંચ વર્ષે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવામાંં આવે છે, જેમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સ્ત્રીઓ માટે અમુક બેઠકો અનામત રાખવામાં છે. પંચાયતી રાજમાં ત્રિસ્તરીય રચના હોય છે: (૧) ગ્રામ પંચાયત, (૨) તાલુકા પંચાયત, અને (૩) જિલ્લા પંચાયત.

ગ્રામ પંચાયતફેરફાર કરો

ગ્રામ પંચાયત એ ગ્રામ્ય સ્તરે આવેલ વહીવટી સંસ્થા છે, જે ભારતની પંચાયતી રાજ પદ્ધતિનું ગ્રામ્ય કક્ષાનું સ્તર છે. અહીં તલાટી-કમ-મંત્રી, ગ્રામસેવક, સરપંચ અને અન્ય ગ્રામ પચાંયતના સભ્યની બેઠક યોજવામાં આવે છે. ગ્રામ્ય કક્ષાના વિકાસને લગતા કાર્યો અહીંથી કરવામાં આવે છે.

તાલુકા પંચાયતફેરફાર કરો

જિલ્લા પંચાયતફેરફાર કરો