મોગલબારા

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

મોગલબારા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાનું ગામ છે. મોગલબારા ગામમાં ખાસ કરીને આદિવાસીઓ વસે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, પંચાયતઘર, દુધની ડેરી વગેરે સવલતો પ્રાપ્ય છે. ગામના લોકો વ્યવસાયમાં મુખ્યત્વે ખેતી, ખેતમજૂરી, પશુપાલન જેવાં કાર્યો કરે છે.

મોગલબારા
—  ગામ  —
મોગલબારાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°10′17″N 73°44′28″E / 21.171408°N 73.741166°E / 21.171408; 73.741166
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો તાપી
તાલુકો ઉચ્છલ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી,

દૂધની ડેરી

મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન

ઇ. સ. ૧૯૯૯ પહેલાં આ ગામનો વિકાસ ખુબ જ ઓછો હતો. ત્યાર બાદ તેણે ઝડપથી વિકાસ કર્યો છે. ગામની પાછળના ભાગમા પહેલાંના સમયમાં ગીચ જંગલ હતું, પણ હાલમાં તો ફ્કત છુટુછવાયું જંગલ છે. ગામમાં વરસાદ આધારીત ખેતી થાય છે. ગામમાં મોટાભાગની પ્રજા ખ્રિસ્તી ધર્મ પાળે છે. ગામમાં નાતાલ, હોળી અને વાઘદેવ જેવા તહેવારો ઉલ્લાસથી ઉજવાય છે.

મોગલબારા તાલુકા મથકથી ૯.૫ કિમીના અંતરે આવેલું છે. મુખ્ય ધોરી માર્ગથી આ ગામ ૧ કિમી દૂર આવેલું છે. ગામ ૧,૨૨૫.૫૭ યાર્ડ વિસ્તારમાં ફેલાયેલું છે. ઉકાઇ બંધના કારણે વિસ્થાપીત થયેલું ગામ છે.

જોવાલાયક સ્થળો

ફેરફાર કરો
  • નાચણ ડોગી (નુત્ય ડુંગર): ગામના છેવાડે નાચણ ડોગી નામનો ડુંગર આવેલો છે, જ્યાં પહેલા લુંટારુઓ યાત્રીઓને લુંટીને નચાવતા હતા, તેથી તેનું નામ નાચણ ડોગી (નુત્ય ડુંગર) પડ્યું છે.
  • મોગરમુખી ડોગી: મોગલબારાનાં જંગલોમાં મગરનાં મુખ જેવી આકૃતિ વાળો એક ડુંગર હતો અને તેની નીચેથી પસાર થતા કોતરમાં મોટી સંખ્યામા મગરો રહેતા હતા. ગામમાં જવા માટે આ કોતર પાર કરવું પડતું હતું . પણ હાલ આ ડુંગર ઉકાઇનાં જળાશયમાં ડુબી ગયો છે. મગરોની વિશેષ વસ્તીને કારણે જ આ ગામનું નામ મગરબારા પડ્યું હતું.
  • નોકટી દેવી: ગામની લોકવાયકા પ્રમાણે અહીં એક દેવી રહેતી હતી જેનું નાક કોઇએ કાપી નાંખ્યુ હતુ. તેની પથ્થરની મુર્તીને લોકો પૂજતા હતા. પણ આ સ્થળ ઉકાઇના જળાશયમાં ડુબી ગયુ છે.
  • રાણીનો પથ્થર: ગામની લોકવાયકા પ્રમાણે એક રાણી પોતાના રાજાના ડરથી ભાગતી જંગલમાં આવી હતી જ્યારે રાજાએ તેને મારી નાંખવા તલવાર મારી ત્યારે રાણીએ પથ્થરનું રૂપ ધરી લીધું. પણ રાજાની તલવારનો પ્રહાર એટલો જોરદાર હતો કે તે પથ્થરના બે ટુકડા થઇ ગયા. આજે પણ આ પથ્થર જંગલમા છે.
  • બિલબારી: મોગલબારાનાં જંગલોમાં એક ડુંગર પર બિલીના વુક્ષોનુ વન હતું જ્યા પુષ્કળ પ્રમાણમાં બિલા મળતાં હતાં. પણ આજેતો ફક્ત ડુંગર છે, બિલીનાં વુક્ષો તો કપાઇ ગયાં છે.
  • પાણીની ટાંકી: ઉચ્છલનો મહત્વનો પ્રોજેક્ટ "નેસુ-વોટર વર્કસ" નાં એક ભાગ રૂપે અહીં નાચણડોગીની તળેટીમાં એક વિશાળ ટાંકી બાંધવામાં આવી છે, જેનાં થી મોગલબારા સહીત આસપાસનાં ૭ જેટલા ગામડાઓને પાણી અપાય છે, ટાંકી નાં ઉપરથી નેસુ નદીથી લઇને છેક નવાપુરનાં પહાડો સુધીનો વિસ્તાર જોઇ શકાય છે.