મહુવા તાલુકો
મહુવા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જિલ્લાઓ પૈકીના એક એવા ભાવનગર જિલ્લાનો તાલુકો છે. મહુવા તાલુકાનું વહીવટી મુખ્ય મથક છે. ડુંગળી, લીલા નાળિયેરના ઉત્પાદનમાં મહુવા તાલુકો આગળ પડતું સ્થાન ધરાવે છે. આ તાલુકો અમરેલી સંસદીય મતવિસ્તાર હેઠળ આવેલો છે.
મહુવા તાલુકો | |
---|---|
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | ભાવનગર |
મુખ્ય મથક | મહુવા |
વિસ્તાર | |
• કુલ | ૧,૨૨૧ km2 (૪૭૧ sq mi) |
[૧] | |
વસ્તી (૨૦૧૧)[૨] | |
• કુલ | ૪૫૨૦૧૧ |
• ગીચતા | ૩૭૦/km2 (૯૬૦/sq mi) |
• લિંગ પ્રમાણ | ૯૬૮ |
• સાક્ષરતા | ૬૮.૭૫% |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
ભૂગોળ
ફેરફાર કરોતળાજાથી શરૂ થતી ડુંગરમાળાના ભાગરૂપ મોરધાર, રબારિકા, રાવણબેલા નામની ટેકરીઓ અહીં આવેલી છે. માલણ અને બગડ અહીંની મુખ્ય નદીઓ છે. માલણ મોરધારના ડુંગરમાંથી નીકળી ખંભાતના અખાતને મળે છે. મહુવા પાસેથી તેનો પટ વિશાળ બને છે. રબારિકા, ઇગલવાડી, ખૂંટવડા, નાવડા, ગોરસ અને સાગણિયા ગામો તેના કાંઠા પર વસેલાં છે. ખૂંટવડા નજીક માલણ નદી પર સિંચાઈ માટેનો બંધ આવેલો છે. બગડાણા નજીક આવેલા ૨૨૫ મીટર ઊંચા ગેબર ડુંગરમાંથી બગડ નદી નીકળે છે. તેના ઉપરવાસમાં મોણપર, ટિટોડિયા અને ધરાઈ નજીક અન્ય ઝરણાં આ નદીને મળે છે. હેઠવાસમાં વાહરગઢ, બોરડી, જગાધર અને લીલવણ તેના કાંઠા પર આવેલાં છે. તેના પટમાં કાળમીંઢ ખડકો આવેલા છે. સમઢિયાળા પાસે તેના પર બંધ બાંધેલો છે.[૨]
તાલુકાની જમીનો મોટેભાગે સપાટ અને ફળદ્રૂપ છે. કાંઠા સિવાયની જમીનો મધ્યમ કાળી છે.[૨]
મહુવા તાલુકાના ગામો
ફેરફાર કરો
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "મહુવા – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ". મૂળ માંથી ૮ માર્ચ ૨૦૨૩ પર સંગ્રહિત. મેળવેલ ૮ માર્ચ ૨૦૨૩.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ) - ↑ ૨.૦ ૨.૧ ૨.૨ "Mahuva Taluka Population, Religion, Caste Bhavnagar district, Gujarat - Census India". www.censusindia.co.in (અમેરિકન અંગ્રેજીમાં). મૂળ માંથી 2017-10-14 પર સંગ્રહિત. મેળવેલ ૨૧ જુલાઇ ૨૦૧૭.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ) - ↑ "Villages & Towns in Mahuva Taluka of Bhavnagar, Gujarat". www.census2011.co.in. મેળવેલ 2019-08-15.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ)
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- તાલુકાનાં ગામની યાદી, જિ.પં.ભાવનગર (અંગ્રેજીમાં) સંગ્રહિત ૨૦૧૩-૦૭-૨૩ ના રોજ વેબેક મશિન
- તાલુકાનાં ગામની યાદી, જિ.પં.ભાવનગર (ગુજરાતીમાં) સંગ્રહિત ૨૦૧૨-૧૧-૨૫ ના રોજ વેબેક મશિન
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |