લાભશંકર ઠાકર

ગુજરાતી ભાષાના કવિ

લાભશંકર જાદવજી ઠાકર, ઉપનામ વૈદ પુનર્વસુ, (૧૪ જાન્યુઆરી ૧૯૩૫ - ૬ જાન્યુઆરી ૨૦૧૬) ગુજરાતી ભાષાના જાણીતા સાહિત્યકાર હતા. તેઓ કવિ, નાટ્યકાર, નવલકથાકાર, નિબંધકાર તેમજ આયુર્વેદ ચિકિત્સક હતા.

લાભશંકર ઠાકર
લાભશંકર ઠાકર અમદાવાદ ખાતે, ૧૯૯૯
લાભશંકર ઠાકર અમદાવાદ ખાતે, ૧૯૯૯
જન્મલાભશંકર જાદવજી ઠાકર
૧૪ જાન્યુઆરી, ૧૯૩૫
સેડલા, સુરેન્દ્રનગર, ગુજરાત, ભારત
મૃત્યુ૬ જાન્યુઆરી, ૨૦૧૬
અમદાવાદ
ઉપનામલઘરો, વૈદ પુનર્વસુ
વ્યવસાયકવિ, નાટ્યલેખક, નવલકથાકાર, ટૂંકી વાર્તા લેખક, પત્રકાર, આર્યુવેદ ચિકિત્સક
રાષ્ટ્રીયતાભારતીય
સમયગાળોઅર્વાચીન ગુજરાતી સાહિત્ય
નોંધપાત્ર પુરસ્કારોકુમાર સુવર્ણ ચંદ્રક
૧૯૬૨
નર્મદ સુવર્ણચંદ્રક
૧૯૬૨
રણજિતરામ સુવર્ણચંદ્રક
૧૯૮૦
સાહિત્ય અકાદમી પુરસ્કાર
૧૯૯૧
સાહિત્ય ગૌરવ પુરસ્કાર
૨૦૦૨

જીવનફેરફાર કરો

એમનું વતન સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લાનું પાટડી ગામ હતું તથા એમનો જન્મ ૧૪ જાન્યુઆરી ૧૯૩૫ના રોજ સેડલા ગામ ખાતે થયો હતો. તેમણે ગુજરાતી મુખ્ય વિષય સાથે ઈ. સ. ૧૯૫૭માં સ્નાતક (બી.એ.), ઈ. સ. ૧૯૫૯માં અનુસ્નાતક (એમ.એ.) તથા ઈ. સ. ૧૯૬૪માં શુદ્ધ આયુર્વેદિક કોર્સના ડિપ્લોમાની પદવીઓ હાંસલ કરી હતી. લાભશંકર ઠાકર સાતેક વર્ષ અમદાવાદ શહેરની વિવિધ કોલેજોમાં અધ્યાપક તરીકે રહ્યા હતા અને ત્યારબાદ પોતાના ચિકિત્સાલયમાં આયુર્વેદીય ચિકિત્સક તરીકે વ્યવસાય કરતા રહ્યા.[૧][૨][૩][૪]

તેમની ૮૧મી વર્ષગાંઠના લગભગ એક અઠવાડીયા પહેલા ૬ જાન્યુઆરી ૨૦૧૬ના રોજ અમદાવાદ ખાતે તેમનું અવસાન થયું.[૫][૬]

સર્જનફેરફાર કરો

 
ગુજરાતી વિશ્વકોશના નવમા ગ્રંથનું વિમોચન કરી રહેલા લાભશંકર ઠાકર

તેઓ આકંઠ સાબરમતી નામની નાટ્યલેખકોની વર્કશોપમાં સક્રિય રસ લેતા હતા. કૃતિ, ઉન્મૂલન જેવાં સામયિકોનું પ્રકાશન પણ તેમણે કર્યું હતું.

કાવ્ય સંગ્રહોફેરફાર કરો

 • વહી જતી પાછળ રમ્ય ઘોષા (૧૯૬૫)
 • માણસની વાત (૧૯૬૮)
 • મારે નામને દરવાજે (૧૯૭૨)
 • લઘરો
 • બૂમ કાગળમાં કોરા (૧૯૭૪)
 • પ્રવાહણ (૧૯૮૬)
 • હથિયાર વગરનો ઘા (૨૦૦૦)

નાટકોફેરફાર કરો

 • એક ઊંદર અને જદુનાથ (૧૯૬૪)
 • અસત્યકુમાર એકાગ્રની ધરપકડ ‍(એકાંકીસંગ્રહ મેઈક બિલીવ (૧૯૬૭)માં‌)
 • મરી જવાની મઝા (૧૯૭૩)
 • બાથટબમાં માછલી (૧૯૮૨)
 • પીળું ગુલાબ અને હું (૧૯૮૫)
 • "મનસુખલાલ મજેટીયા"

નવલકથાઓફેરફાર કરો

 • અકસ્માત (૧૯૬૮)
 • કોણ? (૧૯૬૮)
 • હસ્યાયન '
 • ચંપકચાલીસા
 • અનાપસનાપ
 • પીવરી
 • વધાવો સંત બસંત આવ્યો

વિવેચનફેરફાર કરો

 • ઈનર લાઈફ
 • મળેલા જીવની સમીક્ષા (૧૯૬૯)

લેખ સંગ્રહોફેરફાર કરો

 • સર્વમિત્ર (૧૯૮૬)
 • એક મિનિટ (૧૯૮૬)

ચરિત્ર પુસ્તકફેરફાર કરો

 • મારી બા (૧૯૮૯)
 • બાપા વિશે

સન્માનફેરફાર કરો

૧૯૬૨માં તેમને કુમાર સુવર્ણ ચંદ્રક અને નર્મદ સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત થયો હતો. ૧૯૮૦માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો, જે તેમણે અંગત કારણોસર સ્વીકાર કર્યો નહોતો પરંતુ, ૧૯૯૪માં તેમણે તેનો સ્વીકાર કર્યો હતો. ૧૯૯૧માં તેમને ટોળા અવાજ ઘોંઘાટ માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. ૨૦૦૨માં તેમને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી સાહિત્ય ગૌરવ પુરસ્કાર મળ્યો હતો.[૪][૧][૨]

વધુ વાચનફેરફાર કરો

 • ચૌધરી, રઘુવીર; દવે, રમેશ ર.; દૂધાત, કિરીટ, સંપાદકો (૨૦૧૭). વાત માણસની (લા. ઠા. અધ્યયનગ્રંથ). અમદાવાદ: રંગદ્વાર પ્રકાશન. ISBN 978-93-80125-93-0.

બાહ્ય કડીઓફેરફાર કરો

સંદર્ભફેરફાર કરો

 1. ૧.૦ ૧.૧ Mohan Lal (1 January 2006). The Encyclopaedia Of Indian Literature (Sasay To Zorgot). 5. Sahitya Akademi. પાનાઓ 4312–4313. ISBN 978-81-260-1221-3.
 2. ૨.૦ ૨.૧ "Labhshankar Thakar". ગુજરાતી સાહિત્ય પરિષદ. મેળવેલ 6 October 2014.
 3. "Labhshankar Thakar". Muse India ejournal. મૂળ માંથી 7 નવેમ્બર 2014 પર સંગ્રહિત. મેળવેલ 6 October 2014.
 4. ૪.૦ ૪.૧ Brahmabhatt, Prasad (2010). અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ - આધુનિક અને અનુઆધુનિક યુગ. Ahmedabad: Parshwa Publication. પાનાઓ 43–53. ISBN 978-93-5108-247-7.
 5. DeshGujarat (2016-01-06). "Noted Gujarati Litterateur Labshankar Thakar passes away". DeshGujarat. મેળવેલ 2016-01-06.
 6. "ગુજરાતના પ્રસિદ્ધ સાહિત્યકાર, વૈદ્ય લાભશંકર ઠાકર 'પુનર્વસુ'નું નિધન". Chitralekha. 6 January 2016. મૂળ માંથી 15 November 2016 પર સંગ્રહિત. મેળવેલ 15 November 2016.