મહાશ્વેતા દેવી

ભારતીય બંગાલી કથાલેખક અને સામાજીક-રાજનૈતિક કાર્યકર્તા

મહાશ્વેતા દેવી (બંગાળી: মহাশ্বেতা দেবী મોહાશશેતા ડેબી ) (1926માં ઢાકામાં જન્મ થયો હતો, જે હવે બાંગ્લાદેશમાં છે) ભારતીય સામાજિક કાર્યકર્તા અને લેખિકા છે.

મહાશ્વેતા દેવી
જન્મ૧૪ જાન્યુઆરી ૧૯૨૬ Edit this on Wikidata
ઢાકા Edit this on Wikidata
મૃત્યુકોલકાતા Edit this on Wikidata
વ્યવસાયલેખક, નવલકથાકાર, કેળવણીકાર, વાર્તાકાર Edit this on Wikidata
કાર્યોHajar Churashir Maa Edit this on Wikidata
જીવન સાથીBijon Bhattacharya Edit this on Wikidata
માતા-પિતા
 • Manish Ghatak Edit this on Wikidata
પુરસ્કારો
સહી

જીવનકથા ફેરફાર કરો

 
તેજગઢ ખાતેની આદિવાસી અકાદમીમાં આવેલ મહાશ્વેતા દેવી સ્મારક

મહાશ્વેતા દેવીનો જન્મ ઢાકામાં 1926માં, સાહિત્યપ્રેમી માતા-પિતાને ત્યાં હિન્દુ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેણીના પિતા મનીષ ઘટકકાલ્લોલ યુગના જાણીતા કવિ અને નવલકથાકાર હતાં, જેઓ તખલ્લુસ જુબાનાશ્વાનો ઉપયોગ કરતાં હતાં. તેઓ નામાંકિત ફિલ્મ સર્જક રીત્વિક ઘટકના મોટા ભાઈ પણ હતાં. . મહાશ્વેતાની માતા ધારીત્રી દેવી પણ લેખિકા અને એક સામાજિક કાર્યકર્તા હતાં, જેમના ભાઈઓ વિવિધ ક્ષેત્રોમાં અત્યંત પ્રતિષ્ઠિત હતાં, જેમ કે નોંધપાત્ર શિલ્પકાર સાન્ખા ચૌધરી અને ભારતનું ઈકોનોમી અને પોલિટીકલ વિક્લીના સ્થાપક અને સંપાદક સચીન ચૌધરી. તેણીનું પહેલી શાળા ઢાકામાં હતી, પણ ભારતના ભાગલાં પડ્યાં બાદ, તેઓ ભારતમાં પશ્ચિમ બંગાળમાં સ્થળાંતરીત થયાં. તેણી શાંતિનિકેતનમાં રવિન્દ્રનાથ ટાગોર દ્વારા સ્થાપિત વિશ્વભારતી યુનિવર્સીટીમાં જોડાયા અને અંગ્રેજીમાં બેચલર ઓફ આર્ટસ્ (માનદ્) પૂર્ણ કર્યું અને પછી અંગ્રેજી વિષયમાં માસ્ટર ઓફ આર્ટસ્ કલક્તા યુનિવર્સીટીમાં પૂર્ણ કર્યું. પછીથી તેમણે જાણીતા નાટ્યલેખક બિનોય ભટ્ટાચાર્ય સાથે લગ્ન કર્યાં, જેઓ ખૂબ જ ઊંડાણપૂર્વક આઈપીટીએ (IPTA) સાથે જોડાયેલાં હતાં.

કારકિર્દી ફેરફાર કરો

1964માં તેણીએ બીજોયગઢ કોલેજ (કલકત્તા યુનિવર્સટી તંત્ર સાથે જોડાયેલી માન્ય કોલેજ)માં શિક્ષણ આપવાનું શરૂ કર્યું. તે દિવસોમાં, બીજોયગઢ કોલેજ વ્યવસાયી મહિલા વિદ્યાર્થીઓ માટેની સંસ્થા હતી. ઉપરાંત તે સમયગાળા દરમિયાન, તેણી પત્રકાર અને સર્જનાત્મક લેખિકા તરીકે પણ કાર્યરત હતાં. તાજેતરમાં, તેણી તેમના પશ્ચિમ બંગાળના આદીવાસી સમુદાય લોધાસ અને શાબાર્સ ની મહિલા અને દલિતો અંગેના અભ્યાસથી વધુ જાણીતા બન્યાં છે. તેણી સક્રિય કાર્યકર પણ છે જે બિહાર, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં આદિવાસી લોકોના સંઘર્ષો માટે સમર્પિત છે. તેણીના ઝીણવટભર્યા બંગાળી નવલકથામાં, તેણી મોટાભાગે આદિવાસી અને અસ્પૃશ્ય લોકો પર બળવાન, અધિકૃત ઉચ્ચ જ્ઞાતિના જમીનમાલિકો, ધીરનાર અને લાંચીયા સરકારી અધિકારીઓના પાશવી દમનને શબ્દો દ્વારા રજૂ કરે છે. તેણીએ તેણીના પ્રેરણાના સ્રોત વિશે પણ લખ્યું છેઃ

હું હંમેશા માનું છું કે સામાન્ય લોકો દ્વારા વાસ્તવિક ઇતિહાસ સર્જાયો છે. મારો સતત પરંપરાગત માન્યતાઓ, લોકગીતો, માન્યતાઓ અને દંતકથાઓના વિવિધ સ્વરૂપમાં ભેટો થાય છે, જે પેઢીઓ સુધી સામાન્ય લોકો દ્વારા સામે આવે છે.... મારા લખાણનું કારણ અને પ્રેરણાસ્રોત એવા લોકો છે, જેઓનું શોષણ થાય છે અને તેમનો ઉપયોગ થાય છે, અને હજી પણ તેઓ હાર માન્યા નથી. મારા માટે, લખાણ માટેનો અંત વિનાનો અંશ આ અદ્ભૂત, ઉમદા, પીડીત માનવીઓ છે. એક વખત જ્યારે હું તેમને ઓળખું છું ત્યારે મારા લખાણની કાચી સામગ્રી મારે બીજે ઠેકાણે શા માટે શોધવી જોઈએ? ઘણી વખતે મને એવું લાગે છે કે મારું લખાણ ખરેખર તેઓની કરણી છે.

ફ્રેન્કફર્ટ પુસ્તક મેળો 2006 ખાતે, જ્યાં પુસ્તક મેળા માટે બીજી વખત મહેમાન દેશ હોય એવો ભારત દેશ પ્રથમ હતો, તેણીએ અત્યંત જુસ્સાદાર ઉદ્ઘાટન ભાષણ તૈયાર કર્યું, જેમાં રાજ કપૂરનું પ્રખ્યાત ફિલ્મ ગીતમાંથી તેણીએ શબ્દો લેતાં શ્રોતાઓના આંખમાં આંસુ લાવી દીધાઃ

આ સાચો સમય છે જ્યાં, જૂતા જાપાની, પટલૂન ઈંગ્લીશતાની, ટોપી રૂસી પણ હૃદય.... હૃદય હંમેશા હિન્દુસ્તાની છે... મારો દેશ, ચીથરેહાલ, અભિમાન, સુંદર, ગરમ, ભેજવાળો, ઠંડો, રેતાળ, ઝળહળતો ભારત. મારો દેશ.

તાજેતરની સક્રિય પ્રવૃત્તિ ફેરફાર કરો

તાજેતરમાં મહાશ્વેતા દેવી, તેણીના કાયમી વસવાય ધરાવતાં રાજ્યમાં, પશ્ચિમ બંગાળ સરકારની ઔદ્યોગિક નીતિ વિરુદ્ધ આંદોલમમાં આગેવાની ધરાવે છે. ખાસ કરીને, સરકાર દ્વારા ફળદ્રુપ ખેતીલાયક જમીનનો મોટો પ્રદેશ જપ્ત કરે છે અને ખાલસા જમીનો ઔદ્યોગિક વસાહતોને સાવ નાખી દેવા જેવી કિંમતે આપે છે, તે બાબતે તેણીએ મોટા પાયે આંદોલન છેડ્યું છે અને તેને વખોડે છે. તેણીએ રવિન્દ્રનાથ ટાગોરના શાંતિનેકેતનના વ્યાપારીકરણની નીતિ સાથે જોડાણ કર્યું છે, જ્યાં તેણીએ તેણીના નિર્માણાત્મક વર્ષો ગાળા હતાં.[૧] વિવાદાસ્પદ નીતિ અને ખાસ કરીને તેનું અમલીકરણ સિન્ગુર અને નાન્દીગ્રામ થતું અટકાવવાના વિરોધમાં તેણીની દોરવણીના પરિણામ રૂપે મોટી સંખ્યામાં બૌદ્ધિકો, કલાકારો, લેખકો અને થિયેટરના કાર્યકરો જોડાયા છે.

તાજેતરમાં તેણીએ ગુજરાતમાં પાયાનાસ્તરથી થઈ રહેલાં વિકાસની પ્રશંસા કરી અને પશ્ચિમ બંગાળની સરકારની ટીકા એવું કહીને કરી કે 30 વર્ષોથી પસાર થઈ ગયા બાદ રાજ્યમાં શાસકે "અત્યંત ઓછું" હાંસિલ કર્યું છે.

રચનાઓ ફેરફાર કરો

 • ધી ક્વીન ઓફ ઝાંસી (જીવનચરિત્ર, 1956ની બાંગ્લા ઝાંસીર રાની ની પ્રથમ આવૃત્તિનું અંગ્રેજી અનુવાદ સાગારી અને મંદિરા સેનગુપ્તા દ્વારા કરવામાં આવ્યો.
 • હજાર ચૌરાસી મા (નંબર 1084ઝ મધર , 1975)
 • અરેણ્યેર અધિકાર (ધી ઓક્યુપેશન ઓફ ધી ફોરેસ્ટ , 1977)
 • અગ્નીગર્ભા (વોમ્બ ઓફ ફાયર , 1978)
 • બીટર સોઈલ ટીઆર, ઈસિપ્તા ચંદ્રા. સીગુલ્લ, 1998. ચાર વાર્તાઓ.
 • ચોટી મુન્દા ઈવમ ટર ટીર (ચોટી મુન્દા એન્ડ હીઝ એરો , 1980)
 • ઈમેજનરી મેપસ (ગાયત્રી સ્પીવાક લંડન એન્ડ ન્યુયોર્ક દ્વારા અનુવાદિત. રુટલેજ, ૧૯૯૫)
 • ધોવલી(ટૂંકી વાર્તા)
 • ડસ્ટ ઓન ધી રોડ (મૈત્રીય ઘટક દ્વારા અંગ્રેજીમાં અનુવાદિત. સીગલ, કલકત્તા.)
 • અવર નોન-વેજ કાઉ (સીગલ બુક્સ, કલકત્તા, 1998. પરમિતા બેનર્જી દ્વારા બંગાળીમાંથી અનુવાદિત.)
 • બાસાઈ ટૂડુ (ગાયત્રી ચક્રવર્તી સ્પીવાક અને શમીક બાન્ધોપાધ્યાય દ્વારા અંગ્રેજીમાં અનુવાદિત. ધીમા, કલકત્તા, 1993)
 • ટીટુ મીર
 • રુદાલી
 • બ્રેસ્ટ સ્ટોરીઝ (ગાયત્રી ચક્રવર્તી સ્પીવાક દ્વારા અંગ્રેજીમાં અનુવાદિત. સીગલ, કલકત્તા, 1997)
 • ઓફ વુમન, આઉટકાસ્ટસ, પીસન્ટસ, અને રીબેલસ (કલ્પના બર્ધન દ્વારા અંગ્રેજીમાં અનુવાદિત, યુનિવર્સીટી ઓફ કેલીફોર્નીયા, 1990.) છ વાર્તાઓ.
 • એક-કોરીઝ ડ્રીમ (લીલા મજમુન્દાર દ્વારા અંગ્રેજીમાં અનુવાદિત. એન.બી.ટી., 1976)
 • ધી બુક ઓફ ધી હન્ટર (સીગલ ઈન્ડિયા, 2002)
 • આઉટકાસ્ટ (સીગલ, ઈન્ડિયા, 2002)
 • ઈન અધર વર્ડઝઃ એસેઝ ઈન કલ્ચરલ પોલીટીક્સ (ગાયત્રી ચક્રવર્તી દ્વારા અંગ્રેજીમાં અનુવાદિત. મેથુયેન એન્ડ કંપની, 1987. ન્યુયોર્ક, લંડન)
 • ટીલ ડેથ ડુ અસ પાર્ટ
 • ઓલ્ડ વુમન
 • કુલપુત્ર (સ્રીમાથી એચ.એસ. સીવીજી પ્રકાશક બેન્ગલોર દ્વારા કન્નડમાં અનુવાદિત)
 • ધી વાય-વાય ગર્લ (ટુલીકા ચેન્નાઈ.)
 • ડાકાટેય કાહિની

મહાશ્વેતા દેવીની ફિલ્મ આધારિત રચનાઓ ફેરફાર કરો

 • સંઘર્ષ (1968), તેણીની વાર્તા આધારિત, વારાણસી શહેરમાં થુગ્ગી સંસ્કૃતિમાં કુળનું વેર લેવાની કાલ્પનિક વાર્તા આધારિત રજૂઆત.
 • રુદાલી (1993)
 • હજાર ચોરાસી કી મા (1998)
 • માટી માય (2006),[૨] ટૂંકી વાર્તા આધારિત, દાયેન [૩]

મુખ્ય એવોર્ડો ફેરફાર કરો

 • 1979: સાહિત્ય એકાદમી એવોર્ડ (બંગાલી): – અર્ણેય અધિકાર (નવલકથા)
 • 1986: પદ્મશ્રી
 • 1996: જ્ઞાનપીઠ એવોર્ડ - ભારતી જ્ઞાનપીઠ દ્વારા સૌથી વધુ સાહિત્યને લગતાં એવોર્ડ
 • 1997: રોમન મેગ્શેસેય એવોર્ડ - પત્રકારત્વ સાહિત્ય, અને ક્રીએટીવ કમ્યુનીકેશન આર્ટસ [૪]
 • 1999: હોનોરીસ કાયુઝ - ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સીટી (ઈગ્નુ)
 • 2006: પદ્મ વિભૂષણ - ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા દ્વારા સૌથી વધુ નાગરિકલક્ષી એવોર્ડ

સંદર્ભ ફેરફાર કરો

બાહ્ય કડીઓ ફેરફાર કરો