શત્રુઘ્નહિંદુ મહા કાવ્ય રામાયણના મુખ્ય નાયક રામનો સૌથી નાનો ભાઈ હતો. તે લક્ષ્મણનો જોડિયો ભાઈ હતો.  વાલ્મિકી રામાયણ અનુસાર શત્રુઘ્ન એ વિષ્ણુના પ્રકટ અવતારનો  અર્ધ ભાગ છે.

શત્રુઘ્ન
શત્રુઘ્ન, રામનો સૌથી નાનો ભાઈ
માહિતી
જીવનસાથીશ્રુતકીર્તિ
બાળકોશત્રુઘતિ
સુબાહુ

વ્યુત્પત્તિશાસ્ત્ર

ફેરફાર કરો

સંસ્કૃતમાં શત્રુઘ્ન શબ્દનો અર્થ  દુશમનોને હણનાર એવો થાય છે. મહાભારતના વિષ્ણુ સહસ્ત્રનામમાં વિષ્ણુનું ૪૧૨મું  નામ શત્રુઘ્ન છે.

જન્મ અને કુટુંબ

ફેરફાર કરો
 
 રાજા દશરથના ચાર પુત્રોનો જન્મ

શત્રુઘ્ન અયોધ્યાના સદાચારી રાજા દશરથ અને તેમની ત્રીજી પત્ની સુમિત્રાનો (કાશીની રાજ કુમારી) પુત્ર હતો. દશરથને તેમની અન્ય પત્નીઓ કૌશલ્યા અને કૈકેયી થકી પણ અન્ય પુત્રો જન્મ્યા હતા. કૌશલ્યાનો પુત્ર રામ અને કૈકેયીનો પુત્ર ભરત શત્રુઘ્નના સાવકા ભાઈ હતા. લક્ષમણ એ શત્રુઘન્નો જોડિયો ભાઈ હતો. શત્રુઘ્નના લગ્ન રાજા જનકના નાના ભાઈ કુશધ્વજની પુત્રી શ્રુતકીર્તિ સાથે થયા હતા. શ્રુતકીર્તી સીતાની પિત્રાઈ થતી હતી. શત્રુઘ્ન વિષ્ણુના ચક્રનો અવતાર અને શૃતકિર્તીને લક્ષ્મીના ચક્રનો અવતાર માનવામાં આવે છે. તેમને બે પુત્રો જન્મ્યા હતા શત્રુગતિ અને સુબાહુ.

 

રામ વનવાસ

ફેરફાર કરો
 
ભરત અને શત્રુઘ્ન કૈકેય દેશની યાત્રાએ જવાની દશરથ, રામ અને લક્ષ્મણ પાસે રજા લેતી વખતે

રામના વનવાસના સમાચાર સાંભળી શત્રુઘ્ન, કૈકેયીના કાન ભરનારી મંથરાને ઘસડીને તેને મારવા જતો હતો. પરંતુ રામને આવા કામને મંજૂરી ન આપત એમ વિચારી ભરતે તેને વાર્યો.


રામના વનવાસના સમાચાર મળતાં, ભરત તરત તેમની પાછળ ગયો, તેમને મળ્યો અને પાછા ફરવા વિનંતિ કરી પરતું રામે તેનો અસ્વીકાર કર્યો. ત્યાર બાદ ભરત નંદીગ્રામમાં રહી, આયોધ્યાનો રાજ કારભાર કરવા લાગ્યો. તેનો ધર્મના અવતાર તરીકે ઉલ્લેખ થાય છે. રામના વનવાસ સમયે ભલે ભરત સાશન ચલાવવાનો ઉત્તરાધિકારી હતો પરંતુ ખરા અર્થમાં શત્રુઘ્ને આખા રાજનો કારભાર સાચવ્યો હતો. રામ, લક્ષ્મણ અને ભરત જે સમયે દૂર વનવાસી જીવન જીવતા હતા ત્યારે તેમની ત્રણે માતાનો શત્રુઘ્નએ એક માત્ર સાંત્વન હતો.   


દંડીત મંથરા

ફેરફાર કરો
 
રામ સાથે સીતા સિંહાસન પર, તેમના બાળકો લવ અને કુશ તેમના ખોળા પર.  સિંહાસન પાછળ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન ઊભા છે. હનુમાન સિંહાસન સામે રામના ચરણોમાં બેઠેલા છે. વાલ્મિકી ડાબી તરફ છે.

રામના વનવાસ પછી મંથરાનો રામાયણમાં એક જ વખત  ઉલ્લેખ આવ્યો છે. રામના વનવાસે બાદ રાણી કૈકેયીએ મંથરાને મૂલ્યવાન વસ્ત્રો અને આભૂષણો આપ્યા હતા. તે પહેરીને તે મહેલ સંકુલમાં ફરતી હતી તેવામાં તેનો ભેટો ભરત અને શત્રુઘ્ન સાથે થયો. તેને જોઈ શત્રુઘ્નને સંયમ ન રહ્યો અને ક્રોધાવેશમાં તેના પર મારવા લાગ્યો. કૈકેયીએ તેને બચાવવા ભરતને વિનંતિ કરી. સ્ત્રીને મારવું એ પાપ છે અને તેમ કરતાં રામ અત્યંત ક્રોધિત થશે એમ સમજાવી ભરતે શત્રુઘ્નને વાર્યો. આ સાંભળી શત્રુઘ્ન થોભ્યો અને બંને ભાઈઓ ત્યાંથી ચાલ્યા ગયા.

લવણસૂરનો વધ

ફેરફાર કરો
 
લવણસૂરને મારતો શત્રુઘ્ન

ભલે રામાયણમાં શત્રુઘ્નની ઘણી અલ્પ ભૂમિકા રહી છે પણ મુક્ય વાર્તા અને આ મહાકાવ્યના ઉદ્દેશ્યમાં તેનું સ્થાન મહત્ત્વપૂર્ણ છે. તેનું નોંધનીય સાહસ એ મથુરાના દાનવ રાજા લવણાસૂરનો વધ છે. લવણા સૂર રામના શત્રુ એવા લંકાના રાજા રાવણનો ભાણેજ હતો.  

લવણા સૂર એ એક ધર્મનિષ્ઠ દાવન મધુનો પુત્ર હતો. આ મધુના નામ પરથી મથુરા એ શહેરનું નામ પડ્યું છે.  મધુની પત્ની કુંભીનિ એ રાવણની બહેન હતી. લવણા શોર મહાદેવના ત્રુશુળનો ધારક હતો અને તેને મારી શકવા કે તેના પાપ કર્મો અટાકાવી શકવા કોઈ સમર્થ ન હતું.

શત્રિઘ્ને રામ અએ અન્ય મોટા ભાઈઓ પાસે લવણા સૂરનો વધ કરી તેમની સેવા કરવાની તક માંગી. શત્રુઘ્ને વિષ્ણુની શક્તિ ધરાવતા તીર વડે લવણાસૂરનો નાશ કર્યો. લવણાસૂરના વધ પછી રામે શત્રુઘ્નને મથુરાનો રાજા બનાવ્યો.

નિવૃત્તિ

ફેરફાર કરો

વિષ્ણુના સાતમા અવતાર એવા રામે જ્યારે પૃથ્વી પરધર્મપૂર્ણ રીતે  રાજ ચલાવી ૧૦,૦૦૦  વર્ષ પૂરા કર્યા ત્યારે પોતાના સાશ્વતમહા વિષ્ણુ અવતારમાં વિલિન થવા તેમણે શરયુ નદીમાં સમાધિ લીધી. તે સાથે ભરત અને શત્રુઘ્ને પણ તેમનું અનુકરણ કર્યું અને મહાવિષ્ણુમાં વિલિન થયા.

શત્રુઘ્ન

સંદર્ભો

ફેરફાર કરો

બાહ્ય ક્ડીઓ

ફેરફાર કરો