માર્ચ ૧
તારીખ
૧ માર્ચ નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૬૦મો (લિપ વર્ષ દરમ્યાન ૬૧મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૦૫ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
ફેરફાર કરો- ૧૭૯૦ – યુનાઇટેડ સ્ટેટ્સની પ્રથમ વસ્તી ગણતરીને અધિકૃત કરવામાં આવી.
- ૧૭૯૬ – ડચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું બાટાવિયન રિપબ્લિક દ્વારા રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું.
- ૧૮૭૨ – યલોસ્ટોન નેશનલ પાર્કની વિશ્વના પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે સ્થાપના કરવામાં આવી.
- ૧૮૯૩ - ઇલેક્ટ્રિકલ એન્જિનિયર નિકોલા ટેસ્લાએ સેન્ટ લૂઇસ, મિઝોરીમાં રેડિયોનું પ્રથમ જાહેર પ્રદર્શન કર્યું.
- ૧૯૧૪ – ચીન યુનિવર્સલ પોસ્ટલ યુનિયન (વૈશ્વિક ડાક સંઘ)માં જોડાયું.
- ૧૯૨૧ – વોરવિક આર્મસ્ટ્રોંગની કપ્તાની હેઠળની ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ એશિઝ ટુર્નામેન્ટમાં વ્હાઈટવોશ કરનાર પ્રથમ ટીમ બની.
- ૧૯૪૭ – આંતરરાષ્ટ્રીય મુદ્રા કોશે (IMF) નાણાકીય કામગીરીની શરૂઆત કરી.
- ૧૯૬૧ – યુગાન્ડાએ તેની પ્રથમ ચૂંટણી યોજી.
- ૧૯૭૧ – પાકિસ્તાનના પ્રમુખ યાહ્યા ખાને રાષ્ટ્રીય ધારાસભાના બાકી રહેલા સત્રને અનિશ્ચિત કાળ માટે મુલતવી રાખ્યું, જેના કારણે પૂર્વ પાકિસ્તાનમાં મોટાપાયે સવિનય કાનૂનભંગ થયો.
- ૧૯૯૧ – સદ્દામ હુસૈન વિરુદ્ધ ઈરાકમાં બળવો શરૂ થયો, જેના કારણે ૨૫૦૦૦ થી વધુ લોકો મૃત્યુ પામ્યા, જેમાં મોટા ભાગના નાગરિકો હતા.
- ૧૯૯૨ – બોસ્નિયા અને હર્ઝેગોવિનાએ સોશિયાલિસ્ટ ફેડરલ રિપબ્લિક ઓફ યુગોસ્લાવિયાથી તેની સ્વતંત્રતા જાહેર કરી.
- ૧૯૯૮ – ટાઇટેનિક વિશ્વભરમાં ૧ અબજ ડોલરથી વધુની કમાણી કરનારી પ્રથમ ફિલ્મ બની.
- ૨૦૦૩ – આંતરરાષ્ટ્રીય અપરાધિક ન્યાયાલયે હેગમાં તેનું ઉદ્ઘાટન સત્ર યોજ્યું.
- ૨૦૦૬ – અંગ્રેજી ભાષાના વિકિપીડિયાએ તેના દસ લાખમા લેખ ('જોર્ડનહિલ રેલવે સ્ટેશન')નું સીમાચિહ્ન હાંસલ કર્યું.
જન્મ
ફેરફાર કરો- ૧૯૪૪ – મફત ઓઝા, ગુજરાતી ભાષાના કવિ, નવલકથાકાર, વિવેચક, સંપાદક (અ. ૧૯૯૭)
- ૧૯૪૪ – બુદ્ધદેવ ભટ્ટાચાર્ય, ભારતીય રાજકારણી, પશ્ચિમ બંગાળના સાતમા મુખ્યમંત્રી
- ૧૯૮૩ – મેરી કોમ ઓલિમ્પિક પદક વિજેતા ભારતીય મહિલા મુક્કેબાજ
- ૧૯૯૪ – જસ્ટિન બીબર, કેનેડિયન પોપ ગાયક, ગીતકાર અને અભિનેતા
અવસાન
ફેરફાર કરો- ૧૯૨૪ – ગોપીનાથ સાહા, ભારતીય સ્વાતંત્ર્ય સેનાની (જ. ૧૯૦૫)
- ૧૯૮૯ – વસંતદાદા પાટિલ, ભારતીય રાજકારણી, મહારાષ્ટ્રના પાંચમા મુખ્ય પ્રધાન (જ. ૧૯૧૭)
- ૨૦૧૭ – તારક મહેતા, ગુજરાતી નાટ્યલેખક અને હાસ્યલેખક (જ. ૧૯૨૯)
- ૨૦૧૮ – કિશોર જાદવ, ગુજરાતી સાહિત્યકાર (જ. ૧૯૩૮)
તહેવારો અને ઉજવણીઓ
ફેરફાર કરો- શૂન્ય ભેદભાવ દિવસ
- સ્વ-ઇજા જાગૃતિ દિવસ (Self-injury Awareness Day)
- વિશ્વ નાગરિક સંરક્ષણ દિવસ
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૨૩-૦૩-૦૧ ના રોજ વેબેક મશિન
વિકિમીડિયા કૉમન્સ પર માર્ચ ૧ વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |