માણેકવાડા (તા. કેશોદ)
માણેકવાડા (તા. કેશોદ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જિલ્લાઓ પૈકીના એક એવા જૂનાગઢ જિલ્લાનાં કેશોદ તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
માણેકવાડા (તા. કેશોદ) | |
— ગામ — | |
| |
અક્ષાંશ-રેખાંશ | 21°23′25″N 70°16′18″E / 21.390366°N 70.271709°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | જૂનાગઢ |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
લોકસાહિત્યમાં ઉલ્લેખ
ફેરફાર કરોસ્થાનીય લોકબોલીમાં "સીમાડે સરપ ચિરાણો" તેવો રૂઢિ પ્રયોગ પ્રચલિત છે. તે પાછળની કથામાં આ ગામનો ઉલ્લેખ આવે છે. [૧] તે કથા અનુસાર મઘરવાડા અને માણેકવાડા નામનાં ચારણ લોકોનાં બે ગામ વચ્ચે સીમાડાનો કજિયો હતો. વિવાદને ચાલતે બન્ને ગામના લોકોમાંથી કોઈ પણ નમતું આપવા તૈયાર ન હોવાથી જરીફો આવતા ત્યારે સીમાડા નક્કી કરી ન શકાતા. આવા જ એક સમયે જ્યારે જરીફો ત્યાં આવ્યા ત્યારે વિવાદ લડાઈ સુધી વણસી પડ્યો. તે સમયે ત્યાંથી એક સાપ પસાર થયો અને લોકોએ તેમને દેવતા માની સીમાડા નક્કી કરવા વિનંતિ કરી. સાપે પોતાની વક્ર ગતિ છોડી સીધી સીમા નક્કી કરી આપી, પણ વચ્ચે તેમના વડવાઓએ રોપેલ એક કેરડાનું વૃક્ષ આવ્યું. જો તે કેરડાની બાજુએથી પસાર થાય તો બે માંથી એક ગામને અન્યાય થવાનો સંભવ હતો આથી સાપ તે ઝાડ પર ટોચ સુધી ચડ્યો. ટોચ પરનો ઠુંઠો નાગની ફેણમાં ભરાયો, આથી વૃક્ષ પર ઉતરતા તે સાપના બે ચીરા પડી ગયા. અને "સીમાડે સરપ ચિરાણો" એવી લોકવાયકા બની. માણેકવાડા ગામની નદીને સામે તીર એ સર્પની દેરી છે. લોકો ‘માલ’ નામે ઓળખે છે. ઘણાં કાઠિયાવાડી કુટુંબોના એ કુલદેવતા છે, વર-કન્યાની છેડાછેડી પણ ત્યાં જઈને છોડાય છે. [૨]
અન્ય માહિતી
ફેરફાર કરોજાણીતા ડાયરો કલાકાર પદ્મશ્રી ભીખુદાન ગઢવીનો જન્મ આ ગામમાં થયો હતો.[૩][૪]
સંદર્ભો
ફેરફાર કરો- ↑ "પૃષ્ઠ:Rasdhar5.pdf/૭૯ - વિકિસ્રોત". gu.wikisource.org. મેળવેલ 2019-08-01.
- ↑ "પૃષ્ઠ:Rasdhar5.pdf/૮૦ - વિકિસ્રોત". gu.wikisource.org. મેળવેલ 2019-08-01.
- ↑ "Journey to the Padma Shri". News report. Divya Bhaskar daily. 25 January 2016. મેળવેલ 29 July 2016.
- ↑ Manoj Shukla (2016). "Folklore Rattan: Bhikhudana Gadhvi". Web article. Gujarati Club. મૂળ માંથી 19 સપ્ટેમ્બર 2016 પર સંગ્રહિત. મેળવેલ 29 July 2016.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |