રાણકદેવીનું મંદિર એ ૯મી અથવા ૧૦મી સદીમાં બંધાવાયેલ એક હિન્દુ મંદિર છે જે ભારતના ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં ખાતે આવેલું છે. આ મંદિર રાણકદેવીને સમર્પિત છે.[૧] આ મંદિરનું બાંધકામ મૈત્રક કાળ પછી અને મારુ-ગુર્જર સ્થાપત્ય શૈલીના પ્રારંભિક નાગાર તબક્કામાં દરમ્યાન કરવામાં આવ્યું છે.

રાણકદેવીનું મંદિર
રાણકદેવી મંદિર
ધર્મ
જોડાણહિંદુ
જિલ્લોસુરેન્દ્રનગર જિલ્લો
દેવી-દેવતામહાકાળી, રાણકદેવી
શિવ (મૂળ)
સ્થાન
રાજ્યગુજરાત
દેશભારત
રાણકદેવીનું મંદિર is located in ગુજરાત
રાણકદેવીનું મંદિર
ગુજરાતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ22°42′49″N 71°40′34″E / 22.7136°N 71.6761°E / 22.7136; 71.6761
સ્થાપત્ય
સ્થાપત્ય પ્રકારમૈત્રક કાળ પછી અને મારુ ગુર્જર સ્થાપત્ય કાળનો નાગર ખંડ
પૂર્ણ તારીખ૯મી સદીનો છેલ્લો ચતુર્થાંશ થી ૧૦મી સદી

દંતકથા ફેરફાર કરો

એક દંતકથા અનુસાર, ચૌલુક્ય રાજા જયસિંહ સિદ્ધરાજે ચુડાસમા રાજા ખેંગારની હત્યા કરી તેની રાણી રાણકદેવીનું અપહરણ કર્યું હતું. પાટણ જતા રસ્તે વઢવાણમાં ભોગાવો નદીના કિનારે રાણકદેવી સતી થયા. આથી સિદ્ધરાજે તેમને સમર્પિત એક મંદિર બંધાવ્યું.[૧]

રાણક દેવી ચુડાસમાઓની રાજધાની જુનાગઢ નજીક આવેલા મજેવડી ગામના કુંભારને ઘેર થયો હતો. તેની સુંદરતાના વખાણ રાજા જયસિંહે સાંભળ્યા અને તેની સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો. પરંતુ ખેંગાર સાથે તમના લગ્ન થતા જયસિંહ ક્રોધે ભરાયો.[૨][૩]આ દરમિયાન ખેંગારે માળવા સૈન્ય અભિયાન દરમિયાન જયસિંહની રાજધાની અણહિલવાડ પાટણના દરવાજા તોડી નાખ્યા હતા જેનાથી જયસિંહ રોષે ભરાયા હતા.[૪][૫] આ દરમિયાન ખેંગારે માળવા સૈન્ય અભિયાન દરમિયાન જયસિંહની રાજધાની અણહિલવાડ પાટણના દરવાજા તોડી નાખ્યા હતા જેનાથી જયસિંહ રોષે ભરાયા હતા.[૪]

એક સમયે ખેંગારે તેમના ભત્રીજા દેશળ-વિશળને અપમાનિત કરતા તેઓ જયસિંહ પાસે ગયા અને તેમને જૂનાગઢ પર હુમલો કરવા કહ્યું. [૪][૫] આ હુમલામાં ખેંગારનું મૃત્યુ થતા જયસિંહે રાણકદેવીનું હરણ કરી તેને પાટણ લઈ ગયા. માર્ગમાં ભોગાવો નદીના કિનારે રાણક દેવી સતી થયા. [૫]

ઇતિહાસ ફેરફાર કરો

વઢવાણમાં ભોગાવો નદીના દક્ષિણ કિનારે રાણકદેવીનો પાળિયો (સ્મારક પથ્થર) અને એક મંદિર હજુ પણ ઉભો છે.[૬] હાલમાં વઢવાણના કિલ્લા પાસેના શિવ મંદિરને સ્થાનિક લોકો રાણકદેવીના મંદિર તરીકે ઓળખે છે.[૧]

મંદિરના સમય અને નિર્માણ વિશે કોઈ માહિતી નથી. બાંધકામની શૈલીના આધારે, આ મંદિર ૧૦મી સદીમાં બાંધવામાં આવેલું હોવાનું જણાય છે તેના શિખરની રચના મૈત્રક પછીના સમયગાળાની છે. તે સ્પષ્ટ નથી કે આ મંદિર ૧૨મી સદીના રાજા ખેંગારની રાણી રાણકદેવી સાથે કેવી રીતે સંકળાયેલું હતું.[૧] મધુસૂદન ઢાંકી અને હરિશંકર શાસ્ત્રીના જણાવ્યા અનુસાર, આ બાંધકામ કદાચ ૯મી સદીના છેલ્લા ચતુર્થાંશમાં વર્ધમાન (હાલ વઢવાણ) પર રાજ્ય કરનાર છાપા વંશના રાજા ધરણીવરહના શાસન દરમિયાન હતું.[૧] [૬] કાંતિલાલ સોમપુરાના જણાવ્યા અનુસાર, તે ૧૦મી સદી કરતાં પહેલાં બાંધવામાં આવ્યું હતું. [૧] જેમ્સ બર્ગેસે તેને રાણકદેવીના સ્મારક મંદિર તરીકે સૂચિબદ્ધ કર્યું હતું. [૧] [૬] આ મંદિર રાષ્ટ્રીય મહત્વના સ્મારકો તરીકે સૂચિબદ્ધ છે અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા તેની જાળવણી કરવામાં આવી છે.

 
સાઉથવેટ દ્વારા મળેલી શિખર કોતરણી દર્શાવતી ૧૮૯૯ની છબી
 
બારસાખ

આ મંદિર મૈત્રક પછીના અને મારુ-ગુર્જરા સ્થાપત્યના પ્રારંભિક નાગર તબક્કાનું ઉદાહરણ છે.[૬] આ મંદિર લગભગ ૯ મીટર ઊંચી એક મોટી પીઠ (પ્લેટફોર્મ) પર બાંધવામાં આવ્યું છે.[૧][૬] ગ્રાસ-પટ્ટી (ઘાસના મોલ્ડિંગનો બેન્ડ) અહીં સૌપ્રથમ જોવા મળે છે જે આ પછીના સ્થાપત્યોની શૈલીમાં ચાલુ રહ્યો.[૧] [૬] શિખર પર આમલક અને કળશના મોલ્ડિંગ્સ છે. આ મંદિરોની બાહ્ય ત્રણેય દિવાલોમાં કોઈપણ મૂર્તિઓ વગરની કોતરણી છે.[૧] તેમની ઉપર ઝીણું ફમસાના કોતરકામ છે.[૬] તેમાં કીર્તિમુખ, ચૈત્ય, ગવાક્ષ અને તમાલપત્રની સજાવટની કોતરણી પણ છે. ઉત્તર દિશામાં પાણીનો નિકાસ હોવાથી તે શિવ મંદિર હોવું જોઈએ એમ જણાય છે. આ મંદિર પાસે નંદીની મૂર્તિ પડેલી છે. ગર્ભગૃહમાં, બે સાદી મૂર્તિઓ મહાકાળી અને રાણકદેવી તરીકે ચિહ્નિત થયેલ છે. ગર્ભગૃહના દરવાજાની ફ્રેમમાં બ્રહ્મા, શિવ અને અન્યની મૂર્તિઓ છે.[૧]

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦૦ ૧.૦૧ ૧.૦૨ ૧.૦૩ ૧.૦૪ ૧.૦૫ ૧.૦૬ ૧.૦૭ ૧.૦૮ ૧.૦૯ ૧.૧૦ Khachar, Pradyumna B. (2003-01-01). "રાણકદેવીનું મંદિર". ગુજરાતી વિશ્વકોશ. મેળવેલ 2023-09-17.
  2. Parikh, Rasiklal C. (1938). "Introduction". Kavyanushasana by Acharya Hemachandra. II Part I. Bombay: Shri Mahavira Jaina Vidyalaya. પૃષ્ઠ CLXXVIII–CLXXXIII.
  3. Campbell, James Macnabb (1896). Gazetteer Of The Bombay Presidency: History of Gujarat. I. Part I. Bombay: The Government Central Press. પૃષ્ઠ 175–177.
  4. ૪.૦ ૪.૧ ૪.૨ Watson, James W., સંપાદક (1884). Gazetteer of the Bombay Presidency : Kathiawar. VIII. Bombay: Government Central Press. પૃષ્ઠ 493–494.   આ લેખમાં પબ્લિક ડોમેનમાં રહેલા આ સ્ત્રોતમાંથી લખાણ સમાવિષ્ટ કરવામાં આવ્યું છે.
  5. ૫.૦ ૫.૧ ૫.૨ Alaka Shankar (2007). "Ranak Devi". Folk Tales Of Gujarat. Children's Book Trust. પૃષ્ઠ 43–49. ISBN 978-81-89750-30-5.
  6. ૬.૦ ૬.૧ ૬.૨ ૬.૩ ૬.૪ ૬.૫ ૬.૬ ઢાંકી, મધુસૂદન એ. (1961). Deva, Krishna (સંપાદક). "The Chronology of the Solanki Temples of Gujarat". Journal of the Madhya Pradesh Itihas Parishad. Bhopal: Madhya Pradesh Itihas Parishad. 3: 10–12.