રઝિયા સુલતાન

દિલ્હી સલ્તનતની પાંચમી અને એકમાત્ર સ્ત્રી શાસક

રઝિયા, રઝિયા બેગમ અથવા રઝિયા અલ-દિન (૧૨૦૫ – ૧૫ ઓક્ટોબર ૧૨૪૦), રાજકીય નામ જલ્લાત-ઉદ-દિન રઝિયા, જે સામાન્ય રીતે ઇતિહાસમાં રઝિયા સુલ્તાન તરીકે પ્રખ્યાત છે, તે ભારતીય ઉપખંડના ઉત્તર ભાગમાં દિલ્હી સલ્તનતની મુસ્લિમ શાસક (સુલતાન) હતી. તે દક્ષિણ એશિયાની પ્રથમ મહિલા શાસક હોવા માટે નોંધપાત્ર છે.[]

રઝિયા સુલ્તાન
રઝિયા બેગમ
રઝિયા શાસનના ચલણી સિક્કા
દિલ્હી સલ્તનત
શાસન૧૦ નવેમ્બર ૧૨૩૬ – ૨૦ એપ્રિલ ૧૨૪૦
રાજ્યાભિષેક૧૦ નવેમ્બર ૧૨૩૬
પુરોગામીરુક્ન ઉદ દિન ફિરોઝ
અનુગામીમુઇઝ ઉદ દિન બહેરામ
જન્મ૧૨૦૫
બદાયૂં, ઉત્તર પ્રદેશ, ભારત
મૃત્યુ ૧૫ ઓક્ટોબર ૧૨૪૦ (૩૫ વર્ષે)
દિલ્હી, દિલ્હી સલ્તનત
અંતિમ સંસ્કાર
બુલબુલ-એ-ખાન, દિલ્હી
જીવનસાથીમલિક અલ્તુનિયા
વંશજઝુબરુદ્દીન મિર્ઝા રશિલ (૧૨૩૭–૧૨૩૮); દત્તક પુત્ર
વંશમામલુક વંશ
પિતાઇલ્તુતમિશ
માતાકુતુબ બેગમ

પ્રારંભિક જીવન

ફેરફાર કરો

રઝિયાનો જન્મ દિલ્હી સલ્તનતના સુલતાન શમસુદ્દીન ઇલ્તુતમિષને ત્યાં થયો હતો. તેની માતા ઇલ્તુતમિષના પૂર્વવર્તી શાસક કુતુબ-અલ-દીન ઐબકની પુત્રી તુર્કન ખાતૂન હતી. રઝિયા ઇલ્તુતમિષનું પ્રથમ સંતાન હતી.

રાજ્યારોહણ

ફેરફાર કરો

મામલુક સુલતાન શમસુદ્દીન ઇલ્તુતમિષ ગ્વાલિયર અભિયાનમાં વ્યસ્ત હતા ત્યારે તેમની પુત્રી રઝિયાએ પિતાની ગેરહાજરીમાં ૧૨૩૧–૩૨ દરમિયાન દિલ્હીનું વહીવટ સંચાલન કર્યું. એક દંતકથા અનુસાર, ઇલ્તુતમિષે આ સમયગાળા દરમિયાન રઝિયાના પ્રદર્શનથી પ્રભાવિત થઈને દિલ્હી પાછા ફર્યા બાદ તેના વારસદાર તરીકે નિયુક્ત કરી પરંતુ મુસ્લિમ વર્ગ કોઈ મહિલાને વારસાદાર તરીકે સ્વીકારવા તૈયાર ન હતો. આથી ઇલ્તુતમિશના મૃત્યુ બાદ રઝિયાની જગ્યાએ તેના સાવકા ભાઈ રુકનુદ્દીન ફિરોઝને સિંહાસન પર બેસાડવામાં આવ્યો.

રુકનુદ્દીન ફિરોઝ એક સક્ષમ શાસક ન હતો. પ્રશાસનનું ખરું નિયંત્રણ તેની માતા અને ઇલ્તુતમિષની વિધવા શાહ તુર્કન પાસે હતું. પરિણામે વિલાસી અને લાપરવાહ રુકનુદ્દીન વિરુદ્ધ બળવો તીવ્ર બન્યો. તેના વઝીર નિઝામુલ મુલ્ક જુનૈદી પણ બળવાખોરો સાથે ભળી ગયા.[] પરિસ્થિતિ ત્યારે વધારે ગંભીર બની ગઈ જ્યારે સુલ્તાન રુકનુદ્દીનના તુર્કી મૂળના અધિકારીઓએ બિન તુર્કી અધિકારીઓની હત્યાનું કાવતરું ઘડ્યું. પરિણામે જુનૈદીના પુત્ર જિયા ઉલ મુલ્ક અને તાજુલ મુલ્ક મહેમુદ સહિતના મહત્વપૂર્ણ બિન તુર્કી અધિકારીઓની હત્યા કરવામાં આવી જેમણે રઝિયાના રાજ્યારોહણની તરફેણ કરી હતી.[] રુકનુદ્દીને વિદ્રોહને ડામી દેવા કુહરામ તરફ કૂચ કરી આ દરમિયાન શાહ તુર્કને દિલ્હીમાં રઝિયાને ફાંસી આપવાની યોજના બનાવી. નમાજ દરમિયાન એકઠી થયેલી સામાન્ય જનતાની ભીડને રઝિયાએ શાહ તુર્કન વિરુદ્ધ ઉશ્કેરી. ઉશ્કેરાયેલા ટોળાએ મહેલ પર હુમલો કરી શાહ તુર્કનને બંધી બનાવી લીધી. વેપારી મંડળ અને સૈન્યએ રઝિયા પ્રત્યે નિષ્ઠાનું વચન આપી શાસનની ધુરા સોંપી.[] આ રીતે રઝિયા સુલતાન દિલ્હી સલ્તનતની પ્રથમ મહિલા શાસક બની.[] રુકનુદ્દીન દિલ્હી પાછો ફર્યો ત્યારે રઝિયાએ સૈન્ય મોકલાવી તેને કેદ કર્યો અને સંભવત: ૧૯ નવેમ્બર ૧૨૩૬ના રોજ ફાંસી પર લટકાવી દેવામાં આવ્યો. રુકનુદ્દીને સાત માસથી પણ ઓછા સમય માટે શાસન કર્યું.[] રઝિયાનું રાજ્યારોહણ કેવળ તે સ્ત્રી હોવાના કારણે જ અનન્ય નહોતું પરંતુ સામાન્ય જનતાનું સમર્થન તેની નિયુક્તિ પાછળનું પ્રેરક બળ હતું.

ચિત્ર ઝરૂખો

ફેરફાર કરો
  1. Table of Delhi Kings: Muazzi Slave King The Imperial Gazetteer of India, 1909, v. 2, p. 368..
  2. K. A. Nizami 1992, p. 235.
  3. K. A. Nizami 1992, pp. 235-236.
  4. ૪.૦ ૪.૧ K. A. Nizami 1992, p. 236.
  5. Muzaffar Husain Syed 2011, p. 231.

સંદર્ભ સૂચિ

ફેરફાર કરો
  • K. A. Nizami (1992). "The Early Turkish Sultans of Delhi". માં Mohammad Habib; Khaliq Ahmad Nizami (સંપાદકો). A Comprehensive History of India: The Delhi Sultanat (A.D. 1206-1526). 5 (Second આવૃત્તિ). The Indian History Congress / People's Publishing House. OCLC 31870180.CS1 maint: ref=harv (link)
  • Muzaffar Husain Syed, સંપાદક (2011). Concise History of Islam. Vij Books. ISBN 978-93-82573-47-0.CS1 maint: ref=harv (link)