ભીતબુદ્રક
ભીતબુદ્રક કે ભીતભુદ્રક ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાનું ગામ છે. ભીતબુદ્રક ગામમાં ખાસ કરીને આદિવાસીઓ વસે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, પંચાયતઘર, દુધની ડેરી વગેરે સવલતો પ્રાપ્ય છે. ગામના લોકો વ્યવસાયમાં મુખ્યત્વે ખેતી, ખેતમજૂરી, પશુપાલન જેવાં કાર્યો કરે છે. ઉચ્છલ તાલુકાનું તે વિકસીત ગામ છે. તે તાલુકામથક ઉચ્છલથી ૨ કિ.મી નાં અંતરે વસેલુ ગામ છે, ગામનો વિસ્તાર ૧,૨૮૦ યાર્ડ છે. તે રંગાવલી નદી નાં કિનારે વસેલુ હોવાથી પાણી આધારીત પિયતખેતી થાય છે.
ભીતબુદ્રક કે ભીતભુદ્રક | |
— ગામ — | |
| |
અક્ષાંશ-રેખાંશ | 21°10′17″N 73°44′28″E / 21.171408°N 73.741166°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | તાપી |
તાલુકો | ઉચ્છલ |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી,
દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
જોવાલાયક સ્થળો
ફેરફાર કરોબાયોગેસ પ્લાન્ટઃ ભીતબુદ્રક ગામમાં તાલુકાનો પ્રથમ મધ્યમ કક્ષાનો સામુહિક બાયોગેસ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે.જેમાં થી ગેસ ઉત્પન્ન કરી ઘરેઘરે પાઈપથી રસોઈ માટે ગેસ પહોચાડવાની સિધ્ધી મેળવી છે. ઉપરાંત તેનાથી ગામની સ્વર્છતા તો જળવાયજ છે સાથે સાથે ખેતીમાટે ઉપયોગી એવું સેન્દ્રીય ખાતર પણ મળી રહે છે,જે બદલ આ ગામને એવોડ પણ મળેલ છે.
નદી કીનારાનો બગીચો:સમગ્ર ઉચ્છલ તાલુકામાં બગીચો ધરાવતુ આ એકમાત્ર ગામ છે. જેને ગામનાં લોકોએ સ્વખર્ચે બનાવ્યો છે. નદીનાં કિનારે હોવાથી તે ઘણોં જ સુંદર લાગે છે. અવારનવાર તેમાં ધાર્મીક આયોજનો પણ થતા રહે છે.
રંગાવલી નદીનો વિયર-ડેમ:સરકારી સહાયતાની મદદથી અંહી નદી પર વિયર-ડેમ બાંધવામાં આવ્યો છે જેથી પાણીનોં સંગ્રહ પણ થતો રહે છે અને પુલ પરથી નદી ના સામેનાં ગામો તરફ જવા માંટે ઉચ્છલ સુધી જવુ પડતું નથી
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |