મટવાડ (જલાલપોર)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ
(મટવાડ(જલાલપોર) થી અહીં વાળેલું)

મટવાડ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા નવસારી જિલ્લામાં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા જલાલપોર તાલુકાનું ગામ છે. જલારપોર ગામમાં ખાસ કરીને કોળી પટેલો વસે છે. ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, પંચાયતઘર, દૂધની ડેરી વગેરે સવલતો પ્રાપ્ય છે. ગામના લોકો વ્યવસાયમાં મુખ્યત્વે ખેતી, માછીમારી, ખેતમજૂરી, પશુપાલન જેવાં કાર્યો કરે છે.

મટવાડ
—  ગામ  —
મટવાડનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°56′55″N 72°53′50″E / 20.948685°N 72.89733°E / 20.948685; 72.89733
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો નવસારી
તાલુકો જલાલપોર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન

આ ગામે આઝાદીની લડતમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. ૨૨ ઓગસ્ટ, ૧૯૪૨ના રોજ ગામમાં બંદૂકધારી બ્રિટિશ પોલીસો અને કાંઠા વિસ્તારની પ્રજા વચ્ચે આઝાદીનો જંગ ખેલાયો હતો જેમાં પોલીસે કરેલા ૩૨ રાઉન્ડ ગોળીબારમાં કાંઠાના ૩ યુવાન વીરો શહીદ થયા હતા. આ શહીદોની યાદમાં મટવાડ ખાતે એક શહીદ સ્મારક પણ નિર્માણ થયેલ છે.[]

  1. "જલાલપોર તાલુકાના ઐતિહાસિક મટવાડ ગામ ખાતે શહીદદિનની ઉજવણી". દિવ્ય ભાસ્કર. મેળવેલ ૧૩ ડિસેમ્બર ૨૦૨૧.